4 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની ભૂગોળ |
ભાગ : | 4 |
MCQ : | 151 થી 200 |
4 Gujarat Ni Bhugol Mcq Gujarati (151 To 160)
(151) ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે?
(A) જામનગર
(B) જૂનાગઢ
(C) અમરેલી
(D) ભાવનગર
જવાબ : (C) અમરેલી
(152) નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી?
(A) જામનગર
(B) જૂનાગઢ
(C) નવસારી
(D) આણંદ
જવાબ : (A) જામનગર
(153) ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતા પણ નીચો છે?
(A) ચરોતર
(B) ભાલ
(C) ઘેડ
(D) ગોહિલવાડ
જવાબ : (C) ઘેડ
(154) ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે?
(A) કચ્છ
(B) ભાલ
(C) કાનમ
(D) ચરોતર
જવાબ : (B) ભાલ
(155) નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
(A) ભરૂચ – તાપી નદી
(B) સુરત – આજી નદી
(C) મોરબી – મચ્છુ નદી
(D) જામનગર – ભાદર નદી
જવાબ : (C) મોરબી – મચ્છુ નદી
Play Quiz :
(156) ગુજરાતમાં વણાકબોરી વિદ્યુતમથક કેવા પ્રકારનું છે?
(A) લિગ્નાઇટ આધારિત
(B) ગૅસ આધારિત
(C) અણુ આધારિત
(D) જળ વિદ્યુતમથક
જવાબ : (A) લિગ્નાઇટ આધારિત
(157) નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે?
(A) ગાવિલગઢની ટેકરીઓ પાસેથી
(B) ત્ર્યંબકના ડુંગરમાંથી
(C) વિંધ્યાચળના અમરકંટક પાસેથી
(D) મહાબળેશ્વર પાસેથી
જવાબ : (C) વિંધ્યાચળના અમરકંટક પાસેથી
(158) ગુજરાતમાં મીઠું પકવવાની સૌથી મોટી ફેક્ટરી નીચે પૈકી કઈ જગ્યાએ છે?
(A) મીઠાપુર
(B) કચ્છ
(C) ઓખા
(D) પોરબંદર
જવાબ : (A) મીઠાપુર
(159) રાજયના વન વિભાગની મુખ્ય કામગીરી શી છે?
(A) જંગલોનું જતન-સંવર્ધન કરવું
(B) લાકડાની ચોરી અટકાવવી
(C) જંગલ પેદાશ ચેક કરવી
(D) જંગલ પેદાશનું ઉત્પાદન વધારવું
જવાબ : (A) જંગલોનું જતન-સંવર્ધન કરવું
(160) ગુજરાતનો વિસ્તાર (અક્ષાંશ-રેખાંશ) સંબંધમાં નીચે પૈકી કયો જવાબ સાચો છે?
(A) અરબસાગરના કિનારે 28. 06 ઉત્તર અક્ષાંશવૃત્તથી 36.66 ઉત્તર અક્ષાંશવૃત્ત સુધી
(B) અરબ સાગરના કિનારે 20.06 ઉત્તર અક્ષાંશવૃત્તથી 24.42 ઉત્તર અક્ષાંશવૃત્ત સુધી
(C) પૂર્વ રેખાંશવૃત્ત 52.40 થી પૂર્વ રેખાંશવૃત્ત 57.36 વચ્ચેનો વિસ્તાર
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (B) અરબ સાગરના કિનારે 20.06 ઉત્તર અક્ષાંશવૃત્તથી 24.42 ઉત્તર અક્ષાંશવૃત્ત સુધી
4 Gujarat Ni Bhugol Mcq Gujarati (161 To 170)
(161) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિ.મી. છે અને તે પૂરા દેશના કુલ વિસ્તારના કેટલા ટકા છે?
(A) 1.56 લાખ ચો.કિ.મી. અને 18.40%
(B) 2.96 લાખ ચો.કિ.મી. અને 13.09%
(C) 1.96 લાખ ચો.કિ.મી. અને 6.19%
(D) 80,900 ચો.કિ.મી. અને 6.19%
જવાબ : (C) 1.96 લાખ ચો.કિ.મી. અને 6.19%
(162) કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો?
(A) તામિલનાડુ
(B) મહારાષ્ટ્ર
(C) ગુજરાત
(D) ઓરિસ્સા
જવાબ : (C) ગુજરાત
(163) ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો કયા વર્ષથી અમલી બન્યા છે?
