Class 7 Gujarati Chapter 3 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 3 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 3 Swadhyay
Class 7 Gujarati Chapter 3 Swadhyay

Class 7 Gujarati Chapter 3 Swadhyay

Class 7 Gujarati Chapter 3 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના પાઠ 3 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 3 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 3. પરીક્ષા

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો :

(1) અહીં પાઠમાં ‘વિદ્યાધિકારી’ એટલે….

(ક) શિક્ષણના અધિકારી

(ખ) વિદ્યાના અધિકારી

(ગ) પંડિત

(ઘ) સરકારી અધિકારી

ઉત્તર : (ક) શિક્ષણના અધિકારી

(2) અહીં પાઠમાં ‘તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી’ એટલે….

(ક) સૂરજ શાળા તરફ જતો હતો.

(ખ) શાળાનો સમય થતો જતો હતો.

(ગ) સૂરજ શાળાએ જવા દોડતો હતો.

(ઘ) સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો.

ઉત્તર : (ખ) શાળાનો સમય થતો જતો હતો.

(3) પેપર લઈને મંડી પડ્યો’ – આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો?

(ક) ગપ્પાં મારવા લાગ્યો.

(ખ) કોઈકનામાંથી જોઈને લખવા લાગ્યો.

(ગ) તેને ઘણું આવડતું હશે.

(ઘ) ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો.

ઉત્તર : (ગ) તેને ઘણું આવડતું હશે.

(4) ‘પરીક્ષા’ વાર્તાના લેખકનું નામ જણાવો.

(ક) પ્રવીણ દરજી

(ખ) પન્નાલાલ પટેલ

(ગ) ધૂમકેતુ

(ઘ) કાકા કાલેલકર

ઉત્તર : (ખ) પન્નાલાલ પટેલ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.

(1) શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા?

ઉત્તર : શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા.

(2) પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો?

ઉત્તર : પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પ્રથમ નંબરે આવશે તેમજ તેને પંદર રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે.

(૩) મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા?

ઉત્તર : મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં લચી રહેલા ઘઉંના મોલમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા.

(4) ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું?

ઉત્તર : ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી વહેતી દેખાઈ.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો :

(1) મહાદેવે નારજીકાકા તથા ખુશાલમાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી?

ઉત્તર : નારજીકાકા ખૂબ ગરીબ હતા અને આ ખેતર જ એમનો એક માત્ર આધાર હતો. ખુશાલમાને હળ હાંકનાર કોઈ નહોતું, બીજાનું હળ માગી લાવીને તેમણે ખેતર વવરાવ્યું હતું. ગાય એમનાં ખેતરોનો પાક ખાઈ જાય તો એમને ખૂબ નુકસાન થાય તેમ હતું. એવો વિચાર કરીને મહાદેવે એમના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી.

(2) ‘ઘઉં-ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો’ એટલે શું?

ઉત્તર : ઘઉં-ચણાનો મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે. ઊગતા સૂર્યનાં કિરણો પર સોનેરી હોય છે, એટલે સૂર્ય ઊગતાં એનાં સોનેર કિરણો ઘઉં-ચણાના મોલ પર પડે છે તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઊઠે છે. જાણે ખુદ સૂર્ય ખેતર પર સોનું છાંટી રહ્યો હોય ! આમ, મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય તેવું દશ્ય ઊભું થાય છે.

(૩) ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ?

ઉત્તર : ગાય સૌથી પહેલાં મહાદેવનાં માસીના ખેતરમાં પેઠી. પછી કાકાના ખેતરમાં, નારજીકાકાના ખેતરમાં, શંકાના ખેતરમાં, મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલમાના ખેતરમાંથી પસાર થઈ.

(4) ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો?

ઉત્તર : મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો, પણ ઇમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો. મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો?

ઉત્તર : હું પરીક્ષા આપવા જતો હોઉં ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જોઉં તો એને પહેલાં તો સલામત જગ્યાએ લઈ જઉં. મદદ માટે બીજા લોકોને બોલાવું. તાત્કાલિક સારવાર મળે તે માટે 108 ઍમ્બ્યુલન્સને બોલાવું. એની પાસેથી એના ઘરનો નંબર મળે, તો એના ઘરના માણસને ઘટનાસ્થળે બોલાવું.

(2) ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો. પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત? તમને મહાદેવનો નિર્ણય સાચો લાગે છે? શા માટે?

ઉત્તર : મહાદેવ મોડો પડ્યો હતો, છતાં માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો. જો ઇન્સ્પેક્ટરે મહાદેવ પ્રત્યે માનવતા બતાવી ન હોત અને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત; તોપણ એને હરાઈ ગાયને પાકથી ઉભરાતા ખેતરમાંથી હાંકી કાઢ્યાનો સંતોષ થાત.

મહાદેવે પરીક્ષામાં મોડો પડવાની ચિંતા છોડીને ગાયને ખેતરમાંથી કાઢવાનો જે નિર્ણય લીધો તે મને સાચો લાગે છે, કારણ કે મહાદેવમાં બીજાને થતું નુકસાન રોકવાનો, પરોપકારનો ગુણ છે. એના સદ્ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો છે.

(૩) પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક શબ્દો છે. જે-તે વિસ્તારની બોલીમાં આવા શબ્દપ્રયોગો હોય છે. તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી કાઢો અને લખો.

