6 Gujarati Vyakaran Mcq (ગુજરાતી વ્યાકરણ MCQ)

6 Gujarati Vyakaran Mcq
6 Gujarati Vyakaran Mcq

6 Gujarati Vyakaran Mcq, ગુજરાતી વ્યાકરણ MCQ, Gujarati Vyakaran pdf, ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો, Gujarati Vyakaran Test, Gujarati Vyakaran, Gujarati Grammar mcq, Gujarati Grammar Test, Gujarati Grammar pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી વ્યાકરણ
ભાગ : 6
MCQ :251 થી 300
6 Gujarati Vyakaran Mcq

6 Gujarati Vyakaran Mcq (251 To 260)

(251) ‘પ્રકૃતિ જ મારી મા રહી છે ’-વાક્યમાં કયું પદ ‘નિપાત’ છે?

(A) મા

(B) રહી

(C) જ

(D) છે

જવાબ : (C) જ

(252) આપેલ પંકિત કયા અલંકારનું ઉદાહરણ છે? ‘બળતા અંગાર સમી આખો તેણે સ્થિર કરી’

(A) ઉત્પ્રેક્ષા

(B) વ્યતિરેક

(C) ઉપમા

(D) સજીવારોપણ

જવાબ : (C) ઉપમા

(253) ‘ મોરના ઈંડા ચીતરવાં ન પડે કહેવતનો અર્થ જણાવો.

(A) ઈંડા સુદર ચીતરેલાં જ હોય.

(B) માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

(C) મોર સુંદર હોય તેથી

(D) મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

જવાબ : (B) માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

(254) ‘પતિયાર’શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

(A) પતન

(B) પતિનો મિત્ર

(C) વિશ્વાસ

(D) પ્રમાણ

જવાબ : (C) વિશ્વાસ

(255) ‘કૃતજ્ઞ’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

(A) કૃતઘ્ન

(B) ગરિમા

(C) કર્મઠ

(D) અજ્ઞાન

જવાબ : (A) કૃતઘ્ન

(256) ‘શરસંધાન કરવું’ રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

(A) લક્ષ્ય ન મળવું

(B) લક્ષ્ય સાધવું

(C) લક્ષ્ય આપવું

(D) ધ્યેય સિદ્ધ ન થવું

જવાબ : (B) લક્ષ્ય સાધવું

(257) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે?

(A) હરિગીત

(B) સવૈયા

(C) દોહરો

(D) ચોપાઈ

જવાબ : (A) હરિગીત

(258) ‘સૂકિત’ શબ્દની સંધિ છૂટી પાડો.

(A) સ્ + ઉક્તિ

(B) સુ + ઉક્તિ

(C) સૂ + ઊક્તિ

(D) સ + ઊક્તિ

જવાબ : (B) સુ + ઉક્તિ

(259) રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. (1) શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.

(A) ઉપપદ

(B) તત્પુરુષ

(C) કર્મધારય

(D) દ્રિગુ

જવાબ : (B) તત્પુરુષ

(260) ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

(A) ઘૂંઘટવાળી

(B) શ્યામવર્ણવાળી

(C) મિથ્યાભિમાની

(D) તાબે થયેલ

જવાબ : (A) ઘૂંઘટવાળી

6 Gujarati Vyakaran Mcq (261 To 270)

(261) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર લખો. (1) સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો.

(A) હેત્વર્થકૃદંત

(B) સંબંધક ભૂતકૃદંત

(C) ભૂતકૃદંત

(D) ભવિષ્યકૃદંત

જવાબ : (B) સંબંધક ભૂતકૃદંત

(262) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો. (1) તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

(A) માત્ર

(B) વખત

(C) તમારે

(D) દસ

જવાબ : (A) માત્ર

(263) ‘વિદ્યા ભણિયો જેહ, તેહ ઘેર વૈભવ રૂડો’ વાક્યમાંનો અલંકાર જણાવો.

(A) આંતરપ્રાસ

(B) અંત્યાનુપ્રાસ

(C) વર્ણાનુંપ્રાસ

(D) ઉપમા

જવાબ : (A) આંતરપ્રાસ

(264) ‘એક કાંકરે બે પક્ષી મારવા’ કહેવતનો અર્થ જણાવો.

