8 Gujarat Ni Bhugol Mcq Gujarati, ગુજરાતની ભૂગોળ MCQ, Gujarat ni Bhugol, Gujarat Bhugol, Gujarat Ni Bhugol word inbox pdf, Gujarat Bhugol pdf, ગુજરાતની ભૂગોળ pdf, Girish Education
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ગુજરાતની ભૂગોળના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ગુજરાતની ભૂગોળ |
ભાગ : | 8 |
MCQ : | 351 થી 400 |
8 Gujarat Ni Bhugol Mcq Gujarati (351 To 360)
(351) નીચેના પૈકી ક્યા રાજયમાંથી કર્કવૃત્ત પસાર થાય છે?
(A) ગુજરાત
(B) રાજસ્થાન
(C) કેરળ
(D) તામિલનાડુ
જવાબ : (A) ગુજરાત
(352) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે?
(A) તાપી
(B) સાબરમતી
(C) મહી
(D) ઉપરના પૈકી કોઈ નહી
જવાબ : (A) તાપી
(353) ખડક (ROCK) નાં મુખ્ય કેટલાં પ્રકારો છે?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
જવાબ : (A) 3
(354) 2011 ના સેન્સસ મુજબ, કુલ વસ્તીના પ્રમાણમાં 0–6 વર્ષની વય જૂથ ધરાવતા કેટલા ટકા લોકો અનુક્રમે ભારત અને ગુજરાત રાજયમાં છે?
(A) 13.6 અને 12.9
(B) 12.9 અને 13.6
(C) 13.8 અને 13.1
(D) 14.7 અને 14.2
જવાબ : (A) 13.6 અને 12.9
(355) ઈફક્કો ખાતરના કારખાના ગુજરાતમાં કયા સ્થળે આવેલા છે?
(A) વડોદરા, જામનગર
(B) કલોલ, કંડલા
(C) જૂનાગઢ, ભાવનગર
(D) મુદ્રા, વલસાડ
જવાબ : (B) કલોલ, કંડલા
(356) “GIFT CITY” કયાં હેતુથી બનાવવામાં આવેલ છે?
(A) નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે
(B) આનંદ પ્રમોદ માટે
(C) પ્રવાસન સ્થળ તરીકે
(D) ઉત્પાદન કાર્ય કરવા માટે
જવાબ : (A) નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે
(357) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટુંકા ગાળાની નાણાંની જોગવાઈ પુરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) એક
જવાબ : (B) ત્રણ
(358) શુન્ય થી 6 વર્ષના સુધીના બાળકોમાં સેકસ રેશીયો (Sex Ratio) ભારત અને ગુજરાતમાં કેટલો છે?
(A) 919 અને 890
(B) 890 અને 919
(C) 914 અને 923
(D) 923 અને 914
જવાબ : (A) 919 અને 890
(359) નીચેનામાંથી કોને તળાવ/કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય?
(A) કરચલા
(B) ડૉગ ફીશ
(C) ગમબુશીયા
(D) ગોકળગાય
જવાબ : (C) ગમબુશીયા
(360) ખદર અને બાંગર એ કયા પ્રકારની જમીન છે?
(A) કાળી જમીન
(B) પડખાઉ જમીન
(C) કાંપની જમીન
(D) રાતી જમીન
જવાબ : (C) કાંપની જમીન
8 Gujarat Ni Bhugol Mcq Gujarati (361 To 370)
(361) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજય પ્રથમ ક્રમે છે?
(A) ઉત્તરપ્રદેશ
(B) મહારાષ્ટ્ર
(C) રાજસ્થાન
(D) ગુજરાત
જવાબ : (D) ગુજરાત
(362) 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કયા જીલ્લામાં 1000 પુરુષ દીઠ મહિલાઓનું પ્રમાણ સૌથી ઓછું છે?
(A) ગાંધાનગર
(B) આણંદ
(C) ભરૂચ
(D) સુરત
જવાબ : (D) સુરત
(363) ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળ ગ્રામ………….છે.
(A) રાયસણ
(B) બોધિકા
(C) સરગાસણ
(D) સુઘડ
જવાબ : (A) રાયસણ
(364) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર……….. ચોરસ કિ.મી. છે.
(A) 1.56 લાખ ચો. કિ.મી.
(B) 1.96 લાખ ચો. કિ.મી.
(C) 2.96 લાખ ચો. કિ.મી.
(D) 80900 લાખ ચો. કિ.મી.
જવાબ : (B) 1.96 લાખ ચો. કિ.મી.
(365) ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા વિસ્તારમાં નોંધાય છે?
(A) ઉત્તર ગુજરાત
(B) દક્ષિણ ગુજરાત
(C) સૌરાષ્ટ્ર
(D) કચ્છ
જવાબ : (D) કચ્છ
(366) ક્યું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે?
(A) માંડવી
(B) સુરત
(C) ઓખા
(D) અલંગ
જવાબ : (D) અલંગ
(367) ભારતના કુલ દરિયા કિનારાનો આશરે ક્યો ભાગ ગુજરાત ધરાવે છે?
