5 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની ભૂગોળ |
ભાગ : | 5 |
MCQ : | 201 થી 250 |
5 Gujarat Ni Bhugol Mcq Gujarati (201 To 210)
(201) ગીરના જંગલને ક્યા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું?
(A) 1980
(B) 1970
(C) 1969
(D) 1965
જવાબ : (D) 1965
(202) ગુજરાતમાં કઈ જગ્યાએ જળવિદ્યુત મથકની સાથે તાપવિદ્યુત મથક પણ આવેલું છે?
(A) ઓખા
(B) પોરબંદર
(C) ઉકાઈ
(D) ધુવારણ
જવાબ : (C) ઉકાઈ
(203) ક્યા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
(A) ટીમરૂ
(B) ખેર
(C) ચીડ
(D) દેવદાર
જવાબ : (B) ખેર
(204) ક્યુ ખનિજ દરિયાના પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે?
(A) લિગ્નાઈટ
(B) બોક્સાઈટ
(C) ડોલોમાઈટ
(D) ગ્રેફાઈટ
જવાબ : (C) ડોલોમાઈટ
(205) ક્યા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે?
(A) શેરડી
(B) બાજરી
(C) ઘઉં
(D) એરંડા
જવાબ : (D) એરંડા
(206) નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર ક્યા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે?
(A) લાલબહાદુર શાસ્ત્રી
(B) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) ગાંધીજી
(D) જવાહરલાલ નેહરુ
જવાબ : (B) સરદાર વલ્લભભાઈ પટેલ
(207) કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે?
(A) કપાસ
(B) ગુલાબ
(C) શેરડી
(D) જુવાર
જવાબ : (A) કપાસ
(208) ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે?
(A) સપ્ટેમ્બર-ઓક્ટોબર
(B) ઓક્ટોબર-ડિસેમ્બર
(C) માર્ચ-એપ્રિલ
(D) જૂન-જુલાઈ
જવાબ : (A) સપ્ટેમ્બર-ઓક્ટોબર
(209) ગુજરાતની કઈ નદીને ‘મૈકલ કન્યા’ તરીકે ઓળખવામાં આવે છે?
(A) નર્મદા
(B) સાબરમતી
(C) તાપી
(D) મહી
જવાબ : (A) નર્મદા
(210) ખંભાતના અકીક ઉદ્યોગને ક્યા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે?
(A) તારંગાના
(B) બનાસકાંઠા જિલ્લાના
(C) રાજપીપળાના
(D) ચોટીલાના
જવાબ : (C) રાજપીપળાના
5 Gujarat Ni Bhugol Mcq Gujarati (211 To 220)
(211) ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યા આવેલો છે?
(A) પાટડી
(B) ચારણકા
(C) વારાહી
(D) રાધનપુર
જવાબ : (B) ચારણકા
(212) ગુજરાતમાં બોક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે?
(A) કચ્છ અને જામનગર
(B) મહેસાણા અને પાલનપુર
(C) વડોદરા અને ખેડા
(D) પંચમહાલ
જવાબ : (A) કચ્છ અને જામનગર
(213) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી?
(A) GROFED
(B) GUJCOMASOL
(C) ATIRA
(D) NDDB
જવાબ : (C) ATIRA
(214) નીચેના પૈકી ક્યા સ્થળે, સૂર્યોદય સૌથી વહેલો થશે?
(A) રાજકોટ
(B) સુરત
(C) રતલામ
(D) સોલાપુર
જવાબ : (D) સોલાપુર
(215) ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે?
(A) આયાતકાર
(B) વૃક્ષાકાર
(C) જાળીઆકાર
(D) ત્રિજ્યા
જવાબ : (D) ત્રિજ્યા
(216) ગુજરાતના દરિયા કિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી?
(A) રોડરડોમ પોર્ટ
(B) ચાબ્રાહાર પોર્ટ
(C) મોન્ટ્રીયલ પોર્ટ
(D) ઉ૫૨ના પૈકી કોઈ નહીં
જવાબ : (A) રોડરડોમ પોર્ટ
(217) ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબા અંતરની ટ્રેન કઈ છે?
(A) અમદાવાદ – હાવરા
(B) નવજીવન
(C) ઓખા – રામેશ્વરમ્
(D) તાપ્તી – ગંગા
જવાબ : (C) ઓખા – રામેશ્વરમ્
(218) કેન્દ્રિય મૃદા લવણતા સંશોધન સંસ્થાન (Central Soil Salinity Research Institute) નું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે?
