Std 8 Science Chapter 4 Mcq Gujarati (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 Mcq)

Std 8 Science Chapter 4 Mcq Gujarati
Std 8 Science Chapter 4 Mcq Gujarati

Std 8 Science Chapter 4 Mcq Gujarati, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 MCQ, ધોરણ 8 વિજ્ઞાન Mcq, Std 8 Science Mcq Gujarati, Class 8 Science Chapter 4 Mcq Gujarati, Class 8 Science Mcq Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :8
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 4દહન અને જ્યોત
સત્ર :પ્રથમ
MCQ :40
Std 8 Science Chapter 4 Mcq Gujarati

Std 8 Science Chapter 4 Mcq Gujarati (1 To 10)

(1) નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી?

(A) કોલસો

(B) કેરોસીન

(C) LPG

(D) બાયોગેસ

જવાબ : (A) કોલસો

(2) કયો પદાર્થ દહનશીલ છે?

(A) કાચ

(B) રેતી

(C) કેરોસીન

(D) લોખંડ

જવાબ : (C) કેરોસીન

(3) કયો પદાર્થ દહનશીલ નથી?

(A) LPG

(B) CO2

(C) CNG

(D) બાયોગેસ

જવાબ : (B) CO2

(4) સુરક્ષિત દીવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે?

(A) એન્ટિમની ટ્રાય સલ્ફાઈડ અને સફેદ ફોસ્ફરસ

(B) લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ

(C) સફેદ ફોસ્ફરસ અને પોટેશિયમ ક્લોરેટ

(D) પોટેશિયમ ક્લોરેટ અને એન્ટિમની ટ્રાય સલ્ફાઈડ

જવાબ : (D) પોટેશિયમ ક્લોરેટ અને એન્ટિમની ટ્રાય સલ્ફાઈડ

(5) આગના નિયંત્રણ માટે CO2 નો ઉપયોગ કરવા અંગે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

(A) તે દહનશીલ નથી.

(B) તે હવા કરતાં ભારે છે.

(C) તે ઑક્સિજન કરતાં હલકો છે.

(D) તે દહનપોષક નથી.

જવાબ : (C) તે ઑક્સિજન કરતાં હલકો છે.

Play Quiz :

ધોરણ 8 વિજ્ઞાન એકમ : 4 MCQ QUIZ

(6) આગ ઓલવવા શાનો ઉપયોગ થઇ શકે છે?

(A) પાણી અને રેતી

(B) સાબુનું ફીણ અને CO2

(C) CO2 અને પાણી

(D) આપેલા તમામ

જવાબ : (D) આપેલા તમામ

(7) નીચેનાં પૈકી કયો દહનનો પ્રકાર નથી?

(A) સ્વયંસ્ફૂરિત દહન અને ઝડપી દહન

(B) ધડાકો અને ઝડપી દહન

(C) વિસ્ફોટ અને ઝડપી દહન

(D) સ્વયંસ્ફૂરિત દહન અને વિસ્ફોટ

જવાબ : (B) ધડાકો અને ઝડપી દહન

(8) મીણબત્તીની જયોતનો પીળો રંગ ક્યા વિસ્તારમાં આવેલ હોય છે?

(A) સૌથી અંદરનો વિસ્તાર

(B) મધ્યનો વિસ્તાર

(C) સૌથી બહારનો વિસ્તાર

(D) A અને C બંને

જવાબ : (B) મધ્યનો વિસ્તાર

(9) મીણબત્તીની જયોતનો કયો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે?

(A) સૌથી અંદરનો વિસ્તાર

(B) મધ્યનો વિસ્તાર

(C) સૌથી બહારનો વિસ્તાર

(D) B અને C બંને

જવાબ : (A) સૌથી અંદરનો વિસ્તાર

(10) મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે?

(A) પીળો રંગ, સૌથી અંદરનો વિસ્તાર, સંપૂર્ણ દહન

(B) ભૂરો રંગ, મધ્યનો વિસ્તાર, સંપૂર્ણ દહન

(C) ભૂરો રંગ, સૌથી બહારનો વિસ્તાર, સંપૂર્ણ દહન

(D) કાળો રંગ, સૌથી બહારનો વિસ્તાર, અપૂર્ણ દહન

જવાબ : (C) ભૂરો રંગ, સૌથી બહારનો વિસ્તાર, સંપૂર્ણ દહન

Std 8 Science Chapter 4 Mcq Gujarati (11 To 20)

(11) મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહનવાળા વિસ્તાર માટે શું સાચું નથી?

(A) મધ્યમ ગરમ હોય છે.

(B) પીળા રંગની જ્યોત હોય

(C) જયોતનો મધ્ય વિસ્તાર હોય છે.

(D) CO2 ઉત્પન્ન થાય

જવાબ : (D) CO2 ઉત્પન્ન થાય

(12) નીચેનામાંથી ક્યા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે?

(A) પેટ્રોલ

(B) મિથેન

(C) કેરોસીન

(D) ડીઝલ

જવાબ : (B) મિથેન

(13) નીચેનામાંથી કયા જૂથનું કેલરી મૂલ્ય સરખું છે?

(A) છાણાં, CNG, ડીઝલ

(B) લાકડું, CNG, પેટ્રોલ

(C) ડીઝલ, કેરોસીન, પેટ્રોલ

(D) હાઇડ્રોજન, બાયોગેસ, કોલસો

જવાબ : (C) ડીઝલ, કેરોસીન, પેટ્રોલ

(14) ગ્લોબલ વોર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે?

(A) હવામાં કાર્બનડાયોક્સાઈડનું વધતું પ્રમાણ.

(B) પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો.

(C) ધ્રુવ પ્રદેશનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(15) ગ્લોબલ વોર્મિંગ ક્યા વાયુની દેન છે?

(A) CO2

(B) SO2

(C) N2O5

(D) CO

જવાબ : (A) CO2

(16) જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને………….કહે છે.

(A) ન્યુક્લિઅર પ્રક્રિયા

(B) દહન

(C) ધડાકો

(D) A અને C બંને

જવાબ : (B) દહન

(17) બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો.

(A) કિલોજૂલ પ્રતિ લિટર

(B) કિલોજૂલ પ્રતિ મીટર

(C) કિલોજૂલ પ્રતિ કિગ્રા

(D) એકપણ નહિ

જવાબ : (C) કિલોજૂલ પ્રતિ કિગ્રા

(18) જંગલમાં લાગતી આગને શું કહે છે?

(A) વિસ્ફોટ

(B) દાવાનળ

(C) ધડાકો

(D) એકપણ નહિ

જવાબ : (B) દાવાનળ

(19) CNG નું પૂરું નામ જણાવો.

(A) કોમન નેચરલ ગેસ

(B) કાર્બન નાઈટ્રોજન ગેસ

(C) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

(D) કમ્પ્યુટરાઈઝ્ડ નેચરલ ગેસ

જવાબ : (C) કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

(20) સૂર્યમાં કઈ પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે?

(A) વિકિરણ

(B) ન્યુક્લિઅર

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (B) ન્યુક્લિઅર

Std 8 Science Chapter 4 Mcq Gujarati (21 To 30)

(21) દીવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થોનું મિશ્રણ હોય છે?

(A) એન્ટિમની ટ્રાય સલ્ફાઈડ અને પોટેશિયમ ક્લોરેટ

(B) પીળો ફોસ્ફરસ અને કાચ

(C) સફેદ ફોસ્ફરસ અને કાચ

(D) લાલ ફોસ્ફરસ અને કાચ

જવાબ : (D) લાલ ફોસ્ફરસ અને કાચ

(22) સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે?

(A) પાણી

(B) રેતી

(C) CO2

(D) પોટેશિયમ બાયકાર્બોનેટ

જવાબ : (A) પાણી

(23) સોની ઘરેણાં બનાવવા જ્યોતના ક્યા વિસ્તારનો ઉપયોગ કરે છે?

(A) સૌથી અંદરનો વિસ્તાર

(B) મધ્યનો વિસ્તાર

(C) સૌથી બહારનો વિસ્તાર

(D) A, B અને C ત્રણે

જવાબ : (C) સૌથી બહારનો વિસ્તાર

(24) 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઊર્જાના જથ્થાને શું કહે છે?

(A) Kg

(B) સેકન્ડ

(C) કેલરી

(D) મીટર

જવાબ : (C) કેલરી

(25) ઍસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે?

(A) સલ્ફર ડાયોક્સાઈડ અને હાઇડ્રોજન

(B) કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ

(C) સલ્ફર અને નાઈટ્રોજનના ઑક્સાઈડ

(D) આપેલ તમામ

જવાબ : (C) સલ્ફર અને નાઈટ્રોજનના ઑક્સાઈડ

(26) વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવા તેને શા માટે ધાબળા વડે લપેટવામાં આવે છે?

(A) વધુ આગ લાગતી અટકે છે.

(B) હવામાંથી મળતા ઑક્સિજનના પુરવઠાને અટકાવે છે.

(C) આગ લાગેલા કપડાને દૂર કરે છે,

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

(27) આગને નિયંત્રિત કરવા માટે નીચે પૈકી ઓછામાં ઓછી કેટલી શરતનું પાલન થવું જોઈએ?

Std 8 Science Chapter 4 Mcq Gujarati

(A) I, II અને III પૈકી કોઈ પણ એક શરતનું પાલન થવું જોઈએ.

(B) I, II અને III પૈકી કોઈ પણ બે શરતનું પાલન થવું જોઈએ.

