2 Gujarat Ni Bhugol Mcq Gujarati (ગુજરાતની ભૂગોળ MCQ)

2 Gujarat Ni Bhugol Mcq Gujarati
2 Gujarat Ni Bhugol Mcq Gujarati

2 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતની ભૂગોળ
ભાગ : 2 (દ્વિતીય)
MCQ :51 થી 100
2 Gujarat Ni Bhugol Mcq Gujarati

2 Gujarat Ni Bhugol Mcq Gujarati (51 To 60)

(51) ‘નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીની પર્યાવરણ સમિતિએ સરદાર સરોવર નર્મદા બંધને કેટલી ઊંચાઈએ બાંધવાની મંજૂરી આપી છે?

(A) 138.68 મીટર

(B) 121.92 મીટર

(C) 136.64 મીટર

(D) 134.38 મીટર

જવાબ : (A) 138.68 મીટર

(52) ગુજરાતમાં પ્રસિદ્ધ રીંછ અભયારણ્ય- જેસોર હિલ્સ’ ક્યાં આવેલું છે?

(A) નર્મદા

(B) પંચમહાલ

(C) બનાસકાંઠા

(D) સાબરકાંઠા

જવાબ : (C) બનાસકાંઠા

(53) વેળાવરનું અભયારણ્ય કયા વન્યપ્રાણી માટેનું અભયારણ્ય છે?

(A) ચિંકારા

(B) ઘુડખર

(C) કાળિયાર

(D) દીપડો

જવાબ : (C) કાળિયાર

(54) સાંઠાની માખી ઘઉંના પાકને નુકસાન કરે છે તે અંગે નીચેના પૈકી કયું વાક્ય સાચું છે?

(A) પુખ્ત રોપા ઉપર હુમલો કરી પ્રકાંડને બગાડે છે.

(B) પુખ્ત કીડો છોડના વચ્ચેના ભાગને ખાય છે.

(C) નાનો કીડો મૂળ કોતરી ખાય છે.

(D) નાનો કીડો છોડના અગ્રભાગને ખાઈ જાય છે.

જવાબ : (A) પુખ્ત રોપા ઉપર હુમલો કરી પ્રકાંડને બગાડે છે.

(55) નીચેના પૈકી કયા પાકને મોલોમશી’ થતા નથી?

(A) જીરું

(B) વરિયાળી

(C) તુવેર

(D) રજકો

જવાબ : (B) વરિયાળી

Play Quiz :

ગુજરાતની ભૂગોળ MCQ QUIZ ભાગ 2

(56) મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામાં છે?

(A) જળ ઊર્જા વિદ્યુતમથક

(B) મીઠા પાણીનું સરોવર

(C) અણુઊર્જા વિદ્યુતમથક

(D) ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવું

જવાબ : (C) અણુઊર્જા વિદ્યુતમથક

(57) કર્કવૃત્ત ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે?

(A) સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ

(B) કચ્છ, મહેસાણા, સાબરકાંઠા

(C) મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા

(D) સાબરકાંઠા, ખેડા, વડોદરા

જવાબ : (B) કચ્છ, મહેસાણા, સાબરકાંઠા

(58) કચ્છના મોટા રણપ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે?

(A) લવણસરી

(B) ક્વાથ

(C) લાણાસરી

(D) કાળાસરી

જવાબ : (C) લાણાસરી

(59) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે?

(A) બૉકસાઈટ

(B) ઈરિડિયમ

(C) ક્રાયોલાઈટ

(D) જિપ્સમ

જવાબ : (A) બૉકસાઈટ

(60) અલિયાબેટ (અલિયાબેટ) કઈ નદીમાં સ્થિત છે?

(A) તાપી

(B) નર્મદા

(C) સાબરમતી

(D) મહી

જવાબ : (B) નર્મદા

2 Gujarat Ni Bhugol Mcq Gujarati (61 To 70)

(61) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે?