(A) ભાવનગર
(B) ભરૂચ
(C) વેરાવળ
(D) મુન્દ્રા
જવાબ : (B) ભરૂચ
(219) ગુજરાતના અર્થતંત્રમાં ક્યું ક્ષેત્ર સૌથી વધુ યોગદાન આપે છે?
(A) પ્રાથમિક
(B) દ્વિતીય
(C) તૃતીય
(D) ઉપરના બધા જ સરખો ફાળો આપે છે.
જવાબ : (B) દ્વિતીય
(220) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક – સીટી (GIFT – City) ગાંધીનગર ખાતે માનદ્ વાણિજ્ય દૂતાવાસ (Consulate office) ખોલનાર પ્રથમ દેશ કયો છે?
(A) તાંઝાનિયા
(B) ચીન
(C) બેલ્જિયમ
(D) યુ.એસ.એ.
જવાબ : (C) બેલ્જિયમ
5 Gujarat Ni Bhugol Mcq Gujarati (221 To 230)
(221) સરદાર સરોવર ડેમ ખાતે કુલ સ્થાપિત ઊર્જા ક્ષમતા કેટલી છે?
(A) 1200 MW
(B) 1250 MW
(C) 1400 MW
(D) 1450 MW
જવાબ : (D) 1450 MW
(222) ગુજરાતમાં ડાયનોસોરના અશ્મિઓ ક્યા મળી આવે છે?
(A) લોથલ
(B) બાલાસિનોર
(C) ધોળાવીરા
(D) જૂનાગઢ
જવાબ : (B) બાલાસિનોર
(223) છારી ઢંઢ જળપ્લાવીત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય (રિઝર્વ) ક્યા આવેલું છે?
(A) પશ્ચિમ બંગાળ
(B) ગુજરાત
(C) કેરળ
(D) ઓડિસા
જવાબ : (B) ગુજરાત
(224) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી ક્યો છે?
(A) લહેરાતા આગળ ધસી આયેલા ભાગ
(B) કળણવાળા ખારા પાટ
(C) આંગળી જેવા ઢગલા
(D) પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો
જવાબ : (B) કળણવાળા ખારા પાટ
(225) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનોમોટો ભાગ ક્યા ભૂકંપ ઝોન (Seismic Zone) માં આવે છે?
(A) ઝોન II
(B) ઝોન III
(C) ઝોન IV
(D) ઝોન V
જવાબ : (D) ઝોન V
(226) છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ગીરમાં સિંહોની વસતીમાં તેની અગાઉની વસતી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે?
(A) 21%
(B) 23%
(C) 25%
(D) 27%
જવાબ : (D) 27%
(227) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યા નામથી ઓળખવામાં આવે છે?
(A) તળાવ
(B) બંધારા
(C) લગૂન
(D) અખાત
જવાબ : (C) લગૂન
(228) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રના સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?
(A) જુદા જુદા પાકો અને ખેતી પદ્ધતિ
(B) આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો)
(C) 4 રાજય કૃષિ વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ
(D) ગ્રીન હાઉસ અને શેડ નેટ હાઉસ
જવાબ : (B) આબોહવાકીય વૈવિધ્ય (કૃષિ માટે 5 આબોહવાકીય ક્ષેત્રો)
(229) પૂર્ણા નદીનું ઉદગમસ્થાન ક્યું છે?
(A) પીંપળનેરના ડુંગરમાંથી
(B) ડાંગના જંગલમાંથી
(C) વાંસદાના ડુંગરમાંથી
(D) ધરમપુરના ડુંગરમાંથી
જવાબ : (A) પીંપળનેરના ડુંગરમાંથી
(230) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે?
(A) 4
(B) 5
(C) 6
(D) 3
જવાબ : (B) 5
5 Gujarat Ni Bhugol Mcq Gujarati (231 To 240)
(231) ભારતના પશ્ચિમ કિનારે માનામેક્સ (PANAMAX) જહાજો માત્ર……બંદરે જ લાંગરી શકે છે.
(A) મુંદ્રા
(B) મુંબઈ
(C) માર્માગોવા
(D) કોચી
જવાબ : (A) મુંદ્રા
(232) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે?
