Class 7 Gujarati Chapter 2 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 2 Swadhyay
Class 7 Gujarati Chapter 2 Swadhyay

Class 7 Gujarati Chapter 2 Swadhyay

Class 7 Gujarati Chapter 2 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 2 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 2. આજની ઘડી રળિયામણી

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો :

(1) ગંગાજમનાનું નીર મંગાવવાનું કારણ…….

(ક) ચોકમાં છાંટવા

(ખ) પવિત્ર પાણી પીવા માટે

(ગ) ભગવાનના સ્નાન માટે

(ઘ) પગ પખાળવા

ઉત્તર : (ઘ) પગ પખાળવા

(2) અહીં કાવ્યમાં ‘પૂરો પૂરો’ એટલે…..

(ક) ભરો

(ખ) સંપૂર્ણ

(ગ) આખે આખો

(ઘ) દોરો

ઉત્તર : (ક) ભરો

(3) અહીં ‘નરસૈંયાનો સ્વામી’ એટલે…..

(ક) શ્રીકૃષ્ણ

(ખ) સખી

(ગ) ભગવાન

(ઘ) હાથિયો

ઉત્તર : (ક) શ્રીકૃષ્ણ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?

ઉત્તર : ગોપીને ઘેર આજે વહાલાજી (શ્રીકૃષ્ણ) પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે.

(2) વહાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે?

ઉત્તર : વહાલાજી માટે લીલાસૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે.

(૩) તરિયાતોરણમાં ક્યાં કયાં વૃક્ષોનાં પાંદડાં હોય છે?

ઉત્તર : તરિયાતોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરી એ ત્રણ વૃક્ષોનાં પાંદડાં હોય છે.

(4) સખી ગંગા-જમનાનાં નીર શા માટે મંગાવે છે?

ઉત્તર : સખી ગંગા-જમનાનાં નીર, શ્રીકૃષ્ણનાં ચરણ પખાળવા માટે મંગાવે છે.

(5) ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે?

ઉત્તર : ગોપીને સૌથી વધારે વહાલા શ્રીકૃષ્ણ છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે ક્યારે? કેવી રીતે?

ઉત્તર : અમે અમારા ઘરને લગ્નપ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ. ઘરને ધોળાવીએ છીએ અને રંગરોગાન કરાવીએ છીએ.

લગ્નપ્રસંગે સાથિયા પૂરીએ છીએ. દીવાલ ઉપર પશુ, પક્ષી અને વેલ ચીતરીએ છીએ. દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ. બારણે તોરણ બાંધીએ છીએ. રાત્રે વીજળીના બલ્બનાં તોરણથી ઘર શણગારીએ છીએ.

(2) તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તૈયારી કરો છો?

ઉત્તર : અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળીઝૂડીને સાફ કરીએ છીએ. સોફા, પડદા, પલંગ અને ચાદર, અન્ય રાચરચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ. મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ. એમનું આતિથ્ય સચવાય, એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ.

(૩) કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે?

ઉત્તર : શ્રીકૃષ્ણની પધરામણી થવાની છે. એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવવાનાં છે. એ માટે વાંસની જરૂર છે તેથી (કવિ) સખીઓ દ્વારા આ લીલા વાંસ વઢાવવાનું સૂચવે છે.

(4) ‘ચરણ પખાળીએ’ ને બદલે ‘પગ ધોઈએ’ એવો શબ્દપ્રયોગ કરીએ તો?

ઉત્તર : ‘ચરણ’ શબ્દ ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવપુરુષ માટે વપરાય છે. ‘ચરણ’ શબ્દ સાથે ‘પખાળવું’ શબ્દ વપરાય છે, કારણ કે પખાળવામાં માત્ર ‘ધોવા’નો અર્થ નથી, પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે. ‘ધોવા’માં નિર્મળ કરવાનો અર્થ છે. આમ, અહીં શબ્દોનો વિશિષ્ટ અર્થ છે. આથી, અહીં ‘ચરણ પખાળીએ’ એવો શબ્દપ્રયોગ જ યોગ્ય છે.

પ્રશ્ન 2. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.

