5 Gujarati Vyakaran Mcq (ગુજરાતી વ્યાકરણ MCQ)

5 Gujarati Vyakaran Mcq
5 Gujarati Vyakaran Mcq

5 Gujarati Vyakaran Mcq, ગુજરાતી વ્યાકરણ MCQ, Gujarati Vyakaran pdf, ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો, Gujarati Vyakaran Test, Gujarati Vyakaran, Gujarati Grammar mcq, Gujarati Grammar Test, Gujarati Grammar pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી વ્યાકરણ
ભાગ : 5
MCQ :201 થી 250
5 Gujarati Vyakaran Mcq

5 Gujarati Vyakaran Mcq (201 To 210)

(201) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

(A) નળ

(B) બેડી

(C) નાળ

(D) લગામ

જવાબ : (C) નાળ

(202) નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?

(A) યામિની

(B) શર્વરી

(C) દામિની

(D) નિશા

જવાબ : (C) દામિની

(203) ‘તત્ત્વમસિ’ શબ્દનો સાચો અર્થ જણાવો.

(A) સત્ તત્ત્વ આત્મા છે.

(B) સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.

(C) એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.

(D) તે આત્મા તું જ છે.

જવાબ : (D) તે આત્મા તું જ છે.

(204) ‘સંશયાત્મા વિનશ્યતિનો ખરો અર્થ થાય…...

(A) ત્યાગ કરો અને સુખ ભોગવો

(B) વહેમ રાખનારનો વિનાશ થાય છે.

(C) મારા ભકતનો કદી નાશ થતો નથી

(D) જેવું કર્મ તેવું ફળ

જવાબ : (B) વહેમ રાખનારનો વિનાશ થાય છે.

(205) શબ્દની મુખ્ય ત્રણ શકિતઓ કઈ છે?

(A) અભિધા, લક્ષણા અને વ્યજંના

(B) સત્ત્વ, રજસ અને તમસ

(C) ઉત્તમ, મધ્યમ, અને સામાન્ય

(D) લિપી, વાણિ અને જ્ઞાન

જવાબ : (A) અભિધા, લક્ષણા અને વ્યજંના

(206) ‘સંદર્ભગ્રંથ’ શબ્દનો સાચો અર્થ થાય…..

(A) સુવાચ્ય ગ્રંથ

(B) શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ

(C) માહિતી કોશ

(D) વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ

જવાબ : (D) વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ

(207) ‘મહેનત કરે કોઈક ને એનું ફળ લઈ જાય બીજા’ – એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે?

(A) કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા-રામનું સપનું ભરતને ફળ્યું

(B) વાવનાર વાવે ને લણે લવજી – વાવનાર વાવેને લણે બીજા

(C) ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો – નીચી બોરડી સૌ કોઈ ઝૂડે

(D) ખોદે ઉંદ૨ને ભોગવે ભોરિંગ – આંધળુ દળે ને કૂતરું ચગળે

જવાબ : (C) ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો – નીચી બોરડી સૌ કોઈ ઝૂડે

(208) નીચે કેટલીક કહેવતો અર્થ સાથે આપી છે એમાં કઈ કહેવતનો અર્થ ખોટો આપ્યો છે?

(A) આડા લાકડો આડો વહે૨ – પાકે ઘડે કાંઠા ન ચઢે

(B) ઘડીમાં તોલો ને ઘડીમાં માસો – અસ્થિર ને ચંચળ મનવાળા હોવું

(C) દૂરથી ડુંગર રળિયામણા – દૂરથી બધું જ સુંદર દેખાય.

(D) ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ – પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી.

જવાબ : (A) આડા લાકડો આડો વહે૨ – પાકે ઘડે કાંઠા ન ચઢે

(209) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે?

(A) ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી સુયાણીએ વેતર વંઠે

(B) બોલે તેના બોર વેચાય – ન બોલ્યામાં નવ ગુણ

(C) સાઠે બુદ્ધિ નાઠી – ઘરડાં ગાડા વાળે

(D) માગ્યા કરતાં મરવું ભલું – બળિયાના બે ભાગ

જવાબ : (D) માગ્યા કરતાં મરવું ભલું – બળિયાના બે ભાગ

(210) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે?

(A) ફીફાં ખાંડવાં – ઘાસ કાપવું

(B) વાંઢાને ઘેર વલોણું હોવું – અપાસરે ઢોકળાં હોવાં

(C) વાએ વાદળ ખસવું – વાતનું વતેસર થવું

(D) પાપડી સાથે ઈયળ બફાવી – સૂકા ભેળું લીલું બળવું

જવાબ : (C) વાએ વાદળ ખસવું – વાતનું વતેસર થવું

5 Gujarati Vyakaran Mcq (211 To 220)

(211) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે?

