Class 8 Science Chapter 12 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 12 Swadhyay
Class 8 Science Chapter 12 Swadhyay

Class 8 Science Chapter 12 Swadhyay

Class 8 Science Chapter 12 Swadhyay. Std 8 Science Chapter 12 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 12 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 12 સ્વાધ્યાય.

Class 8 Science Chapter 12 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન (1) અને (2) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :

પ્રશ્ન 1. નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી?

(A) પ્લાસ્ટિકની ફૂટપટ્ટી

(B) તાંબાનો સળિયો

(C) ફૂલાવેલો ફૂગ્ગો

(D) ઊનનું કાપડ

ઉત્તર : (B) તાંબાનો સળિયો

પ્રશ્ન 2. જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે, ત્યારે સળિયો…………..

(A) અને કાપડ બંને ધનભાર મેળવે છે.

(B) ધનભારિત થાય છે, જ્યારે કાપડ ઋણભારિત થાય છે.

(C) અને કાપડ બંને ઋણભાર મેળવે છે.

(D) ઋણભારિત થાય છે, જ્યારે કાપડ ધનભારિત થાય છે.

ઉત્તર : (B) ધનભારિત થાય છે, જ્યારે કાપડ ઋણભારિત થાય છે.

પન્ન 3. ખરાં વિધાનો સામે (T) અને ખોટાં વિધાનો સામે (F) લખો :

(1) સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે.

ઉત્તર : F

(2) કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રૉને આકર્ષે છે.

ઉત્તર : T

(3) વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી.

ઉત્તર : F

(4) ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે.

ઉત્તર : F

પ્રશ્ન 4. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. સમજાવો.

ઉત્તર : શિયાળામાં પહેરેલ ઊનનું સ્વેટર શરીર સાથે ઘર્ષણ થવાને કારણે વીજભાર પેદા કરે છે. સ્વેટરને કાઢતી વખતે સ્વેટર અને શરીર વચ્ચે વીજવિભાર થવાથી મુક્ત થતી ઊર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 5. સમજાવો કે શા માટે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડવાથી તેનો વીજભાર દૂર થાય છે?

ઉત્તર : મનુષ્યનું શરીર વિદ્યુતનું સુવાહક છે. જ્યારે વીજભારિત પદાર્થને આપણા હાથ વડે અડકવામાં આવે છે ત્યારે વીજભારિત પદાર્થનો વીજભાર આપણા શરીરમાંથી જમીનમાં ચાલ્યો જાય છે. આમ, આ રીતે વીજભારિત પદાર્થનો વીજભાર દૂર થાય છે.

પ્રશ્ન 6. ભૂકંપની વિનાશકતાને ક્યા માપક્રમ વડે માપી શકાય છે તેનું નામ જણાવો. કોઈ એક ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોતરશે?

ઉત્તર : ભૂકંપની વિનાશકતા (તીવ્રતા) માપવાનો એકમ રિક્ટર સ્કેલ (Richter Scale) છે. કોઈ ભૂકંપની સ્કેલ પર તીવ્રતા 3 હોય, તો તે પણ સિસ્મોગ્રાફ વડે નોંધાય છે. ભૂકંપની તીવ્રતા 3 હોય તે ભૂકંપની ખાસ અસર જોવા મળે નહિ તેમજ તે વિનાશ નોતરે નહિ.

પ્રશ્ન 7. આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો.

ઉત્તર : આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો નીચે મુજબ છે :

(1) વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હો, તો ઘરમાં કે કોઈ ઇમારતની નીચે ચાલ્યા જવું. ખુલ્લામાં રહેવું નહિ.

(2) કાર કે બસમાં મુસાફરી કરતા હો, તો વાહનનાં બારી-બારણાં બંધ કરવાં.

(3) બહાર ફરતાં હોઈએ, તો તરત નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો.

પ્રશ્ન 8. શા માટે વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને અપાકર્ષે છે, જ્યારે વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે?

ઉત્તર : બે વીજભારિત ફુગ્ગા પર સમાન પ્રકારનો વીજભાર હોય છે. તેઓને એકબીજાની નજીક લાવતાં સમાન વીજભાર ધરાવતા ફુગ્ગા એકબીજાને અપાકર્ષે છે.

હા, વીજભારિત ફુગ્ગો અન્ય વીજભાર વગરના ફુગ્ગાને આકર્ષે છે.

કારણ : વીજભારિત ફુગ્ગો કાગળ જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે, તે રીતે હલકી વસ્તુ ફુગ્ગાને (વીજભાર વગરના) પણ આકર્ષે.

પ્રશ્ન 9. જે સાધનની મદદથી પદાર્થના વીજભાર શોધી શકાય તેને આકૃતિ વડે સમજાવો.

ઉત્તર : પદાર્થ વીજભાર છે કે નહિ તે જાણવા સાદું ઇલેક્ટ્રૉસ્કોપ સાધન વપરાય છે.

Class 8 Science Chapter 12 Swadhyay
Class 8 Science Chapter 12 Swadhyay

બાજુમાં સાદું ઇલેક્ટ્રૉસ્કોપ દર્શાવેલ છે. વિજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરક્લિપના બહારના છેડાને અડાડતાં વીજભાર ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટીને મળે છે. બંનેને સમાન વીજભાર મળતાં પટ્ટીઓ વચ્ચે અપાકર્ષણ થાય છે અને એકદમ પહોળી થાય છે. ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓનું પહોળા થવું એ પદાર્થ વીજભારિત છે એમ સૂચવે છે.

જો પદાર્થ (રીફિલ) પેપરક્લિપને અડાડતાં પટ્ટીઓ પહોળી થતી ન હોય, તો આ સ્થિતિ પદાર્થ વીજભારિત નથી એમ સૂચવે છે.

આમ, ઇલેક્ટ્રૉસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણી શકાય છે.

પ્રશ્ન 10. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ત્રણ રાજ્યોનાં નામ આપો.

ઉત્તર : ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ત્રણ રાજ્યો કશ્મીર, ગુજરાત અને રાજસ્થાન છે.

પ્રશ્ન 11. માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો?

ઉત્તર : આપણે ઘરની બહાર હોઈએ અને ભૂકંપ આવે ત્યારે આપણા રક્ષણ માટે નીચેનાં પગલાં લેવાં જોઈએ :

(1) આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું.

(2) ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનોથી દૂર રહેવું.

(3) મોટર કે બસમાં હો, તો બહાર ન આવો. વાહનચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું.

પ્રશ્ન 12. હવામાન ખાતાની આગાહી મુજબ કોઈ ચોક્કસ દિવસે ગાજવીજ સાથે તોફાન આવવાનું અનુમાન છે. માની લો કે તમારે તે દિવસે બહાર જવાનું છે. તમે છત્રી લઈ જશો? સમજાવો.

ઉત્તર : ગાજવીજ સાથેના તોફાન વખતે છત્રી લઈને બહાર જવાનું જરાય પણ યોગ્ય નથી.

કારણ : છત્રીને ઉપર અણીદાર સળિયો હોય છે. તે ધાતુનો હોય છે. વીજળી પડે છે ત્યારે તે અણીદાર અને વિદ્યુતવાહક પર ત્રાટકવાની વધારે શક્યતા હોય છે. તેથી ગાજવીજ દરમિયાન છત્રી ઓઢીને બહાર નીકળવું મુસીબતને આમંત્રવા જેવી બાબત છે.

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય