Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq)

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati
Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન Mcq, Class 6 Social Science Chapter 5 Mcq Gujarati, Std 6 Social Science Mcq Gujarati, Mcq Questions for Class 6 Social Science With Answers pdf

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 5શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
સત્ર :દ્વિતીય
MCQ :45
Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati (1 TO 10)

(1) કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?

(A) 500 જેટલી

(B) 550 જેટલી

(C) 600 જેટલી

(D) 650 જેટલી

જવાબ : (B) 550 જેટલી

(2) ભારતમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાનાં કાર્યો કર્યા હતાં?

(A) બુદ્ધ અને મહાવીર

(B) ચાણક્ય અને વર્ષકેતુએ

(C) વરાહમિહિર અને ચરકે

(D) નાગભટ્ટ અને વેતાળભટ્ટે

જવાબ : (A) બુદ્ધ અને મહાવીર

(3) કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?

(A) અરવલ્લી ક્ષેત્રમાં

(B) નીલગિરિ ક્ષેત્રમાં

(C) હિમાલય ક્ષેત્રમાં

(D) માળવા ક્ષેત્રમાં

જવાબ : (C) હિમાલય ક્ષેત્રમાં

(4) કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?

(A) ગૌતમ બુદ્ધ

(B) નંદિવર્ધન

(C) સિદ્ધાર્થ

(D) શુદ્ધોધન

જવાબ : (D) શુદ્ધોધન

(5) ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?

(A) તથાગત

(B) સિદ્ધાર્થ

(C) વર્ધમાન

(D) દેવદત્ત

જવાબ : (B) સિદ્ધાર્થ

(6) સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?

(A) વર્ધમાન

(B) નંદિવર્ધન

(C) યશોધન

(D) શુદ્ધોધન

જવાબ : (D) શુદ્ધોધન

(7) ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?

(A) યશોધરા

(B) પ્રિયંકા

(C) યશોદા

(D) લીલાવતી

જવાબ : (A) યશોધરા

(8) સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?

(A) યશોધરા

(B) ત્રિશલાદેવી

(C) યશોદા

(D) ગૌતમી મહાપ્રજાપતિ

જવાબ : (D) ગૌતમી મહાપ્રજાપતિ

(9) સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?

(A) ચાણક્ય

(B) આલારકલામ

(C) તથાગત

(D) કપિલમુનિ

જવાબ : (B) આલારકલામ

(10) ગૌતમ બુદ્ધે કેટલાં વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?

(A) 25

(B) 30

(C) 32

(D) 18

જવાબ : (B) 30

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati (11 TO 20)

(11) ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?

(A) ચૈત્રી પૂર્ણિમાના દિવસે

(B) શરદ પૂર્ણિમાના દિવસે

(C) વૈશાખી પૂર્ણિમાના દિવસે

(D) માણેકઠારી પૂર્ણિમાના દિવસે

જવાબ : (C) વૈશાખી પૂર્ણિમાના દિવસે

(12) બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?

(A) ધર્મચક્રપ્રવર્તન

(B) મહાભિનિષ્ક્રમણ

(C) બોધિગયા

(D) તત્ત્વબોધ

જવાબ : (A) ધર્મચક્રપ્રવર્તન

(13) ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલાં છે?

(A) પાંચ

(B) ચાર

(C) ત્રણ

(D) બે

જવાબ : (B) ચાર

(14) બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી શાને મહત્ત્વ આપ્યું હતું?

(A) અદ્વૈતવાદને

(B) યોગવાદને

(C) કર્મવાદને

(D) દ્વૈતવાદને

જવાબ : (C) કર્મવાદને

(15) ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?

(A) પીપળાના

(B) વડના

(C) આસોપાલવના

(D) આંબાના

જવાબ : (A) પીપળાના

(16) જૈનધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા?

(A) પાર્શ્વનાથ

(B) નેમિનાથ

(C) આદિનાથ

(D) ઋષભદેવ

જવાબ : (A) પાર્શ્વનાથ

(17) જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?

(A) નેમિનાથ

(B) આદિનાથ

(C) મહાવીર સ્વામી

(D) ઋષભદેવ

જવાબ : (C) મહાવીર સ્વામી

(18) મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?

(A) દેવદત્ત

(B) બુદ્ધિમાન

(C) વર્ધમાન

(D) સિદ્ધાર્થ

જવાબ : (C) વર્ધમાન

(19) મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?

(A) કપિલવસ્તુમાં

(B) સેવાગ્રામમાં

(C) પાવાપુરીમાં

(D) કુંડગ્રામમાં

જવાબ : (D) કુંડગ્રામમાં

(20) મહાવીર સ્વામીએ કેટલાં વ્રતો આપ્યાં હતાં?

(A) અગિયાર

(B) સાત

(C) પાંચ

(D) ત્રણ

જવાબ : (C) પાંચ

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati (21 TO 30)

(21) વર્ધમાનની પત્નીનું નામ શું હતું?

(A) યશોદા

(B) યશોધરા

(C) યશોમતિ

(D) માયાદેવી

જવાબ : (A) યશોદા

(22) વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?

(A) પ્રિયદર્શિની

(B) પ્રિયંકા

(C) પ્રિયવંદના

(D) પ્રિયનંદિની

જવાબ : (A) પ્રિયદર્શિની

(23) મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

(A) ગંગા

(B) ગંડકી

(C) બ્રહ્મપુત્ર

(D) ઋજુપાલિક

જવાબ : (D) ઋજુપાલિક

(24) મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?

