Std 7 Science Chapter 3 Mcq Gujarati (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 Mcq)

Std 7 Science Chapter 3 Mcq Gujarati
Std 7 Science Chapter 3 Mcq Gujarati

Std 7 Science Chapter 3 Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 mcq, ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 MCQ, Std 7 Science Mcq Gujarati, Class 7 Science Chapter 3 Mcq Gujarati, Class 7 Science Mcq Gujarati, ધોરણ 7 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 3ઉષ્મા
સત્ર :પ્રથમ
MCQ :40
Std 7 Science Chapter 3 Mcq Gujarati

Std 7 Science Chapter 3 Mcq Gujarati (1 To 10)

(1) તમારી પાસે થરમૉમિટર છે તો તમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો?

(A) દબાણ

(B) તાપમાન

(C) વરસાદ

(D) ભૂકંપ

જવાબ : (B) તાપમાન

(2) રહેમાને ગરમ કરવા મૂકેલ પાણીમાં રહેલ થરમૉમિટરનો આંક કેટલા તાપમાને અચળ થયેલો જોવા મળે છે?

(A) 0°C

(B) 98.6°F

(C) 106°F

(D) 100°C

જવાબ : (D) 100°C

(3) પદાર્થમાં ઉષ્માનું વહન…….

(A) વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ

(B) ઓછા તાપમાનવાળા વિભાગથી વધુ તાપમાનવાળા વિભાગ તરફ

(C) ઉષ્માનું વહન થતું નથી

(D) કંઈ કહી શકાય નહિ

જવાબ : (A) વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ

(4) ગરમ પાણીની તપેલીમાં રહેલી ચમચીમાં થતા ઉષ્માના પ્રસરણની રીત કઈ છે?

(A) ઉષ્માનયન

(B) ઉષ્મીય વિકિરણ

(C) ઉષ્માવહન

(D) એકપણ નહીં

જવાબ : (C) ઉષ્માવહન

(5) સામાન્ય રીતે ક્લિનીકલ થરમૉમિટરનો ઉપયોગ કોનું તાપમાન માપવા માટે વપરાય છે?

(A) બરફ

(B) મનુષ્ય

(C) ઉકળતું પાણી

(D) આપેલ તમામ

જવાબ : (B) મનુષ્ય

(6) ક્લિનીકલ થરમૉમિટર કયા ગાળાનું તાપમાન માપી માપી શકે છે?

(A) 40°C થી 100°C

(B) 35°C થી 50°C

(C) 35°C થી 42°C

(D) 10°C થી 30°C

જવાબ : (C) 35°C થી 42°C

(7) લેબોરેટરી થરમૉમિટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે?

(A) 0°C થી 30°C

(B) 35°C થી 42°C

(C) -10°C થી 110°C

(D) 40°C થી 100°C

જવાબ : (C) -10°C થી 110°C

(8) તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

(A) 98.6°C

(B) 88.6°F

(C) 37°F

(D) 37°C

જવાબ : (D) 37°C

(9) 30° C તાપમાનવાળા 4 લિટર પાણીને 60°C તાપમાનવાળા 4 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય?

(A) 90°C

(B) 30°C

(C) 75°C

(D) 30°C થી વધુ પરંતુ 60°C થી ઓછું

જવાબ : (D) 30°C થી વધુ પરંતુ 60°C થી ઓછું

(10) 20° C તાપમાનવાળા 4 લિટર પાણીમાં 40°C તાપમાનવાળા 4 લિટર પાણીને ઉમેરતાં પાણીનું તાપમાન કેટલું હોય?

(A) 20°C થી વધુ પરંતુ 40°C થી ઓછું થાય.

(B) 20°C થી ઓછું પરંતુ 40°C થી વધુ થાય.

(C) 20°C થી ઓછું થાય.

(D) 40°C થી વધુ થાય.

જવાબ : (A) 20°C થી વધુ પરંતુ 40°C થી ઓછું થાય.

