4 Gujarati Vyakaran Mcq (ગુજરાતી વ્યાકરણ MCQ)

4 Gujarati Vyakaran Mcq
4 Gujarati Vyakaran Mcq

4 Gujarati Vyakaran Mcq, ગુજરાતી વ્યાકરણ MCQ, Gujarati Vyakaran pdf, ગુજરાતી વ્યાકરણ પ્રશ્નો, Gujarati Vyakaran Test, Gujarati Vyakaran, Gujarati Grammar mcq, Gujarati Grammar Test, Gujarati Grammar pdf.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતી વ્યાકરણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતી વ્યાકરણ
ભાગ : 4
MCQ :151 થી 200
4 Gujarati Vyakaran Mcq

4 Gujarati Vyakaran Mcq (151 To 160)

(151) ચતુસ + ઘાતની સંધિ શું થશે?

(A) ચતુષ્ઘાત

(B) ચતધાત

(C) ચતુ: ઘાત

(D) ચતુસ્ઘાત

જવાબ : (A) ચતુષ્ઘાત

(152) ‘ક્ષણિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ……………છે.

(A) નિશ્ચિત

(B) પળ

(C) શાશ્વત

(D) તરત

જવાબ : (C) શાશ્વત

(153) સુકા ઘાસના પૂળાનું ખડકલું – શબ્દસમૂહ માટ એક શબ્દ આપો.

(A) ઓઘલી

(B) તગાવી

(C) ડુંગરી

(D) થપ્પો

જવાબ : (A) ઓઘલી

(154) કઈ જોડણી સાચી છે?

(A) પાઈદળ

(B) પૃથિવીવલ્લભ

(C) રમણિ

(D) અંકુસ

જવાબ : (B) પૃથિવીવલ્લભ

(155) આંદોલિત થઈ ઉઠવું – રૂઢિપ્રયોગનો અર્થ શું છે?

(A) આંદોલનમાં જોડાવું

(C) ભાવવિભોર થવું

(B) મેદાન છોડી જવું

(D) રોમાંચિત થઈ ઊઠવું

જવાબ : (D) રોમાંચિત થઈ ઊઠવું

(156) ‘સાર્થક’ એટલે….….

(A) પૃથ્વી

(B) સફળ

(C) પાદડું

(D) સારથી

જવાબ : (B) સફળ

(157) મોરચો સંભાળવો-એટલે

(A) સ્થળ છોડી દેવું

(B) આગેવાની લેવી

(C) આંદોલન કરવું

(D) વિરોધ પ્રદર્શન કરવું

જવાબ : (B) આગેવાની લેવી

(158) નીચેના પૈકી ક્યો શબ્દ વાઘનો સમાનાર્થી છે?

(A) સાવજ

(B) શાર્દૂલ

(C) વિક્રાંત

(D) સમેર

જવાબ : (B) શાર્દૂલ

(159) નિર્ + અવધિ = ……………..

(A) નિરાવધિ

(B) નિષાવધિ

(C) નિરઅવધિ

(D) નિરવધિ

જવાબ : (D) નિરવધિ

(160) પોરો ખાવો – રૂઢિપ્રયોગનો અર્થ શું છે?

(A) શાંતિ થવી

(B) વિસામો લેવો

(C) આડોડાઈ કરવી

(D) શાંતિ હણવી

જવાબ : (B) વિસામો લેવો

4 Gujarati Vyakaran Mcq (161 To 170)

(161) શૃંગ એટલે શું?

(A) સુંદરતા

(B) શૃંગાર

(C) શિખર

(D) આબેહૂબ

જવાબ : (C) શિખર

(162) ‘અણબોટ’ શબ્દનો સમાનાર્થી શબ્દ ક્યો?

(A) અશુદ્ધ

(B) શુદ્ધ

(C) અંત

(D) વચેટ

જવાબ : (B) શુદ્ધ

(163) પૂર્વાભિમુખ એટલે…………

(A) પૂર્વ દિશા તરફ

(B) પૂર્વની પાછળ

(C) પૂર્વની ઉપર

(D) પૂર્વની નીચે

જવાબ : (A) પૂર્વ દિશા તરફ

(164) નીચેનામાંથી ક્યો અલંકારનો પ્રકાર નથી.

(A) વર્ણાનુપ્રાસ

(B) શબ્દાનુપ્રાસ

(C) ઉત્પ્રેક્ષા

(D) મંદાક્રાન્તા

જવાબ : (D) મંદાક્રાન્તા

(165) નિઃસ્પૃહ એટલે………

(A) ઈચ્છા વિનાનું

(B) આધ્યાત્મિક સ્થિતિ

(C) દિશા અને કામ

(D) એકરૂપતા

જવાબ : (A) ઈચ્છા વિનાનું

(166) ‘કૂથલી’ શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ …………છે.

