Class 7 Gujarati Chapter 10 Swadhyay (ધોરણ 7 ગુજરાતી પાઠ 10 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 7 Gujarati Chapter 10 Swadhyay
Class 7 Gujarati Chapter 10 Swadhyay

Class 7 Gujarati Chapter 10 Swadhyay

Class 7 Gujarati Chapter 10 Swadhyay. ધોરણ 7 ગુજરાતી વિષયના એકમ 10નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 ગુજરાતી પાઠ 10 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : ગુજરાતી

એકમ : 10 અખબારી નોંધ

સત્ર : દ્વિતીય

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) ‘અખબાર’ શબ્દ મૂળ કઈ ભાષાનો છે?

(ક) ગુજરાતી

(ખ) અરબી

(ગ) હિન્દી

(ઘ) સંસ્કૃત

જવાબ : (ખ) અરબી

(2) અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્ય છાપીને……..

(ક) વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે.

(ખ) લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે.

(ગ) પોતાનો સમાજધર્મ અદા કરે છે.

(ઘ) માણસની જિજ્ઞાસા સંતોષે છે.

જવાબ : (ગ) પોતાનો સમાજધર્મ અદા કરે છે.

(3) અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે?

(ક) સંત્રી

(ખ) મંત્રી

(ગ) જંત્રી

(ઘ) તંત્રી

જવાબ : (ઘ) તંત્રી

(4) દરરોજ પ્રસિદ્ધ થતા સમાચારપત્રને શું કહે છે?

(ક) દૈનિક સમાચારપત્ર

(ખ) પખવાડિક સમાચારપત્ર

(ગ) સાપ્તાહિક સમાચારપત્ર

(ઘ) માસિક સમાચારપત્ર

જવાબ : (ક) દૈનિક સમાચારપત્ર

(5) અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે?

(ક) NSEW

(ખ) NESW

(ગ) NEWS

(ઘ) NWES

જવાબ : (ગ) NEWS

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) તમારા ગામમાં કયાં કયાં અખબાર આવે છે?

ઉત્તર : અમારા ગામમાં આ અખબારો આવે છે : ‘દિવ્ય ભાસ્કર’, ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘જનસત્તા’, ‘ગુજરાત મિત્ર’, ‘ફૂલછાબ’ વગેરે.

(2) અખબારી નોંધ ક્યાં કયાં શીર્ષક હેઠળ છપાતી હોય છે?

ઉત્તર : અખબારી નોંધ આ શીર્ષકો હેઠળ છપાતી હોય છે : (1) સાહિત્યિક (2) ઇનામ-વિતરણ (3) વ્યાખ્યાન (4) ધાર્મિક સમાચાર નોંધ (5) અવસાન / મૃત્યુનોંધ / બેસણું (6) સર્વધર્મસભા (7) વિવિધ સમાચાર વગેરે.

(3) સમાચાર પ્રકાશિત કરવા વિનંતીપત્ર કોને સંબોધીને લખવો પડે છે?

ઉત્તર : સમાચાર પ્રકાશિત કરવા માટે વિનંતીપત્ર તંત્રીને સંબોધીને લખવો પડે છે.

(4) સમાચારો પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે?

ઉત્તર : સમાચારો પ્રકાશિત કરવાના વિનંતીપત્રમાં નીચેની વિગતો હોવી જોઈએ :

(1) સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ – સરનામું (2) સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ (3) સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ (4) સમાચાર વિષયક પુરાવાના કાગળ (5) સમાચાર મોકલનારની સહી (6) સમાચારની લેખિત વિગતો.

(5) અખબારી નોંધ લખતી વખતે કયા પાંચ ‘W’ ધ્યાનમાં રાખવા જરૂરી છે?

ઉત્તર : અખબારી નોંધ લખતી વખતે યાદ રાખવાના પાંચ ‘W’ : (1) શું? (what) (2) ક્યાં? (Where) (3) ક્યારે? (When) (4) શા માટે? (why) (5) કોણે? (Who)

સ્વાધ્યાય

પ્રશ્ન 1. તમારી શાળામાં યોજાનાર “ગણિત-વિજ્ઞાન પ્રદર્શન’ની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતીપત્ર સમાચારપત્રના તંત્રીને લખો.

ઉત્તર :                                                                

તા. 8 – 10 – 2021

માનનીય મંત્રીશ્રી,

‘લોકસત્તા’ દૈનિક,

સુખાપર ચોક, વરલી,

રાજકોટ.

સાદર પ્રણામ. આ સાથે મોકલેલ ‘અખબારી નોંધ’ આપના લોકપ્રિય દૈનિકમાં ‘શહેરના કાર્યક્રમોની કૉલમમાં તા. 6 – 1 – 2015ના રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી.

આભાર સહ.

આપનો વિશ્વાસુ,

અજય પંડ્યા

બીડાણ : અખબારી નોંધ

શારદા વિદ્યાલય, રાજકોટના ઉપક્રમે ‘ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન સવારે 9 : 00 વાગ્યે જાણીતા ગણિતજ્ઞ વૈદ્યસાહેબના હસ્તે ખુલ્લું મુકાશે. 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી સુધી સવારના 9 : 00થી સાંજના 5 : 00 વાગ્યા દરમિયાન પ્રદર્શન ખુલ્લું રહેશે.

પ્રશ્ન 2. સૂચના પ્રમાણે કરો :

(1) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

ટપાલ, ટેલિવિઝન, ઇ-મેઇલ, મોબાઇલ, દૂત, અખબાર, કબૂતર

ઉત્તર : અખબાર, ઇ- મેઇલ, કબૂતર, ટપાલ, ટેલિવિઝન, દૂત, મોબાઇલ

(2) ઉપરના શબ્દોને તેમની શોધના વિકાસક્રમમાં ગોઠવો.

ઉત્તર : કબૂતર, દૂત, ટપાલ, અખબાર, ટેલિવિઝન, ઇ- મેઇલ, મોબાઇલ

(૩) આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી બે-બે વાક્યો લખો.

કબૂતર : પ્રાચીનકાળમાં સંદેશા લાવવા-લઈ જવા કબૂતરોનો ઉપયોગ થતો હતો.

દૂત : એક જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છૂપી બાતમી લાવવા કે લઈ જવા દૂતોનો ઉપયોગ થતો હતો.

ટપાલ : ટપાલી ઘેરઘેર જઈને ટપાલ વહેંચે એ વ્યવસ્થા આજે પણ પ્રચલિત છે.

અખબાર : છાપકામનાં યંત્રો શોધાયાં એટલે અખબારો શરૂ થયાં.

ટેલિવિઝન : માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતાં ટેલિવિઝન સૌથી વ્યાપક, ઝડપી અને પ્રભાવક આધુનિક સાધન છે.

ઈ-મેઈલ : ઇ-મેઇલથી લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી જ વારમાં પહોંચાડી શકાય છે.

મોબાઇલ : મોબાઇલ ફોનસેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી.

(4) આ વાક્યોને એક ફકરા સ્વરૂપે ગોઠવી વર્ગસમક્ષ વાંચન કરો.

ઉત્તર : પ્રાચીનકાળમાં સંદેશા લાવવા-લઈ જવા કબૂતરોનો ઉપયોગ થતો હતો. તે અદ્ભુત સ્મરણશક્તિ અને દિશાજ્ઞાન ધરાવે છે. એ જમાનામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છૂપી બાતમી લાવવા કે લઈ જવા દૂતોનો ઉપયોગ થતો હતો. એ પછી એક ઠેકાણેથી બીજે ઠેકાણે કાગળપત્રોની વહેંચણીની વ્યવસ્થા, ટપાલ ખાતા મારફતે ઊભી કરવામાં આવી. ટપાલી ઘેરઘેર જઈને ટપાલ વહેંચે એ વ્યવસ્થા આજે પણ પ્રચલિત છે. છાપકામનાં યંત્રો શોધાયાં એટલે અખબારો શરૂ થયાં. માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતાં ટેલિવિઝન સૌથી વ્યાપક, ઝડપી અને પ્રભાવક આધુનિક સાધન છે. ઇ-મેઇલથી લેખિત માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડી જ વારમાં પહોંચાડી શકાય છે. ભારતમાં મોબાઇલ ફોનની શરૂઆત ઈ. સ. 1993માં થઈ. મોબાઇલ ફોનસેવા માટે તારના જોડાણની જરૂર નથી હોતી, આ ટેલિફોન સેવા માઇક્રોવેવ રેડિયો તરંગો દ્વારા ચાલે છે.

પ્રશ્ન 3. અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખો :

જાહેર નિવિદા, સંવાદદાતા, સંક્ષિપ્ત, અનુસંધાન, ક્રમશઃ, દૈનિક, પૂર્તિ, તંત્રી, લેખક, પત્રકાર, જાહેરખબર, નિવેદન, પ્રસિદ્ધ, સાપ્તાહિક

ઉત્તર :

જાહેર નિવિદા – સરકાર કે પબ્લિક સેક્ટર દ્વારા કોઈ કામ કે વસ્તુના અંદાજિત ખર્ચ માટેનાં ટેન્ડર મેળવવા કરાતી જાહેરાત.

સંવાદદાતા – અખબારનો પ્રતિનિધિ. તે વિવિધ કૉલમો માટે વિગતો એકઠી કરે છે. તે સંબંધિત વ્યક્તિઓ સાથે સંવાદ કરીને પણ વિગતો મેળવે છે.

સંક્ષિપ્ત – વિસ્તૃત હકીકતને સંક્ષેપમાં રજૂ કરવા આ શબ્દપ્રયોગ થાય છે.