(A) વૃક્ષની જાડાઈથી

(B) વૃક્ષની ઊંચાઈથી

(C) થડના માવાના પૃથક્કરણથી

(D) વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી

જવાબ : (D) વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી

(62) ગુજરાતમાં ફ્લોરસ્પાર કયા વિસ્તારમાંથી મળી આવે છે?

(A) છોટા ઉદેપુર

(B) ભરૂચ

(C) વડોદરા

(D) વ્યારા

જવાબ : (A) છોટા ઉદેપુર

(63) ‘ગુજરાતમાં પરમાણુ વીજમથકે’ ની યોજના કયા સ્થળે આકાર લઈ રહી છે?

(A) મીઠી વીરડી-જસાપર

(B) માધાપર

(C) રાણપુર

(D) હાંસાપુર

જવાબ : (A) મીઠી વીરડી-જસાપર

(64) દરિયાકાંઠાની વનસ્પતિ ‘મેન્ગ્રૂવ્ નું ગુજરાતી પર્યાયવાચી નામ શું છે?

(A) ખેરી

(B) ચેરી

(C) ચેર

(D) કેર

જવાબ : (C) ચેર

(65) ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?

2 Gujarat Ni Bhugol Mcq Gujarati
2 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) કચ્છ

(B) બનાસકાંઠા

(C) ડાંગ

(D) મહેસાણા

જવાબ : (C) ડાંગ

(66) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે?

(A) રેતી

(B) ચૂનાના પથ્થરો

(C) કોલસો

(D) મીઠું

જવાબ : (A) રેતી

(67) પર્યાવરણ અને ઉદ્યોગો સંદર્ભે ઔદ્યોગિક એકમો માટેના સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં દેશનું ક્યું રાજય પ્રથમક્રમે આવે છે?

(A) આંધ્રપ્રદેશ

(B) ગુજરાત

(C) કર્ણાટક

(D) મહારાષ્ટ્ર

જવાબ : (B) ગુજરાત

(68) ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત કઈ છે?

(A) વટવા ઔદ્યોગિક વસાહત

(B) વાપી ઔદ્યોગિક વસાહત

(C) હજીરા ઔદ્યોગિક વસાહત

(D) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત

જવાબ : (D) અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત

(69) ગુજરાતને કેટલા ‘એગ્રો ક્લાયમૅટિક ઝોન્સ’ માં વહેંચવામાં આવ્યું છે?

(A) નવ

(B) આઠ

(C) સાત

(D) ચાર

જવાબ : (B) આઠ

(70) કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે?

(A) નર્મદા

(B) મેશ્વો

(C) કોલક

(D) સરસ્વતી

જવાબ : (C) કોલક

2 Gujarat Ni Bhugol Mcq Gujarati (71 To 80)

(71) ‘સૂરજબારીશું છે?

(A) એક પુલનું નામ

(B) રાજમહેલનો ભાગ

(C) ગુફાનું નામ

(D) પૂર્વમાં ઉઘડતી બારી

જવાબ : (A) એક પુલનું નામ

(72) ‘દાંતીવાડા’ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

2 Gujarat Ni Bhugol Mcq Gujarati
2 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) તાપી

(B) ભાદર

(C) સાબરમતી

(D) બનાસ

જવાબ : (D) બનાસ

(73) SIR એટલે શું?

(A) State Industrial Region

(B) Science & Industry Relation

(C) Special Investment Region

(D) Specific Industrial Region

જવાબ : (C) Special Investment Region

(74) ખરીફ પાક એટલે કયા પ્રકારના પાક?

(A) ચોમાસાની ઋતુમાં લેવાતા પાક

(B) નહેરોના પાણીથી થતી ખેતી અને લેવાતા પાક

(C) શિયાળાની ઋતુમાં લેવાતા પાક

(D) આમાંથી એકપણ નહિ

જવાબ : (A) ચોમાસાની ઋતુમાં લેવાતા પાક

(75) ગુજરાતના કયા જિલ્લામાં સીસું અને તાંબુ બંને મળે છે?

