2 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-દેશભકિત ગીત,વાજિંત્ર ગીત,આરોગ્ય ગીત)

2 Gujarati Balgeet Lyrics
2 Gujarati Balgeet Lyrics

2 Gujarati Balgeet Lyrics, ગુજરાતી બાળગીત-દેશભકિત ગીત, વાજિંત્ર ગીત, આરોગ્ય ગીત, ગુજરાતી બાળગીત Lyrics, નવા બાળગીત, બાળગીત લખેલા pdf, અભિનય ગીત ગુજરાતી, બાળગીત pdf, Gujarati Balgeet.

2 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-દેશભકિત ગીત)

બાળગીત : દેશભકિત ગીત

(1) આ અમારો દેશ

આ અમારો, આ આમારો, આ અમારો દેશ છે

મારો નહિ કે તારો નહિ આનો નહિ પેલાનો નહિ

આપણાં સહુનો, આપણાં સહુનો આપણાં સહુનો દેશ છે

નદીઓ બધી આપણી,

દરિયા બધા આપણા

ડુંગરા બધા આપણા

પેલી મહીનું સોનું રૂપું લોઢું પથ્થર આપણાં

આ અમારો….

ઝાડ જંગલ આપણાં,

ખેતર પાદર આપણાં,

ઢોર ઢાંખર આપણાં

એની અંદર પાકે છે જે જે તે બધું છે આપણું

2 Gujarati Balgeet Lyrics
2 Gujarati Balgeet Lyrics

(2) સ્નેહભર્યા નયને

વંદન તમને માત ભારતી

સ્નેહભર્યા નયને નિહાળતી છે

વંદન તને માતા ભારતી

હેત ભાર્યા અમૃતે અભિષેકતી હો

વંદન તને માતા ભારતી.

ભીષ્મ યુધ્ધ દધીચીના ત્યાગે તું ઊજળી

ભાર્ગવ, અર્જુન, કર્ણ શૌર્યના રત્ન ચડી

આત્મ ભોગે ઉજવળ મુખ ધારતી હો

વંદન તને…

દંપતી આદર્શ રઘુવીર રામ-સીતા

યોગેશ્વર કૃષ્ણ સમા ગાય એણે ગીતા

ગાંધી દયાનંદને તું ધારતી હો

વંદન તને….

શોર્ય ગીત ગુંજતી પ્રતાપી પ્રતાપના

સ્વાતંત્ર્ય ઝૂઝતી સિંહ શિવરાજના

કીર્તની ગાથા ઉચ્ચારતી હો

વંદન તને…

(3) હિંદ છે અમારો

જગમાં સહુથી સારો આ હિંદ છે અમારો

સૌ ભાગ્યનો સિતારો આ હિંદ છે અમારો

ધર્મિષ્ઠ, સત્ય, ટેકી, સંસ્કારને વિવેકી

પીયુષનો કુવારો…

આ જગમાં….

સત્યશીલથી સુહાતો, એશ્વર્યથી ઉભરાતો

પ્રભુને પ્યારો આ હિંદ છે અમારો

હિંસા અભયનો કિનારો…

આ જગમાં….

પિતૃ પ્રદેશ મીઠા ને સમાન અન્ય દીઠો

રસ કસ ભરેલ કયારો…

આ જગમાં…..

એના જ ગાન ગાશું, અમી પાન પીશું

મુકિત તણો મિનારો આ હિંદ છે અમારો

આ જગમાં…

(4) ગુણવંતી ગુજરાત

ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત

નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાતી

મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શિશ.

માત મીઠી તુજ ચરણ પડીને માંગીએ શુભ આશિષ

અમારી…

મીઠી મનોહર વાડી આ ત્હારી નંદનવન શી અમોલ

રસ ફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કિલ્લોલ

અમારી…

રાત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત

જય જય કરવા ત્હારી જગતમાં અર્પણ કરીએ જાત

અમારી…

ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય

દેશ વિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય

અમારી…

સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર

પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી માતા રમે અમ ઉર

અમારી…

હિંદુ મુસ્લિમ પારસી સર્વ માત અમે તુજ બાળ

અંગ ઊમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ

અમારી…

ઉર પ્રભાત સમા અજવાળી ટાળી દે અંધાર

એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જય જયકાર અમારી…

2 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-વાજિંત્ર ગીત)

વાજિંત્ર ગીત

(1) વાજુ વગાડે

સચિનભાઇ તો વાજું વગાડે (૨)

સચિનભાઇ તો ટકોરી વગાડે (૨)

ટીન.. ટીન.. ટીન.. ટીન..

ટીન.. ટીન.. ટીન.. ટીન.. ટકોરી બજાવે

સચિનભાઇ તો ખંજરી વગાડે (૨)

ખનનન.. ખનનન.. ખનનન..

ખનનન.. ખનનન.. ખનનન… ખંજરી વગાડે

સચિનભાઇ તો તો ઢોલક બજાવે (૨)

ઢમ.. ઢમ.. ઢમ.. ઢમ..