(A) 2010
(B) 2012
(C) 2009
(D) 2011
જવાબ : (A) 2010
(164) ગુજરાતના કયા પ્રદેશને ‘સોનેરી પાનનો મુલક‘ કહે છે?
(A) ચરોતર
(B) કાનમ
(C) ભાલ
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (A) ચરોતર
(165) ગુજરાતમાં આવેલી ઉચ્ચ શિક્ષણની કઈ સંસ્થા રાજ્યકક્ષાની સંસ્થા છે?
(A) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજયુકેશન (IITE)
(B) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (IIM)
(C) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલૉજી (ITI)
(D) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID)
જવાબ : (A) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજયુકેશન (IITE)
(166) ગુજરાતને અસરકર્તા ભૂકંપ-2001નું ઉદ્ગમબિંદુ ક્યાં હતું?
(A) લખપત પાસે – કચ્છ જિલ્લામાં
(B) મુંદ્રા પાસે – કચ્છ જિલ્લામાં
(C) ભચાઉ પાસે – કચ્છ જિલ્લામાં
(D) અંજાર પાસે – કચ્છ જિલ્લામાં
જવાબ : (D) અંજાર પાસે – કચ્છ જિલ્લામાં
(167) ગુજરાત સરકાર દ્વારા 1/8/2014 થી 15/8/2014 દરમિયાન મહિલા વિકાસના અનેકવિધ કાર્યક્રમો યોજાયા તે પૈકી 3/8/2014 ના રોજ કયો દિવસ ઉજવાયો હતો?
(A) અસ્મિતા દિવસ
(B) શિક્ષણ દિવસ
(C) આરોગ્ય દિવસ
(D) સ્વાવલંબન દિવસ
જવાબ : (D) સ્વાવલંબન દિવસ
(168) ગુજરાતમાં ધોરણ 5, 6 અને 7 મા તાસ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય કરવાની નીતિ ક્યારથી અમલમાં છે?
(A) જૂન-2001
(B) જૂન-2010
(C) જૂન-2009
(D) ઓક્ટોબર-2007
જવાબ : (A) જૂન-2001
(169) ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતી હોય તેવી વ્યક્તિઓ પૈકી કઈ વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી?
(A) દ્રષ્ટિહીન વ્યક્તિ
(B) શ્રવણમંદ વ્યક્તિ
(C) અશક્ત વ્યક્તિ 35% કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય
(D) એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ
જવાબ : (C) અશક્ત વ્યક્તિ 35% કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય
(170) કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે?
(A) સોડાએશ
(B) કૉસ્ટિક સોડા
(C) સલફયુરીક ઍસિડ
(D) નાઇટ્રિક એસિડ
જવાબ : (A) સોડાએશ
4 Gujarat Ni Bhugol Mcq Gujarati (171 To 180)
(171) નીચે દશવિલ કયા બે સ્થળોનું અંતર સૌથી વધારે છે?
(A) ભૂજથી દ્વારકા
(B) સાપુતારાથી દ્વારકા
(C) વલસાડથી ભૂજ
(D) કંડલાથી સાપુતારા
જવાબ : (B) સાપુતારાથી દ્વારકા
(172) 2011ની વસતીગણતરી પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાનો અને દાહોદ જિલ્લાનો સાક્ષરતાદર કેટલો હતો?
(A) 86.65% અને 40.70%
(B) 70.65% અને 50.40%
(C) 86.65% અને 60.60%
(D) 92.10% અને 60.60%
જવાબ : (C) 86.65% અને 60.60%
(173) ગુજરાતમાં વિક્રમ સંવત અનુસાર આપેલ તહેવારોને મહિનાઓ મુજબ ગોઠવતાં સાચો ક્રમ કયો છે?
(1) દશેરો (2) હોળી (3) ગણેશચતુર્થી (4) ગુરુપૂર્ણિમા (5) રક્ષાબંધન |
(A) 5,3,1,2,4
(B) 2,4,5,3,1
(C) 4,5,3,2,1
(D) 3,4,5,1,2
જવાબ : (B) 2,4,5,3,1
(174) ગુજરાત રાજ્યમાં બેકારી ઘટાડી, રોજગારી વધારવાના પ્રયાસો સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) નોકરીદાતાઓની માગણીઓ સામે જગ્યાને અનુરૂપ ઉમેદવારોની ભલામણ અગ્રતાક્રમ મુજબ નોકરીદાતાને કરવામાં આવે છે.
(B) સંરક્ષણ સેવાઓમાં ભરતી માટેના પૂર્વ સેવા તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે.
