Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 Mcq)

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 9 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 9અઢારમી સદીના રાજકીય શાસકો
સત્ર :દ્વિતીય
MCQ :55
Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (1 To 10)

(1) ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઊથલપાથલવાળી હતી?

(A) 15મી

(B) 16મી

(C) 17મી

(D) 18મી

જવાબ : (D) 18મી

(2) ઔરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું?

(A) ઈ. સ. 1690માં

(B) ઈ. સ. 1695માં

(C) ઈ. સ. 1707માં

(D) ઈ. સ. 1717માં

જવાબ : (C) ઈ. સ. 1707માં

(3) કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું?

(A) શાહજહાં

(B) ઔરંગઝેબ

(C) અકબર

(D) હુમાયુ

જવાબ : (B) ઔરંગઝેબ

(4) ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

(A) શાહઆલમ પહેલો

(B) મહંમદશાહ

(C) જહાંદરશાહ

(D) બહાદુરશાહ

જવાબ : (D) બહાદુરશાહ

(5) કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો?

(A) બહાદુરશાહે

(B) મહંમદશાહે

(C) ઔરંગઝેબે

(D) અકબરે

જવાબ : (A) બહાદુરશાહે

(6) કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?

(A) ગુરુ તેજબહાદુના

(B) ગુરુ ગોવિંદસિંહના

(C) ગુરુ અર્જુનસિંહના

(D) ગુરુ ખુશવંતસિંહના

જવાબ : (B) ગુરુ ગોવિંદસિંહના

(7) બહાદુરશાહના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?

(A) જહાંદરશાહ

(B) મહંમદશાહ

(C) ફરુખસિયર

(D) શાહઆલમ પહેલો

જવાબ : (A) જહાંદરશાહ

(8) જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું?

(A) સૈયદ ભાઈઓ

(B) બહાદુરશાહ

(C) ફરુખસિયર

(D) મહંમદશાહ

જવાબ : (C) ફરુખસિયર

(9) બે સૈયદ ભાઈઓએ ફરૂખસિયરને ગાદી પરથી ઉઠાડીને કોને બાદશાહ બનાવ્યો?

(A) મહંમદશાહને

(B) શાહઆલમ બીજાને

(C) નાદીરશાહને

(D) જહાંદરશાહને

જવાબ : (A) મહંમદશાહને

(10) ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?

(A) બાબરે

(B) તૈમૂરે

(C) હુમાયુએ

(D) નાદીરશાહે

જવાબ : (D) નાદીરશાહે

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (11 To 20)

(11) ઈરાનનો નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું?

(A) ઈ. સ. 1761માં

(B) ઈ. સ. 1752માં

(C) ઈ. સ. 1745માં

(D) ઈ. સ. 1739માં

જવાબ : (D) ઈ. સ. 1739માં

(12) ઈ. સ. 1759માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?

(A) મહંમદશાહ

(B) શાહઆલમ પહેલો

(C) શાહઆલમ બીજો

(D) સિરાજ-ઉદ્-દૌલા

જવાબ : (C) શાહઆલમ બીજો

(13) અંગ્રેજોએ કયા યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો?

(A) પાણિપતના યુદ્ધમાં

(B) બક્સરના યુદ્ધમાં

(C) તરાઈના યુદ્ધમાં

(D) પ્લાસીના યુદ્ધમાં

જવાબ : (B) બક્સરના યુદ્ધમાં

(14) કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?

(A) શેરશાહના

(B) તૈમૂરના

(C) નાદીરશાહના

(D) ક્લાઇવના

જવાબ : (C) નાદીરશાહના

(15) મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કયા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી?

(A) બુંદેલખંડ

(B) બંગાળ

(C) ગુજરાત

(D) હૈદરાબાદ

જવાબ : (B) બંગાળ

(16) ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ હતો?

(A) સીજા-ઉદ્-દૌલા

(B) સુજા-ઉદ્-દૌલા

(C) મિરાજ-ઉદ્-દૌલા

(D) સિરાજ-ઉદ્-દૌલા

જવાબ : (D) સિરાજ-ઉદ્-દૌલા

(17) ઈ. સ. 1757માં કયું યુદ્ધ થયું હતું?

(A) પાણિપતનું

(B) બક્સરનું

(C) તરાઈનું

(D) પ્લાસીનું

જવાબ : (D) પ્લાસીનું

(18) ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

(A) મરાઠાઓ અને એહમદશાહ અબ્દાલી વચ્ચે

(B) બંગાળના નવાબ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે

(C) શાહઆલમ બીજા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે

(D) શીખ નેતા રણજિતસિંહ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે

જવાબ : (B) બંગાળના નવાબ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે

(19) નીચેના પૈકી ક્યું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું?

(A) અજમેર

(B) મેવાડ

(C) જયપુર

(D) જોધપુર

જવાબ : (C) જયપુર

(20) નીચેના પૈકી કયા રાજા કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા?

(A) સવાઈ જયસિંહ

(B) સવાઈ ભગવાનસિંહ

(C) સવાઈ માધોસિંહ

(D) સવાઈ માનસિંહ

જવાબ : (A) સવાઈ જયસિંહ

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (21 To 30)

(21) રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી?

(A) ભરતપુરની

(B) જશવંતપુરની

(C) ઉદયપુરની

(D) જયપુરની

જવાબ : (D) જયપુરની

(22) નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા?

(A) સવાઈ માનસિંહ

(B) સવાઈ જયસિંહ

(C) સવાઈ ભગવાનસિંહ

(D) સવાઈ માધોસિંહ

જવાબ : (B) સવાઈ જયસિંહ

(23) નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી નહોતી?

(A) ઉજ્જૈનમાં

(B) દિલ્લીમાં

(C) મથુરામાં

(D) અજમેરમાં

જવાબ : (D) અજમેરમાં

(24) નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ અગત્યનાં રાજપૂત રાજ્યોમાં થતો નથી?

(A) મેવાડ

(B) મારવાડ

(C) જોધપુર

(D) બિકાનેર

જવાબ : (B) મારવાડ

(25) 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?

(A) ગુરુ નાનકે

(B) ગુરુ અર્જુનસિંહે

(C) ગુરુ ગોવિંદસિંહે

(D) ગુરુ બંદાબહાદુરે

જવાબ : (A) ગુરુ નાનકે

(26) શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા?

(A) 8

(B) 12

(C) 10

(D) 15

જવાબ : (C) 10

(27) શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી?

(A) ગુરુ નાનકે

(B) ગુરુ અર્જુનસિંહે

(C) ગુરુ બંદાબહાદુરે

(D) ગુરુ ગોવિંદસિંહે

જવાબ : (D) ગુરુ ગોવિંદસિંહે

(28) શીખોના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા કોણ હતા?

(A) સંગ્રામસિંહ

(B) રણજિતસિંહ

(C) જશવંતસિંહ

(D) ભગવાનસિંહ

જવાબ : (B) રણજિતસિંહ

(29) કોણે કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો?

(A) રણજિતસિંહે

(B) ગુમાનસિંહે

(C) સંગ્રામસિંહે

(D) ગોવિંદસિંહે

જવાબ : (A) રણજિતસિંહે

(30) રણજિતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું?

(A) અમૃતસરમાં

(B) જોધપુરમાં

(C) દિલ્લીમાં

(D) લાહોરમાં

જવાબ : (D) લાહોરમાં

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (31 To 40)

(31) કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?

(A) ભગવાનસિંહના

(B) સંગ્રામસિંહના

(C) રણજિતસિંહના

(D) ગોવિંદસિંહના

જવાબ : (C) રણજિતસિંહના

(32) મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?

(A) સ્વામી રામદાસે

(B) બાલાજી બાજીરાવે

(C) છત્રપતિ શિવાજીએ

(D) બાલાજી વિશ્વનાથે

જવાબ : (C) છત્રપતિ શિવાજીએ

(33) કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?

(A) છત્રપતિ શિવાજીના

(B) બોલાજી બાજીરાવના

(C) બાલાજી વિશ્વનાથના

(D) બાજીરાવ પહેલાના

જવાબ : (A) છત્રપતિ શિવાજીના

(34) ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો?

(A) સંભાજીને

(B) શાહુને

(C) રાજારામને

(D) શિવાજી બીજાને

જવાબ : (B) શાહુને

(35) છત્રપતિ શાહુને કોણે કેદ કર્યો હતો?

(A) ઔરંગઝેબે

(B) શાહજહાંએ

(C) જહાંગીરે

(D) અકબરે

જવાબ : (A) ઔરંગઝેબે

(36) તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?

(A) સંભાજીએ

(B) બાલાજી બાજીરાવે

(C) બાલાજી વિશ્વનાથે

(D) બાજીરાવ પહેલાએ

જવાબ : (C) બાલાજી વિશ્વનાથે

(37) કયા પેશ્વાએ મરાઠા રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી?

(A) બાલાજી બાજીરાવે

(B) બાલાજી વિશ્વનાથે

(C) બાજીરાવ પહેલાએ

(D) માધવરાવે

જવાબ : (B) બાલાજી વિશ્વનાથે

(38) બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યા?

(A) બાલાજી બાજીરાવ

(B) માધવરાવ

(C) બાજીરાવ પહેલો

(D) બાજીરાવ બીજો

જવાબ : (C) બાજીરાવ પહેલો

(39) કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?

(A) નાના ફડણવીસે

(B) બાલાજી વિશ્વનાથ

(C) બાજીરાવ પહેલાએ

(D) બાલાજી બાજીરાવે

જવાબ : (C) બાજીરાવ પહેલાએ

(40) પેશ્વા બાજીરાવ પહેલાનું અવસાન ક્યારે થયું?

(A) ઈ. સ. 1707માં

(B) ઈ. સ. 1720માં

(C) ઈ. સ. 1727માં

(D) ઈ. સ. 1740માં

જવાબ : (D) ઈ. સ. 1740માં

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (41 To 50)

(41) પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વા બન્યું?

(A) બાલાજી બાજીરાવ

(B) માધવરાવ

(C) બાલાજી વિશ્વનાથ

(D) બાજીરાવ બીજો

જવાબ : (A) બાલાજી બાજીરાવ

(42) ઈ. સ. 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું?

(A) એહમદશાહ અબ્દાલીએ

(B) બાબરે

(C) તૈમૂરે

(D) નાદીરશાહે

જવાબ : (A) એહમદશાહ અબ્દાલીએ

(43) પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?

(A) ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે

(B) અકબર અને હેમુ વચ્ચે

(C) એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે

(D) રણજિતસિંહ અને અંગ્રેજો વચ્ચે

જવાબ : (C) એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે

(44) પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં થયેલા આઘાતથી કયા પેશ્વાનું અવસાન થયું હતું?

(A) નાના ફડણવીસનું

(B) બાલાજી બાજીરાવનું

(C) સવાઈ માધવરાવનું

(D) બાલાજી વિશ્વનાથનું

જવાબ : (B) બાલાજી બાજીરાવનું

(45) મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ન શકાય?

(A) શાહઆલમ બીજાનો  

(B) મહંમદશાહનો

(C) જહાંદરશાહનો

(D) જહાંગીરનો

જવાબ : (D) જહાંગીરનો

(46) દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા?

(A) રણજિતસિંહ

(B) સવાઈ જયસિંહ

(C) બહાદુરશાહ

(D) રાજા માનસિંહ

જવાબ : (B) સવાઈ જયસિંહ

(47) મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?

(A) બાલાજી વિશ્વનાથ

(B) માધવરાવ

(C) બાજીરાવ પહેલો           

(D) જસવંત હોલકર

જવાબ : (A) બાલાજી વિશ્વનાથ

(48) શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા?

(A) ગુરુ નાનક

(B) ગુરુ અર્જુનસિંહ

(C) ગુરુ ગોવિંદસિંહ

(D) બંદાબહાદુર

જવાબ : (C) ગુરુ ગોવિંદસિંહ

(49) પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

(A) અંગ્રેજો અને મરાઠા વચ્ચે

(B) મરાઠા અને મુઘલો વચ્ચે

(C) મરાઠાઓ અને એહમદશાહ અબ્દાલી વચ્ચે

(D) અંગ્રેજો અને મુઘલો વચ્ચે

જવાબ : (C) મરાઠાઓ અને એહમદશાહ અબ્દાલી વચ્ચે

(50) નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?

(A) ઉજ્જૈન

(B) મથુરા

(C) જયપુર

(D) બિકાનેર

જવાબ : (D) બિકાનેર

Std 7 Social Science Chapter 9 Mcq In Gujarati (51 To 55)

(51) નીચેના પૈકી કયા શાસક પાસે પેશ્વાપદ નહોતું?

(A) બાલાજી બાજીરાવ પાસે

(B) છત્રપતિ શાહુ પાસે

(C) બાલાજી વિશ્વનાથ પાસે

(D) બાજીરાવ પહેલા પાસે

જવાબ : (B) છત્રપતિ શાહુ પાસે

(52) ઈ. સ. 1707માં નીચેનામાંથી ક્યાં મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?

(A) અકબરનું

(B) બહાદુરશાહનું

(C) જહાંગીરનું

(D) ઔરંગઝેબનું

જવાબ : (D) ઔરંગઝેબનું

(53) નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?

(A) અમરદાસે

(B) રામદાસે

(C) બંદાબહાદુરે

(D) અર્જુનદેવે

જવાબ : (C) બંદાબહાદુરે

(54) ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

(A) અકબરે

(B) સવાઈ જયસિંહે

(C) જશવંતસિંહે

(D) રાણા પ્રતાપે

જવાબ : (B) સવાઈ જયસિંહે

(55) નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?

(A) બાલાજી વિશ્વનાથ

(B) બાજીરાવ પહેલો

(C) માધવરાવ પહેલો

(D) બાલાજી બાજીરાવ

જવાબ : (A) બાલાજી વિશ્વનાથ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 Mcq