Std 7 Sem 1 Gujarati Chapter 10 Swadhyay (ધોરણ 7 ગુજરાતી એકમ 10 અભ્યાસ અને સ્વાધ્યાય)

Std 7 Gujarati Chapter 10 Swadhyay
Std 7 Gujarati Chapter 10 Swadhyay

Std 7 Sem 1 Gujarati Chapter 10 Swadhyay

Std 7 Sem 1 Gujarati Chapter 10 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 10 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી એકમ 10 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 10. વલયની અવકાશી સફર 

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો.

(1) ‘વલયની અવકાશી સફર’ પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો?

(ક) એપ્રિલ

(ખ) જૂન

(ગ) મે

(ઘ) જુલાઈ

ઉત્તર : (ગ) મે

(2) રાતા રંગથી ઝળાંહળાં રચનાનો આકાર કેવો હતો?

(ક) સમચોરસ

(ખ) લંબચોરસ

(ગ) ગોળ

(ઘ) લંબગોળ

ઉત્તર : (ઘ) લંબગોળ

(3) ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા?

(ક) ચંદ્ર

(ખ) સૂર્ય

(ગ) ટિટાન

(ઘ) વલય

ઉત્તર : (ગ) ટિટાન

(4) પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસાચિઠ્ઠી મોકલવાના હતા?

(ક) પેટ્રોલિયમ માટે

(ખ) યુરેનિયમ માટે

(ગ) ચાંદી માટે

(ઘ) સોના માટે

ઉત્તર : (ખ) યુરેનિયમ માટે

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સૂતા હતા?

ઉત્તર : ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં વલય અને એના બે ભાઈબંધો  વિસ્મય અને વિરાટ સૂતા હતા.

(2) વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું?

ઉત્તર : વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું.

(૩) વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી?

ઉત્તર : વિસ્મય, વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ  અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો.

(4) વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું?

ઉત્તર : વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતાં કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસશટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1 ) પરગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો.

ઉત્તર : પરગ્રહનું યાન રાતા રંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી નહોતાં. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખૂલતું હતું ને બંધ થતું હતું.

(2) પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું?

ઉત્તર : પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેને નાક-કાન જેવું કંઈ નહોતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે- ત્રણ રચના લગાડેલી હતી. તેના હાથનાં વિચિત્ર લાંબાં આંગળાં પર પુશબટન જેવી સ્વિચો હતી.

(૩) ટૉર્ચના પ્રકાશની પરગ્રહવાસી ઉપર શી અસર થઈ?

ઉત્તર : વલયે ટૉર્ચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી બૉસ પર નાખ્યો. બૉસથી લાલ રંગ સિવાયની તરંગલંબાઈનો પ્રકાશ સહન થઈ શકતો નહોતો. એક સામાન્ય ટૉર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. બૉસનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તેથી આ સફેદ પ્રકાશથી એને બળતરા થવા લાગી, એના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું.

(4) ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા?

ઉત્તર : જીવ ત્રણ મિત્રોની નજીક આવ્યો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથનાં આંગળાં લાંબાં ને વિચિત્ર હતાં. આંગળાં પર પુશબટન જેવી સ્વિચો જડાયેલી હતી. એનો સ્પર્શ થતાં ત્રણેય મિત્રોના શરીરમાં કશોક પ્રવાહ વહ્યો. આથી ત્રણેય મિત્રો એ વિચિત્ર જીવ પાછળ ખેંચાવા લાગ્યા.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) શનિના ઉપગ્રહ ટીટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે?

ઉત્તર : શનિના ગ્રહ ફરતા વલયો છે. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટીટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગલંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે. એટલે ટીટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી.

(2) પરગ્રહવાસી બૉસ પૃથ્વીવાસીઓને કેવી જાસાચિઠ્ઠી મોકલવા માગતો હતો?