(C) રોજગાર કચેરીઓ દ્વારા રોજગારવાંછુઓને સહાય, સલાહ અને માર્ગદર્શન અપાય છે.
(D) વિદેશમાં જઈ નોકરી કરવા ઉમેદવારોની ભલામણ કરવામાં આવે છે અને આવા ઉમેદવારોને પ્રવાસખર્ચમાં રાહત આપવામાં આવે છે.
જવાબ : (D) વિદેશમાં જઈ નોકરી કરવા ઉમેદવારોની ભલામણ કરવામાં આવે છે અને આવા ઉમેદવારોને પ્રવાસખર્ચમાં રાહત આપવામાં આવે છે.
(175) સૂર્ય-ચંદ્રગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે?
(A) ખંડગ્રાસ ચંદ્રગ્રહણ – પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે છે.
(B) ખંડગ્રાસ સૂર્યગ્રહણ – ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે.
(C) ખગ્રાસ સૂર્યગ્રહણ – સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય છે.
(D) ખગ્રાસ ચંદ્રગ્રહણ – પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય છે.
જવાબ : (C) ખગ્રાસ સૂર્યગ્રહણ – સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય છે.
(176) આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં કઈ જોડ સાચી નથી?
(A) વિશ્વ ક્ષય દિન – 24 માર્ચ
(B) વિશ્વ આરોગ્ય દિન – 7 એપ્રિલ
(C) વિશ્વ એઈડ્સ દિન – 31 ડિસેમ્બર
(D) તમાકુ વિરોધી દિન – 31 મે
જવાબ : (C) વિશ્વ એઈડ્સ દિન – 31 ડિસેમ્બર
(177) શામળાજી તીર્થસ્થાન કઈ નદી કિનારે આવેલું છે?
(A) વાત્રક
(B) સાબરમતી
(C) મેશ્વો
(D) હાથમતી
જવાબ : (C) મેશ્વો
(178) મહી નદી વિશે કઈ બાબત સાચી નથી?
(A) અનાસ, પાનેમ અને ગળતી નદીઓ મળે છે.
(B) પાર્ટિનર નામના બ્રિટિશ વિદ્વાને મહતી નદી જ મહી હોવાના દાવાને સમર્થન આપ્યું છે.
(C) મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણ રાજયોમાંથી વહે છે.
(D) દરિયાની ભરતીના કારણે 180 કિ.મી. ના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે.
જવાબ : (D) દરિયાની ભરતીના કારણે 180 કિ.મી. ના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે.
(179) ધાતુને પીગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે?
(A) કેલ્સાઈટ
(B) ફાયરકલે
(C) ફ્લૉરસ્પાર
(D) બૉક્સાઈટ
જવાબ : (C) ફ્લૉરસ્પાર
(180) પંચમહાલના જંગલો શાના માટે મહત્ત્વના છે?
(A) ગુંદર
(B) લાખ
(C) લાકડું
(D) લાળ
જવાબ : (B) લાખ
4 Gujarat Ni Bhugol Mcq Gujarati (181 To 190)
(181) ગુજરાત હેવી કેમિકલ્સ લિ. કંપની ક્યાં આવેલી છે?
(A) કોડીનાર
(B) જાફરાબાદ
(C) રાજુલા
(D) સુત્રાપાડા
જવાબ : (D) સુત્રાપાડા
(182) અંકલેશ્વર ક્ષેત્રમાં સૌથી વધુ પ્રમાણમાં કયું ખનીજ પ્રાપ્ત થયું છે?
(A) ચિરોડી
(B) કોલસો
(C) બૉક્સાઈટ
(D) તેલ અને કુદરતી વાયુ
જવાબ : (D) તેલ અને કુદરતી વાયુ
(183) નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં ઇસબગુલનું ઉત્પાદન થતું નથી?
(A) ખેડા
(B) બનાસકાંઠા
(C) મહેસાણા
(D) પાટણ
જવાબ : (A) ખેડા
(184) ‘કૃષિજીવન’ નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે?
(A) સરકારના કૃષિ વિભાગ દ્વારા
(B) GNFC
(C) કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા
(D) GSFC
જવાબ : (A) સરકારના કૃષિ વિભાગ દ્વારા
(185) ઘઉંના પાકમાં આવતા ગેરું રોગના નિયંત્રણ માટે કઈ દવા વપરાય છે?
(A) મોનોક્રોટોફોસ
(B) આલ્ફામેથિન
(C) મેન્કોઝેબ
(D) પ્રોફેનોફોસ
જવાબ : (C) મેન્કોઝેબ
(186) ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં કયો જિલ્લો મોખરે છે?