(A) માથે ઝાડ ઉગવાં બાકી હોવાં – ઘણાં જ દુઃખ પડવા

(B) માથું ઊંચકવું – ઊંચે જોવું

(C) માથું આપવું – બલિદાન આપવું

(D) માથું ફાટી જવું – અત્યંત ક્રોધ ચઢવો

જવાબ : (B) માથું ઊંચકવું – ઊંચે જોવું

(212) ‘ખૂબ અભિમાન આવી જવુંમાટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય?

(A) પગ પાછા પડવા

(B) પગ ભારે થવો

(C) પગ ધરતી પર ન રહેવા

(D) પગ જમાવવો

જવાબ : (C) પગ ધરતી પર ન રહેવા

(213) ‘રૂઢિપ્રયોગ’ શબ્દનો સાચો અર્થ જણાવો.

(A) જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય

(B) જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય

(C) જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય

(D) જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય

જવાબ : (C) જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય

(214) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ‘પોતાના વખાણ પોતે જ કરવા’

(A) આત્મશ્લાધા

(B) આત્માનો અવાજ

(C) આત્મવંચના

(D) સ્વપરિચય

જવાબ : (A) આત્મશ્લાધા

(215) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ

(A) દિક્પાલ

(B) ઐરાવત

(C) દિગ્ગજ

(D) દિગ્વિજય

જવાબ : (C) દિગ્ગજ

5 Gujarati Vyakaran Mcq
5 Gujarati Vyakaran Mcq

(216) નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

(A) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા – જયાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય

(B) આકડે મધ ને માખી વગરનું – કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી

(C) દૂબળા ઢોરને બગાઈઓ ઘણી – ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને

(D) ઘેર ઘેર માટીના ચૂલા – બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ

જવાબ : (C) દૂબળા ઢોરને બગાઈઓ ઘણી – ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને

(217) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘ હાર કબૂલ કરવી’ એવો થાય છે?

(A) કાગનો વાઘ થવો

(B) નાક કપાવવું

(C) પેટ ચોળીને શૂળ ઊભું કરવું

(D) હથિયાર હેઠાં મૂકવાં

જવાબ : (D) હથિયાર હેઠાં મૂકવાં

(218) ‘મુખરિત’ શબ્દનો વિરોધી શબ્દ શોધો.

(A) મૂક

(B) કંઠસ્થ

(C) બોલકો

(D) મુખ વગરનું

જવાબ : (A) મૂક

(219) વળે વળ ઉતારવો એટલે…….

(A) વધારી વધારીને વાત કરવી

(B) મુશ્કેલ કાર્ય કરવું

(C) સામથ્યપૂર્વક કામ કરવું

(D) બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું

જવાબ : (D) બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું

(220) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો.

(A) સુદર્શન

(B) સુસ્વાગતમ્

(C) સુપરિચિત

(D) સુપ્રભાતમ્

જવાબ : (B) સુસ્વાગતમ્

5 Gujarati Vyakaran Mcq (221 To 230)

(221) ગુજરાતી ભાષામાં નીચેનામાંથી કયો પદક્રમ વ્યવહારમાં વધુ વપરાશમાં છે?

(A) કર્તા-ક્રિયાપદ-કર્મ

(B) ક્રિયાપદ-કર્મ-કર્તા

(C) કર્મ-ક્રિયાપદ-કર્તા

(D) કર્તા-કર્મ-ક્રિયાપદ

જવાબ : (D) કર્તા-કર્મ-ક્રિયાપદ

(222) નીચેનામાંથી ખોટી સંધિ ઓળખી બતાવો.

(A) સર્વ + ઉદય = સર્વોદય

(B) હર + ઇન્દ્ર = હરેન્દ્ર

(C) મહા + ઔદાર્ય = મહૌદાર્ય

(D) પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ

જવાબ : (D) પ્રતિ + યક્ષ = પ્રત્યક્ષ

(223) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો.

(A) રાજ + ઋષિ = રાજર્ષિ

(B) મન્વ + અન્તર = મન્વન્તર

(C) તલ્ + લીન = તલ્લીન

(D) સદ + – ઉપયોગ = સદુપયોગ

જવાબ : (A) રાજ + ઋષિ = રાજર્ષિ

(224) નીચે આપેલા સમાસમાંથી કયો સામાસિક શબ્દ મધ્યમપદલોપી નથી?

