8 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનું બંધારણ |
ભાગ : | 8 |
MCQ : | 351 થી 400 |
8 Bharat Nu Bandharan MCQ Gujarati (351 To 360)
(351) કયાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી?
(A) 40 માં
(В) 42 માં
(C) 44 માં
(D) ઉપરના પૈકી કોઈ નહીં
જવાબ : (В) 42 માં
(352) ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના કયા થઈ હતી?
(A) મદ્રાસ
(B) અમદાવાદ
(C) મુંબઈ
(D) કોલકત્તા
જવાબ : (A) મદ્રાસ
(353) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન લેવામાં આવી હતી?
(A) બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879
(B) ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્ષ) એકટ, 1965
(C) પંજાબ લેન્ડ ટેન્યોર્સ એકટ, 1965
(D) ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એકટ, 1963
જવાબ : (C) પંજાબ લેન્ડ ટેન્યોર્સ એકટ, 1965
(354) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન-જાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે?
(A) 109
(B) 119
(C) 129
(D) 131
જવાબ : (D) 131
(355) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજયોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ?
(A) 3
(B) 4
(C) 5
(D) 6
જવાબ : (B) 4
(356) રાષ્ટ્રપનિા મૃત્યુ, રાજીનામા કે હોદ્દા પરથી દૂર થવાના કે અન્ય કોઈ કારણસર ખાલી થયેલ હોદ્દા ભરવા માટેની ચુંટણી કેટલા સમયગાળામાં થવી જોઈએ?
(A) જગ્યા ખાલી થયાનાં 9 મહિનામાં
(B) જગ્યા ખાલી થયાનાં 12 મહિનામાં
(C) જગ્યા ખાલી થયાનાં 3 મહિનામાં
(D) જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
જવાબ : (D) જગ્યા ખાલી થયાનાં 6 મહિનામાં
(357) બે કે વધુ રાજયો વચ્ચે એકજ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે.
(A) સંસદ
(B) રાષ્ટ્રપતિ
(C) સર્વોચ્ચ અદાલત
(D) લોકસભા
જવાબ : (A) સંસદ
(358) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે?
(A) મેટ્રોપોલીટન અધિનિયમ
(B) ગ્રામપંચાયત અધિનિયમ
(C) ઔદ્યોગિક નોટીફાઈડ વિસ્તાર અધિનિયમ
(D) નગરપાલિકા અધિનિયમ
જવાબ : (D) નગરપાલિકા અધિનિયમ
(359) જયારે રાજયની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે?
(A) રાજયના રાજયપાલ
(B) રાજયની વડી અદાલત
(C) ભારતના રાષ્ટ્રપતિ
(D) સંઘ સંસદ
જવાબ : (D) સંઘ સંસદ
(360) 42 માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે,………
(A) વ્યકિતનું ગૌરવ અને બંધુતાની ખાતરી
(B) વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
(C) દરજ્જાની સમાનતા
(D) રાષ્ટ્રની એકતા અને અખંડીતતા
જવાબ : (D) રાષ્ટ્રની એકતા અને અખંડીતતા
8 Bharat Nu Bandharan MCQ Gujarati (361 To 370)
(361) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42 માં બંધારણીય સૂધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી?
(A) 42
(B) 55
(C) 44
(D) 46
જવાબ : (B) 55
(362) રાજયો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકૂમત હેઠળ આવે છે?
(A) અપીલીય હકૂમત
(B) મૂળ હકૂમત
(C) સલાહકીય હકૂમત
(D) રીટ હકૂમત
જવાબ : (B) મૂળ હકૂમત
(363) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે?
(A) નિર્ણાયક મત
(B) ધ્વનિ મત
(C) સીધો મત
(D) આડકતરો મત
જવાબ : (A) નિર્ણાયક મત
(364) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે?
(A) રાજયો
(B) રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો
(C) કેન્દ્રશાસિત પ્રદેશો
(D) ઉપરોકત એકપણ નહીં
જવાબ : (B) રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો
(365) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ “Sine die” નો અર્થ શું છે?
(A) અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી
(B) સત્ર સમાપ્તિ
(C) સત્ર બોલાવવું
(D) સત્ર વિસર્જન
જવાબ : (A) અચોક્કસ મુદત માટે સત્ર મોકૂફી
(366) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશ્નરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
(A) રાષ્ટ્રપતિ
(B) ગૃહમંત્રી
(C) પ્રધાનમંત્રી
(D) લોકસભાના વિરોધ પક્ષના નેતા
જવાબ : (C) પ્રધાનમંત્રી
(367) સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજયો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય?
(A) મૂળ હકુમત
(B) સલાહકારી હકુમત
(C) અપીલીય હકુમત
(D) ઉપરોકત એકપણ નહી
જવાબ : (A) મૂળ હકુમત
(368) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે?
(A) રાજસ્થાન
(B) પશ્વિમ બંગાળ
(C) તેલગાંણા
(D) ઓડિશા
જવાબ : (C) તેલગાંણા
(369) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે?
