7 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-રમત-ગમત ગીત)

7 Gujarati Balgeet Lyrics
7 Gujarati Balgeet Lyrics

7 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-રમત-ગમત ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.

7 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-રમત-ગમત ગીત) (1 T0 6)

1. ફેરફૂદરડી ફરતાં

અમે ફેરકૂદરડી ફરતાં તાં

અમે ગોળ ફૂદરડી ફરતાં તાં

ફરતાં-ફરતાં પડી જવાની કેવી મજા

ભાઇ – કેવી મજા

અમે સંતાકૂકડી રમતાં તાં

સંતાકૂકડી રમતાં રમતાં સંતાઇ જવાની

કેવી મજા ભાઇ કેવી મજા

અમે સાતતાળી રમતાં તાં

અમે દોટં દોટા કરતાં તાં

દોટં દોટા કરતાં કરતાં

પછડાઈ જવાની કેવી મજા.. અમે…

અમે ઝાડે ઝાડે ચડતાં તાં

અમે આંબલી પીપળી રમતાં તાં

ઝાડે ઝાડે ચડતાં ચડતાં પડી જવાની કેવી મજા

2. બકરીબાઈ બાલમંદિરે આવ્યાં

બકરીબાઇ ફરતાં ફરતાં બાલમંદિરે આવ્યાં

તેનાં છૈયા છોરું ને પણ લેતાં આવ્યાં

એક બચ્ચું આમ તેમ જુએ બીજું ધીમેથી રુએ

બકરીબાઈ છાના રાખી સંગીત રૂમમાં લાવ્યાં

બકરીબાઇ ફરતાં…

ટન ટન મંજીરાં વાગ્યાં,

બચ્ચાંઓ ભડકીને ભાગ્યાં.

બકરીબાઈ પાછા વાળી આંખો મીંચી લાવ્યાં

બકરીબાઇ ફરતાં…

તબલાની રમત જામી, આ રમત સૌને વ્હાલી

બકરીબાઇએ બચ્ચાં સાથે શીંગડાં ડોલાવ્યાં

બકરીબાઇ ફરતાં…

એક બચ્ચું કરે અભિનય, બીજું રમતું તાલી દઇ

બકરીબાઈ બચ્ચાં સાથે, કૂચ કરીને આવ્યાં

બકરીબાઇ ફરતાં…

એક બચ્ચું રડવા લાગ્યું, બીજું ગભરાઇને ભાગ્યું

બકરીબાઈ ખૂબ ખીજાયાં બેં બેં કરવા લાગ્યાં.

બકરીબાઇ ફરતાં…

હવે બકરીબાઇ ઘેર આવ્યાં, બચ્ચાં ના રહે જાલ્યાં

બકરીબાઇ એ ચારે પગેથી ઠેકડા લગાવ્યાં.

બકરીબાઇ ફરતાં…

3. ઉપર હાથ નીચે હાથ

ઉપર હાથ નીચે હાથ

તાલી પાડો સાથ સાથ

જમણી બાજુ ગોળ ફરો

ડાબી બાજુ ગોળ ફરો

તાલી પાડો સાથે સાથ

ઉપર હાથ નીચે હાથ

તાલી પાડો સાથ સાથ

ઉપર હાથ નીચે હાથ

માથે હાથ, ખંભે હાથ

કમરે હાથ, ગોઠણે હાથ

તાલી પાડો સાથે સાથ

4. રમતા રે ભમતા

રમતા રે ભમતા (૨) મને ગમતાં નાનાં બાળ

આ ગામડાની ધરતીને છેડે રસાળ (૨)

મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે

એ…. ચાલે નાની નાની ચાલે

આ ગામડાની…

એનઘેન દીવાઘેન, તારા મનમાં કોણ છે

દાહીનો ઘોડો પાણી પીતો, રમતો જાય તે છૂટો

એ…. કરતાં જતાં એક બીજાને વ્હાલ

આ ગામડાની… (૨)

દાદાનો ડંગોરો લીધો, તેનો મેં ઘોડો કીધો

ઘોડો ચાલે રૂમઝૂમ, ધરતી ગાજે ધમધમ

મારો ઘોડો કૂદતો જાય, કૂદતા કૂદતા આવે કોટ

એ…. કોટ કૂદીને મૂકે દોટ

આ ગામડાની…

5. ફરો ફૂદરડી

ફરોને છોકરાવ ફૂદરડી,

જેમ ફરે ઉંદરડા-ઉંદરડી..ફરો…

ફરે ચાંદો સૂરજ બે કૂદરડાં

પેલી તારલીઓ સૌ ફૂદરડી..ફરો…

ફરે દિવસો તે ધોળા ચકરડાં,

પેલી રાત રૂપાળી કૂદરડી..ફરો…

ફરે મેહુલો મોટો કૂદરડાં,

પેલી વાદળીઓ સૌ ફૂદરડાં

ફરે ઇશ્વર જો થઇ ફૂદરડાં

તો દુનિયા થઇ જાય ફૂદરડાં

6. અમે શેરીએ રમતા બાળ

હારે અમે શેરીએ રમતાં બાળ, શેરીએ રમવા દો

હારે અમે મસ્તી ના કરશું લગાર શેરીએ રમવા દો

બાબો આવે બેબી આવે

ખાવાનું સૌ કોઇ લાવે

હારે અમે ઉજાણી કરતાં, બાળ…શેરીએ રમતાં…

ધાણી લાવે, ચણા લાવે

મમરા લાવે, સેવ લાવે

હારે અમે ઉજાણી કરતાં, આજ…શેરીએ રમતાં…

બા આવે, બાપુ આવે

દોડી દોડી સૌ કોઇ આવે

હારે અમે રમશું અપાર આજ..શેરીએ રમતાં…

7 Gujarati Balgeet Lyrics
7 Gujarati Balgeet Lyrics

7 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-રમત-ગમત ગીત) (7 T0 11)

