Std 10 Social Science Chapter 9 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 MCQ)

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati
Std 10 Social Science Chapter 9 Mcq Gujarati

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 9 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 9 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 9વન અને વન્ય જીવ સંસાધન
MCQ :50
Std 10 Social Science Chapter 9 Mcq Gujarati

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati (1 To 10)

(1) જે વનસ્પતિનો ઉછેર માનવીની સહાય વગર કુદરતી રીતે થયો હોય તેને……….વનસ્પતિ કહે છે.

(A) ક્ષત

(B) અક્ષત

(C) વિક્ષત

(D) એકપણ નહીં

જવાબ : (B) અક્ષત

(2) ……………….જંગલો સીધાં સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે.

(A) અનામત

(B) સંરક્ષિત

(C) અવર્ગીકૃત

(D) એકપણ નહીં

જવાબ : (A) અનામત

(3) ……………..જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.

(A) સંરક્ષિત

(B) અવર્ગીકૃત

(C) અનામત

(D) એકપણ નહીં

જવાબ : (A) સંરક્ષિત

(4) ……………….જંગલો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે.

(A) સામુદાયિક

(B) સંરક્ષિત

(C) અનામત

(D) એકપણ નહીં

જવાબ : (A) સામુદાયિક

(5) …………………એટલે જંગલોનું નષ્ટ થવું.

(A) વનીકરણ

(B) નિર્વનીકરણ

(C) અવનીકરણ

(D) એકપણ નહીં

જવાબ : (B) નિર્વનીકરણ

(6) નિર્વનીકરણને લીધે વાતાવરણમાં……………..વાયુની માત્રા વધે છે.

(A) નાઇટ્રોજન

(B) ઑક્સિજન

(C) કાર્બન ડાયૉક્સાઇડ

(D) એકપણ નહીં

જવાબ : (C) કાર્બન ડાયૉક્સાઇડ

(7) વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ ………લાખ જેટલી પ્રજાતિઓ છે.

(A) 12

(B) 15

(C) 18

(D) 20

જવાબ : (B) 15

(8) ભારતમાં પશુ-પક્ષીઓની………પ્રજાતિઓ જોવા મળે છે.

(A) 81851

(B) 81251

(C) 81100

(D) 81350

જવાબ : (B) 81251

(9) ………………માં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે.  

(A) ભારત

(B) આફ્રિકા

(C) શ્રીલંકા

(D) એકપણ નહીં

જવાબ : (A) ભારત

(10) શિયાળા દરમિયાન રાજસ્થાનમાં ……………ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

(A) સરિસ્કા

(B) રણથંભોર

(C) કેવલાદેવ

(D) એકપણ નહીં

જવાબ : (C) કેવલાદેવ

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati (11 To 20)

(11) શિયાળા દરમિયાન ગુજરાતમાં……………માં યાયાવર પક્ષીઓ દૂરદૂરથી શિયાળો ગાળવા આવે છે.

(A) નળ સરોવર

(B) દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

(C) વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન

(D) એકપણ નહીં

જવાબ : (A) નળ સરોવર

(12) આજે ગુજરાતનાં જંગલોમાંથી……………સંપૂર્ણપણે નષ્ટ થયા છે.

(A) સિંહ

(B) દીપડા

(C) વાઘ

(D) એકપણ નહીં

જવાબ : (C) વાઘ

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 10 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 MCQ

(13) ભારતનાં જંગલોમાંથી……………….સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યો છે.

(A) વાધ

(B) ચિત્તો

(C) દીપડો

(D) એકપણ નહીં

જવાબ : (B) ચિત્તો

(14) હાલમાં ભારતમાં કુલ…….જેટલાં ક્ષેત્રોમાં વાધ પરિયોજન કાર્યરત છે.

(A) 44

(B) 24

(C) 34

(D) 14

જવાબ : (A) 44

(15) ઈ. સ…………માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી.

(A) 1971

(B) 1985

(C) 1992

(D) 1978

જવાબ : (C) 1992

(16) હાલમાં ભારતમાં હાથીઓ માટે……………..જેટલા સંરક્ષિત વિસ્તારો છે.

