Class 7 Gujarati Chapter 18 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 18 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 18 Swadhyay
Class 7 Gujarati Chapter 18 Swadhyay

Class 7 Gujarati Chapter 18 Swadhyay

Class 7 Gujarati Chapter 18 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 18નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 18 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 18 સોના જેવી સવાર

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) આ કાવ્યમાં ‘પનઘટ’નો અર્થ…………

(ક) પાણીનું બેડું

(ખ) પાણિયારું

(ગ) કૂવો

(ઘ) પનિહારી

જવાબ : (ગ) કૂવો

(2) પ્રકૃતિના ક્યા તત્ત્વનો અહી આ કાવ્યમાં ઉલ્લેખ નથી.

(ક) સૂર્ય

(ખ) પતંગિયું

(ગ) વાદળ

(ઘ) માટીના કણ

જવાબ : (ક) સૂર્ય

(3) ‘સોના જેવી સવાર’ કાવ્યમાં કવિ શું વિશેષ કહેવા માંગે છે?

(ક) સવાર પડી છે માટે મહેનત કરો.

(ખ) સવારનું મહત્ત્વ જ કંઈક વધારે છે.

(ગ) સવારની પ્રકૃતિનું ગુણગાન છે.

(ઘ) ગામડાની સવારની વાત છે.

જવાબ : (ગ) સવારની પ્રકૃતિનું ગુણગાન છે.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) સવાર ક્યાં ક્યાં ચમકી ઊઠી છે?

ઉત્તર : વૃક્ષોનાં કોમળ પાનની લાલ ટશર ઉપર તેમજ સરોવરમાં ઊગેલાં કમળો ઉપર સવાર ચમકી ઊઠી છે.

(2) સવાર ઉપર તડકાની શી અસર થઈ છે?

ઉત્તર : સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે.

(3) પ્રકૃતિનાં ક્યાં ક્યાં તત્ત્વો સવારને વધાવે છે?

ઉત્તર : પશુ-પંખી, વાદળ, સરોવર, મોરપિચ્છ, માટીના કણકણ, તડકો, પતંગિયાં તેમજ ફૂલો વગેરે પ્રકૃતિનાં તત્ત્વો સવારને વધાવે છે.

(4) સવાર કોના ટહુકે ચારે દિશાઓમાં રણકી ઊઠી છે?

ઉત્તર : સવાર પંખીઓના મધુર ટહુકે ચારે દિશાઓમાં રણકી ઊઠી છે.

(5) સવાર ક્યાં ઝબકી છે?

ઉત્તર : પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓનાં ચકચકિત બેડાં પર સવાર ઝબકી છે.

(6) કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઊઠી છે?

ઉત્તર : બાળકોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઊઠી છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) સવારને “સોના જેવી સવાર’ શા માટે કહી છે?

ઉત્તર : સોનું પીળું હોય છે. વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય છે. આ તડકો સોનાની જેમ ચમકે છે. આથી સવારને ‘સોના જેવી સવાર’ કહી છે.

(2) સવારની પ્રકૃતિનાં કયાં કયાં તત્ત્વો પર શી અસર થઈ?

ઉત્તર : પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો ઉપર સવારની અસર થઈ છે જેમ કે, ફૂલોએ તાજગી માણી, કૂણાં પાન ઉપર લાલ ટશરો ફૂટી, કમળના સરોવરમાં સવાર ચમકી, પંખીનાં પીંછાંમાં ફરકી, વાદળોમાં ઢળતી, પતંગિયાંની પાંખોમાં લળતી, તડકામાં તાજગીરૂપે મહેકતી અનુભવાય છે.

(3) ‘હસતાં-હસતાં મનમાં ઊગી’ અને ‘રમતાં-રમતાં ઘરમાં પૂગી’ દ્વારા કવિ શું કહે છે?

ઉત્તર : સોના જેવી સવાર થતાં બધાં મનુષ્યોના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતાં નાનાં બાળકો પાસે પહોંચી ગયો, એમ કવિ કહેવા માગે છે.

પ્રશ્ન 2. સૂચવ્યા મુજબ કરો :

(1) તમે જોયેલ નદી કે દરિયાકિનારા સંદર્ભે દસ શબ્દો લખો.

