Std 6 Science Chapter 8 Mcq Gujarati (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 Mcq)

Std 6 Science Chapter 8 Mcq Gujarati
Std 6 Science Chapter 8 Mcq Gujarati

Std 6 Science Chapter 8 Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 mcq, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 MCQ, Std 6 Science Mcq Gujarati, Class 6 Science Chapter 8 Mcq Gujarati, Class 6 Science Mcq Gujarati, ધોરણ 6 વિજ્ઞાન Mcq.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 6 વિજ્ઞાન પાઠ 8 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :6
વિષય :વિજ્ઞાન
પ્રકરણ : 8પ્રકાશ,પડછાયો અને પરાવર્તન
MCQ :45
Std 6 Science Chapter 8 Mcq Gujarati

Std 6 Science Chapter 8 Mcq Gujarati (1 To 10)

(1) કોઈપણ વસ્તુને જોવા માટે તમારા ક્યા અંગનો ઉપયોગ થાય છે?

(A) કાન

(B) નાક

(C) આંખ

(D) હાથ

જવાબ : (C) આંખ

(2) જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને.…..…….૫દાર્થો કહે છે.

(A) પ્રકાશિત

(B) અપ્રકાશિત

(C) પારદર્શક

(D) પારભાસક

જવાબ : (A) પ્રકાશિત

(3) નીચેનામાંથી કયો પ્રકાશિત પદાર્થ છે?

(A) ગ્રહ

(B) વાદળ

(C) સૂર્ય

(D) એકપણ નહિ

જવાબ : (C) સૂર્ય

(4) નીચે આપેલા ક્યા સોતમાંથી પ્રકાશ ઉત્પન થશે નહિ?

Std 6 Science Chapter 8 Mcq Gujarati
Std 6 Science Chapter 8 Mcq Gujarati

(A) A

(B) B

(C) C

(D) D

જવાબ : (B) B

(5) ……………વિના આપણે વસ્તુઓ જોઇ શકતા નથી.

(A) પડછાયા

(B) પ્રકાશ

(C) અંધારૂં

(D) કાચ

જવાબ : (B) પ્રકાશ

(6) જો આપણે કોઇ પદાર્થની આરપાર જરા પણ જોઇ શકીએ તો તે…..………..પદાર્થ છે.

(A) પારભાસક

(B) પારદર્શક

(C) પ્રવાહી

(D) અપારદર્શક

જવાબ : (D) અપારદર્શક

(7) નીચેનામાંથી ક્યો અપારદર્શક પદાર્થ છે?

(A) લાકડું

(B) ચશ્માનો કાચ

(C) હવા

(D) શુદ્ધ પાણી

જવાબ : (A) લાકડું

(8) નીચેનામાંથી અપારદર્શક પદાર્થ ના હોય તેવા અલગ તારવો.

(A) દીવાલ

(B) ગાડીનો કાચ

(C) લોખંડ

(D) લખવાનો કાગળ

જવાબ : (B) ગાડીનો કાચ

(9) જે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે તેને કયા પ્રકારના પદાર્થમાં ગણી શકાય?

(A) પારદર્શક

(B) પ્રકાશિત

(C) અપારદર્શક

(D) પારભાસક

જવાબ : (A) પારદર્શક

(10) નીચેનામાંથી ……… પારદર્શક પદાર્થ છે.

(A) કાપડનો ટુકડો

(B) હવા

(C) પથ્થર

(D) વાદળ

જવાબ : (B) હવા

Std 6 Science Chapter 8 Mcq Gujarati (11 To 20)

(11) નીચેનામાંથી પારભાસક પદાર્થની લાક્ષણિકતા જણાવો.

(A) પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે.

(B) તેની આરપાર બિલકુલ પણ જોઇ શકાતું નથી.

(C) તેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી.

(D) આપેલ તમામ

જવાબ : (C) તેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી.

(12) રંગવિહીન પ્લાસ્ટિકની ફુટપટ્ટીનો સમાવેશ નીચેના પૈકી ક્યા જૂથમાં કરવો વધારે યોગ્ય રહેશે?