(A) 36

(B) 26

(C) 44

(D) 28

જવાબ : (B) 26

(17) ગેંડા પરિયોજના…………….શિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે.

(A) ત્રિ

(B) દ્વિ

(C) એક

(D) એકપણ નહીં

જવાબ : (C) એક

(18) ગીધ એ…………….નો સફાઇ કામદાર ગણાય છે.

(A) કુદરત

(B) માનવી

(C) દુનિયા

(D) એકપણ નહીં

જવાબ : (A) કુદરત

(19) ભારતમાં ગીધની કુલ…….……….પ્રજાતિઓ જોવા મળે છે.

(A) 12

(B) 15

(C) 9

(D) 10

જવાબ : (C) 9

(20) ……..…માં ચોક્કસ મર્યાદામાં માનવ-પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે.

(A) રાષ્ટ્રીય ઉદ્યાન

(B) અભયારણ્ય

(C) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(D) એકપણ નહીં

જવાબ : (B) અભયારણ્ય

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati (21 To 30)

(21) ભારતમાં કુલ………જેટલાં જેવ આરક્ષિત ક્ષેત્રો છે.

(A) 23

(B) 18

(C) 25

(D) 21

જવાબ : (B) 18

(22) ભારતમાં કુલ……..જેટલાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

(A) 110

(B) 103

(C) 220

(D) 112

જવાબ : (B) 103

(23) ભારતમાં કુલ ………જેટલાં અભયારણ્યો છે.

(A) 531

(B) 445

(C) 550

(D) 441

જવાબ : (A) 531

(24) ગુજરાતમાં…………….જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

(A) 1

(B) 5

(C) 8

(D) 7

જવાબ : (A) 1

(25) ગુજરાતમાં………જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.

(A) 10

(B) 4

(C) 6

(D) 7

જવાબ : (B) 4

(26) ગુજરાતમાં………જેટલાં અભયારણ્યો છે.

(A) 43

(B) 33

(C) 23

(D) 25

જવાબ : (C) 23

(27) ………………..ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.

(A) અભયારણ્ય

(B) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(C) રાષ્ટ્રીય ઉદ્યાન

(D) એકપણ નહીં

જવાબ : (B) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(28) ……..………નો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચો કિમીથી મોટો હોય છે.

(A) રાષ્ટ્રીય ઉદ્યાન

(B) અભયારણ્ય

(C) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(D) એકપણ નહીં

જવાબ : (C) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(29) ……………..ના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે.

(A) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(B) અભયારણ્ય

(C) રાષ્ટ્રીય ઉદ્યાન

(D) એકપણ નહીં

જવાબ : (A) જૈવ આરક્ષિત ક્ષેત્ર

(30) જૈવ વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં……………સ્થાને છે.

(A) દસમા

(B) બારમા

(C) પંદરમા

(D) એકપણ નહીં

જવાબ : (B) બારમા

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati (31 To 40)

(31) એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલો લગભગ………..હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે.

(A) 20

(B) 30

(C) 40

(D) 50

જવાબ : (C) 40

(32) ………………..કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે.

(A) ચિત્તો

(B) હાથી

(C) ગેંડો

(D) એકપણ નહીં

જવાબ : (A) ચિત્તો

(33) ………………..આપણા દેશનું મહત્ત્વનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.

(A) વેળાવદર

(B) નીલગિરિ

(C) ચંદ્રપ્રભા

(D) એકપણ નહીં

જવાબ : (B) નીલગિરિ

(34) માનવીની મદદ વગર ઉછરતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે?

(A) ક્ષત

(B) અખંડ

(C) અક્ષત

(D) ખંડિત

જવાબ : (C) અક્ષત

(35) વહીવટી હેતુસર જંગલોના પાડેલા પ્રકારોમાં કયા એક પ્રકારનો સમાવેશ થતો નથી?

(A) અનામત

(B) સંરક્ષિત

(C) અવર્ગીકૃત

(D) વર્ગીકૃત

જવાબ : (D) વર્ગીકૃત

(36) કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદનની અને પશુઓને ચરાવવાની મનાઈ હોય છે?