ઢમ.. ઢમ.. ઢમ.. ઢમ.. ઢોલક બજાવે

સચિનભાઇ તો સિતાર વગાડે (૨)

સિરિરિ… સિરિરિ… સિરિરિ…

સિરિરિ… સિરિરિ… સિતાર વગાડે

(2) હમ તાલી

હમ તાલી બજાના જાનતે હૈ

તબતબ તબતન યેતો તાલીકી આવાજ છે

હમ ચૂટકી બજાના જાનતે હૈ

ટીક ટીક ટીક ટીક યેતો ચૂટકી કી આવાજ હૈ

હમ ઢોલક બજાના જાનતે હૈ

ઢમ ઢમ ઢમ ઢમ યેતો ઢોલક કી આવાજ છે

હમ બાંસુરી બજાના જાનતે હૈ

સિરિરિ..સિરિરિ યેતો બાંસુરી કી આવાજ હૈ

હમ ઘંટી બજાના જાનતે હૈ

ટ્રીન..ટ્રીન..ટ્રીન.. યેતો ઘંટી કી આવાજ હૈ

(3) ઘૂઘરિયાં બાજે

ઘુઘરિયાં બાજે છૂમ છૂમ છૂમ…

બાજે છુમ છુમ છુમ બાજે છૂમ છૂમ છૂમ..

સોનાપરી નાચે રૂમઝૂમ…

નાચે રૂમઝૂમ… નાચે રૂમઝૂમ…

સોનલ વરણી ઓઢણી ચમકે

આભ ઝરૂખે મીઠું મીઠું મલકે

અંગે અંગથી ચેતન છલકે

ઊષા નાચે રૂમઝૂમ નાચે રૂમઝૂમ

ઘુઘરિયાં….

પંખી ગાતા મોકળે રાગે

પોઢયાં લોક નીંદર ત્યાગે

ધરતીનો રાજવી ખેડૂત જાગે

ઉગમણે ઊડે કુમ…કુમ…

ઊડે કુમ..કુમ..(૨)

ઘુઘરિયાં….

2 Gujarati Balgeet Lyrics (ગુજરાતી બાળગીત-આરોગ્ય ગીત)

આરોગ્ય ગીત

(1) માખી

રોગ બધે ફેલાવે માખી રોગ બધે ફેલાવે,

ગંદી ચીજ ઉપર બેસીને, રોગો સાથે લાવે-માખી

મીઠાઇની દુકાને જાતી, ચૂસી મીઠાઇ ખાતી,

ઊડતી ઊડતી બીજે ગંદા વાસે ફરવા જાતી,

લીંટ, થૂંક, ગળફા પર બેસી હોંસે હોંસે ખાતી,

પેટ ભરાતાં ત્યાંથી ઊડતી, સડેલાં ફળને ખાતી,

ખદબદતા જયાં કીડા હોયે ત્યાં પણ ફરવા જાતી,

ઊડી ઊડીને જંતુ એવાં માખી બાઇ લાવે,

અણસમજુ હઠીલાં બાળક મીઠાઇ રોજ ખાવે- માખી

મીઠાઇ ખાતાં માંદાં પડીને, તાવ શરીરે લાવે,

ઊલટી-ઝાડા થાતાં બાપા ડોકટરને બોલાવે,

દવા પિવાડે કડવી-મીઠી, ડોકટર તો સમજાવે,

કોલેરાનો રોગ ભયંકર, રોગ ઘરમાં જો આવે,

તાવ અને ટાઇફોડને લાવે સોને એ ગભરાવે-માખી

રોગોની રાણી છે માખી, સૌને એ સતાવે,

બહારની ઉઘાડી ચીજો ખાઇ લોક મરાવે – માખી

(2) મારું શરીર

મોટા પ્રભુએ આપી કાયા

બાળક તેનું ગાયન ગાય

બે આંખે સઘળું દેખાય

નાકે ફૂલડાંઓ સુંઘાય

કાને વાજાંઓ સંભળાય

જીભેથી મીઠું બોલાય

જમણે હાથે નાસ્તો થાય

ડાબે હાથે માખી ઉડાડાચ

હાથે બાની સેવા થાય

પગથી બંદા ફરવા જાય.

(3) એક માખી ઊડતી આવી

એક માખી ઊડતી આવી,

એ ઢગલો જંતુ લાવી !

એની પાંખો ચળકે

એની આંખો મલકે

ખોરાક પર બેસીને એણે,

માયા જાળ બિછાવી.

એક માખી..

મરડો, તાવને ઝાડા,

લાવે માખીના ધાડાં,

કોઇની માટે કોલેરા કોઇની માટે કમળો લાવી..

એક માખી..

કાદવ, કચરો, છાણ,

છે માખીના રહેઠાણ,

ગંદી ગટરની મહારાણી,

ખાવાનું રાખો ઢાંકી,

ઘર ઘરમાં પણ આવી.