(A) પ્રથમ
(B) બીજો
(C) ત્રીજો
(D) ચોથો
જવાબ : (C) ત્રીજો
(368) ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે?
(A) અંબાજી
(B) શામળાજી
(C) વલસાડ
(D) પાટણ
જવાબ : (B) શામળાજી
(369) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યા સ્થળેથી મળી આવ્યું?
(A) અંકલેશ્વર
(B) હઝીરા
(C) મુંદ્રા
(D) લુણેજ
જવાબ : (D) લુણેજ
(370) ગુજરાતના મધ્યભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે?
(A) કર્કવૃત્ત
(B) મકરવૃત્ત
(C) વિષુવવૃત્ત
(D) આમાનું કોઈપણ નહીં
જવાબ : (A) કર્કવૃત્ત
8 Gujarat Ni Bhugol Mcq Gujarati (371 To 380)
(371) ગુજરાતનું સૌથી મોટું મત્સ્યકેન્દ્ર નીચેનામાંથી ક્યું છે?
(A) ઓખા
(B) અમરેલી
(C) પોરબંદર
(D) વેરાવળ
જવાબ : (D) વેરાવળ
(372) તાપીની દક્ષિણે………….પર્વતમાળા શરૂ થાય છે.
(A) સહ્યાદ્રિ
(B) અરાવલી
(C) સાતપુડા
(D) ગિરિમાળા
જવાબ : (A) સહ્યાદ્રિ
(373) નીચેનામાંથી કઈ નદી ‘કુંવારિકા’ ગણાય છે?
(A) બનાસ
(B) સાબરમતી
(C) મીંઢાળા
(D) તાપી
જવાબ : (A) બનાસ
(374) ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે?
(A) ડીસા
(B) નવસારી
(C) જૂનાગઢ
(D) ભાવનગર
જવાબ : (A) ડીસા
(375) ક્યા વિહારધામને દરિયા કિનારો નથી?
(A) અહમદપુર માંડવી
(B) ઉભરાટ
(C) નારગોલ
(D) સાપુતારા
જવાબ : (D) સાપુતારા
(376) ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ક્યો છે?
(A) ઉત્તર ગુજરાત
(B) સૌરાષ્ટ્ર
(C) મધ્ય ગુજરાત
(D) કચ્છ
જવાબ : (C) મધ્ય ગુજરાત
(377) આરસપહાણના પત્થર ગુજરાતના ક્યા વિસ્તારમાં વધુ મળે છે?
(A) બનાસકાંઠા
(B) ખેડા
(C) વલસાડ
(D) સાબરકાંઠા
જવાબ : (A) બનાસકાંઠા
(378) ક્યો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે?
(A) અમદાવાદ
(B) રાજકોટ
(C) કચ્છ
(D) સુરત
જવાબ : (C) કચ્છ
(379) ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે?
(A) રૂપેણ
(B) બનાસ
(C) સરસ્વતી
(D) પાનમ
જવાબ : (B) બનાસ
(380) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યા જિલ્લામાં થાય છે?
(A) બનાસકાંઠા
(B) અમરેલી
(C) ભાવનગર
(D) સુરેન્દ્રનગર
જવાબ : (C) ભાવનગર
8 Gujarat Ni Bhugol Mcq Gujarati (381 To 390)
(381) વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) ક્યા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે?
(A) ડાંગ
(B) દાહોદ
(C) સુરત
(D) તાપી
જવાબ : (A) ડાંગ
(382) ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે?
(A) 10
(B) 5
(C) 13
(D) 14
જવાબ : (C) 13
(383) ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે?
(A) રાજકોટ, સુરેન્દ્રનગર
(B) જુનાગઢ, નવસારી
(C) જામનગર, કચ્છ
(D) વડોદરા, દાહોદ
જવાબ : (C) જામનગર, કચ્છ
(384) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે?
(A) વડોદરા, પંચમહાલ, દાહોદ
(B) કચ્છ, ભરૂચ, ભાવનગર
(C) જામનગર, જૂનાગઢ, અમરેલી
(D) મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર
જવાબ : (B) કચ્છ, ભરૂચ, ભાવનગર
(385) ડોલોમાઈટ અને લિગ્નાઈટ કોલસો ક્યાં મળી આવે છે?
(A) કચ્છ
(B) વડોદરા
(C) રાજકોટ
(D) જામનગર
જવાબ : (A) કચ્છ
(386) ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?
(A) ચરોતર
(B) સાબરકાંઠા
(C) જૂનાગઢ
(D) ભરુચ
જવાબ : (C) જૂનાગઢ
(387) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડો ક્યા નામે ઓળખાય છે?
(A) સુવાલીની ટેકરીઓ
(B) કોપાલીની ટેકરીઓ
(C) ચરોતરની ટેકરીઓ
(D) ચાડવા ડુંગરધાર
જવાબ : (A) સુવાલીની ટેકરીઓ
(388) ‘‘ખારો”, “ખારીસરી’’ અને ‘‘લાણાસરી’’ શબ્દો કોના સંદર્ભમાં વપરાય છે?
(A) શેરડીના ઉત્પાદન
(B) રણપ્રદેશ
(C) રણના ઉત્પાદન
(D) કચ્છી ફરસાણ
જવાબ : (B) રણપ્રદેશ
(389) ‘‘ભાલ’’ પ્રદેશનો નીચેના પૈકી ક્યાં મેદાનોમાં સમાવેશ થાય છે?
(A) વીરમ ગામનું મેદાન
(B) અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
(C) ચરોતરના પૂર્વનું મેદાન
(D) ઢાઢરનું મેદાન
જવાબ : (B) અમદાવાદના મેદાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ
(390) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે?
(A) ખોખરાનાં ડુંગરો
(B) પોલોના જંગલો
(C) માતાના મઢ
(D) સહ્યાદ્રિ પર્વતમાળા
જવાબ : (C) માતાના મઢ
8 Gujarat Ni Bhugol Mcq Gujarati (391 To 400)
(391) વૌઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે?
(A) 4
(B) 5
(C) 6
(D) 7
જવાબ : (D) 7
(392) ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર ક્યા જિલ્લામાં આવેલો છે?
(A) વલસાડ
(B) જૂનાગઢ
(C) કચ્છ
(D) સુરેન્દ્રનગર
જવાબ : (C) કચ્છ
(393) દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત ક્યું સ્થાન ધરાવે છે?
(A) પ્રથમ
(B) બીજું
(C) ત્રીજું
(D) ચોથું
જવાબ : (A) પ્રથમ
(394) વાંસદા અભ્યારણ્યમાં ક્યા મહત્ત્વના વન્યજીવો જોવા મળે છે?
(A) રીંછ
(B) સુરખાબ
(C) હરણ અને ચિંકારા
(D) દિપડા અને ચૌશિંગા
જવાબ : (D) દિપડા અને ચૌશિંગા
(395) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધનકેન્દ્ર આવેલું છે?
(A) ડાંગ
(B) પાટણ
(C) ધોળકા
(D) પોરબંદર
જવાબ : (B) પાટણ
(396) ગુજરાત રાજયનાં ઉદ્યોગો સંબંધે કયુ વાકય સાચું નથી.
(1) 3O પેટ્રોકેમીકલ અને 50 કેમીકલ દવાનું ઉત્પાદન અત્રે થાય છે. |
(2) હીરા ઘસવા, ઘરેણા બનાવવા વગેરેમાં રાજય અવલ્લ નંબર છે. |
(3) કપાસ ઉત્પાદન અને નિકાસમાં પ્રથમ નંબર છે. |
(4) ‘‘ડેનીમ’’ ના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા નંબરે છે. |
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) બધા જ વાક્યો સાચાં છે.
જવાબ : (D) બધા જ વાક્યો સાચાં છે.
(397) શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકને યોગ્ય રીતે ગોઠવો.
(1) ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) | (A) સુરત |
(2) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ડિઝાઈન (NID) | (B) અમદાવાદ |
(3) સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી | (C) આણંદ |
(4) ‘ઈરમા’ (IRMA) | (D) ગાંધીનગર |
(A) 1-D, 2-B, 3-A, 4-C
(B) 1-B, 2-A, 3-C, 4-D
(C) 1-A, 2-C, 3-D, 4-B
(D) 1-C, 2-D, 3-B, 4-A
જવાબ : (A) 1-D, 2-B, 3-A, 4-C
(398) ‘‘ઈન્ડિયા આઈ.એન. એકસ” “INDIA INX’’ કે જેનું ઉદ્ઘાટન મા.વડાધાનશ્રીએ કરેલ છે, તે કયા શહેરમાં આવેલ છે?
(A) હૈદરાબાદ
(B) ગિફ્ટ સીટી ગાંધીનગર
(C) કલકત્તા
(D) મુંબઈ
જવાબ : (B) ગિફ્ટ સીટી ગાંધીનગર
(399) ઓ.પી.એ.એલ. (OPAL) પેટ્રો કેમિકલ જે હાલમાં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલું છે તે કયા સ્થળે આવેલું છે?
(A) દહેજ
(B) જામનગર
(C) કોચીન
(D) હલ્દીયા
જવાબ : (A) દહેજ
(400) ગુજરાતના સ્થાપત્યો અને તેના સ્થળ અંગેના જોડકામાંથી કયું જોડકું સાચુ નથી?
(A) સીદી સૈયદની જાળી | અમદાવાદ |
(B) પુનીત વન (વનસ્પતિ બાગ) | ગાંધીનગર |
(C) સુદામા મંદિર | પોરબંદર |
(D) રાણકી વાવ | પાટણ |
(A) 1 અને 2
(B) 2 અને 3
(C) 3 અને 4
(D) ઉપરોકત બધા જ જોડકા સાચાં છે.
જવાબ : (D) ઉપરોકત બધા જ જોડકા સાચાં છે.
Also Read :
ગુજરાતનાં જિલ્લા MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
ગુજરાતનો ઈતિહાસ MCQ |