Six Akbar Birbal Story Gujarati | 6. બુદ્ધિસાગર
રૂસના બાદશાહે બીરબલની બુદ્ધિ અને ચુતરાઈનાં વખાણ સાંભળી તેને પોતાને ત્યાં મોકલવા અકબરશાહને પત્ર લખ્યો. આથી બાદશાહે બીરબલને રૂસ દેશ મોકલ્યો. બીરબલે રાજધાની પાસે પહોંચતાં અગાઉથી ચોકીદાર પાસે ખબર મોકલાવી.
બાદશાહે બીરબલની પરીક્ષા કરવા ખાતર પોતાના બધા દરબારીઓને પોતાનાં જેવાં જ વસ્ત્રો પહેરાવી એવી રીતે બેસાડ્યા કે ખરા બાદશાહને ઓળખવો મુશ્કેલ થઈ પડે. બીરબલે દરબારમાં આવી આવો પ્રકાર જોયો એટલે તરત જ તેણે મનમાં ધારી લીધું કે “અહીં જોઈ લીધું અને પછી ધીમે પગલે ચાલતો ચાલતો બધાને જોતો જોતો ખરા બાદશાહ પાસે પહોંચી ગયો અને તેને સલામ કરી.”
આ જોઈ બાદશાહ ઘણા જ ખુશ થયા અને તેણે માન આપ્યું. પછી પૂછયું, “બીરબલ ! તમે મને કેવી રીતે ઓળખી કાઢયો !” બીરબલે કહ્યું, “નામવર, બધાની નજર આપના પર હતી અને આપ બધા તરફ જોતા હતા. આ ઉપરથી મેં આપને ઓળખી લીધા.”
આ જવાબ સાંભળી બાદશાહ બહુ જ ખુશ થયાં અને બીરબલને “દરિયાએ અક્કલ” “બુદ્ધિસાગર”ના ઉપાધિ આપી.
આ પ્રમાણે બીરબલની ખ્યાતિ દેશપરદેશમાં પણ કેટલી બધી હતી તે આપણે જોઈ શકીએ છીએ.
Also Read :