10 Gujarat No Itihas Mcq Gujarati (ગુજરાતનો ઈતિહાસ MCQ)

Spread the love

10 Gujarat No Itihas Mcq Gujarati
10 Gujarat No Itihas Mcq Gujarati

10 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ગુજરાતનો ઈતિહાસ
ભાગ : 10
MCQ :451 થી 500
10 Gujarat No Itihas Mcq Gujarati

10 Gujarat No Itihas Mcq Gujarati (451 To 460)

(451) ધોળાવીરા (કચ્છ) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

(A) ધોળાવીરાની નગરરચના મોહેં-જો-દડોની નગરરચનાને મળતી આવે છે.

(B) તે ભૂજથી આશરે 140 કિમી. દૂર ભચાઉ તાલુકામાં આવેલ છે.

(C) ધોળાવીરા હડપ્પા સભ્યતાનું લોથલ પછીનું મળી આવેલું એકમાત્ર નગર છે.

(D) ધોળાવીરા વસાહત ઉત્તર-દક્ષિણ 600 મીટર અને પૂર્વ-પશ્ચિમ 77 મીટરના ઘેરાવામાં ફેલાયેલી છે.

જવાબ : (A) ધોળાવીરાની નગરરચના મોહેં-જો-દડોની નગરરચનાને મળતી આવે છે.

(452) ગાંધીજીના મત અનુસાર નીચેના પૈકી કયું રાજ્ય ‘રામ રાજ્ય’ સમાન હતું?

(A) પતિયાલા

(B) ગ્વાલિયર

(C) વડોદરા

(D) મૈસૂર

જવાબ : (C) વડોદરા

(453) ગુજરાતની કઈ યુનિવર્સિટીમાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો છે?

(A) પં. દીનદયાલ પેટ્રોલિયમ યુનિ.

(B) વીર નર્મદ યુનિવર્સિટી

(C) રક્ષાશક્તિ યુનિવર્સિટી

(D) ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

જવાબ : (C) રક્ષાશક્તિ યુનિવર્સિટી

Play Quiz :

ગુજરાતનો ઇતિહાસ MCQ QUIZ ભાગ 10

(454) ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા (1908) શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળાની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાથીઓએ કોની પ્રેરણાથી કરી હતી?

(A) દારાસિંહ

(B) પહેલવાન ગામા

(C) અરવિંદ ઘોષ

(D) પ્રો. રામમૂર્તિ

જવાબ : (C) અરવિંદ ઘોષ

(455) રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ’ (ગુજરાત સભા) ની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ?

(A) ઈ.સ.1892-વડોદરા

(B) ઈ.સ.1910-પોરબંદર

(C) ઈ.સ.1905-કરમસદ

(D) ઈ.સ.1884-અમદાવાદ

જવાબ : (D) ઈ.સ.1884-અમદાવાદ

(456) મહાગુજરાત ચળવળ માટે નીચેનામાંથી શું સાચું નથી?

(A) મુંબઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણ હતા.

(B) મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજી દેસાઈ બન્યા.

(C) ગોળીબાર તપાસ માટે ‘નાગરિક તપાસ સંઘ’ નિમાયું.

(D) આંદોલનનું નેતૃત્વ મહાગુજરાત જનતા પરિષદે લીધું.

જવાબ : (B) મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ મોરારજી દેસાઈ બન્યા.

(457) ગુજરાતનું પ્રથમ પ્રધાનમંડળ કયા સ્થળે રચવામાં આવ્યું હતું?

(A) ગવર્નમૅન્ટ પોલિટૅકનિક આંબાવાડી

(B) કોચરબ આશ્રમ

(C) ગૂજરાત વિદ્યાપીઠ

(D) સાબરમતી આશ્રમ

જવાબ : (D) સાબરમતી આશ્રમ

(458) મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી?

(A) ગુજરાત કૉલેજ

(B) ગૂજરાત વિદ્યાપીઠ

(C) ગુજરાત યુનિવર્સિટી

(D) સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ

જવાબ : (D) સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ

(459) ઈ.સ.1956ના વર્ષનું ગુજરાત સંદર્ભે મહત્ત્વ કયા કારણે ગણાય?

(A) આ વર્ષે પીલુ મોદીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી હતી.

(B) આ વર્ષે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી.

(C) આ વર્ષે છપન્નિયો દુષ્કાળ પડ્યો હતો.

(D) આ વર્ષે ઉચ્છરંગરાય ઢેબર સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા.

જવાબ : (B) આ વર્ષે મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી.

(460) મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ પ્રદેશોના વિભાજનના સમર્થક કોણ હતા?

(A) મોરારજી દેસાઈ

(B) બાબુભાઈ જ. પટેલ

(C) ચિનુભાઈ ચીમનલાલ

(D) ભાઈકાકા

જવાબ : (A) મોરારજી દેસાઈ

10 Gujarat No Itihas Mcq Gujarati (461 To 470)

(461) ઈ.સ.1956ની બીજી ઑક્ટોબરે ઈન્દુલાલ યાજ્ઞિકની સભાની સમાંતર કોની સભા ચાલી રહી હતી?

(A) જવાહરલાલ નહેરુ

(B) સરદાર પટેલ

(C) હિતેન્દ્ર દેસાઈ

(D) મોરારજી દેસાઈ

જવાબ : (A) જવાહરલાલ નહેરુ

(462) ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો?

(A) વાસ્કો-દ-ગામા

(B) પેરિપ્લસ

(C) સર થૉમસ રો

(D) માર્કો પૉલો

જવાબ : (B) પેરિપ્લસ

(463) નીચેનામાંથી કયો મુઘલ રાજા નથી?

(A) જહાંગીર

(B) શાહજહાં

(C) અકબર

(D) બીરબલ

જવાબ : (D) બીરબલ

(464) ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?

(A) અમદાવાદ

(B) જૂનાગઢ

(C) જામનગર

(D) ભાવનગર

જવાબ : (B) જૂનાગઢ

(465) મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલું નથી?

(A) ચંપારણ

(B) વર્ધા

(C) કરમસદ

(D) સાબરમતી

જવાબ : (C) કરમસદ

(466) ગુજરાતી મહિના પ્રમાણે તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે?

(A) આસો

(B) શ્રાવણ

(C) ભાદરવા

(D) કારતક

જવાબ : (C) ભાદરવા

(467) સિંધુ સંસ્કૃતિના શહેરોમાંથી કયું શહેર પાણીની વ્યવસ્થા માટે જાણીતું છે?

(A) મોહેં-જો-દડો

(B) ધોળાવીરા

(C) લોથલ

(D) હડપ્પા

જવાબ : (B) ધોળાવીરા

(468) નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે?

(A) મોરબી

(B) વડોદરા

(C) ભાવનગર

(D) જામનગર

જવાબ : (C) ભાવનગર

(469) અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે?

(A) ચૌધરી ચરણસિંહ

(B) લાલબહાદુર શાસ્ત્રી

(C) રાજીવ ગાંધી

(D) મોરારજી દેસાઈ

જવાબ : (D) મોરારજી દેસાઈ

(470) દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો?

(A) બારડોલી

(B) ચંપારણ

(C) ધરાસણા

(D) ખેડા સત્યાગ્રહ

જવાબ : (C) ધરાસણા

10 Gujarat No Itihas Mcq Gujarati (471 To 480)

(471) દક્ષિણ ગુજરાતનું કયું ઐતિહાસિક સ્થળ યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?

(A) જૂનાગઢ

(B) વડોદરા

(C) ચાંપાનેર

(D) આમાંથી કોઈ નહિ

જવાબ : (D) આમાંથી કોઈ નહિ

(472) રાણકી વાવ ક્યા જિલ્લામાં આવેલી છે?

(A) પાટણ

(B) ગાંધીનગર

(C) સાબરકાંઠા

(D) જૂનાગઢ

જવાબ : (A) પાટણ

(473) ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો?

(A) 30 એપ્રિલ – ઈ.સ. 1930, 72 સત્યાગ્રહી

(B) 12 માર્ચ- ઈ.સ.1930, 80 સત્યાગ્રહી

(C) 28 માર્ચ- ઈ.સ.1928, 72 સત્યાગ્રહી

(D) 12 માર્ચ- ઈ.સ.1930, 78 સત્યાગ્રહી

જવાબ : (D) 12 માર્ચ- ઈ.સ.1930, 78 સત્યાગ્રહી

(474) સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો?

(A) અમદાવાદ

(B) પાલનપુર

(C) પાટણ

(D) સુરત

જવાબ : (B) પાલનપુર

(475) યોગ્ય જોડકા જોડો.