(A) ભરસભા

(B) અનુભવજ્ઞાન

(C) ટપાલપેટી

(D) મહત્વાકાંક્ષા

જવાબ : (A) ભરસભા

(225) નીચે આપેલા વાકયોમાં કયા વાકયમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે?

(A) હું માનવી માનવ થાઉં તો ઘણું

(B) માનવસેવા એ જ પ્રભુસેવા

(C) નકામી ચીજો શા માટે ભેગી કરો છો?

(D) સારા અક્ષર કેળવણીની નિશાની છે.

જવાબ : (B) માનવસેવા એ જ પ્રભુસેવા

5 Gujarati Vyakaran Mcq
5 Gujarati Vyakaran Mcq

(226) નીચેના વાકયોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાકય જણાવો.

(A) એના શબ્દો જાણે બંદુકમાંથી છૂટતી ગોળીયો

(B) ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જયાં મળતાં દેખાય તે જગ્યા

(C) ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે

(D) મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને!

જવાબ : (C) ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે

(227) નીચે આપેલાં વાકયોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાકયમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે?

(A) આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.

(B) વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.

(C) મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો?

(D) એની આંખમાંથી ટપટપ આંસુ સરી પડયાં.

જવાબ : (D) એની આંખમાંથી ટપટપ આંસુ સરી પડયાં.

(228) નીચેના વાકયોમાં નિપાતનો પ્રયોગ ન થયો હોય તે વાકયરચના જણાવો.

(A) કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો.

(B) હું પણ એણી સાથે જ ભણ્યો છું.

(C) તમે આવ્યા તે સારું જ કર્યું.

(D) એ અંતે પાસ તો થયો.

જવાબ : (A) કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો.

(229) ‘આ ફૂલ કેવું સુંદર છે’ વાકયના અંતે કયું ચિહ્ન મૂકશો?

(A) અવતરણ ચિહ્ન

(B) ઉદગારવાચક

(C) પ્રશ્નચિહ્ન

(D) પૂર્ણ વિરામ

જવાબ : (B) ઉદગારવાચક

(230) નીચે આપેલાં વાકયોમાંથી ખરું વાકય ઓળખી બતાવો.

(A) તેનું રૂપ અદ્ભુત છે. – આ વિધાન વાકય છે.

(B) કિંતમ એટલે પૈસા – આ નિષેધ વાકય છે.

(C) ‘હું ગીત ગાઉં છું – વાકય કર્મણિપ્રયોગ ગણાય

(D) નો-ની-નું-નાં – આ પ્રત્યયો પંચમી વિભકિતના છે.

જવાબ : (A) તેનું રૂપ અદ્ભુત છે. – આ વિધાન વાકય છે.

5 Gujarati Vyakaran Mcq (231 To 240)

(231) નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી?

(A) સુંદર

(B) ચતુર

(C) ધર્મ

(D) મોટું

જવાબ : (C) ધર્મ

(232) નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ ઓળખી બતાવો.

(A) મ્યુનિસિપાલિટી

(B) મ્યુનિસીપાલિટિ

(C) મ્યુનિસિપાલિટિ

(D) મ્યુનીસીપાલિટી

જવાબ : (A) મ્યુનિસિપાલિટી

(233) નીચેના વાકયોમાંથી નિષેધ વાકય ઓળખી બતાવો.

(A) ઝાડ પરથી પક્ષી ઊડી ગયું

(B) કોઈ સારા માણસને પૂછો

(C) પહેલાં તમે એની સાથે બોલતા નહીં

(D) એ તમને પત્ર લખશે

જવાબ : (C) પહેલાં તમે એની સાથે બોલતા નહીં

(234) નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું દૃષ્ટાંત ન હોય તેવા શબ્દસમૂહને ઓળખી બતાવો.

(A) દાણોપાણી

(B) દ્વિવેદી

(C) સેવાપૂજા

(D) ઊઠબેઠ

જવાબ : (B) દ્વિવેદી

(235) ‘હું નાના ગામડાનો ધણી, ગઢ તો શું ચણાવું, પણ પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ, આપા દેવાતને શોભતી મહેનમાનગતિ કરીશ. આ વાકય કયા પ્રકારનું કહેવાય?

(A) સંકુલ વાક્ય

(B) પ્રેરક વાકય

(C) સાદું વાકય

(D) સંયુકત વાકય

જવાબ : (A) સંકુલ વાક્ય

(236) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો.

