9 Gujarat No Itihas Mcq Gujarati, ગુજરાતનો ઈતિહાસ MCQ, Gujarat no Itihas Gujarati ma pdf, Gujarat no Itihas pdf free download, Gujarat no Itihas Question Answer PDF, Gujarat no Itihas MCQ, Gujarat History mcq pdf in Gujarati.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતનો ઈતિહાસ |
ભાગ : | 9 |
MCQ : | 401 થી 450 |
9 Gujarat No Itihas Mcq Gujarati (401 To 410)
(401) કઈ પ્રાચીન વાવ અમદાવાદમાં આવેલી છે?
(A) રાણકી વાવ
(B) અડીકડી વાવ
(C) અડાલજ વાવ
(D) દાદા હરિની વાવ
જવાબ : (D) દાદા હરિની વાવ
(402) મહાત્મા ગાંધીએ ‘દાંડીકૂચ’ કયા વર્ષે કરી હતી?
(A) 1935
(B) 1931
(C) 1942
(D) 1930
જવાબ : (D) 1930
(403) કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી?
(A) મુઘલ યુગ
(B) વૈદિક યુગ
(C) અનુવૈદિક યુગ
(D) બ્રિટિશ યુગ
જવાબ : (B) વૈદિક યુગ
(404) લોથલ સભ્યતા અંગે નીચેની કઈ બાબત સાચી નથી?
(A) બારીક છિદ્રોવાળા સોનાના મણકા લોથલ સભ્યતા દરમિયાન ઘરેણાંનું અસ્તિત્વ હોવાનું દર્શન કરાવે છે.
(B) ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી.
(C) લોથલ સંસ્કૃતિએ દરિયાઈ બંદર અને વહાણવટા સાથે જોડાયેલી હતી.
(D) હાથી દાંત, શંખ અને છીપની પ્રવૃત્તિઓ આ સંસ્કૃતિ વખતે અસ્તિત્વમાં હતી.
જવાબ : (B) ભયંકર દુષ્કાળના લીધે લોથલ સંસ્કૃતિ નાશ પામી.
(405) સરદાર વલ્લભભાઈ પટેલ અંગે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી?
(A) ભારતના સંરક્ષણ પ્રધાન
(B) બારડોલી સત્યાગ્રહ
(C) વકીલાતનો વ્યવસાય
(D) દેશી રાજ્યોનું સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ
જવાબ : (A) ભારતના સંરક્ષણ પ્રધાન
(406) ભારતના ‘લોખંડી પુરુષ‘ તરીકે કોણ ઓળખાતું હતું?
(A) સુભાષચંદ્ર બોઝ
(B) ભગતસિંહ
(C) ચંદ્રશેખર આઝાદ
(D) સરદાર વલ્લભભાઈ પટેલ
જવાબ : (D) સરદાર વલ્લભભાઈ પટેલ
(407) ‘આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ એટલે આપેલા વારસાને શોભાવીએ’ આ વાક્ય કોનું છે?
(A) શ્રી જીવરાજભાઈ મહેતા
(B) શ્રી રવિશંકર મહારાજ
(C) શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
(D) શ્રી કનૈયાલાલ મુનશી
જવાબ : (B) શ્રી રવિશંકર મહારાજ
(408) કઈ ચળવળ માટે અમદાવાદમાં ઑગસ્ટ માસમાં ખાડિયા વિસ્તારમાં નીકળેલા સરઘસમાં ઉમાકાન્ત કડિયાનું અંગ્રેજોના હાથે મૃત્યુ થયું હતું?
(A) સવિનય કાનૂન ભંગ
(B) દાંડીકૂચ
(C) હિન્દ છોડો આંદોલન
(D) અસહકારનું આંદોલન
જવાબ : (C) હિન્દ છોડો આંદોલન
(409) ‘સિદ્ધહેમશબ્દાનુશાસન‘ ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી, આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી?
(A) તેમાં ભારતના વિવિધ પ્રાંતોમાંથી વિદ્વાનોએ ભાગ લીધો હતો.
(B) તેમા ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા.
(C) તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા એક સાથે હાથી ઉપર બેઠા હતા.
(D) તેમાં વિશાળ સંખ્યામાં જનમેદનીએ ભાગ લીધો હતો.
જવાબ : (B) તેમા ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા.
(410) સોલંકી વંશનો રાજા જયસિંહ સિદ્ધરાજ શા માટે કહેવાયો?
(A) બધાને સરખો ન્યાય મળે તેની કાળજી રાખતો.
