Class 8 Science Chapter 2 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 2 Swadhyay
Class 8 Science Chapter 2 Swadhyay

Class 8 Science Chapter 2 Swadhyay

Class 8 Science Chapter 2 Swadhyay. Std 8 Science Chapter 2 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 2 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સ્વાધ્યાય.

Class 8 Science Chapter 2 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂર્ણ કરો :

(a) સૂક્ષ્મ જીવો ……………. ની મદદથી જોઈ શકાય છે.

ઉત્તર : માઇક્રોસ્કોપ

(b) નીલહરિત લીલ વાતાવરણમાંથી……………નું સ્થાપન સીધેસીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે.

ઉત્તર : નાઇટ્રોજન

(c) આલ્કોહોલનું ઉત્પાદન…………….ની મદદથી કરવામાં આવે છે.

ઉત્તર : યીસ્ટ

(d) કૉલેરા……………..દ્વારા થાય છે.

ઉત્તર : બૅક્ટરિયા

પ્રશ્ન 2. સાચા ઉત્તરોને પસંદ કરો :

(a) યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે?

(A) શર્કરા

(B) આલ્કોહોલ

(C) હાઇડ્રોક્લોરિક ઍસિડ

(D) ઑક્સિજન

ઉત્તર : (B) આલ્કોહોલ

(b) નીચેનામાંથી કયું ઍન્ટિબાયોટિક્સ છે?

(A) સોડિયમ બાયકાર્બોનેટ

(B) સ્ટ્રેપ્ટોમાઇસીન

(C) આલ્કોહોલ

(D) યીસ્ટ

ઉત્તર : (B) સ્ટ્રેપ્ટોમાઇસીન

(c) મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક………….છે.

(A) માદા એનોફિલિસ મચ્છર

(B) વંદો

(C) માખી

(D) પતંગિયું

ઉત્તર : (A) માદા એનોફિલિસ મચ્છર

(d) ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે?

(A) કીડી

(B) માખી

(C) ડ્રેગન માખી

(D) કરોળિયો

ઉત્તર : (B) માખી

(e) બ્રેડ અથવા ઈડલીની કણક ફૂલવાનું કારણ…….

(A) ગરમી

(B) પીસવું

(C) યીસ્ટ કોષોની વૃદ્ધિ

(D) મસળવું

ઉત્તર : (C) યીસ્ટ કોષોની વૃદ્ધિ

પ્રશ્ન 3. કૉલમ A માં આપેલા સજીવોને કૉલમ B માં આપેલાં તેમનાં કાર્યો સાથે જોડો :

કૉલમ A

(1) બૅક્ટરિયા

(2) રાઇઝોબિયમ

(3) લૅક્ટોબેસિલસ

(4) યીસ્ટ

(5) પ્રજીવ

(6) વાઇરસ

કૉલમ B

(a) નાઇટ્રોજન સ્થાપન

(b ) દહીં જમાવવું

(c) બ્રેડનું બેકિંગ

(d) મેલેરિયાકારક

(e) કૉલેરાકારક

(f) AIDSકારક

(g) ઍન્ટિબૉડીનું ઉત્પાદન

ઉત્તર : (1 – e), (2 – a), (3 – b), (4 – c), (5 – d), (6 – f)

પ્રશ્ન 4. શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે ? જો ના તો તે કેવી રીતે જોવામાં આવે છે?

ઉત્તર : ના, સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મ જીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે.

પ્રશ્ન 5. સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે?

ઉત્તર : સૂક્ષ્મ જીવોનો મુખ્ય ચાર સમૂહ છે : (1 ) બૅક્ટરિયા (2) ફૂગ (3) લીલ (4) પ્રજીવ.

પ્રશ્ન 6. વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મ જીવોનાં નામ જણાવો.

ઉત્તર : વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતાં સૂક્ષ્મ જીવોનાં નામ નીચે મુજબ છે :

(1) રાઇઝોબિયમ અને એઝોટોબૅક્ટર બૅક્ટરિયા

(2) ઍનાબીના અને નોસ્ટોક નીલહરિત લીલ

પ્રશ્ન 7. આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો.

ઉત્તર : આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા નીચે મુજબ છે :

(1) લૅક્ટોબેસિલસ બૅક્ટરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરે છે. (2) યીસ્ટ એકકોષી ફૂગ છે. તે ચીઝ, પનીર, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝની બનાવટ માટે ઉપયોગી છે. (3) આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. (4) ઈડલી, ઢોંસા, ખમણ, ઢોકળાં બનાવવા યીસ્ટનો ઉપયોગ થાય છે. (5) મશરૂમ તરીકે ઓળખાતી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. (6) પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલીન (ઍન્ટિબાયોટિક્સ) ઔષધ બનાવવામાં આવે છે. (7) રાઇઝોબિયમ બૅક્ટરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ રીતે જમીનમાં ખાતરની પૂર્તિ કરી જમીનની ફળદ્રુપતા વધારે છે. (8) ગટરના ગંદા પાણીનું બૅક્ટરિયા દ્વારા વિઘટન કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે. આ રીતે પર્યાવરણને સાફ રાખવામાં મદદરૂપ બને છે. (9) કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બૅક્ટરિયા અને ફૂગ ઉપયોગી છે. (10) કેટલાક બૅક્ટરિયા અને ફૂગ વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે અને દ્રવ્ય-ચક્રને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ફાળો આપે છે.

પ્રશ્ન 8. સૂક્ષ્મ જીવો દ્વારા થતા નુકસાન વિશે ટૂંકમાં નોંધ લખો.

ઉત્તર : સૂક્ષ્મ જીવો દ્વારા થતું નુકસાન નીચે મુજબ છે :

(1) રોગકારક બૅક્ટેરિયાને લીધે કૉલેરા, ટાઇફૉઈડ, ક્ષય, ન્યુમોનિયા જેવા રોગો થાય છે. પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે. (2) બૅક્ટેરિયા અને ફૂગને લીધે ખોરાક, શાકભાજી, ફળો વગેરે બગડે છે અને અખાદ્ય બને છે. (3) લીલ જળાશયોમાં ખૂબ ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે. વળી તેવું પાણી પીવાલાયક રહેતું નથી. (4) ફૂગ લાગવાથી કપડાં, લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે.

પ્રશ્ન 9. ઍન્ટિબાયોટિક્સ એટલે શું? ઍન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ?

ઉત્તર : બૅક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો કે જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. આ પ્રકારના ઔષધોને ઍન્ટિબાયોટિક્સ કહે છે. પેનિસિલીન, સ્ટ્રેપ્ટોમાઇસીન, ટ્રેટાસાઇક્લિન અને એરિથ્રોમાઇસીન ઉપયોગી ઍન્ટિબાયોટિક્સ છે. કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવનું સંવર્ધન કરીને ઍન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે.

ઍન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે માન્ય ડૉક્ટરની સલાહ લેવી. ડૉક્ટરે જે માત્રામાં અને જેટલા સમય માટે દવા લેવાની છે તે સૂચવેલ હોય, તો તે મુજબ લેવી તથા કહ્યા મુજબ બધી દવાઓ પૂર્ણ કરવી. ઍન્ટિબાયોટિક્સ જરૂર ન હોય ત્યારે કે અયોગ્ય માત્રામાં લેવામાં આવે, તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તે ઓછી અસર કરે છે. વળી બિનજરૂરી ઍન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બૅક્ટેરિયા નષ્ટ થઈ શકે છે.

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 સ્વાધ્યાય