Std 7 Science Chapter 3 Mcq Gujarati (11 To 20)

(11) 80° C તાપમાન ધરાવતા પાણીમાં તેટલા જ તાપમાન ધરાવતો લોખંડનો ટુકડો નાખવામાં આવે તો…….

(A) ઉષ્મા ટુકડાથી પાણી તરફ વહે.

(B) ઉષ્મા ટુકડાથી પાણી તરફ કે પાણીથી ટુકડા તરફ વહેશે નહિ.

(C) ઉષ્મા પાણીથી ટુકડા તરફ વહે.

(D) ટુકડા તથા પાણી બંનેનું તાપમાન વધશે.

જવાબ : (B) ઉષ્મા ટુકડાથી પાણી તરફ કે પાણીથી ટુકડા તરફ વહેશે નહિ.

(12) રસોઈ માટે વપરાતી સ્ટેઈનલેસ સ્ટીલની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું વૈજ્ઞાનિક કારણ…

(A) તાંબાનું તળિયું કઢાઈને વધુ મજબૂતી આપે છે.

(B) આવી કઢાઈ આકર્ષક લાગે છે માટે.

(C) સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

(D) સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે.

જવાબ : (C) સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

(13) ક્યા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે?

(A) ઘન, પ્રવાહી અને વાયુ

(B) ઘન અને પ્રવાહી

(C) ઘન અને વાયુ

(D) પ્રવાહી અને વાયુ

જવાબ : (D) પ્રવાહી અને વાયુ

(14) નીચેનામાંથી કયું જૂથ ઉષ્માનું સુવાહક છે?

(A) એબોનાઈટ, પ્લાસ્ટિક, લાકડું

(B) તાંબું, સ્ટેઈનલેસ સ્ટીલ, લોખંડ

(C) એબોનાઈટ, તાંબું, લોખંડ

(D) પ્લાસ્ટિક, સ્ટેઈનલેસ સ્ટીલ, લાકડું

જવાબ : (B) તાંબું, સ્ટેઈનલેસ સ્ટીલ, લોખંડ

(15) કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે?

(A) પાણી

(B) ઑક્સિજન

(C) કાર્બન ડાયોક્સાઇડ

(D) એલ્યુમિનિયમ

જવાબ : (D) એલ્યુમિનિયમ

(16) કયો પદાર્થ ઉષ્માનયન રીતે ગરમ થાય છે?

(A) પાણી

(B) કેરોસીન

(C) દૂધ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(17) સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે?

(A) ઉષ્મીય વિકિરણ

(B) ઉષ્માનયન

(C) ઉષ્માવહન

(D) આપેલ તમામ

જવાબ : (A) ઉષ્મીય વિકિરણ

(18) કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?

(A) સફેદ

(B) લીલો

(C) પીળો

(D) કાળો

જવાબ : (D) કાળો

(19) દૂરદર્શનમાં આવતા હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે તે કયા થરમૉમિટર વડે માપીને જણાવવામાં આવે છે?

(A) ક્લિનીકલ થરમૉમિટર

(B) લેબોરેટરી થરમૉમિટર

(C) મહત્તમ-લઘુત્તમ થરમૉમિટર

(D) તબીબી થરમૉમિટર

જવાબ : (C) મહત્તમ-લઘુત્તમ થરમૉમિટર

(20) સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતને આભારી છે?

(A) ઉષ્માવહન

(B) ઉષ્મીય વિકિરણ

(C) ઉષ્માનયન

(D) આપેલ તમામ

જવાબ : (C) ઉષ્માનયન

Std 7 Science Chapter 3 Mcq Gujarati (21 To 30)

(21) ઉષ્મા પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી?

(A) ઉષ્મીય વિકિરણ

(B) ઉષ્માનયન

(C) ઉષ્માવહન

(D) આપેલ તમામ

જવાબ : (A) ઉષ્મીય વિકિરણ

(22) નીચે પૈકી કયો તાપમાનનો એકમ છે?

(A) સેલ્સિયસ

(B) કેલ્વિન

(C) ફેરનહીટ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ

(23) તપેલીમાં રહેલી “ચા” ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે?

(A) ઉષ્માવહન

(B) ઉષ્મીય વિકિરણ

(C) ઉષ્માનયન

(D) આપેલ તમામ

જવાબ : (C) ઉષ્માનયન

(24) ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે?

(A) દિવસ દરમિયાન

(B) રાત્રિ દરમિયાન

(C) દિવસ અને રાત્રિ દરમિયાન

(D) કહી શકાય નહિ

જવાબ : (B) રાત્રિ દરમિયાન

(25) દિવસ દરમિયાન કઈ લહેર વહે છે?

(A) ભૂમિય લહેર

(B) દરિયાઈ લહેર

(C) ભૂમિય અને દરિયાઈ લહેર

(D) કહી શકાય નહિ

જવાબ : (B) દરિયાઈ લહેર

(26) શૂન્યાવકાશમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે?

(A) ઉષ્માવહન

(B) ઉષ્માનયન

(C) ઉષ્મીય વિકિરણ

(D) આપેલ તમામ

જવાબ : (C) ઉષ્મીય વિકિરણ

(27) તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે અનુક્રમે તપેલી અને દૂધમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે જોવા મળે છે?

(A) ઉષ્માવહન, ઉષ્માનયન

(B) ઉષ્માનયન, ઉષ્મીય વિકિરણ

(C) ઉષ્મીય વિકિરણ, ઉષ્માવહન

(D) ઉષ્માનયન, ઉષ્માવહન

જવાબ : (A) ઉષ્માવહન, ઉષ્માનયન

(28) શિયાળામાં તાપણાની ગરમી આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે?

(A) ઉષ્માવહન

(B) ઉષ્માનયન

(C) ઉષ્મીય વિકિરણ

(D) આપેલ તમામ

જવાબ : (C) ઉષ્મીય વિકિરણ

(29) કયું પ્રવાહી ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે?

(A) આલ્કોહોલ

(B) મરકયુરી

(C) આલ્કોહોલ અને મરકયુરી

(D) એકપણ નહિ

જવાબ : (B) મરકયુરી

(30) થરમૉમિટરમાં કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે?

(A) પાણી અને મરકયુરી

(B) પાણી અને આલ્કોહોલ

(C) મરકયુરી અને આલ્કોહોલ

(D) પાણી, આલ્કોહોલ, મરકયુરી

જવાબ : (C) મરકયુરી અને આલ્કોહોલ

Std 7 Science Chapter 3 Mcq Gujarati (31 To 40)

(31) ઉષ્માવહન ક્યારે શક્ય બને?

(A) પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ.

(B) પદાર્થોના તાપમાન વચ્ચે તફાવત હોવો જોઈએ.

(C) A અને B પૈકી કોઈપણ એક

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને

(32) ગગન ગરમ ચા માં ઠંડું દૂધ ઉમેરે છે તો તેમાં ઉષ્માનું સંચારણ કઈ રીતથી થયું હશે?

(A) ઉષ્માનયન

(B) ઉષ્માવહન

(C) ઉષ્મીયવિકિરણ

(D) આપેલ તમામ

જવાબ : (A) ઉષ્માનયન

(33) મઘુબેન સ્ટવ પર મૂકેલ ઉકળતા પાણીને ગરમી આપવાનું ચાલુ રાખે છે તો તેના તાપમાનમાં…

(A) ફરક પડે છે.

(B) ફરક પડતો નથી.

(C) વધુ ઉકળે છે.

(D) એકપણ નહિ

જવાબ : (B) ફરક પડતો નથી.

(34) બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય તે દરમિયાન શું થાય છે?

(A) બરફ ઉષ્મા મેળવે છે અને તેનું તાપમાન વધે છે.

(B) બરફ ઉષ્મા મેળવે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી.

(C) બરફ ઉષ્મા ગુમાવે છે અને તેનું તાપમાન ઘટે છે.

