Class 8 Science Chapter 11 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 11 Swadhyay
Class 8 Science Chapter 11 Swadhyay

Class 8 Science Chapter 11 Swadhyay

Class 8 Science Chapter 11 Swadhyay. Std 8 Science Chapter 11 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 11 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 11. બળ અને દબાણ

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે, જેમાં તમે ઘક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો.

ઉત્તર :

ઉદાહરણ 1 : બેટ્સમૅન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બૉલ.

ઉદાહરણ 2 : કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી.

પ્રશ્ન 2. એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે, જેમાં લાગુ પાડેલાં બળના કારણે પદાર્થનો આકાર બદલાય છે.

ઉત્તર :

ઉદાહરણ 1 : પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે.

ઉદાહરણ 2 : જ્યારે ફૉમને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે.

પ્રશ્ન 3. નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરો :

(1) ફૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડાં પર…………..લગાડવું પડે છે.

ઉત્તર : બળ

(2) એક વિધુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ……….છે.

ઉત્તર : આકર્ષે

(3) સામાન ભરેલી ટ્રૉલીને ગતિ કરાવવા માટે આપણે તેને………..પડે.

ઉત્તર : ખેંચવી કે ધકેલવી

(4) એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધુવને…………..છે.

ઉત્તર : અપાકર્ષે

પ્રશ્ન 4. એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેંચે છે, પછી તે બાણ છોડે છે, જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેનાં વિધાનોમાં ખાલી જગ્યા પૂરો :

(સ્નાયુ, સંપર્ક, બિનસંપર્ક, ગુરુત્વ, ઘર્ષણ, આકાર, આકર્ષણ)

(1) ઘનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે. જેના કારણે તેના……………માં ફેરફાર થાય છે.

ઉત્તર : આકાર

(2) ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ…………..બળનું ઉદાહરણ છે.

ઉત્તર : સ્નાયુ

(3) બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર એ…………………બળનું ઉદાહરણ છે.

ઉત્તર : સંપર્ક

(4) જ્યારે બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો…………….ને કારણે અને હવાના…………..ને કારણે હોય છે.

ઉત્તર : ગુરુત્વ, ઘર્ષણ

પ્રશ્ન 5. નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય, તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવો :

(1) રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા.

(2) ટૂથપેસ્ટની ટ્યૂબમાંથી પેસ્ટ કાઢવી.

(3) દીવાલમાં જડેલા એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન

(4) ઊંચો ફૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો (બાર) અવરોધ પાર કરવો.

ઉત્તર :

બળ લગાડનાર

આંગળીઓ

આંગળીઓ

લટકાવેલું વજન

ખેલાડીના સ્નાયુઓ

વસ્તુ જેના પર બળ લાગે છે તે

લીંબુનો ટુકડો

ટૂથપેસ્ટની ટ્યુબ

સ્પ્રિંગ

જમીન

બળની દેખાતી અસર

લીંબુના ટુકડાનો આકાર બદલાય છેઅને તેમાંથી રસ બહાર નીકળે છે.

ટૂથપેસ્ટ ટ્યૂબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે.

સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે.

ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે.

પ્રશ્ન 6. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે?

ઉત્તર : લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને (સ્નાયુબળને) લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે.

પ્રશ્ન 7. એક ફુલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દીવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દીવાલ સાથે ચોંટી જાય છે. દીવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે ક્યું બળ જવાબદાર હશે?

ઉત્તર : સ્થિત વિદ્યુતબળ

પ્રશ્ન 8. તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતાં બળોનાં નામ જણાવો. ડોલ પર લાગતાં બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો.

ઉત્તર :

ડોલ પર લાગતાં બળો : (1) સ્નાયુબળ (2) ગુરુત્વાકર્ષણ બળ

હવે, સ્નાયુબળ ડોલ પર ઊર્ધ્વદેશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ અધોદિશામાં લાગે છે. બંનેનાં મૂલ્યો સમાન છે.

આમ, ડોલ પર લાગતાં ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યનાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે. તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી.

પ્રશ્ન 9. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન (લોન્ચ પૅડ) પરથી છોડવાના તરત જ બાદ રૉકેટ પર લાગતાં બે બળોનાં નામ જણાવો.  .

ઉત્તર : (1) ગુરુત્વાકર્ષણ બળ – જે રોકેટ પર અધોદિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે.

(2) હવાનું ઘર્ષણબળ – જે રૉકેટની ગતિની વિરૃદ્ધ દિશામાં લાગે છે.

પ્રશ્ન 10. જ્યારે પાણીમાં ડુબાડેલી નોઝલવાળા ડ્રૉપરના ફુલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રૉપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફુ્લેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રૉપરમાં પાણી ભરાય છે. ડ્રૉપરમાં પાણી ચઢવાનું કારણ…………છે.

(A) પાણીનું દબાણ

(B) પૃથ્વીનું ગુરૃત્વ

(C) રબરના બલ્બનો આકાર

(D) વાતાવરણનું દબાણ

ઉત્તર : (D) વાતાવરણનું દબાણ

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય