14 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.
નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
વિષય : | ભારતનું બંધારણ |
ભાગ : | 14 |
MCQ : | 651 થી 700 |
14 Bharat Nu Bandharan MCQ Gujarati (651 To 660)
(651) રાજય, પર્યાવરણનું જતન અને એમા સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે?
(A) 42 માં
(B) 44 માં
(C) 45 માં
(D) 46 માં
જવાબ : (A) 42 માં
(652) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધિશ કોણ હતા?
(A) સુજાતા રાવ
(B) આર.ભાનુમતિ
(C) જ્ઞાનસુધા મિશ્રા
(D) ફાતિમાં બીબી
જવાબ : (D) ફાતિમાં બીબી
(653) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 અનુસાર લોકાયુકત તરીકે નિમાયેલ વ્યકિત પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ………..વર્ષની મુદ્દત સુધી અથવા ……..વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.
(A) 5, 62
(B) 6, 65
(C) 5, 72
(D) 5, 70
જવાબ : (C) 5, 72
(654) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઈ યાદીમાં છે?
(A) રાજયની યાદી
(B) સંયુકત યાદી
(C) સંઘની યાદી
(D) ઉપર પૈકી એક પણ નહી
જવાબ : (B) સંયુકત યાદી
(655) લેખાનુદાન એટલે શું?
(A) ધારાગૃહ જે મંજૂરી આપે તે
(B) નાણાં ખરડાને મંજૂરી અપાય તે
(C) નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે.
(D) એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે
જવાબ : (C) નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે.
(656) નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે?
(A) નાણાં ખરડાને પસાર કરવા માટે
(B) નાણાં ખરડાને મંજૂર કરવા માટે
(C) બજેટ બનાવવા માટે
(D) કેન્દ્ર અને રાજય વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
જવાબ : (D) કેન્દ્ર અને રાજય વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
(657) ભારતનાં બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે?
(A) 74 મો
(B) 88 મો
(C) 97 મો
(D) અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં
જવાબ : (A) 74 મો
(658) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃતિ વય કેટલી છે?
(A) 58
(B) 620
(C) 65
(D) હોતી નથી
જવાબ : (D) હોતી નથી
(659) બંધારણ સભાએ બંધારણ ક્યા દિવસે સર્વાનુંમતે સ્વીકાર્યું?
(A) માગસર વદ 8, વિક્રમ સંવત 2006
(B) માગસર સુદ 7, વિક્રમ સંવત 2006
(C) માગસર સુદ 5, વિક્રમ સંવત 2006
(D) કારતક સુદ 7, વિક્રમ સંવત 2006
જવાબ : (B) માગસર સુદ 7, વિક્રમ સંવત 2006
(660) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે?
(A) સત્યમેવ જયતે
(B) જયહિંદ
(C) જન ગણ મન
(D) વંદે માતરમ્
જવાબ : (A) સત્યમેવ જયતે
14 Bharat Nu Bandharan MCQ Gujarati (661 To 670)
(661) ક્યા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો?
(A) ચાર્ટર એક્ટ – 1813
(B) પિટનો ધારો
(C) ચાર્ટર એક્ટ – 1853
(D) ચાર્ટર એક્ટ – 1833
જવાબ : (D) ચાર્ટર એક્ટ – 1833
(662) ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કોલમો હતી?
(A) 8 અને 395
(B) 12 અને 461
(C) 10 અને 495
(D) 9 અને 398
જવાબ : (A) 8 અને 395
(663) બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે?
(A) કલ્યાણ રાજય
(B) માર્ગદર્શક સિદ્ધાંતો
(C) મૂળભૂત ફરજો
(D) મૂળભૂત હકો
જવાબ : (C) મૂળભૂત ફરજો
(664) જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાનારા સભ્યોની ચૂંટણી કોણ કરે છે?
(A) રાજ્ય ચૂંટણી પંચ
(B) રિવકાસ કમિશ્નર
(C) કલેક્ટર
(D) જિલ્લા વિકાસ અધિકારી
જવાબ : (C) કલેક્ટર
(665) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ?
(A) ત્રણ માસ
(B) એક માસ
(C) એક વર્ષ
(D) છ માસ
જવાબ : (D) છ માસ
(666) “કાયદાની નજરમાં સૌ સરખા‘ એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે?