(D) બરફ ઉષ્મા ગુમાવે છે પરંતુ તેનું તાપમાન ઘટતું નથી.

જવાબ : (B) બરફ ઉષ્મા મેળવે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી.

(35) જ્યારે પાણી ઉકળે છે ત્યારે શું થાય છે?

(A) પાણી ઉષ્મા મેળવે છે અને તેનું તાપમાન વધે છે.

(B) પાણી ઉષ્મા ગુમાવે છે અને તેનું તાપમાન ઘટે છે.

(C) પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી.

(D) પાણી ઉષ્મા ગુમાવે છે પરંતુ તાપમાન ઘટતું નથી.

જવાબ : (C) પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી.

(36) વિહાન કહે છે. તેનું થરમૉમિટર 65°તાપમાન દર્શાવે છે.જ્યારે જિયાન કહે છે તેનું થરમૉમિટર 18°તાપમાન દર્શાવે છે, તેમના શિક્ષક કહે છે, તે બંને સાચાં, આ કેવી રીતે સાચું?

(A) વિહાન અને જિયાન જુદા જુદા દેશમાં છે.

(B) શિક્ષકને વિહાન સારો લાગે છે.

(C) વિહાન જે થરમૉમિટર વાપરે કે ઉષ્માનું માપન ડિગ્રી ફેરનહીટમાં કરે છે અને જિયાનનું થરમૉમિટર ડિગ્રી સેલ્સિયસમાં માપન કરે છે.

(D) જિયાનનું થરમૉમિટર કામ કરી રહ્યું છે જયારે વિહાનનું થરમૉમિટર કામ કરતું નથી.

જવાબ : (C) વિહાન જે થરમૉમિટર વાપરે કે ઉષ્માનું માપન ડિગ્રી ફેરનહીટમાં કરે છે અને જિયાનનું થરમૉમિટર ડિગ્રી સેલ્સિયસમાં માપન કરે છે.

(37) તમે ઉનાળાના ગરમ દિવસોમાં બહાર રમો છો તો તમે કયો શર્ટ પહેરવાનું પસંદ કરશો?

(A) સફેદ રંગનો શર્ટ

(B) કાળા રંગનો શર્ટ

(C) જાંબલી રંગનો શર્ટ

(D) ઉપરનામાંથી એકપણ નહિ

જવાબ : (A) સફેદ રંગનો શર્ટ

(38) વૈષ્ણવીએ ઠંડો ગ્લાસ પકડતાં તેનો ગરમ હાથ ઠંડો થાય છે તો તેના હાથમાં ઉષ્મા પ્રસરણ કઈ તરફ થશે?

(A) ઠંડા ગ્લાસથી તેના હાથ તરફ

(B) ઠંડા ગ્લાસથી ગરમ હવા તરફ

(C) બરફથી તેના હાથ તરફ

(D) તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ

જવાબ : (D) તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ

(39) આકૃતિમાં ગરમ પાણીમાં ઉષ્માનું પ્રસરણ કયા પ્રકારે થાય છે?

Std 7 Science Chapter 3 Mcq Gujarati
Std 7 Science Chapter 3 Mcq Gujarati

(A) ઉષ્માવહન

(B) ઉષ્માનયન

(C) ઉષ્મીય વિકિરણ

(D) આપેલ પૈકી એકપણ નહિ

જવાબ : (B) ઉષ્માનયન

(40) આપેલ આકૃતિમાં કયા પ્રકારનું થરમૉમિટર નથી?

Std 7 Science Chapter 3 Mcq Gujarati
Std 7 Science Chapter 3 Mcq Gujarati

(A) ક્લિનીકલ થરમૉમિટર

(B) ડિજિટલ થરમૉમિટર

(C) તબીબી થરમૉમિટર

(D) પ્રયોગશાળાનું થરમૉમિટર

જવાબ : (D) પ્રયોગશાળાનું થરમૉમિટર

Std 7 Science Chapter 3 Mcq Gujarati