1 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

1 Bharat Nu Bandharan MCQ Gujarati
1 Bharat Nu Bandharan MCQ Gujarati

1 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 1
MCQ :1 થી 50
1 Bharat Nu Bandharan MCQ Gujarati

1 Bharat Nu Bandharan MCQ Gujarati (1 To 10)

(1) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?

(A) આસામ

(B) નાગાલેન્ડ

(C) હિમાચલ પ્રદેશ

(D) ઝારખંડ

જવાબ : (D) ઝારખંડ

(2) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.

(A) Voter’s Verification Paper Audit Trail

(B) Voter Verifiable Paper Audit Trail

(C) Voter Verification Paper Audit Trail

(D) Voter Verifiable Paper’s Audit Trail

જવાબ : (B) Voter Verifiable Paper Audit Trail

(3) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો?

(A) 1987

(B) 1988

(C) 1986

(D) 1989

જવાબ : (D) 1989

Play Quiz :

ભારતનું બંધારણ MCQ QUIZ ભાગ 1

(4) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?

(A) મુખ્ય પ્રધાન

(B) સ્પીકર

(C) સંસદીય સચિવ

(D) મુખ્ય સચિવ શ્રી

જવાબ : (B) સ્પીકર

(5) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?

(A) એટર્ની જનરલ

(B) લોકસભાના સભાપતિ

(C) ભારતના મુખ્ય ન્યાયાધીશ

(D) મુખ્ય ચૂંટણી અધિકારી

જવાબ : (C) ભારતના મુખ્ય ન્યાયાધીશ

(6) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?

(A) રાણાકુંભાના વિજય સ્તંભમાંથી

(B) વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી

(C) જલીયાવાલા બાગના લોહ સ્તંભમાંથી

(D) જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી

જવાબ : (B) વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી

(7) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?

(A) રાજેન્દ્રપ્રસાદ

(B) નીલમ સંજીવ રેડ્ડી

(C) વી.વી. ગીરી

(D) જ્ઞાની ઝૈલસિંહ

જવાબ : (C) વી.વી. ગીરી

(8) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?

(A) સરોજીની નાયડુ

(B) સરદાર વલ્લભભાઈ પટેલ

(C) જવાહરલાલ નેહરુ

(D) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

જવાબ : (C) જવાહરલાલ નેહરુ

(9) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?

(A) શોષણ સામેનો અધિકાર

(B) સમાનતાનો અધિકાર

(C) બંધારણીય ઉપાયનો અધિકાર

(D) સ્વાતંત્ર્યતાનો અધિકાર

જવાબ : (B) સમાનતાનો અધિકાર

(10) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?

(A) 85 લાખ

(B) 70 લાખ

(C) 75 લાખ

(D) 80 લાખ

જવાબ : (B) 70 લાખ

1 Bharat Nu Bandharan MCQ Gujarati (11 To 20)

(11) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે?

(A) કાયદામંત્રી

(B) રાજ્યપાલ

(C) અધ્યક્ષ                

(D) મુખ્યપ્રધાન

જવાબ : (C) અધ્યક્ષ       

(12) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે?

(A) લોકસભાના સ્પીકર

(B) ઉપરાષ્ટ્રપતિ

(C) વડાપ્રધાન

(D) રાષ્ટ્રપતિ

જવાબ : (D) રાષ્ટ્રપતિ

(13) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે?

(A) 510 કરતાં વધુ નહીં

(B) 530 કરતા વધુ નહી

(C) 520 કરતાં વધુ નહી

(D) 515 કરતા વધુ નહી

જવાબ : (B) 530 કરતા વધુ નહી

(14) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે?

(A) ગ્રામ અદાલત

(B) ગ્રાહક અદાલત

(C) ખાપ પંચાયત

(D) લોક અદાલત

જવાબ : (D) લોક અદાલત

(15) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે?

(A) ગૃહપ્રધાન

(B) રાષ્ટ્રપતિ

(C) સેનાપ્રમુખ        

(D) વડાપ્રધાન

જવાબ : (B) રાષ્ટ્રપતિ

(16) તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન ‘રાષ્ટ્રીય કટોકટી’ ની ઘોષણા કઈ સાલમાં કરેલી?

(A) 1975

(B) 1977

(C) 1947

(D) 1951

જવાબ : (A) 1975

1 Bharat Nu Bandharan MCQ Gujarati
1 Bharat Nu Bandharan MCQ Gujarati

(17) રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ના કવિ કોણ?

(A) ઝવેરચંદ મેઘાણી

(B) હરિવંશરાય બચ્ચન

(C) બંકિમચંદ્ર

(D) રવીન્દ્રનાથ ટાગોર

જવાબ : (D) રવીન્દ્રનાથ ટાગોર

(18) ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે?

(A) 13

(B) 105

(C) 194

(D) 25 થી 28

જવાબ : (B) 105

(19) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજુ અંગ ક્યું છે?

(A) પંચાયત

(B) ન્યાયતંત્ર

(C) વહીવટીતંત્ર

(D) સૈન્ય

જવાબ : (B) ન્યાયતંત્ર

(20) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી ક્યો અધિકાર મૂળભૂત અધિકાર નથી?

(A) સમાનતાનો અધિકાર

(B) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર

(C) માહિતીનો અધિકાર

(D) બંધારણીય ઈલાજોનો અધિકાર

જવાબ : (C) માહિતીનો અધિકાર

1 Bharat Nu Bandharan MCQ Gujarati (21 To 30)

(21) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા?

(A) ડૉ.બી.આર. આંબેડકર

(B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(C) જવારલાલ નેહરુ

(D) મૌલાના આઝાદ

જવાબ : (B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(22) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં?

(A) 14

(B) 21

(C) 11

(D) 7

જવાબ : (A) 14

(23) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે?

(A) Central Auditor General

(B) Chief Auditor General

(C) Comptroller and Auditor General

(D) Controller Of Accounts General

જવાબ : (C) Comptroller and Auditor General

(24) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે?

(A) ત્રીજી અનુસૂચિ

(B) દશમી અનુસૂચિ

(C) પાંચમી અનુસૂચિ

(D) નવમી અનુસૂચિ

જવાબ : (C) પાંચમી અનુસૂચિ

(25) ‘લોકપાલશબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?

(A) જસ્ટિસ હરિલાલ જે. કોનિયા

(B) જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર

(C) નાથપાઈ

(D) એલ.એમ. સિંઘવી

જવાબ : (D) એલ.એમ. સિંઘવી

1 Bharat Nu Bandharan MCQ Gujarati
1 Bharat Nu Bandharan MCQ Gujarati

(26) ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે?

(A) 4844

(B) 2414

(C) 908

(D) 708

જવાબ : (D) 708

(27) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (C.B.I) નીચેના પૈકી ક્યા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?

(A) ગૃહમંત્રી

(B) પી.એમ.ઓ.

(C) કેબિનેટ મંત્રાલય

(D) પરસોનેલ પેન્શન એન્ડ પબ્લીક ગ્રીવયન્સ

જવાબ : (D) પરસોનેલ પેન્શન એન્ડ પબ્લીક ગ્રીવયન્સ

(28) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય…………..ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.

(A) 6 મહિના

(B) 1 વર્ષ

(C) 3 મહિના

(D) 2 મહિના

જવાબ : (D) 2 મહિના

(29) ભારતના બંધારણનો અનુચ્છેદ 1 (1) કહે છે.

(A) અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો.

(B) ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે.

(C) બંધારણના આરંભે નાગરિકત્વ.

(D) રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં.

જવાબ : (B) ઈન્ડિયા, અર્થાત્, ભારત રાજ્યનો સંઘ રહેશે.

(30) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે?

(A) અનુચ્છેદ – 245 – 255

(B) અનુચ્છેદ – 256 – 263

(C) અનુચ્છેદ – 264 – 268A

(D) અનુચ્છેદ – 269 – 279

જવાબ : (B) અનુચ્છેદ – 256 – 263

1 Bharat Nu Bandharan MCQ Gujarati (31 To 40)

(31) કેન્દ્રીય તકેદારી કમિશ્નરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી?

(A) વડાપ્રધાન

(B) ગૃહમંત્રી

(C) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

(D) લોકસભાના વિરોધપક્ષના નેતા

જવાબ : (C) ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

(32) સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડીંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા?

(A) મુરલી મનહર જોશી

(B) ઈ.એમ.એસ. નચીએપ્પન

(C) પી. ચિદમ્બરમ

(D) એન. ચંદ્રાબાબુ નાયડુ

જવાબ : (B) ઈ.એમ.એસ. નચીએપ્પન

(33) નીચેની પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.

(1) શૂન્યકાળ (Zero Hour)
(2) પ્રશ્નોત્તરીકાળ (Question Hour)
(3) ગૃહની કાર્યસૂચિ (Agenda of the House)
1 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) 1, 2, 3

(B) 2, 3, 1

(C) 2, 1, 3

(D) 1, 3, 2

જવાબ : (C) 2, 1, 3

(34) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શકય બનાવી?

(A) પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ

(B) છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ

(C) સાતમો બંધારણીય સુધારા અધિનિયમ

(D) આઠમો બંધારણીય સુધારા અધિનિયમ

જવાબ : (C) સાતમો બંધારણીય સુધારા અધિનિયમ

(35) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે?

(A) અનુચ્છેદ 41

(B) અનુચ્છેદ 42

(C) અનુચ્છેદ 43

(D) અનુચ્છેદ 44

જવાબ : (D) અનુચ્છેદ 44

(36) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું?

(A) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)

(B) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)

(C) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)

(D) ઉપરના પૈકી કોઈ નહીં

જવાબ : (C) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)

(37) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે?

(A) સંસદની જાહેર હિસાબ સમિતિ

(B) એ.પી.જે. અબ્દુલ કલામ – તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં

(C) વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ

(D) કેન્દ્રીય તકેદારી આયોગ

જવાબ : (C) વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ

(38) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે?

(i) સત્તાવાર ભાષાનો વિભાગ
(ii) રાજ્યનો વિભાગ
(iii) જમ્મુ અને કાશ્મિરની બાબતોનો વિભાગ
(iv) સીમા સંચાલનનો વિભાગ
1 Bharat Nu Bandharan MCQ Gujarati

(A) i, ii અને iii

(B) ii, iii અને iv

(C) iii અને iv

(D) i, ii, iii અને iv

જવાબ : (D) i, ii, iii અને iv

(39) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે?

(A) અનુચ્છેદ 47 A

(B) અનુચ્છેદ 48 A

(C) અનુચ્છેદ 49 A

(D) અનુચ્છેદ 50 A

જવાબ : (B) અનુચ્છેદ 48 A

(40) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો?

(A) જયપ્રકાશ નારાયણ

(B) વિનોબા ભાવે

(C) મહાત્મા ગાંધી

(D) દયાનંદ સરસ્વતી

જવાબ : (C) મહાત્મા ગાંધી

1 Bharat Nu Bandharan MCQ Gujarati (41 To 50)

(41) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે?

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડાપ્રધાન

(C) અધ્યક્ષ

(D) વિરોધપક્ષના નેતા

જવાબ : (C) અધ્યક્ષ

(42) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે?

(A) સંઘ યાદી

(B) રાજ્ય યાદી

(C) સમવર્તી યાદી

(D) અન્ય યાદી

જવાબ : (A) સંઘ યાદી

(43) નીચેનામાંથી ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે?

(A) 109(1)

(B) 109(2)

(C) 109(3)

(D) 107(1)

જવાબ : (A) 109(1)

(44) ભારતના બંધારણના નીચેના પૈકી ક્યા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે?

(A) અનુચ્છેદ-163(1-અ)

(B) અનુચ્છેદ-164(1-અ)

(C) અનુચ્છેદ-165(1-અ)

(D) અનુચ્છેદ-166(1-અ)

જવાબ : (B) અનુચ્છેદ-164(1-અ)

(45) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા?

(A) બિહાર

(B) મહારાષ્ટ્ર

(C) ઉત્તર પ્રદેશ

(D) પશ્ચિમ બંગાળ

જવાબ : (C) ઉત્તર પ્રદેશ

(46) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભીકરવાની જોગવાઈ ક્યા અનુચ્છેદથી કરવામાં આવી છે?

(A) અનુચ્છેદ 310

(B) અનુચ્છેદ 311

(C) અનુચ્છેદ 312

(D) અનુચ્છેદ 315

જવાબ : (C) અનુચ્છેદ 312

(47) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે?

(A) અનુચ્છેદ-365

(B) અનુચ્છેદ-360

(C) અનુચ્છેદ-357

(D) અનુચ્છેદ-352

જવાબ : (A) અનુચ્છેદ-365

(48) એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી ક્યા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે?

(A) ચોથો સુધારો

(B) સાતમો સુધારો

(C) અગિયારમો સુધારો

(D) ચોવીસમો સુધારો

જવાબ : (B) સાતમો સુધારો

(49) નીચેના પૈકી ક્યું જોડકું સાચુ નથી? રીટ (writ) આશય અથવા અર્થ

(A) સર્શિઓરરી – ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે.

(B) ક્વો વોરંટો – જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે. (અધિકાર પૃચ્છા)

(C) પ્રોહીબિશન – ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે.

(D) મેન્ડેમસ – જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે.

જવાબ : (C) પ્રોહીબિશન – ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે.

(50) પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી?

(A) 1999

(B) 2004

(C) 2009

(D) 2014

જવાબ : (C) 2009

Also Read :

ભારતનું બંધારણ One Liner ભાગ : 1

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
1 Bharat Nu Bandharan MCQ Gujarati
Spread the love
error: Content is protected !!
Scroll to Top