(A) કચ્છ

(B) બનાસકાંઠા

(C) નર્મદા

(D) વડોદરા

જવાબ : (B) બનાસકાંઠા

(76) ‘અબરખનો ઉપયોગ નીચેના પૈકી શામાં કરાતો નથી?

(A) ગ્રામોફોન અને ધ્વનિશોધક પડદામાં

(B) રેડિયો, ટેલિફોનમાં

(C) વિમાનો અને મોટરમાં

(D) વાર્નિશમાં

જવાબ : (D) વાર્નિશમાં

(77) યોગ્ય જોડકાં જોડો.

(a) જ્વાળામુખી(1) હિમાલય
(b) ગેડ પર્વત(2) પાવાગઢ
(C) અવશિષ્ટ પર્વત(3) સાતપૂડા
(d) ખંડ પર્વત(4) અરવલ્લી
2 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) 2,1,4,3

(B) 2,4,3,1

(C) 3,2,1,4

(D) 1,3,2,4

જવાબ : (A) 2,1,4,3

(78) કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું છે?

(A) ઘરદીઠ એક ઘડો સીમમાં

(B) પાળા બાંધો, પાણી રોકો

(C) સરદાર સરોવર યોજના

(D) ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં

જવાબ : (B) પાળા બાંધો, પાણી રોકો

(79) ગુજરાતમાં આવેલા નીચેના અભયારણ્યો પૈકી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી?

(A) ડુમખલ અભયારણ્ય

(B) જેસોર અભયારણ્ય

(C) ખીજડિયા અભયારણ્ય

(D) રતનમહાલ અભયારણ્ય

જવાબ : (C) ખીજડિયા અભયારણ્ય

(80) કયું પ્રાણી કચ્છના નાના રણમાં જોવા મળે છે?

(A) કાળિયાર

(B) ચૌશિંગા

(C) ઘુડખર

(D) ચિંકાર

જવાબ : (C) ઘુડખર

2 Gujarat Ni Bhugol Mcq Gujarati (81 To 90)

(81) નીચેના પૈકી સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે?

(A) બનાસકાંઠા

(B) રાજકોટ

(C) અમરેલી         

(D) અમદાવાદ

જવાબ : (A) બનાસકાંઠા

(82) મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીને કિનારે આવેલું છે?

(A) ગોમતી

(B) પુષ્પાવતી

(D) સરસ્વતી

(C) બનાસ

જવાબ : (B) પુષ્પાવતી

(83) પ્રાચીન સમયમાં ‘દંડકારણ્યતરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે?

(A) કચ્છ

(B) ડાંગ

(C) પાંચાળ

(D) વઢિયાર

જવાબ : (B) ડાંગ

(84) ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે?

(A) ભાલ

(B) ચરોતર

(C) વાગડ

(D) કાનમ

જવાબ : (D) કાનમ

(85) નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયું છે?

(A) અમરકંટક

(B) બંધારગઢ

(C) મહેશ્વર

(D) સરદાર સરોવર

જવાબ : (A) અમરકંટક

(86) SEZ નું પૂરું નામ શું છે?

(A) Special Earning Zone

(B) South East Zone

(C) Special Economic Zone

(D) Specific Economy Zone

જવાબ : (C) Special Economic Zone

(87) દહેજ-ઘોઘા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામથી ઓળખાશે?

(A) ગો-ગો ફેરી સર્વિસ

(B) રો-રો ફેરી સર્વિસ

(C) કલ્પસર ફેરી સર્વિસ

(D) સ્પીડ બોટ ફેરી સર્વિસ

જવાબ : (B) રો-રો ફેરી સર્વિસ

(88) ક્યું જોડકું ખોટું છે?

(A) રીંછ અભયારણ્ય – બરડીપાડા

(B) સિંહ અભયારણ્ય – ગીર

(C) દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય – પિરોટન

(D) કાળિયારનું અભયારણ્ય – વેળાવદર

જવાબ : (A) રીંછ અભયારણ્ય – બરડીપાડા

(89) ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યા સ્થળે નથી?