(A) અનુચ્છેદ – 12
(B) અનુચ્છેદ – 14
(C) અનુચ્છેદ – 16
(D) અનુચ્છેદ – 18
જવાબ : (B) અનુચ્છેદ – 14
(667) જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે?
(A) 73 મો બંધારણ સુધારો
(B) 74 બંધારણ સુધારો
(C) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(D) આયોજન પંચની માર્ગરેખાઓ
જવાબ : (B) 74 બંધારણ સુધારો
(668) ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારત કેટલામાં રાષ્ટ્રપતિ હતા?
(A) 11 માં
(B) 10 માં
(C) 9 માં
(D) 13 માં
જવાબ : (A) 11 માં
(669) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂક……..દ્વારા કરવામાં આવે છે?
(A) નાણા મંત્રી
(B) વડાપ્રધાન
(C) રાષ્ટ્રપતિ
(D) એકપણ નહીં
જવાબ : (C) રાષ્ટ્રપતિ
(670) ચૂંટણી પંચ દ્વારા જાહેરનામુ પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે?
(A) રાષ્ટ્રપતિ
(B) લોકસભા અધ્યક્ષ
(C) ચેરમેન
(D) પ્રધાનમંત્રી
જવાબ : (A) રાષ્ટ્રપતિ
14 Bharat Nu Bandharan MCQ Gujarati (671 To 680)
(671) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે?
(A) 148
(B) 150
(C) 151(1)
(D) 151(2)
જવાબ : (D) 151(2)
(672) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું?
(A) 25 જાન્યુઆરી, 1950
(B) 26 જાન્યુઆરી, 1950
(C) 24 જાન્યુઆરી,1950
(D) 29 જાન્યુઆરી, 1950
જવાબ : (C) 24 જાન્યુઆરી,1950
(673) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે?
(A) મુખ્યમંત્રી
(B) વિધાનસભા અધ્યક્ષ
(C) નાયબ મુખ્યમંત્રી
(D) રાજ્યપાલ
જવાબ : (D) રાજ્યપાલ
(674) વર્ષ 1687માં ભારતમાં સૌ પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા કરવામાં આવી?
(A) મદ્રાસ
((B) બોમ્બે
(C) કલકત્તા
(D) દિલ્હી
જવાબ : (A) મદ્રાસ
(675) રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે?
(A) લોકસભા બિલ પસાર કરે ત્યારે
(B) રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
(C) લોકસભા અને રાજયસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે
(D) A, B અને C ત્રણમાંથી એકપણ નહી
જવાબ : (C) લોકસભા અને રાજયસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે
(676) રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં……………જરૂરી છે.
(A) કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
(B) હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
(C) સામાન્ય સંમતિ
(D) કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
જવાબ : (D) કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
(677) જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે?
(A) 73મો બંધારણીય સુધારો
(B) 74મો બંધારણીય સુધારો
(C) રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
(D) આયોજન પંચની માર્ગ રેખાઓ
જવાબ : (B) 74મો બંધારણીય સુધારો
(678) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે?
(A) ગૃહ બાબતો
(B) નાણાં
(C) ઉદ્યોગ અને ખનિજ
(D) કાનૂની બાબતો
જવાબ : (A) ગૃહ બાબતો
(679) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે?
(A) વડાપ્રધાન
(B) કેબીનેટ મિનીસ્ટ્રી
(C) રાષ્ટ્રપતિ
(D) લોકસભા અને રાજ્યસભા
જવાબ : (C) રાષ્ટ્રપતિ
(680) રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે?
(A) કલમ-153
(B) કલમ-155
(C) કલમ-154
(D) કલમ-156
જવાબ : (B) કલમ-155
14 Bharat Nu Bandharan MCQ Gujarati (681 To 690)
(681) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી?
(A) આસામ
(B) નાગાલેન્ડ
(C) હિમાચલ પ્રદેશ
(D) ઝારખંડ
જવાબ : (D) ઝારખંડ
(682) સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
(A) Voter’s Verification Paper Audit Trail
(B) Voter Verifiable Paper Audit Trail
(C) Voter Verification Paper Audit Trail
(D) Voter Verifiable Paper’s Audit Trail
જવાબ : (B) Voter Verifiable Paper Audit Trail
(683) ભારતમાં 61મા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો ક્યા વર્ષથી અમલમાં આવ્યો?