એક માખી..

માખીને કાઢો હાંકી ખાવાનું રાખો ઢાંકી

સમજો, જાગો, નાનકડી

માખી રહે છે હંફાવી…એક માખી…

(4) રૂપાળા દાત

કેવા મારા દાત રૂપાળા, જાણે દાડમકળીઓ,

દયા કરીને મારા મુખમાં ઇશ્વરે છે જડીઆ.

વહેલો ઊઠી નિત સવારે દાંતણ હું ઘસતો,

કેવા રૂડાં એ દીસે, હું ખડખડ જયારે હસતો.

ખાવા બેસું, ત્યારે હું તો ચાવી ચાવી ગળતો,

ચોખું મોટું કરવા માટે, ખાઇને કોગળા કરતો.

દાંતણ આવળ બાવળનું કે લીમડાનું કરશે,

દાંત તેના ઘડપણમાંયે નહિ વહેલા ખરશે.

2 Gujarati Balgeet Lyrics
2 Gujarati Balgeet Lyrics

(5) હાલો સફાઈ કરવા

હાલો હાલો સફાઇ કરવા

લઇ લ્યો ઝાડુ હાથમાં

સફાઇ છે ત્યાં દેવ વસતા, આવો દોસ્તો સાથમાં

લઇ લ્યો ઝાડુ હાથમાં.

હાલો…

ઘરને વાળો, આંગણ વાળો,

કૂચ કદમ કરતાં સૌ સાથે, આવો સૌ મેદાનમાં

લઇ લ્યો ઝાડુ હાથમાં…

ખૂણે ખૂણેથી કચરો કાઢો,

સુંદર રોપો ફૂલનાં ઝાડો :

બેનડીઓ સૌ હાથ બઢાવો,

ટોપલીઓ લઇ કાખમાં

લઇ લ્યો ઝાડુ હાથમાં.

હાલો…

(6) ઉંદરભાઈ

ઉંદરભાઇની આંખો આવી

પાણી છાંટયું, પટપટાવી !

દુઃખાવો તો શમે નહીં,

ઉંદરભાઇને ગમે નહીં.

આંખના ડૉકટર સસ્સારાણા,

ઉંદરભાઇને ખૂબ ખિજાણા :

કાજળ-સૂરમો કરતા તા?

તડકામાં બહુ ફરતા તા?

ટી. વી. વિડિયો જોતા તા?

મોડા મોડા સૂતા તા?

ઉંદરભાઇ તો શરમાઇ ગયા.

નીચું જોયું. ગભરાઇ ગયા.

સસ્સારાણા ટીપાં નાખે.

સાથો સાથ શિખામણ આપે :

કાજળ સૂરમો કરતા નહીં,

તડકામાં બહુ ફરતા નહીં.

આંખના ખટકા મટી ગયા,

ટી.વી. વિડિયો છૂટી ગયા !

ઉંદરભાઇ તો વાંચે છે,

આંખની કાળજી રાખે છે.

(7) વંદો ભણવા જાય

વંદો કહેતો : મમ્મી આજે આખો સાબુ ઘસ,

બની ઠનીને સ્કૂલે જાઉં લેવા આવે બસ,

કાલે સ્કૂલે નાક દબાવી સૌ કોઇ છેટાં ભાગે,

બધાંય કહેતાં : તારામાંથી દુર્ગધ સેરો વાગે.

કીડીબાઇ ઝાંઝર પહેરી ઉપર પહેરે સાડી,

જૂ-બાઇ આ તેલ નાંખીને આવે પટિયા પાડી.

મંકોડાભે સૂટ-બૂટમાં એકટર જેવા લાગે !

ઇયળબાઇ સેન્ડલ પહેરી પપ કરતી ભાગે.

માટે આજે બની ઠનીને સ્કૂલે ભણવા જાવું,

મોટા સાહેબ થઇ પછી તો પગાર મોટો લાવું.

વંદાભૈ તો ઘસી ને સ્વીમીંગપુલમાં નાહ્યા,

અત્તર છાંટ્યું, સૂટ-બૂટમાં નાચ્યાં, ગીતો ગાયાં,

સ્કૂલ-બસ ના આવી તેથી રીક્ષા ભાડે કરતા,

આજ નિશાળે વટ પડવાનો એ સપનામાં તરતા.

રીક્ષા છોડી વંદાભૈ તો સ્કૂલ-દરવાજે જાય,

દરવાજે તો તાળું જોઇ મનમાં એ મૂંઝાય.

લારી પાસે જઇને પૂછે : શાળા શાને બંધ?

ભૈયો કહેતો : આજે સન્ડે તેથી શાળા બંધ !

Also Read :

ગુજરાતી બાળગીત-ઢીંગલી ગીત

ગુજરાતી બાળગીત-પક્ષી ગીત

ગુજરાતી બાળગીત
ગુજરાતી બાળવાર્તા
બત્રીસ પૂતળીની વાર્તાઓ
2 Gujarati Balgeet Lyrics