(B) હેમચંદ્રચાર્ય પાસે વ્યાકરણનો ગ્રંથ કરાવ્યો હતો.
(C) જૂનાગઢ જીતવામાં સફળતા મળી હતી.
(D) પ્રજાકલ્યાણના ઘણા કાર્યો કરાવ્યા હતા.
જવાબ : (C) જૂનાગઢ જીતવામાં સફળતા મળી હતી.
9 Gujarat No Itihas Mcq Gujarati (411 To 420)
(411) કયો ગ્રંથ ‘સંગીતની ગંગોત્રી’ ગણાય છે?
(A) સામવેદ
(B) યજુર્વેદ
(C) ઋગ્વેદ
(D) અથર્વવેદ
જવાબ : (A) સામવેદ
(412) ‘આરઝી હકૂમત’ ના વડાપ્રધાન કોણ હતા?
(A) કનૈયાલાલ મુનશી
(B) શામળદાસ ગાંધી
(C) રતુભાઈ અદાણી
(D) બાલકૃષ્ણ શુક્લ
જવાબ : (B) શામળદાસ ગાંધી
(413) ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો?
(A) અમદાવાદ
(B) દાહોદ
(C) હૈદરાબાદ
(D) દિલ્હી
જવાબ : (B) દાહોદ
(414) ગાંધીજીની આત્મકથાનું નામ શું છે?
(A) ગાંધીચરિત
(B) ગાંધી એક જીવન
(C) ગાંધી એક યુગ પુરુષ
(D) સત્યના પ્રયોગો
જવાબ : (D) સત્યના પ્રયોગો
(415) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે?
(A) જૂનાગઢ
(B) ગોપનાથ
(C) તળાજા
(D) મહુવા
જવાબ : (C) તળાજા
(416) રવિશંકર રાવળ કયા ક્ષેત્રમાં જાણીતા હતા?
(A) ચિત્રકલા
(B) શિલ્પ
(C) નૃત્ય
(D) સંગીત
જવાબ : (A) ચિત્રકલા
(417) ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું?
(A) મોરારજી દેસાઈ
(B) વલ્લભભાઈ પટેલ
(C) ઈન્દુલાલ યાજ્ઞિક
(D) રવિશંકર મહારાજ
જવાબ : (D) રવિશંકર મહારાજ
(418) ઈ.સ.1877માં અમદાવાદમાં ‘સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી’ ની સ્થાપના કોણે કરી હતી?
(A) અંબાલાલ સારાભાઈ
(B) ત્રિભુવનદાસ ગજ્જર
(C) અંબાલાલ સાકરલાલ દેસાઈ
(D) રણછોડલાલ છોટાલાલ
જવાબ : (C) અંબાલાલ સાકરલાલ દેસાઈ
(419) વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા?
(A) શ્રી બાબુરાવ
(B) સર પ્રતાપસિંહ
(C) શ્રી સયાજીરાવ
(D) શ્રી ખંડેરાવ
જવાબ : (B) સર પ્રતાપસિંહ
(420) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા?
(A) શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
(B) શ્રી ઠક્કર બાપા
(C) શ્રી છોટાલાલ પુરાણી
(D) શ્રી મોરારજી દેસાઈ
જવાબ : (A) શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
9 Gujarat No Itihas Mcq Gujarati (421 To 430)
(421) નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું?
(A) સમાજ સુધારા
(B) સમાજમાં નશાબંધીનો પ્રચાર
(C) મોંઘવારી હટાવવા
(D) સત્તા પરિવર્તન
જવાબ : (C) મોંઘવારી હટાવવા
(422) વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
(A) શ્રી નટવરલાલ શાહ
(B) શ્રી રાઘવજી લેઉઆ
(C) શ્રી કલ્યાણજી મહેતા
(D) શ્રી કુંદનલાલ ધોળકીયા
જવાબ : (C) શ્રી કલ્યાણજી મહેતા
(423) ગુજરાતમાં નિર્માણાધીન ‘ક્રાંતિતીર્થ’ સાથે કોનું નામ જોડાયેલું છે?
(A) શ્યામજી કૃષ્ણ વર્મા
(B) સરદારસિંહ રાણા
(C) સરદાર પટેલ
(D) સરદાર ભગતસિંહ
જવાબ : (A) શ્યામજી કૃષ્ણ વર્મા
(424) મહાગુજરાત આંદોલન વખતે ‘ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી’ વાક્ય કોણે ઉચ્ચાર્યું હતું?