(a) ભવનાથનો મેળો(1) બનાસકાંઠા
(b) ભાદરવી પૂનમનો મેળો(2) જૂનાગઢ
(c) વૌઠાનો મેળો(3) અમદાવાદ
(d) માધવરાયનો મેળો(4) પોરબંદર
10 Gujarat No Itihas Mcq Gujarati

(A) 2,1,3,4

(B) 2,1,4,3

(C) 4,3,1,2

(D) 1,4,2,3

જવાબ : (A) 2,1,3,4

(476) ગુજરાતના કયા ક્રાંતિવીર ‘ડુંગળીચોર’ તરીકે જાણીતા છે?

(A) વિનોબા ભાવે

(B) સૂરજમલ

(C) મોહનલાલ પંડ્યા

(D) જોધા માણેક

જવાબ : (C) મોહનલાલ પંડ્યા

(477) રૂડાની વાવ કયા જિલ્લામાં આવેલી છે?

(A) ગાંધીનગર

(B) અમદાવાદ

(C) પાટણ

(D) સાબરકાંઠા

જવાબ : (A) ગાંધીનગર

(478) વિનોદ કિનારીવાલા ‘હિન્દ છોડો’ ચળવળમાં કઈ તારીખે શહીદ થયા હતા?

(A) 8 ઑગસ્ટ, ઈ.સ.1942

(B) 9 ઑગસ્ટ, ઈ.સ.1942

(C) 11 ઑગસ્ટ, ઈ.સ.1942

(D) એકપણ નહિ

જવાબ : (B) 9 ઑગસ્ટ, ઈ.સ.1942

(479) મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં બંધાયેલ છે?

(A) ભીમદેવ પ્રથમ-ઈ.સ.1026

(B) ભીમદેવ બીજો- ઈ.સ.1042

(C) સિદ્ધરાજ જયસિંહ- ઈ.સ.1016

(D) આમાંથી એકપણ નહિ

જવાબ : (A) ભીમદેવ પ્રથમ-ઈ.સ.1026

(480) મહમૂદ ગઝનવી સોમનાથ મંદિર પર ચડાઈ કરવા આવ્યો ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું?

(A) મૂળરાજ સોલંકી

(B) ભીમદેવ સોલંકી

(C) સિદ્ધરાજ જયસિંહ

(D) વનરાજ ચાવડા

જવાબ : (B) ભીમદેવ સોલંકી

10 Gujarat No Itihas Mcq Gujarati (481 To 490)

(481) કઈ વિદ્યાપીઠ જૈનધર્મના શૈક્ષણિક પ્રસારનું પ્રચલિત વિદ્યાધામ હતી?

(A) નાલંદા

(B) કાશી

(C) વિક્રમશિલા

(D) વલભી

જવાબ : (B) કાશી

(482) દાંડીકૂચ દરમિયાન પોતાની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા ગાંધીજીએ કોની પસંદગી કરી હતી?

(A) દાદાભાઈ નવરોજી

(B) સરદાર પટેલ

(C) અબ્બાસ તૈયબજી

(D) જવાહરલાલ નહેરુ

જવાબ : (C) અબ્બાસ તૈયબજી

(483) ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા?

(A) સયાજીરાવ ગાયકવાડ

(B) ખંડેરાવ ગાયકવાડ

(C) સિદ્ધરાજ જયસિંહ

(D) દામાજીરાવ ગાયકવાડ

જવાબ : (A) સયાજીરાવ ગાયકવાડ

(484) ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું?

(A) ઘોઘા

(B) ખંભાત

(C) ભરૂચ

(D) સુરત

જવાબ : (D) સુરત

(485) પ્રસિદ્ધ મહાકાવ્ય ‘પૃથ્વીરાજરાસો’ કોણે રચ્યું છે?

(A) ચંદબરદાઈ

(B) અમીર ખુશરો

(C) સોમદેવ

(D) કવિ જયદેવ

જવાબ : (A) ચંદબરદાઈ

(486) ‘ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ’ આ મલાવ તળાવ ક્યાં આવેલું છે?

(A) પાટણ

(B) ધંધુકા

(C) ધોળકા

(D) વિરમગામ

જવાબ : (C) ધોળકા

(487) ગુજરાત માટે ‘ગુર્જર દેશ’ શબ્દપ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયેલો?

(A) કુમારપાળ સોલંકી

(B) ભીમદેવ પહેલો

(C) સિદ્ધરાજ જયસિંહ

(D) મૂળરાજ સોલંકી

જવાબ : (D) મૂળરાજ સોલંકી

(488) કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે જોડાયા?

(A) બોરસદ

(B) ખેડા

(C) ચંપારણ

(D) બારડોલી

જવાબ : (B) ખેડા

(489) રાજપૂતાનાના ગુર્જરોની રાજધાની કઈ હતી?