(A) સમ્યક દર્શન તરીકે

(B) ત્રિરત્નના સિદ્ધાંત તરીકે

(C) પંચશીલના સિદ્ધાંત તરીકે

(D) મહાવ્રતના સિદ્ધાંત તરીકે

જવાબ : (B) ત્રિરત્નના સિદ્ધાંત તરીકે

(25) મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા?

(A) ઇન્દ્રજિત

(B) વર્ધમાન

(C) જિન

(D) સ્થિતપ્રજ્ઞ

જવાબ : (C) જિન

(26) મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?

(A) હર્ષવર્ધન

(B) નંદિવર્ધન

(C) રાજવર્ધન

(D) પ્રભાકરવર્ધન

જવાબ : (B) નંદિવર્ધન

(27) મહાવીર સ્વામીએ ભિક્ષુકજીવન ધારણ કર્યા પછી કેટલાં વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

(A) દસ

(B) પંદર

(C) બાર            

(D) આઠ

જવાબ : (C) બાર   

(28) જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ ગ્રંથો કયા છે?

(A) ઉપવેદો

(B) આગમગ્રંથો

(C) બૌદ્ધગ્રંથો

(D) ઉપનિષદો

જવાબ : (B) આગમગ્રંથો

(29) મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ (અવસાન) પામ્યા હતા?

(A) કુંડગ્રામમાં

(B) કુશીનારામાં

(C) શ્રવણ બેલગોડામાં

(D) પાવાપુરીમાં

જવાબ : (D) પાવાપુરીમાં

(30) નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી?

(A) સારથી છન્ન અને અશ્વ કંથક

(B) યશોધરા અને રાહુલ

(C) કુંડગ્રામ અને પાવાપુરી

(D) સારનાથ અને કુશીનારા

જવાબ : (C) કુંડગ્રામ અને પાવાપુરી

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati (31 TO 40)

(31) નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે?

(A) સારથી છન્ન અને અન્ય કંથક

(B) યશોધરા અને રાહુલ

(C) કુંડગ્રામ અને પાવાપુરી

(D) સારનાથ અને કુશીનારા

જવાબ : (C) કુંડગ્રામ અને પાવાપુરી

(32) જ્ઞાતૃક પ્રજાનું કયું ગણરાજ્ય વજ્જીસંઘમાં જોડાયેલ હતું?

(A) કપિલવસ્તુ

(B) વૈશાલી

(C) મિથિલા

(D) કુંડગ્રામ

જવાબ : (D) કુંડગ્રામ

(33) ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?

(A) પાવાપુરી

(B) શ્રવણ બેલગોડા

(C) રાણકપુર

(D) પાલિતાણા

જવાબ : (D) પાલિતાણા

(34) ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?

(A) ગાંધીજી

(B) મેડમ કામા

(C) સરદારસિંહ રાણા

(D) વીર નર્મદ

જવાબ : (A) ગાંધીજી

(35) નીચેનામાંથી કઈ બાબત જૈનધર્મને લાગુ પડતી નથી?

(A) જિન

(B) સમ્યક દર્શન

(C) અપરિગ્રહ

(D) ત્રિપિટક

જવાબ : (D) ત્રિપિટક

(36) નીચેનામાંથી કયું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી?

(A) તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું.

(B) ગૌતમ બુદ્ધનાં યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યાં.

(C) તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું.

(D) ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું.

જવાબ : (C) તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું.

(37) નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી?

(A) જૈનધર્મ

(B) કુંડગ્રામ

(C) યશોદા

(D) કપિલવસ્તુ

જવાબ : (D) કપિલવસ્તુ

(38) ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?

(A) શરદપૂર્ણિમાના દિવસે

(B) વૈશાખી પૂર્ણિમાના દિવસે

(C) ગુરુપૂર્ણિમાના દિવસે

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (B) વૈશાખી પૂર્ણિમાના દિવસે

(39) ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?

(A) બોધિગયા

(B) સારનાથ

(C) કુશીનારા

(D) કપિલવસ્તુ

જવાબ : (B) સારનાથ

(40) ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?

(A) લુમ્બિની

(B) કપિલવસ્તુ

(C) કુશીનારા

(D) સારનાથ

જવાબ : (C) કુશીનારા

Std 6 Social Science Chapter 5 Mcq In Gujarati (41 TO 45)

(41) મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?

(A) ત્રિશલાદેવી

(B) માયાદેવી

(C) યશોદા

(D) યશોધરા

જવાબ : (A) ત્રિશલાદેવી

(42) મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?

(A) કપિલવસ્તુ

(B) કુંડગ્રામ

(C) સારનાથ

(D) પાવાપુરી

જવાબ : (B) કુંડગ્રામ

(43) મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?

(A) પાલિ

(B) પ્રાકૃત અને અર્ધમાગ્ધી

(C) પ્રાકૃત અને પાલિ

(D) પાલિ અને અર્ધમાગ્ધી

જવાબ : (B) પ્રાકૃત અને અર્ધમાગ્ધી

(44) કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?

(A) 500 જેટલી

(B) 550 જેટલી

(C) 600 જેટલી

(D) 650 જેટલી

જવાબ : (B) 550 જેટલી

(45) જૈનધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા?

(A) પાર્શ્વનાથ

(B) નેમિનાથ

(C) આદિનાથ

(D) ઋષભદેવ

જવાબ : (A) પાર્શ્વનાથ

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 Mcq

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq

Spread the love
error: Content is protected !!
Scroll to Top