(A) 30 દિવસ
(B) 60 દિવસ
(C) 90 દિવસ
(D) 120 દિવસ
જવાબ : (B) 60 દિવસ
(370) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું?
(A) 97 મો બંધારણીય સુધારો-2011
(B) 44 મો બંધારણીય સુધારો-1978
(C) 42 મો બંધારણીય સુધારો-1976
(D) 89 મો બંધારણીય સુધારો-2003
જવાબ : (D) 89 મો બંધારણીય સુધારો-2003
8 Bharat Nu Bandharan MCQ Gujarati (371 To 380)
(371) માદક પીણાં અને પદાર્થોના ઉપયોગ પરનો પ્રતિબંધ એ……….
(A) અનુચ્છેદ 21 અંતગર્ત રાજય વિરૂધ્ધનો વ્યકિતનો મૂળભૂત અધિકાર છે.
(B) અનુચ્છેદ 51A અંતગર્ત નાગરિકની મૂળભૂત ફરજ છે.
(C) અનુચ્છેદ 17 અંતગર્ત નાગરિક વિરૂધ્ધનો રાજયનો મૂળભૂત અધિકાર છે.
(D) અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે.
જવાબ : (D) અનુચ્છેદ 47માં સમાવિષ્ટ માર્ગદર્શકો પૈકીનો એક છે.
(372) લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરીયાદની તપાસ અને પૂછપરછ………..
(A) 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
(B) 12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
(C) 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
(D) 9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
જવાબ : (C) 6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
(373) ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે?
(A) સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયમૂર્તિ
(B) એટર્ની જનરલ
(C) રાષ્ટ્રપતિ
(D) કેન્દ્રના કાયદામંત્રી
જવાબ : (B) એટર્ની જનરલ
(374) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી?
(A) અનુચ્છેદ-241
(B) અનુચ્છેદ-242
(C) અનુચ્છેદ-243
(D) અનુચ્છેદ-245
જવાબ : (C) અનુચ્છેદ-243
(375) લઘુમતિઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર………….
(A) ધર્મ અને સંસ્કૃતિ છે
(B) ધર્મ અને ભાષા છે
(C) સંસ્કૃતિ અને ભાષા છે
(D) ધર્મ અને જાતિ છે
જવાબ : (B) ધર્મ અને ભાષા છે
(376) નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે?
(A) અધ્યક્ષ અને બે અન્ય સભ્યો
(B) અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો
(C) અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો
(D) અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો
જવાબ : (B) અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો
(377) જયારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુકત બેઠક બોલાવે છે. ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે?
(A) રાષ્ટ્રપતિ
(B) ઉપરાષ્ટ્રપતિ
(C) સ્પીકર
(D) પ્રધાનમંત્રી
જવાબ : (C) સ્પીકર
(378) કોની ભલામણ મુજબ રાજયોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે?
(A) આયોજન પંચ
(B) નાણાપંચ
(C) નીતિ આયોગ
(D) કેન્દ્ર સરકાર
જવાબ : (B) નાણાપંચ
(379) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-૩માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો?
(A) સમાન અને મફત કાનૂની સહાય
(B) શિક્ષણનો અધિકાર
(C) અંગત જીવનનો અધિકાર
(D) સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર
જવાબ : (B) શિક્ષણનો અધિકાર
(380) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે?
(A) 8મી યાદી
(B) 9મી યાદી
(C) 11મી યાદી
(D) 12મી યાદી
જવાબ : (D) 12મી યાદી
8 Bharat Nu Bandharan MCQ Gujarati (381 To 390)
(381) સંસદમાં શેનો સમાવેશ થાય છે?
(A) બન્ને ગૃહ
(B) બન્ને ગૃહ અને અધ્યક્ષ
(C) બન્ને ગૃહ અને રાષ્ટ્રપતિ
(D) લોકસભા
જવાબ : (C) બન્ને ગૃહ અને રાષ્ટ્રપતિ
(382) એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે?
(A) 5 વર્ષ માટે
(B) બીજી ચુંટણી થાય ત્યાં સુધી
(C) રાષ્ટ્રપતિની મરજી સુધી
(D) 10 વર્ષ માટે
જવાબ : (C) રાષ્ટ્રપતિની મરજી સુધી
(383) સંસદના કોઈપણ ગૃહની બેઠક રચવા માટે ભારતના બંધારણ અનુસાર કોરમ શું હોવું જોઈએ?
(A) ગૃહના કુલ સભ્યોનો 1/2 ભાગ
(B) ગૃહના કુલ સભ્યોનો 1/4 ભાગ
(C) ગૃહના કુલ સભ્યોનો 2/3 ભાગ
(D) ગૃહના કુલ સભ્યોનો 1/10 ભાગ
જવાબ : (D) ગૃહના કુલ સભ્યોનો 1/10 ભાગ
(384) સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ કયારે અસરકારક્તા ગુમાવે છે?
(A) 6 મહિનાના અંતે
(B) 6 અઠવાડીયાના અંતે
(C) 3 મહિનાના અંતે
(D) 3 અઠવાડીયાના અંતે
જવાબ : (B) 6 અઠવાડીયાના અંતે
(385) બંધારણના અનુચ્છેદ 29(1) અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને કઈ વિશિષ્ટતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે?
(A) ‘’રૂઢિ, વિધિ અથવા સંસ્કૃતિ”
(B) ‘ભાષા, વિધિ અથવા રિવાજ”
(C) ‘ભાષા, લિપિ અથવા સંસ્કૃતિ”
(D) ‘’લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ”
જવાબ : (D) ‘’લિપિ, સંસ્કૃતિ અથવા ધર્મ”
(386) ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરુ કરી શકે?
(A) ફકત લોકસભા
(B) ફકત રાજયસભા
(C) સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
(D) કોઈ પણ વિધાનસભા
જવાબ : (C) સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
(387) ભારતના સંવિધાનમાં “જાહેર આરોગ્ય અને સ્વચ્છતા” નો સમાવેશ કઈ યાદીમાં થયો છે?
(A) રાજય યાદી
(B) સંઘ યાદી
(C) સંયુકત યાદી
(D) ઉપરના પૈકી કોઈ નહીં
જવાબ : (A) રાજય યાદી
(388) ત્રણ યાદીઓ, રાજય યાદી, સંઘ યાદી અને સંયુકત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે?
(A) ચોથી
(B) પાંચમી
(C) સાતમી
(D) નવમી
જવાબ : (C) સાતમી
(389) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજયની સરકાર હેઠળ ઓછામાં ઓછા………..વર્ષ સુધી હોદ્દો ધરાવ્યો હોવો જોઈએ.
(A) 07
(B) 05
(C) 03
(D) 10
જવાબ : (D) 10
(390) લોકસભામાં “શૂન્ય કાળનો” મહત્તમ સમયગાળો કેટલો હોય છે?
(A) એક કલાક
(B) 30 મિનીટ
(C) નિયત કરેલ નથી
(D) 90 મિનીટ
જવાબ : (C) નિયત કરેલ નથી
8 Bharat Nu Bandharan MCQ Gujarati (391 To 400)
(391) જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે?
(A) કાશ્મીરી
(B) ઉર્દૂ
(C) હિન્દી
(D) ડોગરી
જવાબ : (B) ઉર્દૂ
(392) નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સંસદ સમક્ષ મૂકે કરે છે?
(A) સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી
(B) કેન્દ્રીય મંત્રીમંડળ
(C) ભારતના રાષ્ટ્રપતિ
(D) કેન્દ્રીય ગૃહમંત્રી
જવાબ : (C) ભારતના રાષ્ટ્રપતિ
(393) રાજયપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે?
(A) અનુચ્છેદ – 161
(B) અનુચ્છેદ – 163
(C) અનુચ્છેદ – 166
(D) અનુચ્છેદ – 213
જવાબ : (D) અનુચ્છેદ – 213
(394) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા?
(A) ચરણસિંહ ચૌધરી
(B) ચંદ્રશેખર
(C) એચ.ડી.દેવેગૌડા
(D) આઈ.કે.ગુજરાલ
જવાબ : (A) ચરણસિંહ ચૌધરી
(395) ભારતના સંવિધાનમાં “રાજય” ની વ્યાખ્યા કયા આર્ટીકલમાં આપવામાં આવેલી છે?
(A) 10
(B) 11
(C) 12
(D) 13
જવાબ : (C) 12
(396) “પુરૂષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે” આ બાબત ભારતના બંધારણના કયા આર્ટીકલમાં જણાવવામાં આવેલી છે? .
(A) 39-A
(B) 39-B
(C) 39-C
(D) 39-D
જવાબ : (A) 39-A
(397) “સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકાશે નહી” આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે?
(A) 124
(B) 123
(C) 122
(D) 120
જવાબ : (C) 122
(398) “રાજય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી – તંત્રથી અલગ કરવા રાજય પગલાં ભરશે” આ જોગવાઈ કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે?
(A) 47
(B) 48
(C) 49
(D) 50
જવાબ : (D) 50
(399) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?
(A) રાજય સભાના વાઈસ ચેરમેન
(B) લોકસભાના અધ્યક્ષ
(C) માન.રાષ્ટ્રપતિશ્રી
(D) ઉપરોકત પૈકી એક પણ નહી
જવાબ : (C) માન.રાષ્ટ્રપતિશ્રી
(400) માન.રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેલ કાયદાની બાબતોમાં બંધારણની જોગવાઈઓ મુજબ એટર્ની જનરલે કોને સલાહ આપવાની ફરજ છે?
(A) ભારત સરકાર
(B) રાજય સરકાર
(C) ખાનગી કંપનીઓ
(D) જાહેર ક્ષેત્રના એકમો
જવાબ : (A) ભારત સરકાર
Also Read :
ભારતનું બંધારણ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
સામાન્ય વિજ્ઞાન MCQ |