(A) કોશિશ

(B) વ્યાધિ

(C) દીન

(D) પરિમટ

જવાબ : (A) કોશિશ

5 Gujarati Vyakaran Mcq
5 Gujarati Vyakaran Mcq

(237) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો.

(A) મિનિટ

(B) મિશન

(C) જિગર

(D) ફર્નિચર

જવાબ : (C) જિગર

(238) નીચેનમાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો.

(A) કૂતરો

(B) કોયલ

(C) કૂકડો

(D) કીડી

જવાબ : (D) કીડી

(239) નીચેનામાંથી કયા શબ્દની જોડણી ખોટી છે?

(A) ઘુઘરિયાળ

(B) શિખવણી

(C) દિવેલિયું

(D) વિદ્યાર્થીનિ

જવાબ : (D) વિદ્યાર્થીનિ

(240) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?

(A) રવિન્દ્ર

(B) મુહૂર્ત

(C) વૈજ્ઞાનીક

(D) પ્રજાકિય

જવાબ : (B) મુહૂર્ત

5 Gujarati Vyakaran Mcq (241 To 250)

(241) નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાકય ઓળખી બતાવો.

(A) કોણ પડ્યું?

(B) મને બોલવું ગમતું નથી

(C) પેલું મારું ગામ છે.

(D) જેવું કરશો તેવું પામશો

જવાબ : (C) પેલું મારું ગામ છે.

(242) નીચેનામાંથી તદ્દન વિરોધી અર્થ ધરાવતો પદસમૂહ કયો?

(A) મહાદુઃખ

(B) અંતરજામી

(C) નળદમયંતી

(D) સુખદુઃખ

જવાબ : (D) સુખદુઃખ

(243) નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું દૃષ્ટાંત ન હોય તેવો શબ્દસમૂહ ઓળખાવો.

(A) સીતા સરખી સતી

(B) પાંચ પાંડવ સરખા બંધવા

(C) નયણે નિદ્રા ન આણી

(D) ભાવટ ભાંગી ભૂધરે

જવાબ : (B) પાંચ પાંડવ સરખા બંધવા

(244) નીચે આપેલી જોડીઓમાં કઈ જોડી અસંગત છે?

(A) રાવણ-સીતા

(B) શિવ-પાર્વતી

(C) નળ-દમયંતી

(D) હરિશ્ચન્દ્ર-તારામતી

જવાબ : (A) રાવણ-સીતા

(245) ‘સુખદુઃખ’ શબ્દમાં પહેલા શબ્દથી તદ્દન વિરૂધ્ધની સ્થિતિ બીજો શબ્દ દર્શાવે છે. આ પ્રકારનાં નીચે આપેલાં શબ્દગુચ્છો કયું ગુચ્છ અસંગત છે?

(A) ખાણી-પીણી

(B) નફો-તોટો

(C) આવક-જાવક

(D) ચડતી-પડતી

જવાબ : (A) ખાણી-પીણી

(246) કાવ્યમાં દર્શાવ્યા પ્રમાણે ………ને જયારે ભીડ પડી ત્યારે તેઓએ અંતરજામીનું સ્મરણ કર્યું અને ઉગર્યા.

(A) દાનવો

(B) માનવો

(C) નરસિંહ મહેતા

(D) દેવો

જવાબ : (D) દેવો

(247) નીચે આપેલા વાકયમાં કયું વાકય ક્રિયાપદ વગરનું છે?

(A) દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી

(B) બધું ભગવાનનું ધાર્યું થાય છે.

(C) તે વ્યાકરણમાં નિષ્ણાત છે.

(D) ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે.

જવાબ : (A) દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી

(248) ‘અઠે દ્વારકા’ એટલે…..

(A) દ્વારકાની યાત્રા કરવી

(B) અહીં જ દ્વારકા છે

(C) દ્વારકા તરફ જવું

(D) લાંબા વખત ધામા નાખવા

જવાબ : (D) લાંબા વખત ધામા નાખવા

(249) ‘જાળ બિછાવવી’ એટલે…..

(A) ખોળો પાથરવો

(B) જાળ પાથરી દેવી

(C) આવનારનું સ્વાગત કરવું.

(D) કાવતરું કરવું

જવાબ : (D) કાવતરું કરવું

(250) સાચી જોડણી દર્શાવો.

(A) પ્રતિતિ

(B) પ્રતીતિ

(C) પ્રતિતી

(D) પ્રતીતી

જવાબ : (B) પ્રતીતિ

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતના જિલ્લા MCQ
ભારતનો ઈતિહાસ MCQ
5 Gujarati Vyakaran Mcq