Std 7 Science Chapter 1 Mcq Gujarati (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 Mcq)

std 7 science chapter 1 mcq gujarati
Std 7 Science Chapter 1 Mcq Gujarati

Std 7 Science Chapter 1 Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 mcq, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 MCQ, Std 7 Science Mcq Gujarati, Class 7 Science Chapter 1 Mcq Gujarati, Class 7 Science Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 વિજ્ઞાન પાઠ 1 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 1વનસ્પતિમાં પોષણ
સત્ર :પ્રથમ
MCQ :35
Std 7 Science Chapter 1 Mcq Gujarati

Std 7 Science Chapter 1 Mcq Gujarati (1 To 10)

(1) લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે માટે તેને નીચેનામાંથી શું કહી શકાય?

(A) સ્વાવલંબી

(B) પરપોષી

(C) મૃતોપજીવી

(D) પરોપજીવી

જવાબ : (A) સ્વાવલંબી

(2) આપણા શરીર માટે જરૂરી એવા ખોરાકના ઘટકોને શું કહેવાય?

(A) હવા

(B) ગ્લુકોઝ

(C) પોષક તત્ત્વો

(D) વનસ્પતિઓ

જવાબ : (C) પોષક તત્ત્વો

(3) નીચેનામાંથી કયો સજીવ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે?

(A) મનુષ્ય

(B) અમરવેલ

(C) પોપટ

(D) લીમડો

જવાબ : (D) લીમડો

(4) લીલી વનસ્પતિને ખોરાક બનાવવા માટે નીચેનામાંથી શાની આવશ્યકતા હોય છે?

(A) કાર્બન ડાયોક્સાઇડ વાયુ

(B) સૂર્યપ્રકાશ

(C) પાણી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(5) લીલી વનસ્પતિ કઇ રાસાયણિક પ્રક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે?

(A) પ્રકાશસંશ્લેષણ

(B) બાષ્પીભવન

(C) ઉત્સર્જન

(D) એકપણ નહિ

જવાબ : (A) પ્રકાશસંશ્લેષણ

Play Quiz :

ધોણ 7 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

(6) શરીરને પોષકતત્ત્વોની જરૂરિયાત શા માટે હોય છે?

(1) શરીરના બંધારણ માટે
(2) શરીરની વૃદ્ધિ માટે
(3) નુકસાન પામેલ ભાગોની સુધારણા માટે
(4) જૈવિક ક્રિયાઓ માટે
Std 7 Science Chapter 1 Mcq Gujarati

(A) ફક્ત 1

(B) ફક્ત 1 અને 2

(C) ફક્ત 1,2,3

(D) 1,2,3,4 બધા જ

જવાબ : (D) 1,2,3,4 બધા જ

(7) સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગમાં લેવાની પ્રક્રિયા એટલે…

(A) પોષણ

(B) શ્વસન

(C) રૂધિરાભિસરણ

(D) એક પણ નહિ

જવાબ : (A) પોષણ

Play Quiz :

ધોરણ 7 વિજ્ઞાન એકમ : 1 MCQ QUIZ

(8) લીલી વનસ્પતિઓ……………કહેવાય છે.

(A) તૃણાહારી

(B) સ્વાવલંબી

(C) પરપોષી

(D) માંસાહારી

જવાબ : (B) સ્વાવલંબી

(9) જે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને નીચેનામાંથી કયા પ્રકારના પોષણમાં ગણી શકાય?

(A) સ્વાવલંબી પોષણ

(B) પરાવલંબી પોષણ

(C) પરપોષણ

(D) વનસ્પતિઓ

જવાબ : (A) સ્વાવલંબી પોષણ

(10) વનસ્પતિમાં ખોરાક બનાવવાનાં કારખાનાં કોને ગણી શકાય?

(A) મૂળ

(B) પ્રકાંડ

(C) પર્ણ

(D) ફળ

જવાબ : (C) પર્ણ

Std 7 Science Chapter 1 Mcq Gujarati (11 To 20)

(11) વનસ્પતિમાં પાણી અને ખનીજદ્રવ્યોનું શોષણ નીચેનામાંથી કોણ કરે છે?