ઉત્તર : પરગ્રહવાસી બૉસ પૃથ્વીવાસીઓને એવી જાસાચિઠ્ઠી મોકલવા માગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે, એ તેમને મોક્લી દેવામાં આવે, પરગ્રહવાસીઓને, ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે. જો એમ કરવામાં નહિ આવે તો પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેઓ નિકંદન કાઢી નાખશે.

(3) વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા?

ઉત્તર : વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી, ટૉર્ચને આધારે છૂટ્યા. ટૉર્ચના સફેદ પ્રકાશથી પરગ્રહવાસીઓના બૉસને બળતરા થવા લાગી, દેહમાંથી યાંત્રિક અવાજો થવા લાગ્યા ને એનું રબ્બરિયું પોચું શરી૨ ઓગળવા લાગ્યું. આથી એ વિચિત્ર જીવોમાં દોડધામ મચી ગઈ. બૉસનું મૃત્યુ થયું. આમ, વલય અને તેના મિત્રો, પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા.

પ્રશ્ન 2. નીચે આપેલાં વાક્યો કોણ બોલે છે તે લખો :

(1) ‘અરે, આ વગર દિવાળીએ રૉકેટ કોણે ફોડ્યું વળી!’

ઉત્તર : આ વાક્ય વલય બોલે છે.

(2) ‘આ…આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે?’

ઉત્તર : આ વાક્ય વાક્ય વિરાટ બોલે છે.

(૩) ‘આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે.’

ઉત્તર : આ વાક્ય વિસ્મય બોલે છે.

(4) ‘હું નીચે જઈ મારાં મમ્મી, પપ્પા અને કાકાને જગાડું?’

ઉત્તર : આ વાક્ય વલય બોલે છે.

(5) ‘મોટાંઓ આપણે માનીએ તેટલાં નીડર નથી હોતાં !’

ઉત્તર : આ વાક્ય વિરાટ બોલે છે.

(6) ‘તો, અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું!’

ઉત્તર : આ વાક્ય (પરગ્રહવાસીઓના) બૉસ બોલે છે.

(7) ‘ઊઠને, જો કેટલો દિવસ ચઢી ગયો!’

ઉત્તર : આ વાક્ય વલયનાં મમ્મી બોલે છે.

પ્રશ્ન 3. પાઠમાં આવતા અવકાશ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો, આ શબ્દોના અર્થ મેળવી, વાક્યપ્રયોગ કરો.

ઉત્તર : (1) રૉકેટ (2) સ્પેસ શટલ (3) એ. સી. (4) વાઇબ્રેશન (5) જેલ (6) રિમોટ (7) એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિઅલ (8) બૉસ (9) પિયાનો (10) ડેશબૉર્ડ (11) કન્ટ્રોલ બૉર્ડ (12) સ્પીકર (13) ટૉર્ચ (14) બૅટરી.

વાક્યપ્રયોગ :

(1) હું ક્યારેય ‘રૉકેટ’ (અવકાશી યાન) માં બેઠો નથી.

(2) ‘સ્પેસશટલ’ (અવકાશયાન) ઈંડા જેવા આકારનું હોય છે.

(૩) ઉનાળામાં લોકો ‘એ. સી.’(વાતાનુકૂલિત યંત્ર) નો ઉપયોગ ઠંડક મેળવવા માટે કરે છે.

(4) ‘વાઇબ્રેશન’ (ધ્રુજારી) નો અનુભવ થતાં, નિખિલને લાગ્યું કે ધરતીકંપ થયો.

(5) ‘જેલ’ (કેદખાનું) ગુનેગારો માટે હોય છે.

(6) ‘રિમોટ’ (નિયંત્રક) નો ઉપયોગ ટીવી ચૅનલ બદલવા થાય છે.

(7) ઊડતી રકાબીએ ‘એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિઅલ’ (પરગ્રહવાસી) ની શોધ લાગે છે.

