Class 7 Gujarati Chapter 1 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 1 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 1 Swadhyay
Class 7 Gujarati Chapter 1 Swadhyay

Class 7 Gujarati Chapter 1 Swadhyay

Class 7 Gujarati Chapter 1 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 1 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 1 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 1. મેળામાં

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેનાં શબ્દજૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો.

ઉત્તર :

રમકડાં – રકમડાં

મેરો – મેળો

ચકરડી – ચકરળી

ચગડોર – ચગડોળ

આઇસક્રીમ – આસકરીમ

ફરકડી – ફળકરી

મદારી – મદાડી

લાકરી – લાકડી

પ્રશ્ન 2. આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલાં વાક્યો ફરી લખો :

(1) લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.

ઉત્તર : ચાલો, આજે હું તમને મેળામાં લઈ જાઉં.

(2) મેળામાં મજા કરીશું જઈ.

ઉત્તર : મેળામાં જઈ મજા કરીશું.

(૩) દુકાનો છે મેળામાં ઘણી.

ઉત્તર : મેળામાં ઘણી દુકાનો છે.

(4) ચકર ચકર ફરતી છે ચગડોળ મેળામાં.

ઉત્તર : મેળામાં ચકર ચકર ફરતી ચગડોળ છે.

(5) એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.

ઉત્તર : એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે.

(6) દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને.

ઉત્તર : નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે.

(7) સાપનો ખેલ બતાવે મદારી છે.

ઉત્તર : મદારી સાપનો ખેલ બતાવે છે.

(8) આઇસક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક.

ઉત્તર : કેટલાક લોકો આઇસક્રીમની મજા માણી રહ્યા છે.

(9) વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં.

ઉત્તર : મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે.

(10) રમકડાં ખરીદી રહ્યાં છે બાળકો કેટલાંક.

ઉત્તર : કેટલાંક બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) મેળામાં કેટલી દુકાનો દેખાય છે? તેનાં નામ કહો.

ઉત્તર : મેળામાં ત્રણ દુકાનો દેખાય છે : (1) સોનુ મીઠાઈની દુકાન, (2) હર્ષ આઇસક્રીમ સેન્ટર, (3) પ્રણામ રમકડાંની દુકાન.

(2) દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે?

ઉત્તર : દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે.

(૩) મદારી શું વગાડે છે?

ઉત્તર : મદારી ડુગડુગી વગાડે છે.

(4) કેટલાં બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે?

ઉત્તર : બે બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. તમને મનપસંદ ચિત્રની મદદથી આઠ-દસ વાક્યો લખો :

Class 7 Gujarati Chapter 1 Swadhyay
Class 7 Gujarati Chapter 1 Swadhyay

ઉત્તર : આ ચિત્ર બાગનું છે. બાગનો દરવાજો ખુલ્લો છે. ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલાં ફૂલો છે. દરવાજા પાસે ત્રણ વૃક્ષો છે. વૃક્ષો નીચે બે બાંકડા છે. બાગની વચ્ચે ફુવારો છે. ફુવારા પાસે નાનું તળાવ છે. એમાં ત્રણ બતક તરે છે. ચાર બાળકો શેતરંજી ઉપર બેઠાં છે. બે છોકરીઓ હીંચકા ઉપર હીંચે છે. બે બાળકો દડાથી રમે છે. બે છોકરા લપસણી ખાય છે. બે બાળકો આઇસક્રુટ ખાય છે. ઝાડની નીચે એક કૂતરું બેઠું છે. બાંકડા પર એક પુરુષ અને એક સ્ત્રી બેઠાં છે.

પ્રશ્ન 2. વર્તમાનપત્રો કે સામયિકોમાંથી વાર્તાચિત્રો મેળવી, તેના પરથી એક વાર્તા લખો :

ઉત્તર : 

Class 7 Gujarati Chapter 1 Swadhyay
Class 7 Gujarati Chapter 1 Swadhyay

કાનમાં શું કહ્યું?

કનુ અને મનુ મિત્રો હતા. એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા. જંગલમાં એકબીજાનો સાથ નહિ છોડવાનું તેમણે નક્કી કર્યું હતું. રસ્તામાં તેઓ ચાલતા હતા. ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતું જોયું. કનુએ મનુને કહ્યું, ‘જો, રીંછ આપણી તરફ આવે છે.’ મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો, એણે કનુને છોડી દીધો.

કનુને ઝાડ પર ચડતાં આવડતું નહોતું, તેથી તે જમીન ઉપર ચત્તો સૂઈ ગયો. રીંછ કનુ પાસે આવ્યું, તેને સૂંઘ્યો. કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો. રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે, તેથી તે ચાલ્યું ગયું. મનુ ઝાડ પરથી ઊતર્યો ને કનુને પૂછ્યું, “તને રીંછે કાનમાં શું કહ્યું?’ કનુએ કહ્યું, “રીંછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો.’’

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 2 અભ્યાસ અને સ્વાધ્યાય