ઉત્તર : મારા વિસ્તારની કાઠિયાવાડી બોલીના કેટલાક શબ્દો :

અટાણે – અત્યારે

 કેદૂનાં – ક્યારનાંય

ગગા – દીકરા

નકરું – માત્ર

ઓરો – પાસે

મોર્ય – પહેલાં

ભેળો – સાથે

વીવા – લગ્ન

કળશો – લોટો

કઈરું – કર્યું

વયો ગયો – જતો રહ્યો

(4) નીચેના ફકરામાં વાક્ય બંધબેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો :

પ્રશ્ન : પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એનો ગભરુ જીવ રડી ઊઠ્યો : ‘‘આ તો પેલાં ખુશાલમાનું ખેતર આવ્યું! એમને કોઈ હળ હાંકનાર તો છે નહિ ને ગામમાંથી લોકોનાં હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી હાંકી લાવી. મેલી મેલીને ખુશાલમાના ખેતરમાં જ મેલવી? ને ભલો મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો ને અલમસ્ત ગાયને ઝૂડતો ગયો.

ઉત્તર : પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ એનો ભીરુ જીવ રડી ઊઠ્યો : ‘‘આ તો પેલાં ખુશાલમાનું ખેતર આવ્યું! એમને કોઈ હળ હાંકનાર તો છે નહિ ને ગામમાંથી લોકોનાં હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. એટલેથી નસાડી લાવી. કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી? ને દયાળુ મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવવા કરતા સૂર્ય સામે જોતો ગયો ને તગડી ગાયને મારતો ગયો.

* આમ કરવાથી શો ફેર પડે છે? તમને આ ફકરો ગમે છે કે પાઠમાં વપરાયેલા શબ્દોવાળો? શા માટે? સરખામણી કરો.

સરખામણી : આમ કરવાથી ભાષાની સુંદરતા ઓછી થઈ જાય છે. પાઠમાં વપરાયેલા શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરીને લખેલો ફકરો મને નથી ગમતો. મને પાઠમાં વપરાયેલા શબ્દોવાળો ફકરો ગમે છે, કારણ કે પાઠમાં વપરાયેલા શબ્દો અર્થ અને ભાવને સરળ, સચોટ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે.

(5) નીચેનો ફકરો વાંચો. વિરામચિહ્નો વિના તમને તે અધૂરો લાગે છે? ઉચિત જગ્યાએ યોગ્ય વિરામચિહ્નો મૂકો અને ફરી વાંચો.

પ્રશ્ન : ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડી કહેવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે ને મહાદેવે શંકા સામે દફ્તર ધર્યું લે ને શંકા ગાયને હું હાંકડો આવું શંકાએ દફતર લીધું યાદ આપ્યું તારે લ્યા પરીક્ષા છે ને

ઉત્તર : વિરામચિહ્નો વિના ફકરો વાંચવાથી, વાક્યના અર્થ કે ભાવ સમજવામાં તકલીફ પડે છે. ઉચિત વિરામચિહ્નોવાળો ફકરો નીચે પ્રમાણે છે :

ગામ તરફ એણે નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. બૂમ પાડીને કહેવા લાગ્યો : ‘એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય –’ વળી થયું : ‘ક્યારે આવશે ને ક્યારે હાંકશે? એટલામાં તો કાપલો કાઢી નાખશે ને !’

મહાદેવે શંકા સામે દફતર ધર્યું, ‘લે ને શંકા. ગાયને હું હાંકતો આવું.’ શંકાએ દફતર લીધું. યાદ આપ્યું: ‘તારે લ્યા પરીક્ષા છે ને –’

(6) આ પાઠમાં મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન મૂકી અને તેને છેક ગામ સુધી મૂકી આવ્યો, એ તમને ગમ્યું? શા માટે?

ઉત્તર : મહાદેવ ગાયને છેક ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું, કારણ કે મહાદેવે ગાયને વચ્ચે જ ક્યાંક છોડી દીધી હોત, તો તે ફરીથી કોઈના ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરત. મહાદેવે માનવતાભર્યું કામ કર્યું તેથી મને એનું કામ ગમ્યું.

(7) ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો? શા માટે?

ઉત્તર : ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષાના સમય કરતાં, મહાદેવે જે માનવતાનું કામ કર્યું એને વિશેષ મહત્ત્વ આપ્યું. મને ઇન્સ્પેક્ટર સાહેબનો માનવતાનો ગુણ ગમ્યો, કારણ કે જો અમલદારો ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ સારા બનશે.

(8) નીચેનાં વાક્યોને બદલે પાઠમાં વપરાયેલાં વાક્યો લખો :

(1)  દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય.

ઉત્તર : આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નય દોડે !

(2) જોઈએ છીએ, પરિણામ બહુ દૂર નથી.

ઉત્તર : જોઈએ છીએ, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે.

(3) ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે.

ઉત્તર : ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની !

(4) ગામની આબરૂ સચવાશે.

ઉત્તર : આપણા ગામનું નાક રહેશે.

પ્રશ્ન 2. નીચેના શબ્દો મોટેથી વાંચો :

છઠ્ઠું, ઘોડું, ઇન્સ્પેક્ટર, ઉંબી, શિષ્યવૃત્તિ, ઘઉં

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 4 અભ્યાસ અને સ્વાધ્યાય