(A) અનામૃત

(B) જાહેર

(C) અવર્ગીકૃત

(D) વર્ગીકૃત

જવાબ : (A) અનામૃત

(37) કયા પ્રકારના જંગલવિસ્તારમાં વૃક્ષચ્છેદન અને પશુઓને ચરાવવા પર કોઈ પ્રતિબંધ નથી?

(A) અનામત

(B) અવર્ગીકૃત

(C) જાહેર

(D) વર્ગીકૃત

જવાબ : (B) અવર્ગીકૃત

(38) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો……………

(A) ગ્રામ્ય વનો

(B) અભયારણ્ય

(C) સામુદાયિક જંગલ

(D) ઝૂમ જંગલ

જવાબ : (C) સામુદાયિક જંગલ

(39) ઓડિશા, મેઘાલય, પંજાબ અને અરુણાચલ પ્રદેશમાં કયા પ્રકારનાં જંગલોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે?

(A) ખાનગી

(B) જાહેર

(C) સામુદાયિક

(D) અનામત

જવાબ : (A) ખાનગી

(40) જંગલ વિનાશની અસર છે.

(A) રણવિસ્તારમાં ઘટાડો થાય છે.

(B) ભૂગર્ભજળમાં વધારો થાય છે.

(C) તાપમાનમાં વધારો થાય છે.

(D) વરસાદના પ્રમાણમાં વધારો થાય છે.

જવાબ : (C) તાપમાનમાં વધારો થાય છે.

Std 10 Social Science Chapter 9 Mcq Gujarati (41 To 50)

(41) ઊર્જા મેળવવા માટે લાકડાને સ્થાને શાનો ઉપયોગ કરવો જોઈએ?

(A) પેટ્રોલ ઊર્જાનો

(B) સૌરઊર્જાનો

(C) ડીઝલ ઊર્જાનો

(D) કેરોસીન ઊર્જાનો

જવાબ : (B) સૌરઊર્જાનો

(42) વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?

(A) બાર લાખ

(B) એકવીસ લાખ

(C) સાત લાખ

(D) પંદર લાખ

જવાબ : (D) પંદર લાખ

(43) વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે?

(A) પંદરમું

(B) બારમું

(C) દસમું

(D) આઠમું

જવાબ : (B) બારમું

(44) દુનિયામાં કયો એવો દેશ છે, જેમાં સિંહ અને વાઘ તેમના કુદરતી આવાસમાં વિચરે છે?

(A) રશિયા

(B) ચીન

(C) ભારત

(D) બ્રાઝિલ

જવાબ : (C) ભારત

(45) ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે?

(A) હાથી

(B) દીપડો

(C) ચિત્તો

(D) ઘુડખર

જવાબ : (C) ચિત્તો

(46) ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ કયો છે?

(A) ઘુડખર

(B) રીંછ

(C) વાઘ

(D) દીપડો

જવાબ : (C) વાઘ

(47) ભારતમાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યાં છે?

(A) સિંહ, હાથી, ઘોરાડ

(B) દીપડો, વાઘ, હાથી

(C) સાબર, ઘુડખર, ડૉલ્ફિન

(D) ગુલાબી ગરદનવાળી બતક, સારસ

જવાબ : (D) ગુલાબી ગરદનવાળી બતક, સારસ

(48) ભારતમાં મોટા ભાગના ગેંડા કયા રાજ્યમાં જોવા મળે છે?

(A) અસમ

(B) નાગાલૅન્ડ

(C) મિઝોરમ

(D) અરુણાચલ પ્રદેશ

જવાબ : (A) અસમ

(49) પશ્ચિમ બંગાળના સુંદરવનમાં તે જુજ સંખ્યામાં મળી આવે છે.

(A) ચિત્તાને

(B) વાઘને

(C) ગેંડાને

(D) હાથીને

જવાબ : (C) ગેંડાને

(50) ગુજરાતના ક્યા વિસ્તારને ઈ. સ. 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે?

(A) નળ સરોવરને

(B) ગીરને

(C) વેળાવદરને

(D) કચ્છના રણને

જવાબ : (D) કચ્છના રણને

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 9 Mcq Gujarati

Leave a Reply