(C) I, II અને III એમ ત્રણે શરતનું પાલન થવું જોઈએ.

(D) ફક્ત શરત II નું પાલન થવું જોઈએ.

જવાબ : (A) I, II અને III પૈકી કોઈ પણ એક શરતનું પાલન થવું જોઈએ.

(28) દહનશીલ પદાર્થને સળગવા માટેનાં નીચામાં નીચા તાપમાનને શું કહે છે?

(A) ઉત્કલનબિંદુ

(B) જ્વલનબિંદુ

(C) ગલનબિંદુ

(D) એકપણ નહિ

જવાબ : (B) જ્વલનબિંદુ

(29) જ્યારે કોઈ જગ્યાએ ભયાનક આગ લાગે ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશામક સેવાને જાણ કરવા માટે તમે કયા નંબર પર સંપર્ક કરશો?

(A) 100

(B) 108

(C) 1091

(D) 101

જવાબ : (D) 101

(30) અગ્નિશામકનું કાર્ય જણાવો.

(A) હવાના પુરવઠાને બંધ કરવાનું.

(B) બળતણનું તાપમાન નીચું લાવવાનું.

(C) બળતણને દૂર કરવાનું.

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

Std 8 Science Chapter 4 Mcq Gujarati (31 To 40)

(31) અગ્નિશામક તરીકે વપરાતા CO2 માટે શું સાચું છે?

(A) કદમાં ખૂબ વિસ્તરે છે.

(B) ઠંડો હોય છે.

(C) ભારે હોય છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(32) આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી.

(A) તે સસ્તું હોય છે.

(B) તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય છે.

(C) તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય છે.

(D) કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું હોય છે.

જવાબ : (D) કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ છોડતું હોય છે.

(33) દહનના ક્યા પ્રકારમાં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થાય છે?

(A) ઝડપી દહન

(B) વિસ્ફોટ

(C) સ્વયંસ્ફૂરિત દહન

(D) આપેલ તમામ

જવાબ : (B) વિસ્ફોટ

(34) નીચેનામાંથી ઘર વપરાશમાં વપરાતા ક્યા પદાર્થનું જ્વલનબિંદુ નીચું છે?

(A) લાકડું

(B) છાણાં

(C) કેરોસીન

(D) કોલસો

જવાબ : (C) કેરોસીન

(35) કેલરી મૂલ્યને આધારે બળતણના સ્વરૂપોને ચઢતા ક્રમમાં ગોઠવો.

(A) લાકડું, ડીઝલ, હાઈડ્રોજન

(B) લાકડું, હાઈડ્રોજન, ડીઝલ

(C) ડીઝલ, હાઈડ્રોજન, લાકડું

(D) હાઈડ્રોજન, ડીઝલ, લાકડું

જવાબ : (A) લાકડું, ડીઝલ, હાઈડ્રોજન

(36) રાંધણગેસના સિલિન્ડરમાં વપરાતા બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે?

(A) 45,000 KJ/g

(B) 50,000 KJ/g

(C) 55,000 KJ/Kg

(D) 6000 KJ/Kg

જવાબ : (C) 55,000 KJ/Kg

(37) તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો?

(A) પાણી છાટવું

(B) રેતી નાખવી

(C) સાબુના ફીણવાળું પાણી નાખવું

(D) B અને C

જવાબ : (D) B અને C

(38) મયૂરી દ્વારા 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 KJ નોંધાઈ. તો તે બળતણનું કેલરી મૂલ્ય કેટલું થાય?

(A) 40,000 KJ/Kg

(B) 45,000 KJ/Kg

(C) 50,000 KJ/Kg

(D) 55,000 KJ/Kg

જવાબ : (A) 40,000 KJ/Kg

(39) તેજલ અને બ્રિજલ જોધપુર પ્રાથમિક શાળામાં પ્રયોગ કરી રહ્યા હતા. જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. તેજલે બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. બ્રિજલે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઇ જશે?

(A) તેજલનું પાણી ઓછા સમયમાં ગરમ થાય છે.

(B) બ્રિજલનું પાણી ઓછા સમયમાં ગરમ થાય છે.

(C) A અને B બંને

(D) કહી શકાય નહીં

જવાબ : (B) બ્રિજલનું પાણી ઓછા સમયમાં ગરમ થાય છે.

(40) નીચેનામાંથી દહન કોને કહેશો?

(A) લોખંડ પર કાટ લાગવાની ક્રિયા.

(B) શરીરમાં ખોરાકનું પાચન.

(C) A અને B બંને

(D) A અને B બંને માંથી એકપણ નહિ.

જવાબ : (C) A અને B બંને

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 MCQ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 MCQ
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 MCQ
Std 8 Science Chapter 4 Mcq Gujarati