7. હીંચકે ચડિયા

એક એક હીંચકે બેસીને ચડિયા

હીંચકો ચડયો આંબાની ડાળે

ચકો ચકી વાત કરતાં માળે એક…

હીંચકો ચડયો ડુંગરાની ટોચે

શંકર પાર્વતી બેઠાં તાં ગોખે એક…

હીંચકો ચડયો આકાશી ચોકે

ચાંદો સૂરજ બે રમતા દોડે એક…

ચકાને આવી પાંખો બે પાસમાં

ખરરર હીંચકો ઊડયો આકાશમાં એક…

8. આવ્યો એક મદારી

હા.. હા.. આવ્યો એક મદારી

ખેલ કરે એ જાત જાતના ડમડમ ડમરૂ વગાડે

માથે મોટી પહેરી પાધડી

કેડે વીંટી લીલી પોતડી

લીધી હાથમાં લાંબી લાકડી

દાઢી એની જાણે ગીરના જંગલ કેરી ઝાડી હા..

મુરલીતણા એ સૂર સાંભળી

અમને જોવા તણી મજા પડી

ઘૂઘરા પહેરી નાચ કરે જરી

વળી કહે વચ્ચે એ કયારેય પાડો બચ્ચાં તાળી હા…

થેલામાંથી કાઢયા ડબરા

બનાવ્યાં જાદુથી બતકા

એના નાગ બે કાબર ચીતરા

ખાલી ડબલામાંથી કાઢી સૂતરફેણી હા..

સસલા કેરું કર્યુ કબૂતર

મોઢેથી બોલે છૂમંતર

થયો અમોને આનંદ અંતર

કહો રોટલી-લઇને આવો જો તમને મા વહાલી

હા… હા… આવ્યો એક મદારી.

9. રમકડાં લ્યો રમકડાં

રમકડાં લ્યો રમકડાં

જાત જાતના લ્યો રમકડાં

નાનાંને મોટાં ચાવીથી ચાલતાં (૨)

પાણીમાં તરતાં રમકડાં

જાત જાતનાં લ્યો રમકડાં

સાયકલને મોટર ચાવીથી ચાલે (૨)

પાટા ઉપર સીધી આગગાડી દોડે (૨)

એન્જિનમાં નીકળે ધૂમાડા

જાત જાતનાં લ્યો રમકડાં

રમકડાં લ્યો…………

નાની ને મોટી ઢીંગલી રે લેજો (૨)

બેબીબેનને માટે ઘૂઘરો રે લેજો (૨)

ભાઇને વગાડવા વાજા રે

જાત જાતનાં લ્યો રમકડાં

રમકડાં લ્યો……….

10. મજા પડે મજા પડે

મજા પડે મજા પડે

જો રોજ – રોજ રમવાની રજા પડે

ખેતરમાં ખેડૂને કહીએ બૂમ પાડી (૨)

ખેડૂતભાઇ (૨) રમવા આવોને આગગાડી

ખેડૂ કહે લોક સૌ ભૂખે મરે…

જો રોજ રોજ રમવાની રજા પડે

મજા પડે…

ચાંદા સૂરજની પાસ જઇ પૂછીએ

રમવા આવોને વીરા સંગે મળી કૂદીએ

બેઉં બોલ્યા અંધારે જન સહુ ડરે

જો રોજ – રોજ રમવાની રજા પડે

મજા પડે…

ફૂલને જોઇ પૂછીએ ડાળીએ ઝૂલતાં

અમારી સંગ કેમ રમવાનું ભૂલતાં?

ફૂલ કહે ! દેવ શીર કોણ રે ચડે?

જો રોજ – રોજ રમવાની રજા પડે

મજા પડે…

7 Gujarati Balgeet Lyrics
7 Gujarati Balgeet Lyrics

11. ચાલો રમીએ એનઘેન રે

ચાલો રમીએ એનઘેન રે

એનઘેન રે ભાઇ દીવાઘેન રે

ચાલો રમીએ…

હિરેનભાઇ આવ્યા સનીભાઇને લાવ્યા

કૃતિકાબેન આવ્યા, ધૃતિબહેનને લાવ્યા

ચાલો રમીએ…

દાવ પહેલા કેરો કોણ?

ડાયનો ઘોડો થાશે કોણ?

સોનલબહેન થાશે ના.. ના.. ના..

આરતીબહેન થાશે ના.. ના.. ના..

હેતલબહેન થાશે ના.. ના.. ના..

ચિરાગભાઇ થાશે હા.. હા…હા..

છૂપાઇ જાજો છાના – માના

ગૂપચૂપ રહેજો મોટા – નાના

ડાયનો ઘોડો છૂટે છે

પાણી પીતો છૂટે છે

રૂમઝૂમ કરતાં છૂટે છે

ચાલો રમીએ…

Also Read :

ગુજરાતી બાળગીત : વાહન ગીત

ગુજરાતી બાળગીત-પ્રકૃતિ ગીત

ગુજરાતી બાળગીત-પક્ષી ગીત

ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત

ગુજરાતી બાળગીત
ગુજરાતી બાળવાર્તા
બત્રીસ પૂતળીની વાર્તાઓ
7 Gujarati Balgeet Lyrics

Leave a Reply