(A) ઠાકોરભાઈ દેસાઈ
(B) હરિહર ખંભોળજા
(C) બ્રહ્મકુમાર ભટ્ટ
(D) મોરારજીભાઈ દેસાઈ
જવાબ : (A) ઠાકોરભાઈ દેસાઈ
(425) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ શીલ શેના બનેલા છે?
(A) લોઢું
(B) પકવેલી માટી
(C) સીસું
(D) તાંબુ
જવાબ : (B) પકવેલી માટી
(426) ‘ધમાલ’ નૃત્ય કોની ખાસિયત છે?
(A) સીદી
(B) ખારવા
(C) ભીલ
(D) ડાંગ આદિવાસી
જવાબ : (A) સીદી
(427) ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચે પૈકી ક્યું વિધાન સૌથી અયોગ્ય ગણાય?
(A) ભડિયાદ – જિલ્લો – અમદાવાદ – ઉર્સનો મેળો
(B) અંબાજી – જિલ્લો – બનાસકાંઠા – ત્ર્યંબાવટી નગરી
(C) દ્વારકા – જિલ્લો – જામનગર – શારદાપીઠ
(D) બધા સાચા
જવાબ : (C) દ્વારકા – જિલ્લો – જામનગર – શારદાપીઠ
(428) ગુજરાતનો સૌથી વધુ ભાતીગળ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે?
(A) તરણેતરનો મેળો
(B) શિવરાત્રીનો મેળો
(C) વૌઠાનો મેળો
(D) શામળાજીનો મેળો
જવાબ : (A) તરણેતરનો મેળો
(429) પુરાતન અવશેષ માટે જાણીતું ‘પોળો’ ક્યાં આવેલું છે?
(A) સાબરકાંઠા
(B) કચ્છ
(C) બનાસકાંઠા
(D) અમદાવાદ
જવાબ : (A) સાબરકાંઠા
(430) ગુજરાતમાં પહેલી કાપડ મિલ ક્યારે શરૂ થઈ હતી?
(A) 1905
(B) 1960
(C) 1854
(D) 1861
જવાબ : (D) 1861
9 Gujarat No Itihas Mcq Gujarati (431 To 440)
(431) શ્રી અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામયિકમાં છપાયેલી?
(A) કુમાર
(B) સાવિત્રી
(C) મિલાપ
(D) દક્ષિણા
જવાબ : (D) દક્ષિણા
(432) નીચેનામાંથી ક્યું એક ગુજરાતી લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે?
(A) કોલેબેલિયા
(B) જાત્રા
(C) ગરબા
(D) ભવાઈ
જવાબ : (D) ભવાઈ
(433) હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી કયા નગરના અવશેષો હાલ ભારતમાં નથી?
(A) લોથલ
(B) ધોળાવીરા
(C) મોહેં-જો-દડો
(D) રંગપુર
જવાબ : (C) મોહેં-જો-દડો
(434) બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર ક્યા આશ્રમેથી સરદાર પટેલે કરેલું?
(A) સાબરમતી આશ્રમ
(B) વર્ધા આશ્રમ
(C) કોચરબ આશ્રમ
(D) સ્વરાજ આશ્રમ
જવાબ : (D) સ્વરાજ આશ્રમ
(435) મોહેં-જો-દડોની આગવી વિશેષતા કઈ છે?
(A) કિલ્લાઓ
(B) મકાનો
(C) રસ્તાઓ
(D) ગટર યોજનાઓ
જવાબ : (C) રસ્તાઓ
(436) દક્ષિણ ગુજરાતનું મહત્ત્વનું સાંસ્કૃતિક નગર કયું છે?
(A) ડુમસ
(B) સાપુતારા
(C) ચાંપાનેર
(D) દાંડી
જવાબ : (D) દાંડી
(437) ‘ગોફગૂંથણરાસ’ કયા સમાજનું લોકનૃત્ય છે?
(A) સૌરાષ્ટ્રના કોળી-કણબી
(B) પંચમહાલના ભીલ
(C) જૂનાગઢના સીદી
(D) દક્ષિણ ગુજરાતના હળપતિ
જવાબ : (A) સૌરાષ્ટ્રના કોળી-કણબી
(438) અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો ‘સપ્તક’ મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે?
(A) કવિ સંમેલન
(B) રમત-ગમત
(C) શાસ્ત્રીય સંગીત
(D) નૃત્ય
જવાબ : (C) શાસ્ત્રીય સંગીત
(439) ધર્મ અને ધાર્મિક સ્થળોની યોગ્ય જોડ જોડો.