(A) એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા

(B) કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો

(C) કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો

(D) સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

જવાબ : (A) એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા

(265) ‘નિયતિ’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

(A) નીતિ

(B) સ્તુતિ

(C) નિમિત્ત

(D) ભાગ્ય

જવાબ : (D) ભાગ્ય

6 Gujarati Vyakaran Mcq
6 Gujarati Vyakaran Mcq

(266) ‘સર્જન’ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

(A) સંસ્કારી

(B) ર્ડાક્ટર

(C) લીલા

(D) સંહાર

જવાબ : (D) સંહાર

(267) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. (1) “ બે પાંદડે થવું

(A) આર્થિક સ્થિતિ સારી થવી

(B) પાંદડા બે થવા

(C) એકના બે થઈ જવું

(D) બેમત ના હોવું

જવાબ : (A) આર્થિક સ્થિતિ સારી થવી

(268) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. (1) નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન; સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.

(A) દોહરો

(B) ચોપાઈ

(C) હરિગીત

(D) સવૈયા

જવાબ : (A) દોહરો

(269) સંધિ જોડો. (1) સુ + અલ્પ

(A) સુઅલ્પ

(B) સ્વલ્પ

(C) સ્વાલ્પ

(D) સ્વલપ

જવાબ : (B) સ્વલ્પ

(270) સંધિ જોડો. (1) સિન્ધુ + ઊર્મિ

(A) સિંધુઊર્મિ

(B) સિંધઊર્મિ

(C) સિંધુઉર્મિ

(D) સિન્ધૂર્મિ

જવાબ : (D) સિન્ધૂર્મિ

6 Gujarati Vyakaran Mcq (271 To 280)

(271) નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે?

(A) નખશિખ – બહુવ્રીહિ

(B) પંકજ – તત્પુરુષ

(C) ટાઈમટેબલ – દ્વન્દ્વ

(D) ત્રિકાળ –ઉપપદ

જવાબ : (A) નખશિખ – બહુવ્રીહિ

(272) ‘વૈખરી’ શબ્દનો અર્થ જણાવો.

(A) નાહકની વહોરેલી પીડા

(B) અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સમાન

(C) વણસેલા સંબંધો

(D) સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

જવાબ : (D) સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

(273) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. (1) લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.

(A) વિધ્યર્થકૃદંત

(B) સંબંધકકૃદંત

(C) ભવિષ્યકૃદંત

(D) વર્તમાનકૃદંત

જવાબ : (A) વિધ્યર્થકૃદંત

(274) સાચી જોડણી દર્શાવો.

(A) યુનિવર્સિટી

(B) યુનીવર્સીટી

(C) યુનીવસિર્ટી

(D) યુનિવસીર્ટી

જવાબ : (A) યુનિવર્સિટી

(275) નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

(A) ‘‘રૂપે અરુણ ઉદય સરખો’’

(B) ‘‘કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી’’

(C) ‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’

(D) ‘‘ મા તે મા, બીજા બધા વનવગડાના વા’’

જવાબ : (D) ‘‘ મા તે મા, બીજા બધા વનવગડાના વા’’

6 Gujarati Vyakaran Mcq
6 Gujarati Vyakaran Mcq

(276) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

(A) સમકાલીન

(B) સામાજિક

(C) સમોવડિયા

(D) સમકાલિક

જવાબ : (A) સમકાલીન

(277) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. (1) અશ્વ

(A) તોખાર

(B) ગદર્ભ

(C) ખજ

(D) અજ

જવાબ : (A) તોખાર

(278) કઈ જોડી ખોટી છે તે શોધો.

(A) કસ્તૂરી-સ્રીલિંગ

(B) પૂંજી-પુલ્લિંગ

(C) વસાણું-નપુંસકલિંગ

(D) ઓવરો-પુલ્લિંગ

જવાબ : (B) પૂંજી-પુલ્લિંગ

(279) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. (1) સરસ્વતી

(A) સુંદર

(B) સૂરત

(C) ભારતી

(D) ભરતી

જવાબ : (C) ભારતી

(280) લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે?

(A) ગોળો-ગોળી

(B) પલંગ-ખુરશી

(C) પર્વત-દીવાલ

(D) બાળક-છોકરું

જવાબ : (D) બાળક-છોકરું

6 Gujarati Vyakaran Mcq (281 To 290)

(281) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. (1) ફૂવડ

(A) ગંદકી

(B) સ્વસ્થ

(C) સુઘડ

(D) બેડોળ

જવાબ : (C) સુઘડ

(282) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. (1) ઊખર

(A) ઊંડુ

(B) છીછરુ

(C) પતન

(D) ફળદ્રુપ

જવાબ : (D) ફળદ્રુપ

(283) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. (1) નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

(A) દ્વન્દ્વ

(B) તત્પુરુષ

(C) બહુવ્રીહિ

(D) અવ્યયી ભાવ

જવાબ : (A) દ્વન્દ્વ

(284) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો.