(A) ભાવનગર
(B) અમરેલી
(C) પોરબંદર
(D) જામનગર
જવાબ : (A) ભાવનગર
(187) ગુજરાતમાં એશિયાનો સૌથી મોટો ફ્લોરાઈડ ખનીજનો પ્લાન્ટ ક્યાં આવેલો છે?
(A) આંબાબેરી
(B) અંબાજી
(C) આબાઘાટ
(D) આંબાડુંગર
જવાબ : (D) આંબાડુંગર
(188) વિશ્વના કેટલા ટકા હીરાનું કટિંગ્સ અને પૉલિશિંગનું કાર્ય સુરતમાં થાય છે?
(A) 88%
(B) 92%
(C) 97%
(D) 85%
જવાબ : (B) 92%
(189) ગુજરાત ખાતે નીચેના પૈકી કયા ત્રણ ઑપરેશનલ સેઝ 506 હેક્ટર વિસ્તાર આવરી લેવાય છે?
(1) જયંત સેઝ (2) કંડલા સેઝ (3) સુરત એપર પાર્ક (4) સુર સેઝ (5) દિશમાનફાર્મા સેઝ |
(A) 1,2 અને 5
(B) 1,2 અને 4
(C) 2,3 અને 5
(D) 2,3 અને 4
જવાબ : (C) 2,3 અને 5
(190) રાજય સરકારે દહેજ ખાતે “કેમિકલ ક્લસ્ટર’ માટે જમીનનો ભાવ શું નિર્ધારિત કર્યો છે?
(A) 16500 રૂા. પ્રતિ મીટર
(B) 1650 રૂા. પ્રતિ મીટર
(C) 165 રૂા. પ્રતિ મીટર
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (B) 1650 રૂા. પ્રતિ મીટર
4 Gujarat Ni Bhugol Mcq Gujarati (191 To 200)
(191) પાષાણ યુગના આદિમાનવના ગુફાચિત્રમાં કયા આલેખનો જોવા મળે છે?
(A) નૃત્યમંડપ
(B) પશુપંખી
(C) કુલછોડ
(D) સંગીતકળા
જવાબ : (B) પશુપંખી
(192) ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે?
(A) પોરબંદર
(B) જામનગર
(C) રાજકોટ
(D) જૂનાગઢ
જવાબ : (C) રાજકોટ
(193) ભરૂચ જિલ્લાની હદને નીચેનામાંથી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
(A) નર્મદા
(B) વડોદરા
(C) તાપી
(D) સુરત
જવાબ : (C) તાપી
(194) ગુજરાત રાજય તેની સ્થાપના પહેલા કયા રાજય સાથે જોડાયેલ હતું?
(A) મધ્યપ્રદેશ
(B) ઉત્તરપ્રદેશ
(C) રાજસ્થાન
(D) મહારાષ્ટ્ર
જવાબ : (D) મહારાષ્ટ્ર
(195) ‘સેન્ટ્રલ સોલ્ટ ઍન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ‘ ગુજરાતમાં ક્યાં આવેલ છે?
(A) જામનગર
(B) બોટાદ
(C) ભાવનગર
(D) અમરેલી
જવાબ : (C) ભાવનગર
(196) ગુજરાતનું પ્રસિદ્ધ ‘નારાયણ સરોવર’ કયા જિલ્લામાં આવેલ છે?
(A) મોરબી
(B) સુરેન્દ્રનગર
(C) દેવભૂમિ દ્વારકા
(D) કચ્છ
જવાબ : (D) કચ્છ
(197) “ધોળાવીરા‘ કયા જિલ્લામાં આવેલું છે?
(A) જામનગર
(B) રાજકોટ
(C) કચ્છ
(D) વલસાડ
જવાબ : (C) કચ્છ
(198) ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા‘ વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?
(A) રાપર
(B) નારાયણ સરોવર
(C) ધોરડો
(D) નડાબેટ
જવાબ : (C) ધોરડો
(199) દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે?
(A) બાવળ
(B) નાળિયેરી
(C) બોરડી
(D) ચેર
જવાબ : (D) ચેર
(200) અડીકડીની વાવ ક્યાં આવેલી છે?
(A) જૂનાગઢ
(B) અડાલજ
(C) પાટણ
(D) ધ્રાંગધ્રા
જવાબ : (A) જૂનાગઢ
Also Read :
ગુજરાતી વ્યાકરણ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
અંગ્રેજી વ્યાકરણ MCQ |