અનુસંધાન – એક પાના પર સમાચાર ન સમાય ત્યારે સમાચારનો બાકીનો ભાગ બીજા પાના ઉપર મૂકતાં તે પાનાનો નંબર ‘અનુસંધાન’ તરીકે આપવામાં આવે છે.

ક્રમશઃ – કોઈ સમાચાર, વિગત, વાર્તા કે લેખ એક જ અંકમાં પૂરાં ન થઇ શકે ત્યારે તેને આગળના અંકમાં ચાલુ રાખવા માટે ક્રમશઃ” શબ્દ વપરાય છે.

દૈનિક – દરરોજ પ્રગટ થતું સમાચારપત્ર.

પૂર્તિ – સમાચારપત્ર સાથે પૂરક લખાણ (પૂર્તિ) તરીકે છપાતો વિશેષ સામગ્રીવાળો અંક. દા.ત. રમતગમત, ધર્મ, સ્ત્રી, સિનેમા, વ્યાપાર વગેરે સંબંધિત વિશેષ પૂર્તિ.

તંત્રી – અખબારની જગ્યા, વાચકોની રુચિ, સમાચારની અગત્ય વગેરેને ધ્યાનમાં લઈને આવેલ સમાચાર પ્રસિદ્ધ કરતાં પહેલાં મઠારવા પડે છે, આ કાર્ય કરનાર વ્યક્તિને ‘તંત્રી’ કહે છે.

લેખક (કૉલમિસ્ટ) – સમાચારપત્રમાં આરોગ્ય, જ્યોતિષ, ગૃહજીવન, રમતો વગેરે વિશે નિયમિત રીતે લખનાર.

પત્રકાર (જર્નાલિસ્ટ) – સમાચારપત્રનો પ્રતિનિધિ કે સંવાદદાતા.

જાહેરખબર – લોકો પોતાના અંગત કામ અંગે અને ઉત્પાદકો પોતાનાં ઉત્પાદનો માટે છાપામાં જાહેરાત આપે છે. આ જાહેરાતો ‘લગ્નવિષયક’; “નોકરી જોઈએ છે’; ‘મકાન વેચવાનું છે’ વગેરેને લગતી અને વિવિધ ઉત્પાદનો સંબંધી હોય છે.

નિવેદન – કોઈ વ્યક્તિ કે સંસ્થા, કોઈ બાબત અંગે ખુલાસો કે અભિપ્રાય જાહેર રીતે રજૂ કરે તેને નિવેદન’ (સ્ટેટમેન્ટ) કહે છે.

પ્રસિદ્ધ – સમાચારપત્રમાં જાહેર કરવાની વિગતને ‘પ્રસિદ્ધ કરવી’ કે ‘પ્રકાશિત કરવી’ કહે છે.

સાપ્તાહિક – જે અખબાર કે સામયિક દર સપ્તાહે પ્રસિદ્ધ થાય તેને ‘સાપ્તાહિક’ કહે છે.

પ્રશ્ન 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :

(1) સંતોષ x અસંતોષ

(2) આનંદ x શોક

(3) ધાર્મિક x અધાર્મિક

(4) શૈક્ષણિક x બિનશૈક્ષણિક

(5) સામાજિક x અસામાજિક

(6) મૃત્યુ x જન્મ

(7) સમ્માન x અપમાન

(8) આવક X જાવક

પ્રશ્ન 5. એક પત્રકાર તરીકે તમે કોઈક વ્યક્તિને મળો, તો તેને કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો? પ્રશ્નો તૈયાર કરો.

ઉત્તર : એક પત્રકાર તરીકે મારે કોઈ વ્યક્તિને મળવાનું થાય તો હું સાહિત્યકારને મળવાનું પસંદ કરું. તેમને નીચે પ્રમાણેના પ્રશ્નો પૂછીને માહિતી એકત્ર કરું : (1) તમારું નામ શું છે? (2) તમે કેટલો અભ્યાસ કર્યો છે? (3) તમારા બાળપણનો તમારા ઘડતર પર શો પ્રભાવ રહ્યો છે? (4) તમે કયો વ્યવસાય કરો છો? (5) તમારાં માતાપિતાએ તમારા ઘડતરમાં શો ફાળો આપ્યો છે? (6) તમે કયાં ક્યાં વર્તમાનપત્રો વાંચો છો? (7) એ વર્તમાનપત્રોની સામાજિક જવાબદારી વિશે તમારે શું કહેવું છે? (8) એ સિવાય કારકિર્દી, સિદ્ધિઓ, કુટુંબજીવન, સમાજજીવન તેમજ સાહિત્યક્ષેત્રે એમના પ્રદાન વિશે પણ હું તેમને પ્રશ્ન પૂછું.

Also Read :

ધોરણ 7 ગુજરાતી પાઠ 11 અભ્યાસ અને સ્વાધ્યાય