(A) તુલશીશ્યામ

(B) લસુન્દ્રા

(C) શુક્લતીર્થ

(D) ટુવા

જવાબ : (C) શુક્લતીર્થ

(90) ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે?

(A) રાજકોટ

(B) જામનગર

(C) વડોદરા

(D) સુરત

જવાબ : (A) રાજકોટ

2 Gujarat Ni Bhugol Mcq Gujarati (91 To 100)

(91) ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે?

(A) ઈડર

(B) વલસાડ

(C) નલિયા

(D) અમદાવાદ

જવાબ : (C) નલિયા

(92) ગુજરાતમાં ફ્લોરસ્પારનો વિશાળ જથ્થો ક્યા વિસ્તારમાંથી મળે છે?

2 Gujarat Ni Bhugol Mcq Gujarati
2 Gujarat Ni Bhugol Mcq Gujarati

(A) અડિસર – ખેંગારપુર

(B) રતનપુર – ભીમપોર

(C) આંબાડુંગર – ડુંગરગામ

(D) દમલાઈ – ધોલકૂવા

જવાબ : (C) આંબાડુંગર – ડુંગરગામ

(93) ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી, સાબરમતી, પૂર્ણા, ભાદર અને શેત્રુજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થાય?

(A) સાબરમતી, ભાદર, શેત્રુજી, શેઢી, પૂર્ણા

(B) પૂર્ણા, સાબરમતી, ભાદર, શેઢી, શેત્રુંજી

(C) ભાદર, શેત્રુજી, સાબરમતી, પૂર્ણા, શેઢી

(D) શેઢી, સાબરમતી, ભાદર, શેત્રુજી, પૂર્ણા

જવાબ : (A) સાબરમતી, ભાદર, શેત્રુજી, શેઢી, પૂર્ણા

(94) પડખાઉ જમીન એટલે કેવી જમીન?

(A) રેતાળ જમીન

(B) પર્વતીય જંગલોની જમીન

(C) ક્ષારીય જમીન

(D) કાળી જમીન

જવાબ : (B) પર્વતીય જંગલોની જમીન

(95) નીચે પૈકી કયો પાક રવી પાક છે?

(A) જુવાર

(B) ડાંગર

(C) એરંડા

(D) ઘઉં

જવાબ : (D) ઘઉં

(96) નીચેના પૈકી કયું જોડકું ખોટું છે?

(A) થાન – ચિનાઈ માટીનો ઉદ્યોગ

(B) ગણદેવી – રંગ ઉદ્યોગ

(C) અલંગ – જહાજ ભાગવાનો ઉદ્યોગ

(D) રાણાવાવ – સિમેન્ટ ઉદ્યોગ

જવાબ : (B) ગણદેવી – રંગ ઉદ્યોગ

(97) વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો ‘વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે?

(A) કચ્છ

(B) સાબરકાંઠા

(C) બનાસકાંઠા

(D) મહેસાણા

જવાબ : (C) બનાસકાંઠા

(98) નર્મદાવેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે?

(A) ભરૂચ

(B) હજીરા

(C) વડોદરા

(D) કલોલ

જવાબ : (A) ભરૂચ

(99) સમાજસેવા માટે હરદ્વારમાં ‘કાંગડીગુરુકુળની સ્થાપના કોણે કરી હતી?

(A) સ્વામી વિવેકાનંદ

(B) સ્વામી સહજાનંદ

(C) સ્વામી આનંદ

(D) સ્વામી શ્રદ્ધાનંદ

જવાબ : (D) સ્વામી શ્રદ્ધાનંદ

(100) હાલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે?

(A) જનરલ મોટર્સ

(B) મારૂતિ સુઝુકી

(c) મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

(D) ટાટા-નેનો

જવાબ : (A) જનરલ મોટર્સ

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
2 Gujarat Ni Bhugol Mcq Gujarati
Spread the love
error: Content is protected !!
Scroll to Top