ઉત્તર : (1) દરિયાકિનારો (2) રમણીય (3) સૂર્ય ( 4 ) પંખીઓ (5) જળભંડાર (6) માછીમારો (7) જાળ (8) સહેલાણીઓ (9) મછવા (10) સ્વિમિંગ

(2) આ દસ શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો.

ઉત્તર : (1) મેં દરિયાકિનારો જોયો. (2) દરિયાકિનારો રમણીય હોય છે. (3) સૂર્ય આકાશમાં પ્રકાશે છે. ( 4 ) પંખીઓ દરિયા ઉપર ઊડે છે. (5) દરિયાનો જળભંડાર કોને જોવો ન ગમે? (6) દરિયાકિનારે મેં ઘણા માછીમારો જોયા. (7) દરેક માછીમાર પાસે જાળ હતી. (8) સહેલાણીઓ દરિયાકિનારાની મજા માણી રહ્યા હતા. (9) માછીમારો મછવા (નાની હોડીઓ) લઈને દરિયામાં ફરે છે. (10) કેટલાક લોકો દરિયામાં સ્વિમિંગ કરે છે.

(3) બધાં વાક્યો યોગ્ય વિરામચિહ્નોના ઉપયોગ સાથે ફરીથી ફકરા સ્વરૂપે લખો અને તમારા સહાધ્યાયી મિત્રો સમક્ષ એનું વાચન કરો.

ઉત્તર : મેં સૌરાષ્ટ્રના ગોપનાથનો દરિયાકિનારો જોયો છે. એ ભૌગોલિક દષ્ટિએ વિશિષ્ટ અને રમણીય છે. સૂર્ય જાણે દરિયાના પાણીમાંથી ધીમે ધીમે બહાર આવતો હોય એવું લાગે છે. સૂરજનાં કિરણો દરિયાના પાણી પર પડે છે, તેથી એવું લાગે છે કે કોઈએ દરિયાના પાણીમાં સોનાનો રસ ઢોળી દીધો ન હોય ! પંખીઓ કલરવ કરતાં દરિયાના જળભંડાર પરથી ઊડી રહ્યાં છે. માછીમારો પોતાની જાળ અને મછવા (નાની હોડીઓ) લઈને માછલાં પકડવા નીકળી પડે છે. કેટલાક સહેલાણીઓ દરિયાકિનારે ફરવા નીકળ્યા છે. કેટલાક જુવાનિયા જોગિંગ કરે છે તો કેટલાક સ્વિમિંગ કરતા જોવા મળે છે.

પ્રશ્ન 3. નીચે આપેલી કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :

(1) ટહુકે-ટહુકે ચોગમ રણકી,

સોના જેવી સવાર છે જી.

ભાવાર્થ : સોના જેવી સવાર પંખીઓના મધુર ટહુકાઓથી ચારે બાજુ રણકી રહી છે. (સવાર થતાં વાતાવરણ આનંદમય થઈ ગયું છે.)

(2) પતંગિયાની પાંખે લળતી,

સોના જેવી સવાર છે જી.

ભાવાર્થ : સોના જેવી સવાર નાજુક પતંગિયાંની રંગીન પાંખોમાં લળી રહી છે.

પ્રશ્ન 4. આ કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દની જોડી શોધીને લખો :

ઉદાહરણ : પીધી – દીધી

ઉત્તર : (1) ટમકી – રણકી

(2) ચમકી – ઝબકી

(3) ફરકી – છલકી

(4) ઢળતી – લળતી

(5) ગહેકી – મહેકી

(6) ઊગી – પૂગી

પ્રશ્ન 5. નીચેનાં વાક્યોમાંથી “કર્તા’, “કર્મ’ અને ‘ક્રિયાપદ’ અલગ તારવી આપો :

(1) મોહને રોટલા ખાધા.

કર્તા : મોહને

કર્મ : રોટલા

ક્રિયાપદ : ખાધા

(2) નયનાએ પાઠ વાંચ્યો.

કર્તા : નયનાએ

કર્મ : પાઠ

ક્રિયાપદ : વાંચ્યો

(3) કનૈયાએ મટકી ફોડી.

કર્તા : કનૈયાએ

કર્મ : મટકી

ક્રિયાપદ : ફોડી

(4) ગૌરીએ છાશ પીધી.

કર્તા : ગૌરીએ

કર્મ : છાશ

ક્રિયાપદ : પીધી

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 19 અભ્યાસ અને સ્વાધ્યાય