(A) અપારદર્શક

(B) પારદર્શક

(C) પારભાસક

(D) એકપણ નહિ

જવાબ : (C) પારભાસક

(13) નીચેના પૈકી ક્યું જોડકું સાચું નથી.

(A) શુદ્ધ પાણી – પારદર્શક પદાર્થ

(B) લોખંડ – અપારદર્શક પદાર્થ

(C) ચશ્માનો સાદો કાચ – પારભાસક પદાર્થ

(D) દૂધિયો કાચ – પારભાસક પદાર્થ

જવાબ : (C) ચશ્માનો સાદો કાચ – પારભાસક પદાર્થ

(14) નીચેનામાંથી કોનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થશે નહિ?

(A) ધૂમાડો

(B) શુદ્ધ પાણી

(C) હવા

(D) ચશ્માનો સાદો કાચ

જવાબ : (A) ધૂમાડો

(15) આપેલ આકૃતિ કઇ ઘટના દર્શાવે છે?

Std 6 Science Chapter 8 Mcq Gujarati
Std 6 Science Chapter 8 Mcq Gujarati

(A) પરાવર્તન

(B) પડછાયો

(C) પરાવર્તન અને પડછાયો

(D) એકપણ નહિ

જવાબ : (B) પડછાયો

(16) પડછાયો જોવા માટે…...… , ………………અને…….….હોવા જરૂરી છે.

(A) પ્રકાશ, અપારદર્શક પદાર્થ અને પડદો

(B) પ્રકાશ, પારદર્શક પદાર્થ અને પડદો

(C) પ્રકાશ, પારભાસક પદાર્થ અને પરાવર્તન

(D) આપેલ તમામ

જવાબ : (A) પ્રકાશ, અપારદર્શક પદાર્થ અને પડદો

(17) નીચેનામાંથી ક્યા પદાર્થનો પડછાયો પડે નહિ?

(A) કાચ

(B) લોખંડની પ્લેટ

(C) લાકડાની માપપટ્ટી

(D) પક્ષી

જવાબ : (A) કાચ

(18) વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે?

(A) પારદર્શક

(B) પારભાસક

(C) અપારદર્શક

(D) આપેલ તમામ

જવાબ : (C) અપારદર્શક

(19) પડછાયાને કારણે નીચેનામાંથી કઈ ખગોળીય ઘટના બને છે?

(A) સૂર્યગ્રહણ

(B) ચંદ્રગ્રહણ

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (C) A અને B બંને

(20) આપેલ આકૃતિ સાધનની છે?

Std 6 Science Chapter 8 Mcq Gujarati
Std 6 Science Chapter 8 Mcq Gujarati

(A) ટેલિસ્કોપ

(B) દૂરબીન

(C) કેમેરા

(D) સ્લાઇડીંગ પિનહોલ કેમેરા

જવાબ : (D) સ્લાઇડીંગ પિનહોલ કેમેરા

Std 6 Science Chapter 8 Mcq Gujarati (21 To 30)

(21) પિનહોલ કેમેરા ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

(A) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

(B) પારદર્શક વસ્તુનો પડછાયો પડતો નથી.

(C) પડછાયો પડદા પર પ્રતિબિંબ રચે છે.

(D) આપેલ તમામ

જવાબ : (A) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

(22) પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

(A) મોટું અને ચતુ

(B) મોટું અને ઉલટું

(C) નાનું અને ચતુ

(D) નાનું અને ઉલટું

જવાબ : (D) નાનું અને ઉલટું

(23) પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે?

(A) વક્ર

(B) સુરેખ

(C) વર્તુળાકાર

(D) એકપણ નહિ

જવાબ : (B) સુરેખ

(24) આપેલ વિધાન પૈકી ક્યું વિધાન સાચું છે?

(A) પારદર્શક પદાર્થનો પડછાયો પડે છે.

(B) પ્રકાશની ગતિ વર્તુળાકાર હોય છે.

(C) અપારદર્શક પદાર્થનો પડછાયો પડે છે.

(D) આપેલ તમામ

જવાબ : (C) અપારદર્શક પદાર્થનો પડછાયો પડે છે.

(25) પડછાયો હંમેશાં………………પર ઝીલાય છે.

(A) અવકાશ

(B) પડદા

(C) પાણી

(D) કંઇ કહી શકાય નહિ

જવાબ : (B) પડદા

(26) વિધાન – 1. કાચનો પડછાયો રચાય છે.

વિધાન – 2. અરીસાનો પડછાયો રચાતો નથી.

(A) વિધાન 1 ખોટું, વિધાન 2 ખરૂં

(B) વિધાન 1 અને 2 બંને ખરા

(C) વિધાન 1 ખરૂં, વિધાન 2 ખોટું

(D) વિધાન 1 અને 2 બંને ખોટા

જવાબ : (D) વિધાન 1 અને 2 બંને ખોટા

(27) નીચેના પૈકી ક્યું વિધાન સાચું નથી?

(A) સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ પડછાયાના લીધે બને છે.

(B) પડછાયો હંમેશાં પડદા પર મેળવી શકાય છે.

(C) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

(D) પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે.

જવાબ : (D) પિનહોલ કેમેરામાં લેન્સ વપરાય છે.

(28) નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતાં તેનો પડછાયો કેવા આકારનો મળે છે?

(A) નળાકાર

(B) ચોરસ

(C) વર્તુળાકાર

(D) લંબચોરસ

જવાબ : (D) લંબચોરસ

(29) પ્રકાશનાં કિરણો અરીસા પર પડતાં પાછા ફેંકાય છે. આ ક્રિયાને શું કહે છે?

(A) પ્રકાશનું પરાવર્તન

(B) પ્રકાશનું પ્રસરણ

(C) પ્રકાશનું ઉત્સર્જન

(D) પ્રકાશનું શોષણ

જવાબ : (A) પ્રકાશનું પરાવર્તન

(30) નીચે આપેલા પૈકી ક્યો પદાર્થ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરે છે?

(A) લાકડું

(B) કાગળ

(C) અરીસો

(D) આપેલ તમામ

જવાબ : (C) અરીસો

Std 6 Science Chapter 8 Mcq Gujarati (31 To 40)

(31) ………………એ પ્રકાશનું પરાવર્તન કરશે નહિ.

(A) અરીસો

(B) હવા

(C) લીસો આરસપહાણ

(D) એકપણ નહિ

જવાબ : (B) હવા

(32) તમારે પ્રકાશના પરાવર્તનની ક્રિયા સમજાવવી છે પરંતુ તમારી પાસે અરીસો નથી તો, તેના બદલે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરશો?

(A) કાગળ

(B) લાકડું

(C) કાચ

(D) સ્ટીલની પ્લેટ

જવાબ : (D) સ્ટીલની પ્લેટ

(33) પથ્થરના બદલે શાનો ઉપયોગ કરી પડછાયો રચી શકાય?

(A) ઇંટ

(B) કાચ

(C) પારદર્શક પ્લાસ્ટિક

(D) એકપણ નહિ

જવાબ : (A) ઇંટ

(34) નીચેનામાંથી ક્યું જૂથ મહત્તમ પ્રકાશનું પરાવર્તન કરે છે?

(A) લાકડું, કાગળ, કાચ

(B) અરીસો, સ્ટીલની ડીશ, ચમકતો કાગળ

(C) અરીસો, કાપડ, પુસ્તક

(D) આપેલ તમામ

જવાબ : (B) અરીસો, સ્ટીલની ડીશ, ચમકતો કાગળ

(35) કોઇ પણ વસ્તુને જોવા માટે નીચેનામાંથી કઇ ક્રિયા થવી અત્યંત આવશ્યક છે?

(A) પડછાયો

(B) પ્રકાશનું પરાવર્તન

(C) પ્રકાશનું શોષણ

(D) આપેલ તમામ

જવાબ : (B) પ્રકાશનું પરાવર્તન

(36) એક બાળક ખુલ્લા મેદાનમાં દિવસ દરમ્યાન અલગ અલગ સમયે પોતાનો પડછાયો જોવે છે, તો ક્યા સમયે પોતાના પડછાયાની લંબાઇ સૌથી વધુ જોવા મળી હશે?