(1) સખી, આજની ઘડી રળિયામણી;

મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી….

સખી, આલાલીલા વાંસ વઢાવીએ;

મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી….

(2) તરિયાતોરણ બારે બંધાવીએ;

મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી….

ગંગા-જમનાનાં નીર મંગાવીએ;

મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી….

પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિપ્રયોગ અને વાક્યપ્રયોગ કરો.

(ઘડી, વાંસ, મોતીડે, નીર, મંગળ, સોહાગણ)

ઉદાહરણ : ઘડી

પંક્તિ-પ્રયોગ = સખી, આજની ઘડી રળિયામણી.

વાક્યપ્રયોગ = બે ઘડીમાં હું પહોંચું છું.

ઉત્તર :  

(1) વાંસ

પંક્તિ-પ્રયોગ = આલાલીલા વાંસ વઢાવીએ.

વાક્યપ્રયોગ = વાંસમાંથી ટોપલા, સાદડી,ચટાઈ વગેરે બને છે.

(2) મોતીડે

પંક્તિ-પ્રયોગ = મોતીડે ચોક પુરાવીએ જી રે.

વાક્યપ્રયોગ = અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા!

(૩) નીર

પંક્તિ-પ્રયોગ = ગંગા-જમનાનાં નીર મંગાવીએ.

વાક્યપ્રયોગ = એની આંખોથી નીર વહી રહ્યાં હતાં.

(4) મંગળ

પંક્તિ-પ્રયોગ = વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી.

વાક્યપ્રયોગ = લગ્નપ્રસંગે મંગળ ગીતો ગવાય છે.

(5) સોહાગણ

પંક્તિ-પ્રયોગ = પૂરો પૂરો, સોહાગણ, સાથિયો.

વાક્યપ્રયોગ = સોહાગણ સ્ત્રીઓ જયાપાર્વતીનું વ્રત કરે છે.

પ્રશ્ન 4. કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલ શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેર પડ્યો તે લખો :

(1) ઘડી – પળ

દા.ત. સખી, આજની પળ રળિયામણી;

(2) વાંસ – શેરડી

દા.ત. સખી, આલીલીલી શેરડી વઢાવીએ;

(3) ચોક – બારણું

દા.ત. મોતીડે બારણું પૂરાવીએ જી રે.

(4) મંગળ – ગીત

દા.ત. વહાલાજીનાં ગીત ગવરાવીએ જી રે.

(5) મલપતો – હાલતો ડોલતો

દા.ત. ઘેર હાલતો ડોલતો આવે હરિ હાથિયો જી રે.

(6) નીર – પાણી

દા.ત. ગંગા-જમનાનાં પાણી મંગાવીએ;

કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને આપેલ (સમાનાર્થી) શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતાં, પંક્તિનો લય જળવાતો નથી. કાવ્યના સૌંદર્યમાં પણ ફેર પડે છે.

પ્રશ્ન 5. સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્યપ્રયોગ કરો.

ઉદાહરણ :

નીર = પાણી, જળ

વાક્ય : ગંગા-જમનાનાં નીરથી વહાલાજીનાં ચરણ પખાળીએ.

ઉત્તર :

(1) ચરણ = પગ, પાય

વાક્ય : શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચઢાવે છે.

(2) સ્વામી = માલિક, (અહીં) શ્રીકૃષ્ણ

વાક્ય : નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને પોતાના સ્વામી કહે છે.

(3) સખી = બહેનપણી, સહિયર

વાક્ય : નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી.

(4) મંગળ = પવિત્ર, શુભ

વાક્ય : લગ્નપ્રસંગે મંગળ ગીતો ગવાય છે.

પ્રશ્ન 6. નીચેના શબ્દોમાં ‘શ’ અને ‘સ’ ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો.

(1) નરશૈયો – નરસૈયો

(2) પૈસા – પેશા

(3) શાવરણી – સાવરણી

(4) સખી – શખી

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 3 અભ્યાસ અને સ્વાધ્યાય

Spread the love
error: Content is protected !!
Scroll to Top