(A) મૂળ

(B) પ્રકાંડ

(C) પર્ણ

(D) ફળ

જવાબ : (A) મૂળ

(12) વનસ્પતિના પર્ણમાં આવેલાં નાનાં છિદ્રોને શું કહેવામાં આવે છે?

(A) પર્ણરંધ્ર

(B) શ્વાસનળી

(C) હરિતકણ

(D) શ્વસનછિદ્ર

જવાબ : (A) પર્ણરંધ્ર

(13) બધા જ સજીવો માટે ઊર્જાનો અદ્વિતીય સોત નીચેનામાંથી કયો છે?

(A) હવા

(B) સૂર્ય

(C) પવન

(D) વીજળી

જવાબ : (B) સૂર્ય

(14) પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરશે?

(A) હરિતદ્રવ્ય

(B) શ્વાસનળી

(C) પર્ણરંધ્ર

(D) શ્વસનછિદ્ર

જવાબ : (A) હરિતદ્રવ્ય

(15) પ્રક્રિયા પૂર્ણ કરો.

કાર્બન ડાયોકસાઇડ + પાણી + સૂર્યપ્રકાશ + હરિતદ્રવ્ય = કાર્બોદિત પદાર્થ + ……………..

(A) હાઈડ્રોજન

(B) ઑક્સિજન

(C) નાઇટ્રોજન

(D) કાર્બન ડાયોક્સાઇડ

જવાબ : (B) ઑક્સિજન

(16) સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે?

(A) પેશી

(B) કોષ

(C) સ્નાયુ

(D) મૂળ

જવાબ : (B) કોષ

(17) પર્ણમાં આવેલા લીલા રંજકદ્રવ્યને શું કહેવાય?

(A) કોષરસ

(B) હરિતદ્રવ્ય

(C) રક્તદ્રવ્ય

(D) એકપણ નહિ

જવાબ : (B) હરિતદ્રવ્ય

(18) લાલ, જાંબલી અને કથ્થાઇ રંગનાં પર્ણ ધરાવતી વનસ્પતિના પ્રકાશસંશ્લેષણ વિશે શું કહી શકાય?

(A) પ્રકાશસંશ્લેષણ કરી શકે

(B) પ્રકાશસંશ્લેષણ ન કરી શકે

(C) ઉપરના બંને

(D) કંઇ કહી ન શકાય

જવાબ : (A) પ્રકાશસંશ્લેષણ કરી શકે

(19) કાર્બોદિત પદાર્થો શાના બનેલા હોય છે?

(A) કાર્બન

(B) હાઇડ્રોજન

(C) ઑક્સિજન

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(20) વનસ્પતિ નીચેનામાંથી કયા ઘટકોનું સંશ્લેષણ કરી શકે છે?

(A) કાર્બોદિત

(B) પ્રોટીન

(C) ચરબી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

Std 7 Science Chapter 1 Mcq Gujarati (21 To 30)

(21) મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને શું કહે છે?

(A) પરોપજીવી

(B) મૃતોપજીવી

(C) સ્વાવલંબી

(D) આપેલ તમામ

જવાબ : (B) મૃતોપજીવી

(22) જોસેફે વનસ્પતિ પર અમરવેલ જોઈ તે નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

(A) સ્વાવલંબી

(B) પરોપજીવી

(C) મૃતોપજીવી

(D) કીટાહારી

જવાબ : (B) પરોપજીવી

(23) નીચેના પૈકી સહજીવીનું ઉદાહરણ કયું છે?

(A) લીમડો

(B) લાઈકેન

(C) પીપળો

(D) આંબો

જવાબ : (B) લાઈકેન

(24) નીચેનામાંથી કઇ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે?

(A) અમરવેલ

(B) જાસૂદ

(C) કળશપર્ણ

(D) કરેણ

જવાબ : (C) કળશપર્ણ

(25) પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ………..વાયુ લે છે અને……….વાયુ મુક્ત કરે છે.

(A) ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ

(B) કાર્બન ડાયોક્સાઇડ, ઑક્સિજન

(C) ઑક્સિજન, ઑક્સિજન

(D) કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ

જવાબ : (B) કાર્બન ડાયોક્સાઇડ, ઑક્સિજન

(26) રાઇઝોબિયમ એ નીચેનામાંથી શાનું ઉદાહરણ છે?

(A) બેક્ટેરિયા

(B) પરોપજીવી

(C) કીટાહારી

(D) એકપણ નહી

જવાબ : (A) બેક્ટેરિયા

(27) ફૂગ માટે શું સાચું છે?

(A) ફૂગ મૃતોપજીવી છે.

(B) કેટલીક ફૂગ ફાયદાકારક છે.

(C) કેટલીક ફૂગ નુકસાનકારક છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(28) નીચેનામાંથી કયો પદાર્થ આયોડિનનું દ્રાવણ નાંખતા કાળો-ભૂરો રંગ આપે છે?

(A) મગ

(B) લીંબુ

(C) ભાત

(D) ઘી

જવાબ : (C) ભાત

(29) નીચેનામાંથી સાચું શું નથી?

(A) પરપોષી પોતાનો ખોરાક જાતે તૈયાર કરી શકતા નથી.

(B) અમરવેલ પરોપજીવીનું ઉદાહરણ છે.

(C) લીલી વનસ્પતિ મૃતોપજીવી છે.

(D) દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.

જવાબ : (C) લીલી વનસ્પતિ મૃતોપજીવી છે.

(30) પર્ણનું મુખ્ય કાર્ય……………..છે.

(A) ખોરાક બનાવવો

(B) રોગોથી રક્ષણ આપવું

(C) વનસ્પતિને આધાર આપવો

(D) વનસ્પતિને આકાર આપવો

જવાબ : (A) ખોરાક બનાવવો

Std 7 Science Chapter 1 Mcq Gujarati (31 To 35)

(31) નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકતા બેક્ટેરિયા નીચેનામાંથી કયા છે?

(A) રાઇઝૉબિયમ

(B) વિબ્રિયો કોલેરી

(C) લેક્ટોબેસિલસ

(D) એકપણ નહિ

જવાબ : (A) રાઇઝૉબિયમ

(32) મેહુલે ખેતરે જઈને જોયું તો તેના પિતા જમીનમાં ખાતર ઉમેરી રહ્યા હતા, તેને થયું કે ખાતર શા માટે ઉમેરવું જોઇએ?

I. પોષક તત્વોનું પ્રમાણ જાળવી રાખવા.
II. સૂક્ષ્મજીવોનો નાશ કરવા.
Std 7 Science Chapter 1 Mcq Gujarati

(A) ફક્ત । સાચું છે.

(B) ફક્ત II સાચું છે.

(C) I અને II બંને સાચાં છે.

(D) I અને II બંને ખોટાં છે.

જવાબ : (A) ફક્ત । સાચું છે.

(33) આકૃતિમાં P શું દર્શાવે છે?

Std 7 Science Chapter 1 Mcq Gujarati
Std 7 Science Chapter 1 Mcq Gujarati

(A) પર્ણ

(B) પર્ણરંધ્ર

(C) રક્ષકકોષ

(D) વાયુરંધ્ર

જવાબ : (B) પર્ણરંધ્ર

(34) આકૃતિ કઇ ક્રિયા દર્શાવે છે?

Std 7 Science Chapter 1 Mcq Gujarati
Std 7 Science Chapter 1 Mcq Gujarati

(A) પ્રકાશસંશ્લેષણ

(B) બાષ્પીભવન

(C) ઉત્સર્જન

(D) એકપણ નહી

જવાબ : (A) પ્રકાશસંશ્લેષણ

(35) નીચેનામાંથી મૃતોપજીવી કોણ છે?

(A) અમરવેલ

(B) કળશપર્ણ

(C) મશરૂમ

(D) લાઇકેન

જવાબ : (C) મશરૂમ

Also Read :

Std 7 Science Chapter 1 Mcq Gujarati