(A) નિંદા

(B) પ્રશંસા

(C) તોછડું

(D) વિવેકી

જવાબ : (B) પ્રશંસા

(167) ‘દેવ જાગી જવા’ એટલે……....

(A) સવાર થઈ જવી

(B) નસીબ ખુલી જવું

(C) ખાવાના સાસાં પડી જવા

(D) દોડાદોડી કરવી

જવાબ : (B) નસીબ ખુલી જવું

(168) નીચેનામાંથી ક્યો શબ્દ અવાજનો સમાનાર્થી નથી.

(A) અનિલ

(B) નાદ

(C) સ્વર  

(D) નિનાદ

જવાબ : (A) અનિલ

(169) ‘અધમ’નો સમાનાર્થી………….છે.

(A) ઉપજ

(B) હીણ

(C) પેદાશ

(D) હકૂમત

જવાબ : (B) હીણ

(170) ‘ખંત’ એટલે………

(A) પત્ર

(B) ખાંભી

(C) ધગશ

(D) ખાણ

જવાબ : (C) ધગશ

4 Gujarati Vyakaran Mcq (171 To 180)

(171) ‘મત્સર’નો સમાનાર્થી શબ્દ…………છે.

(A) અદેખાઈ

(B) મચ્છર

(C) સાક્ષર

(D) મુત્સદી

જવાબ : (A) અદેખાઈ

(172) ‘ઉપર-તળ થઈ જવુંઆ કહેવતનો અર્થ છે.

(A) આનંદમાં આવવું

(B) સંઘર્ષમાં ઉતરવું

(C) ખૂબ અધીરા બની જવું

(D) ઉમંગમાં આવી જવું

જવાબ : (C) ખૂબ અધીરા બની જવું

(173) ઉત્પ્લવની સંધિ કઈ?

(A) ઉત્ + પ્લવ

(B) ઉદ્ + પ્લવ

(C) ઉચ્ + પ્લવ

(D) ઉજ્ + પ્લવ

જવાબ : (B) ઉદ્ + પ્લવ

(174) હારજીત ક્યો સમાસ છે?

(A) અવ્યયીભાવ

(B) દ્વિગુ

(C) તત્પુરુષ

(D) દ્વંદ્વ

જવાબ : (D) દ્વંદ્વ

(175) પિતૃ + ઔદાર્ય = ………………

(A) પિતૌદાર્ય

(B) પિતૃ ઔદર્ય

(C) પિત્રૌદાર્ય

(D) પિત્રોદાર્ય

જવાબ : (C) પિત્રૌદાર્ય

(176) ‘વમળ’ શબ્દ ક્યા શબ્દસમૂહો માટે વાપરી શકાશે?

4 Gujarati Vyakaran Mcq
4 Gujarati Vyakaran Mcq

(A) કાદવમાં ઊગેલા કમળ માટે

(B) પવનની લહેર માટે

(C) નદીના વળાંક માટે

(D) વહેતા પાણીમાં થતા કુંડાળા માટે

જવાબ : (D) વહેતા પાણીમાં થતા કુંડાળા માટે

(177) નીચેનામાંથી ક્યો સમાસ ‘ઉપપદ’ નથી?

(A) પાણીકળો

(B) ભયંકર

(C) ગોપાળ

(D) ઘનશ્યામ

જવાબ : (D) ઘનશ્યામ

(178) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

(A) મનોરથ = મનુ + ૨થ

(B) વ્યસ્ત = વિ + અસ્ત

(C) પૃથ્વી = પૃ + ઈથી

(D) યોગેશ = યોગા + ઈશ

જવાબ : (B) વ્યસ્ત = વિ + અસ્ત

(179) કઈ જોડણી ખોટી છે?

(A) સ્વાભાવિક

(B) ખૂબસુરત

(C) જિજ્ઞાસા

(D) ઐતિહાસિક

જવાબ : (B) ખૂબસુરત

(180) નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી?

(A) પરોણો

(B) મહેમાન

(C) અતિથિ

(D) યજમાન

જવાબ : (D) યજમાન

4 Gujarati Vyakaran Mcq (181 To 190)

(181) શબ્દકોશના ક્રમ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?

(A) ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ

(B) આવળ, બાવળ, બોરડી, આજે

(C) ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ

(D) ફુલ, તપ, બગલો, નમસ્તે

જવાબ : (A) ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ

(182) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો.

(A) માયાળુ

(B) મધુર

(C) ચળકાટ

(D) સાંસારિક

જવાબ : (C) ચળકાટ

(183) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા ક્યો અલંકાર બને?

(A) યમક

(B) શ્લેષ

(C) રૂપક

(D) ઉપમા

જવાબ : (C) રૂપક

(184) નીચેનામાંથી ક્યો સમાસ કર્મધારય છે?