(8) અમારા કાર્યાલયના ‘બૉસ’ (ઉપરી અધિકારી) ‘પિયાનો’ (પશ્ચિમનું વાદ્ય) સરસ વગાડે છે.

(9– 12) પરગ્રહીએ ‘ડેશ બૉર્ડ’ (ગણક કક્ષ) પર આંગળીઓ ફેરવી. આંગળીઓ જેવી અટકી ત્યાં ‘કન્ટ્રોલ બૉર્ડ’ (નિયંત્રણ કક્ષ) ની ‘સ્પીકર’ (સાંભળવા માટેનું સાધન) જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો.

(13– 14) ‘ટૉર્ચ’ (બત્તી) ‘બૅટરી’ (વીજસંગ્રાહક સાધન) થી ચાલે છે.

પ્રશ્ન 4. તમને આવેલ સ્વપ્ન વિશે નોંધ લખો.

ઉત્તર : એક રાત્રે મને સપનું આવ્યું. મારી મમ્મી મને મેળામાં લઈ ગઈ એની આંગળી પકડીને મેળામાં ફરતો હતો. ભીડમાં આંગળી છૂટી ગઈ. હું મમ્મીને શોધવા લાગ્યો અને રડવા લાગ્યો. ત્યાં લોકોએ મને એક બાજુ લઈ જઈ બેસાડ્યો. લોકોએ છાનો રાખવા જાતજાતની વસ્તુઓ મને આપી. કોઈએ રમકડાં આપ્યાં, કોઈએ ખાવાનું આપ્યું, કોઈએ ચકરડીમાં બેસાડ્યો. કોઈએ મારું નામ, હું ક્યાં રહું છું તે પૂછ્યું.

હું બેઠો હતો ત્યાં અનેક વસ્તુઓનો ઢગલો થઈ ગયો. મને થયું કે આ બધું હું શી રીતે ઘેર લઈ જઈશ. હું આ બધું શી રીતે ઊંચકીશ?

જો મમ્મી મેળામાંથી ઝડપથી મળી જાય, તો આ બધું એ ઊંચકી લેશે. હું પાછો એની આંગળી પકડી લઈશ…

હું રડવા લાગ્યો; ત્યાં એકાએક મારી આંખ ખૂલી ગઈ. હું મમ્મી સાથે પથારીમાં સૂતો હતો.

પ્રશ્ન 5. ખરા-ખોટાની નિશાની કરો :

(1) ‘દિવ્ય સારો છોકરો છે.’ વાક્યમાં ‘સારો’ એ ગુણવાચક વિશેષણ છે.

ઉત્તર : સાચું

(2) ‘પ્રાંતિજ નાનું શહેર છે.’ વાક્યમાં ‘નાનું’ એ ક્રમવાચક વિશેષણ છે.

ઉત્તર : ખોટું

(3) ‘દોડ સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો.’ વાક્યમાં ‘ત્રીજો’ એ ક્રમવાચક વિશેષણ છે.

ઉત્તર : સાચું

(4) ‘નિધિ સો રૂપિયા લઈ મેળામાં ગઈ.’ વાક્યમાં ‘સો’ એ સંખ્યાવાચક વિશેષણ છે.

ઉત્તર : સાચું

પ્રશ્ન 6. એકમાંથી અનેક શબ્દો બનાવો. આપેલા ઉદાહરણ મુજબ શબ્દના મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો :

ઉદાહરણ : ભારત : ભા = ભાવ, ૨ = રમત, ત = તલવાર

ઉત્તર :

(1) આઝાદી : આ = આરતી ઝા = ઝાડ દી = દીવી

(2) દેશસેવા : દે = દેવળ  શ = શરમ સે = સેવક વા = વાદળ

(4) દાનત : દા = દાવ ન = નગારું ત = તળાવ

(5) અમીરી : અ = અફસર મી= મીનારો રી = રીત

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 9 અભ્યાસ અને સ્વાધ્યાય