(A) ઈ.સ.1975
(B) ઈ.સ.1980
(C) ઈ.સ.1982
(D) ઈ.સ.1985
જવાબ : (C) ઈ.સ.1982
(233) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર…………જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર ……………જિલ્લામાં છે.
(A) અમદાવાદ, ડાંગ
(B) મહેસાણા, ડાંગ
(C) વડોદરા, દાહોદ
(D) સુરત, ડાંગ
જવાબ : (B) મહેસાણા, ડાંગ
(234) ગુજરાતમાં નીચે દર્શાવેલ સ્થળો પૈકી ક્યા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર આવેલ નથી?
(A) પીપોદરા
(B) લીંગડા
(C) ઓખા
(D) પાલણ
જવાબ : (C) ઓખા
(235) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?
(A) ડાંગ જિલ્લો – બરડીપાડાનું અભ્યારણ્ય
(B) જામનગર જિલ્લો – ગાગા અભ્યારણ્ય
(C) રાજકોટ જિલ્લો – હિંગોળગઢ અભ્યારણ્ય
(D) અમરેલી જિલ્લો – રામપુર અભ્યારણ્ય
જવાબ : (D) અમરેલી જિલ્લો – રામપુર અભ્યારણ્ય
(236) ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે?
(A) 1200 કિમી
(B) 1600 કિમી
(C) 2000 કિમી
(D) 800 કિમી
જવાબ : (B) 1600 કિમી
(237) નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે?
(A) કાંપમય માટી
(B) લેટરાઈટ માટી
(C) કાળી માટી
(D) લાલ માટી
જવાબ : (C) કાળી માટી
(238) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે?
(A) સહ્યાદ્રી
(B) વિંધ્ય
(C) અરવલ્લી
(D) સાતપુડા
જવાબ : (A) સહ્યાદ્રી
(239) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે?
(A) કરજણ
(B) તાપી
(C) નર્મદા
(D) મહી
જવાબ : (B) તાપી
(240) નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી?
(A) બિટુમિનસ
(B) લિમોનાઈટ
(C) લિગ્નાઈટ
(D) એન્થ્રાસાઈટ
જવાબ : (B) લિમોનાઈટ
5 Gujarat Ni Bhugol Mcq Gujarati (241 To 250)
(241) ગુજરાતમાં પાવાગઢ પર્વતની અંદાજીત ઊંચાઈ કેટલી છે?
(A) 500 મીટર
(B) 800 મીટર
(C) 1100 મીટર
(D) 1500 મીટર
જવાબ : (B) 800 મીટર
(242) નર્મદા નદીનું મૂળ ક્યું છે?
(A) સહ્યાદ્રી
(B) મૈકલ
(C) અમરકંટક
(D) પૂર્વઘાટ
જવાબ : (C) અમરકંટક
(243) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ક્યો છે?
(A) જેસોર
(B) બરડો
(C) શેત્રુંજો
(D) ગિરનાર
જવાબ : (D) ગિરનાર
(244) રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) ડાંગ
(B) દાહોદ
(C) બનાસકાંઠા
(D) પંચમહાલ
જવાબ : (B) દાહોદ
(245) ભારતના ક્યા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે?
(A) ગુજરાત
(B) તમિલનાડું
(C) કર્ણાટક
(D) આંધ્ર પ્રદેશ
જવાબ : (A) ગુજરાત
(246) નીચેનામાંથી ક્યું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી?
(A) સિંહ
(B) કાળિયાર
(C) વાઘ
(D) નીલગાય
જવાબ : (C) વાઘ
(247) ATIRA ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂશન ક્યાં આવેલું છે?
(A) વડોદરા
(B) સુરત
(C) અમદાવાદ
(D) રાજકોટ
જવાબ : (C) અમદાવાદ
(248) નીચેનામાંથી ક્યા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી?
(A) રાજસ્થાન
(B) મહારાષ્ટ્ર
(C) મધ્યપ્રદેશ
(D) છત્તીસગઢ
જવાબ : (D) છત્તીસગઢ
(249) ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ છે?
(A) 31
(B) 32
(C) 33
(D) 34
જવાબ : (C) 33
(250) ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે?
(A) કર્કવૃત્ત
(B) મકરવૃત્ત
(C) વિષુવવૃત્ત
(D) ઉપરમાંથી કોઈ નહી.
જવાબ : (A) કર્કવૃત્ત
Also Read :
ભારતનો ઈતિહાસ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
અંગ્રેજી વ્યાકરણ MCQ |