(A) ઘનશ્યામ

(B) દીવાદાંડી

(C) જીવનયાત્રા

(D) નંદકુંવર

જવાબ : (A) ઘનશ્યામ

(185) બહાના કરવા – એ અર્થ માટે ક્યો રૂઢિપ્રયોગ યોગ્ય છે?

(A) ગપ્પા મારવા

(B) કુસ્તી ન કરવી

(C) મુખ સિવાઈ જવું

(D) અખાડા કરવા

જવાબ : (D) અખાડા કરવા

(186) ‘લિયે લાલો અને ભરે હરદા’ કહેવતનો સાચો અર્થ લખો.

(A) ખાડો ખોદે તે પડે

(B) એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે?

(C) સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે

(D) એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે

જવાબ : (D) એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે

(187) નાકલીટી ખેંચવી એટલે?

(A) આજીજી કરવી

(B) નાપાસ કરવો

(C) નાક પર લીટી દોરવી

(D) હુકમ કરવોદ

જવાબ : (A) આજીજી કરવી

(188) ‘તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના‘- છંદ ઓળખાવો.

(A) શાર્દૂલવિક્રીડિત

(B) મંદાક્રાંતા

(C) હરિગીત

(D) સવૈયા

જવાબ : (C) હરિગીત

(189) કઈ સંધિ ખોટી છે?

(A) યથા + ઇચ્છ = યથેચ્છ

(B) સરસ્ + વર = સરોવર

(C) ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક

(D) ઉદ્ +નત = ઉન્નત

જવાબ : (C) ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક

(190) ક્યું વિરોધી જોડકું સાચું છે?

(A) ઉપજાઉ – ફળદ્રુપ

(B) મંડન – સમર્થન

(C) અધોગામી – ઊર્ધ્વગામી

(D) સમૂહ – સમષ્ટિ

જવાબ : (C) અધોગામી – ઊર્ધ્વગામી

4 Gujarati Vyakaran Mcq (191 To 200)

(191) શબ્દકોશ પ્રમાણે ક્યા શબ્દોનો ક્રમ સાચો છે?

(A) આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ

(B) લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ

(C) બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ

(D) આંગણુ, ખખડધજ, તડકાંછાંયા, લક્ષણ

જવાબ : (D) આંગણુ, ખખડધજ, તડકાંછાંયા, લક્ષણ

(192) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે?

(A) સંપ ત્યાં જંપ

(B) કાંકરે કાંકરે પાળ બંધાય

(C) ઝાઝા હાથ રળિયામણા

(D) એક હાથે તાળી ન પડે

જવાબ : (B) કાંકરે કાંકરે પાળ બંધાય

(193) સાચી જોડણી શોધો.

(A) આશિર્વાદ

(B) આર્શીવાદ

(C) આશીર્વાદ

(D) આસિર્વાદ

જવાબ : (C) આશીર્વાદ

(194) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

(A) મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ

(B) મામા આવ્યા, લાવ્યા મજાની વાતો

(C) સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ

(D) સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો.

જવાબ : (C) સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ

(195) નીચેનામાંથી ક્યો છંદ અક્ષરમેળ છે?

4 Gujarati Vyakaran Mcq
4 Gujarati Vyakaran Mcq

(A) દોહરો

(B) ચોપાઈ

(C) હરિગીત

(D) મનહર

જવાબ : (D) મનહર

(196) નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી?

(A) રજની + ઈશ = રજનીશ

(B) તથ + અપિ = તથાપિ

(C) પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ

(D) પો + અન = પવન

જવાબ : (B) તથ + અપિ = તથાપિ

(197) ‘વિષમ’ની સાચી સંધિ છોડો.

(A) વિ + સમ

(B) વિ + ષમ

(C) વિષ + મ

(D) વિસ્ + મે

જવાબ : (A) વિ + સમ

(198) નીચેનામાંથી ક્યો શબ્દ અવિકારી વિશેષણ છે?

(A) સસ્તી

(B) ચતુર

(C) સારી

(D) મીઠું

જવાબ : (B) ચતુર

(199) ત્, થ્, દ્ અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ક્યા વ્યંજનના વર્ગો છે?

(A) મૂર્ધન્ય

(B) દંત્ય

(C) કંઠ્ય

(D) ઔષ્ઠય

જવાબ : (B) દંત્ય

(200) નીચેનામાંથી ખોળો શબ્દનો પર્યાય શોધો.

(A) ઉછંગ

(B) ખોબો

(C) ઉદક

(D) સલિલ

જવાબ : (A) ઉછંગ

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતના જિલ્લા MCQ
ભારતનો ઈતિહાસ MCQ
4 Gujarati Vyakaran Mcq