(A) 1987
(B) 1988
(C) 1986
(D) 1989
જવાબ : (D) 1989
(684) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે?
(A) મુખ્ય પ્રધાન
(B) સ્પીકર
(C) સંસદીય સચિવ
(D) મુખ્ય સચિવ શ્રી
જવાબ : (B) સ્પીકર
(685) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?
(A) એટર્ની જનરલ
(B) લોકસભાના સભાપતિ
(C) ભારતના મુખ્ય ન્યાયાધીશ
(D) મુખ્ય ચૂંટણી અધિકારી
જવાબ : (C) ભારતના મુખ્ય ન્યાયાધીશ
(686) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?
(A) રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
(B) વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
(C) જલીયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
(D) જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી
જવાબ : (B) વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
(687) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?
(A) રાજેન્દ્રપ્રસાદ
(B) નીલમ સંજીવ રેડ્ડી
(C) વી.વી. ગીરી
(D) જ્ઞાની ઝૈલસિંહ
જવાબ : (C) વી.વી. ગીરી
(688) તા.22 જુલાઈ, 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો?
(A) સરોજીની નાયડુ
(B) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) જવાહરલાલ નેહરુ
(D) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
જવાબ : (C) જવાહરલાલ નેહરુ
(689) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?
(A) શોષણ સામેનો અધિકાર
(B) સમાનતાનો અધિકાર
(C) બંધારણીય ઉપાયનો અધિકાર
(D) સ્વાતંત્ર્યતાનો અધિકાર
જવાબ : (B) સમાનતાનો અધિકાર
(690) લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે?
(A) 85 લાખ
(B) 70 લાખ
(C) 75 લાખ
(D) 80 લાખ
જવાબ : (B) 70 લાખ
14 Bharat Nu Bandharan MCQ Gujarati (691 To 700)
(691) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ….
(A) લોકસભાના અધ્યક્ષ બને છે.
(B) રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
(C) બંન્નેના અધ્યક્ષ બને છે.
(D) ત્રણેયમાંથી એકપણ નહીં.
જવાબ : (B) રાજ્યસભાના અધ્યક્ષ બને છે.
(692) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યાં વર્ષથી અસ્તિત્વમાં આવ્યું?
(A) 1761
(B) 1687
(C) 1681
(D) 1725
જવાબ : (B) 1687
(693) ‘1955નો ધારો’ નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો?
(A) ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
(B) લશ્કરના જવાનો માટે
(C) અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
(D) લોકશાહીના રક્ષણ માટે
જવાબ : (C) અસ્પૃશ્યતા(ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
(694) બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે?
(A) બાળક
(B) વ્યકિત
(C) અઢાર વર્ષની નીચેની ઉંમર
(D) ત્રણેયમાંથી એકપણ નહી.
જવાબ : (C) અઢાર વર્ષની નીચેની ઉંમર
(695) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે?
(A) રાષ્ટ્રપતિ
(B) પ્રધાનમંત્રી
(C) નાણાંમંત્રી
(D) સંસદ
જવાબ : (A) રાષ્ટ્રપતિ
(696) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો?
(A) 1988
(B) 1993
(C) 1990
(D) 1989
જવાબ : (B) 1993
(697) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી?
(A) સંરક્ષણ બિલ
(B) નાણાંકીય બિલ
(C) કાયદાકીય બિલ
(D) ત્રણેયમાંથી એકપણ નહીં.
જવાબ : (D) ત્રણેયમાંથી એકપણ નહીં.
(698) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂંક કોણ કરે છે?
(A) હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ
(B) રાજ્ય સરકાર
(C) સેશન્સ કોર્ટ
(D) જિલ્લા કલેક્ટર
જવાબ : (B) રાજ્ય સરકાર
(699) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે?
(A) રેલવે બજેટ
(B) સંરક્ષણ(ડિફેન્સ) બજેટ
(C) વિદેશ નીતિ
(D) નાણાંકીય બિલ
જવાબ : (D) નાણાંકીય બિલ
(700) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે?
(A) પ્રધાનમંત્રી
(B) એટર્ની જનરલ
(C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
(D) વડી અદાલતના ન્યાયમૂર્તિ
જવાબ : (C) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
Also Read :
ભારતનું બંધારણ MCQ |
ગુજરાતની ભૂગોળ MCQ |
સામાન્ય વિજ્ઞાન MCQ |