(a) જૈન | (1) ગુરુદ્વારા |
(b) પારસી | (2) જિનાલય |
(c) મુસ્લિમ | (3) અગિયારી |
(d) શીખ | (4) મંદિર |
(5) મસ્જિદ |
(A) a-2, b-3, c-5, d-1
(B) a-4, b-2, c-3, d-1
(C) a-5, b-4, c-2, d-3
(D) a-3, b-1, c-4, d-2
જવાબ : (A) a-2, b-3, c-5, d-1
(440) મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ ‘મહાગુજરાત જનતા પરિષદ’ ની સ્થાપના ક્યારે કરી?
(A) ઑગસ્ટ-1957
(B) સપ્ટેમ્બર-1957
(C) સપ્ટેમ્બર-1956
(D) ઑગસ્ટ-1956
જવાબ : (C) સપ્ટેમ્બર-1956
9 Gujarat No Itihas Mcq Gujarati (441 To 450)
(441) 1લી મે, 1960ના રોજ ગુજરાત અલગ બન્યું ત્યારે રાજ્યને કેટલા જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું?
(A) 19
(B) 25
(C) 17
(D) 18
જવાબ : (C) 17
(442) ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન કયા વર્ષમાં લદાયું હતું?
(A) 1965
(B) 1971
(C) 1996
(D) 1981
જવાબ : (B) 1971
(443) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
(A) 1962
(B) 1959
(C) 1961
(D) 1960
જવાબ : (D) 1960
(444) IIM અમદાવાદની સ્થાપનામાં ક્યા મુખ્યમંત્રીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે?
(A) શ્રી સુરેશચંદ્ર મહેતા
(B) શ્રી ચીમનભાઈ પટેલ
(C) શ્રી ડૉ. જીવરાજ મહેતા
(D) આમાંથી એકપણ નહિ
જવાબ : (C) શ્રી ડૉ. જીવરાજ મહેતા
(445) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો?
(A) ખેડા
(B) અમદાવાદ
(C) આણંદ
(D) નડિયાદ
જવાબ : (D) નડિયાદ
(446) ગુજરાતના મુખ્યમંત્રીશ્રી બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડવાની ઘટના કઈ સાલમાં બની હતી?
(A) 1965
(B) 1966
(C) 1961
(D) 1962
જવાબ : (A) 1965
(447) આરઝી ફૂમત સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) આરઝી હકૂમતની સ્થાપના તા.25/8/1947ના રોજ જૂનાગઢને મુક્ત કરવા માટે કરાઈ હતી.
(B) આરઝી હકૂમતની લડતનો અંત માત્ર 16 જ દિવસમાં યશસ્વી રીતે આવ્યો હતો.
(C) આરઝી હકૂમતની સ્થાપવાની પ્રેરણા સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિન્દ સરકાર’માંથી લેવામાં આવી હતી.
(D) આરઝી હકૂમતે આરંભેલી લોકસેનાની સશસ્ત્ર લડતના પરિણામે દીવાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ ભારત સંઘની શરણાગતિ સ્વીકારી હતી.
જવાબ : (D) આરઝી હકૂમતે આરંભેલી લોકસેનાની સશસ્ત્ર લડતના પરિણામે દીવાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ ભારત સંઘની શરણાગતિ સ્વીકારી હતી.
(448) ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
(A) ક્રાંતિકારી પ્રવૃત્તિ સંદર્ભે અસલામતી જણાતા તેઓ લંડનથી પેરિસ ગયા અને 1928માં પેરિસમાં અવસાન પામ્યા.
(B) તેમણે ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું.
(C) તેમણે લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી.
(D) તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી.
જવાબ : (A) ક્રાંતિકારી પ્રવૃત્તિ સંદર્ભે અસલામતી જણાતા તેઓ લંડનથી પેરિસ ગયા અને 1928માં પેરિસમાં અવસાન પામ્યા.
(449) ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકાસેનાપતિ (મીરે બહાર) મલેક અયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો?
(A) બહાદુરશાહ
(B) મહમૂદ બેગડો
(C) મુઝફ્ફરશાહ બીજો
(D) મહમૂદશાહ
જવાબ : (D) મહમૂદશાહ
(450) ઈ.સ.1905માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બૉમ્બ ફેંકનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા?
(A) હેમચંદ્ર દાસ
(B) બારીન્દ્ર ઘોષ
(C) પ્રફુલ ચાકી
(D) આસુતોષ વિશ્વા
જવાબ : (C) પ્રફુલ ચાકી
Also Read :
ગુજરાતની ભૂગોળ MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો MCQ |