(A) સવારે 11:00 કલાકે

(B) બપોરે 12:30 કલાકે

(C) બપોરે 2:00 કલાકે

(D) સાંજે 4:45 કલાકે

જવાબ : (D) સાંજે 4:45 કલાકે

(37) પડછાયા માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

(A) પડછાયાની લંબાઇ દરેક સમયે એકસરખી હોય છે.

(B) અપારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે.

(C) ગુલાબી રંગની વસ્તુનો પડછાયો કાળા રંગનો હોય છે.

(D) એકપણ નહિ.

જવાબ : (A) પડછાયાની લંબાઇ દરેક સમયે એકસરખી હોય છે.

(38) નીચેનામાંથી કઇ ઘટના પડછાયાના લીધે રચાતી નથી?

(A) સૂર્યગ્રહણની ઘટના

(B) ચંદ્રગ્રહણની ઘટના

(C) મેઘધનુષ્ય રચાવાની ઘટના

(D) A અને B બંને

જવાબ : (C) મેઘધનુષ્ય રચાવાની ઘટના

(39) દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટીની જાસૂસી કરવા સબમરીનમાં કયું સાધન વપરાય છે?

(A) દૂરબીન

(B) કેલિડોસ્કોપ

(C) પેરિસ્કોપ

(D) ટેલિસ્કોપ

જવાબ : (C) પેરિસ્કોપ

(40) સવારે 10:00 કલાકે તથા બપોરે 1:00 કલાકે અને સાંજે 4:00 કલાકે રચાતા પડછાયાની લંબાઇને ઉતરતા ક્રમમાં ગોઠવો.

(A) સાંજે 4:00 કલાકે, સવારે 10:00 કલાકે, બપોરે 1:00 કલાકે

(B) સાંજે 4:00 કલાકે, બપોરે 1:00 કલાકે, સવારે 10:00 કલાકે

(C) બપોરે 1:00 કલાકે, સવારે 10:00 કલાકે, સાંજે 4:00 કલાકે

(D) સવારે 10:00 કલાકે, સાંજે 4:00 કલાકે, બપોરે 1:00 કલાકે

જવાબ : (A) સાંજે 4:00 કલાકે, સવારે 10:00 કલાકે, બપોરે 1:00 કલાકે

Std 6 Science Chapter 8 Mcq Gujarati (41 To 45)

(41) ………………..એ પ્રકાશનું ઠંડું કુદરતી ઉદગમસ્થાન છે.

(A) તારા

(B) સૂર્ય

(C) આગિયો

(D) ચંદ્ર

જવાબ : (C) આગિયો

(42) પૂનમની રાત્રે પૃથ્વી પર અજવાળું હોય છે, આ હકીકત કઇ ઘટના સાથે સંકળાયેલ છે?

(A) પ્રકાશનું પરાવર્તન

(B) પડછાયો

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (A) પ્રકાશનું પરાવર્તન

(43) નીચેનામાંથી કોણ કુદરતી પિનહોલ કેમેરા તરીકે વર્તે છે?

(A) મેધ ધનુષ્યની રચના સમયે વાદળ

(B) ઓઝોન વાયુનું સ્થળ

(C) પર્ણોની વચ્ચે રહેલ જગ્યા

(D) એકપણ નહિ

જવાબ : (C) પર્ણોની વચ્ચે રહેલ જગ્યા

(44) ત્રાંસી પાઇપમાં દેખતાં મીણબત્તીની જ્યોત દેખાતી નથી, કારણ કે.………

(A) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

(B) પ્રકાશનું પરાવર્તન થાય છે.

(C) A અને B બંને.

(D) પ્રકાશનું ઉત્સર્જન થતું નથી.

જવાબ : (A) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

(45) નીચેનામાંથી સંપૂર્ણ પારદર્શક પદાર્થ ક્યો છે?

(A) સાદું પાણી

(B) શુધ્ધ હવા

(C) કાચ

(D) આપેલ તમામ

જવાબ : (B) શુધ્ધ હવા

Also Read :

ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 Mcq

Leave a Reply