Class 7 Gujarati Chapter 17 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 17 Swadhyay
Class 7 Gujarati Chapter 17 Swadhyay

Class 7 Gujarati Chapter 17 Swadhyay

Class 7 Gujarati Chapter 17 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 17નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 17 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 17 જીવરામ ભટ્ટ

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) જીવરામ ભટ્ટ પાઠમાં………….

(ક) ચતુરાઈની વાત છે.

(ખ) મિથ્યાભિમાનની વાત છે.

(ગ) ઝડપથી જૂઠ કેવી રીતે બોલી શકાય તેની વાત છે.

(ઘ) કાગળ વાંચવાની વાત છે.

જવાબ : (ખ) મિથ્યાભિમાનની વાત છે.

(2) સૂરદાસજી કાગળ વાંચે છે. અહીં સૂરદાસ એટલે……….

(ક) સૂરદાસ કવિની વાત છે.

(ખ) ખરેખરો વાંચનાર.

(ગ) અંધત્વની વાત છે.

(ઘ) સંગીતકારની વાત છે.

જવાબ : (ગ) અંધત્વની વાત છે.

(3) તેની તદબીરો ઘણી હોય એટલે………

(ક) તેઓ ગમે તે રીતે છટકી જાય.

(ખ) તેમની પાસે ઘણાં બહાનાં હોય.

(ગ) તેમની પાસે ઘણી યુક્તિ હોય.

(ઘ) તેઓ ભેજાબાજ હોય છે.

જવાબ : (ગ) તેમની પાસે ઘણી યુક્તિ હોય.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે?

ઉત્તર : જીવરામને રાત્રે દેખાતું નથી. આ બાબત છુપાવવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે.

(2) ગંગા કેવો પ્રશ્ન પૂછે છે?  જીવરામ તેનો શો ઉત્તર આપે છે?

ઉત્તર : ગંગા ત્રણ આંગળીઓ બતાવીને પૂછે છે, “જીવરામ ભટ્ટ, આ કેટલાં આંગળાં છે?  કહો જોઈએ.” ત્યારે જીવરામ ઉત્તર આપે છે, “કહીએ તો તમે શું આપશો?”

(3) કેવાં વૃક્ષ અને માણસ નમે છે?

ઉત્તર : ફળવાળાં વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે.

(4) જીવરામ ભટ્ટ શાની હોડ કરવાનું કહે છે?

ઉત્તર : જીવરામ ભટ્ટ સો રૂપિયાની હોડ કરવાનું કહે છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ‘જીવરામને બીજો કાગળ આપ’ – આવું રઘનાથ સોમનાથને શા માટે કહે છે?

ઉત્તર : જીવરામ ભટ્ટ રતાંધળા હોવાથી રાત્રે દેખી શકતા નથી. આ હકીકત છુપાવવાનો તે સતત પ્રયત્ન કરતા રહે છે. સોમનાથ જીવરામ ભટ્ટને વાંચવા આપેલા કાગળના અક્ષરો ઝીણા હતા. જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરનું બહાનું કાઢીને એને વાંચવાનો ઇન્કાર કરે છે, તેથી રઘનાથ સોમનાથને કહે છે : ‘જીવરામને મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક થાત.”

(2) જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે?

ઉત્તર : રતાંધળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી. વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે, તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું. એમણે સોમનાથને કાગળ પાછો આપતાં કહ્યું, “આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ.”

(3) ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે – એવું જીવરામે કહ્યું, છતાં તે ખોટા કેમ ન પડ્યા?

ઉત્તર : જીવરામ ભટ્ટને ત્રણ આંગળીઓ બતાવવા માટે ગંગાએ બે આંગળીઓ વાળી દીધી હતી. જીવરામ ભટ્ટ કહે છે કે તેમણે ત્રણ ઊભી આંગળીઓ જોઈ અને બીજી બે વાળેલી જોઈ. આમ, ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા.