(A) વાસ – સાથ

(B) કપટી – ઠગારું

(C) ચૂવું – ટપકવું

(D) લાડણી – વહાલી

જવાબ : (A) વાસ – સાથ

(285) ‘અધૂરો ઘડો છલકાય ઘણો’ કહેવતનો અર્થ દર્શાવો.

(A) અભિમાનમાં ખરાબ દેખાવ કરે

(B) ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે

(C) સારા ખરાબનો કદી વિચાર ન કરે

(D) કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

જવાબ : (B) ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે

(286) ‘પુત્રૈષણા’ની સંધિ છૂટી પાડો.

(A) પુત્ર + ઐષણા

(B) પુત્ર + એષણા

(C) પુત્રે + ષણા

(D) પુત્ર + ષણા

જવાબ : (B) પુત્ર + એષણા

(287) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

(A) લુચ્ચું – લુચ્ચાઈ

(B) દવા – દવાઈ

(C) મધુર – માધુર્ય

(D) કુશળ – કુશળતા

જવાબ : (B) દવા – દવાઈ

(288) નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. (1) પ્રતિ + એક

(A) પ્રતિએક

(B) પ્રતયેક

(C) પ્રત્યેક

(D) પતાકા

જવાબ : (C) પ્રત્યેક

(289) ક્યું લિંગપરિવર્તન સાચું નથી?

(A) ધૂળ – ધૂળિયું

(B) ગધેડા – ગધેડી

(C) જીભડી – જીભડો

(D) મૂંગો – મૂંગી

જવાબ : (A) ધૂળ – ધૂળિયું

(290) ‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

(A) ઊભા રહી જવું

(B) જડ થઈ જવું

(C) ભીંતમાં ખીલો જડી દેવો

(D) અંદર જતા રહેવું

જવાબ : (A) ઊભા રહી જવું

6 Gujarati Vyakaran Mcq (291 To 300)

(291) સાચી જોડણી શોધો.

(A) જીજ્ઞાસા

(B) જિજ્ઞાષા

(C) જિજ્ઞાસા

(D) જીગ્નાશા

જવાબ : (C) જિજ્ઞાસા

(292) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું – લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.

(A) દ્વન્દ્વ

(B) મધ્યમપદ લોપી

(C) કર્મધારય

(D) ઉપપદ

જવાબ : (C) કર્મધારય

(293) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

(1) રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું.
6 Gujarati Vyakaran Mcq

(A) મૂશળધાર

(B) સાંબેલાધાર

(C) સરવડું

(D) ટપકટપક પડવું

જવાબ : (C) સરવડું

(294) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

(A) મરુભૂમિ

(B) ખૂંપણ

(C) કાંપાળ જમીન

(D) ચિકણી જમીન

જવાબ : (A) મરુભૂમિ

(295) આમાં ‘અનુગામી’નો વિરોધાથી કોણ છે?

(A) પુરોગામી

(B) હંગામી

(C) અધોગામી

(D) ઉર્ધ્વગામી

જવાબ : (A) પુરોગામી

(296) આમાં જણસનું સમાનાર્થી કોણ?

(A) માણસ

(B) પ્રેત

(C) ચીજ

(D) જડ

જવાબ : (C) ચીજ

(297) ‘‘સ્પષ્ટ’’ની વિરુદ્ધમાં કોણ બેઠું છે?

(A) વિસ્તૃત

(B) સંક્ષિપ્ત

(C) સંદિગ્ધ

(D) જૂઠું

જવાબ : (C) સંદિગ્ધ

(298) ……… એ અપેક્ષિત ઈચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવતો આવેગ છે.

(A) સંઘર્ષ

(B) હતાશા

(C) વ્યગ્રતા

(D) આનંદ

જવાબ : (B) હતાશા

(299) ઉચ્ચારની રીતે જુદો પડતો મુળાક્ષર કયો છે?

(A) જ

(B) ગ

(C) છ

(D) ચ

જવાબ : (B) ગ

(300) નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે?

(1) કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ
6 Gujarati Vyakaran Mcq

(A) ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન

(B) કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ

(C) કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

(D) કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ

જવાબ : (C) કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતના જિલ્લા MCQ
ભારતનો ઈતિહાસ MCQ
6 Gujarati Vyakaran Mcq