(A) અજયમેરૂ

(B) અહિલવાડ પાટણ

(C) ભિન્નમાલ

(D) ધારાનગરી

જવાબ : (C) ભિન્નમાલ

(490) ‘પૂર્ણ સ્વરાજ્ય’ માંગણી ક્યારે કરાઈ?

(A) 1 જાન્યુઆરી 1930ની મધ્યરાત્રીએ

(B) 31 ડિસેમ્બર,1929ની મધ્યરાત્રીએ

(C) 26 જાન્યુઆરી, 1930ની સવારે

(D) આમાંથી એકપણ નહિ

જવાબ : (B) 31 ડિસેમ્બર,1929ની મધ્યરાત્રીએ

10 Gujarat No Itihas Mcq Gujarati (491 To 500)

(491) ભારતનાં કુલ 562 દેશી રજવાડાંમાંથી ગુજરાતમાં કેટલાં રજવાડાં હતાં?

10 Gujarat No Itihas Mcq Gujarati
10 Gujarat No Itihas Mcq Gujarati

(A) 366

(B) 165

(C) 265

(D) 266

જવાબ : (A) 366

(492) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે ભારત પરત આવ્યા હતા?

(A) 1925

(B) 1915

(C) 1910

(D) 1857

જવાબ : (B) 1915

(493) ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા ક્યા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે?

(A) નવાબ રસૂલખાન

(B) મૂળરાજ સોલંકી

(C) રા’ખેંગાર

(D) રૂદ્રદામા અને સ્કંદગુપ્ત

જવાબ : (D) રૂદ્રદામા અને સ્કંદગુપ્ત

(494) ગુજરાત સરકાર દ્વારા તાના-રીરી ઍવોર્ડ-2013 કોને અર્પણ કરાયો?

(A) કિશોર અમોનકર

(B) બેગમ પરવીન સુલતાના

(C) પંડિત રાજન સાજન મિશ્રા

(D) પંડિત જસરાજ

જવાબ : (B) બેગમ પરવીન સુલતાના

(495) ડભોઈના દુર્ગની રચનામાં મહત્ત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા?

(A) ભીમદેવ સોલંકી

(B) કરણદેવ વાઘેલા

(C) વિસલદેવ વાઘેલા

(D) મૂળરાજ સોલંકી

જવાબ : (C) વિસલદેવ વાઘેલા

(496) કોને તૂતી-એ-હિંદ (હિંદનો પોપટ) કહેવામાં આવે છે?

10 Gujarat No Itihas Mcq Gujarati
10 Gujarat No Itihas Mcq Gujarati

(A) બીરબલ

(B) અમીર ખુશરો

(C) અબુલ ફઝલ

(D) અલબરુની

જવાબ : (B) અમીર ખુશરો

(497) આઝાદીના બીજા તબક્કામાં બનેલી ઘટનાઓને તેના કાળક્રમ અનુસાર ગોઠવો.

(1) હિંદ સ્વાતંત્ર્ય ધારો
(2) કેબિનેટ મિશન યોજના
(3) ક્રિપ્સ દરખાસ્તો
(4) વેવેલ યોજના
10 Gujarat No Itihas Mcq Gujarati

(A) 3,4,2,1

(B) 4,3,1,2

(C) 2,3,4,1

(D) 1,2,3,4

જવાબ : (A) 3,4,2,1

(498) સ્વાતંત્ર્ય આંદોલનમાં જોડાનાર દરબાર ગોપાળદાસ ક્યાંના રાજવી હતા?

(A) પાટડી

(B) વસો

(C) વરસોડા

(D) ધ્રાંગધ્રા

જવાબ : (B) વસો

(499) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યાં આશ્રમની સ્થાપના કરી હતી?

(A) શિવાનંદ આશ્રમ

(B) ગાંધી આશ્રમ

(C) સન્યાસ આશ્રમ

(D) કોચરબ આશ્રમ

જવાબ : (D) કોચરબ આશ્રમ

(500) સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા?

(A) બારડોલી

(B) અમદાવાદ

(C) કરમસદ

(D) ખેડા

જવાબ : (B) અમદાવાદ

Also Read :

ગુજરાતની ભૂગોળ MCQ
ગુજરાતનો ઈતિહાસ MCQ
ભારતનો ઈતિહાસ MCQ
10 Gujarat No Itihas Mcq Gujarati

Spread the love
error: Content is protected !!
Scroll to Top