(4) રંગલો કોની કોની સાથે હોડ કરવાની ના પાડે છે?  શા માટે?

ઉત્તર : રંગલો વાચાળ સાથે અને જાદુગર સાથે હોડ કરવાની ના પાડે છે, કારણ કે તેમની યુક્તિ-પ્રયુક્તિઓ બહુ છળકપટથી ભરેલી હોય છે.

પ્રશ્ન 2. રંગલો નીચે મુજબનાં વિધાનો બોલે છે, ત્યારે ખરેખર તે શું કહેવા માગે છે તે લખો :

(1) ‘દેખે છે એનો બાપ !’

ઉત્તર : જીવરામ ભટ્ટ રતાંધળા છે, એ રાત્રે જોઈ શકતા નથી.

(2) ‘કાગળ તો શું?  પણ અત્યારે મોતી વીંધે છે તો !’

ઉત્તર : રંગલો કટાક્ષમાં કહે છે કે તેમની આંખો મોતી પરોવી શકે તેવી તેજસ્વી છે.

(3) ‘સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહિ.’

ઉત્તર : મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરે.

(4) ‘જો જો, ભાઈઓ, સૂરદાસજી કાગળ વાંચે છે !’

ઉત્તર : હિન્દીના પ્રખ્યાત કવિ સૂરદાસ અંધ હતા, તેથી અંધજનોને ‘સૂરદાસ’ કહેવાનો રિવાજ છે. રંગલો એમ કહેવા માગે છે કે ‘આંધળો માણસ કાગળ વાંચે છે !’

પ્રશ્ન 3. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :

(1) “કાગળ તો શું? પણ અત્યારે મોતી વીંધે છે તો !”

ઉત્તર : આ વાક્ય રંગલો બોલે છે ને ગંગાને કહે છે.

(2) “એમાં તો ઝીણા અક્ષર છે.”

ઉત્તર : આ વાક્ય રઘનાથ બોલે છે ને સોમનાથને કહે છે.

(3) “લાખેણી લાડી આપી છે.”

ઉત્તર : આ વાક્ય ગંગા જીવરામને કહે છે.

(4) “ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ.”

ઉત્તર : આ વાક્ય રંગલો બોલે છે અને જીવરામને કહે છે.

પ્રશ્ન 4. નીચે આપેલાં વાક્યોનો અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થવાક્યો બનાવો.

ઉદાહરણ : (A) તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેનું કંઈ જ મહત્ત્વ નથી.

જવાબ : તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું?

(1) હવે, બીજું કંઈ આપવા જેવું નથી.

ઉત્તર : હવે, બીજું શું આપવા જેવું છે?

(2) અમે પણ એ જ કહીએ છીએ.

ઉત્તર : અમે પણ બીજું શું કહીએ છીએ?

(3) કહીએ તો તમે કંઈ નથી આપવાના.

ઉત્તર : કહીએ તો તમે શું આપવાના?

પ્રશ્ન 5. પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા ગામના મહાનુભાવોને કાર્યક્રમમાં આમંત્રણ આપતી પત્રિકા તૈયાર કરો.

ઉત્તર :

નિમંત્રણપત્ર

મહોદય,

આગામી પ્રજાસત્તાકદિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સૌપ્રથમ સવારે 7.30 વાગ્યે ધ્વજવંદન થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં વક્તવ્યો થશે. રાષ્ટ્રભક્તિનાં સામૂહિક ગીતો ગવાશે. વિદ્યાર્થીઓને પારિતોષિકો અપાશે. પછી મહેમાનો વર્ગ સુશોભન અને પ્રદર્શનની મુલાકાત લેશે. સભાગૃહમાં એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે. છેલ્લે બધાં બાળકોને મીઠાઈ વહેંચવામાં આવશે.

શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આપશ્રીને સમયસર ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ છે.

નિમંત્રક

આયોજન સમિતિ

શ્રી નાવદ્રા વાડી શાળા 1

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 18 અભ્યાસ અને સ્વાધ્યાય