Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 MCQ)

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 5 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 5ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો
MCQ :60
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (1 To 10)

(1) પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ……………ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે.

(A) તત્ત્વચિંતન

(B) કલા

(C) વિજ્ઞાન

(D) એકપણ નહીં

જવાબ : (C) વિજ્ઞાન

(2) ભારત…………..વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવે છે.

(A) આધ્યાત્મિક

(B) સાહિત્યિક

(C) માનસિક

(D) એકપણ નહીં

જવાબ : (A) આધ્યાત્મિક

(3) ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવનું…………….શિલ્પ કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે.

(A) રામનું

(B) નટરાજનું

(C) બુદ્ધનું

(D) એકપણ નહીં

જવાબ : (B) નટરાજનું

(4) નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય………………ના આચાર્ય માનવામાં આવે છે.

(A) ખગોળશાસ્ત્ર

(B) રસાયણશાસ્ત્ર

(C) ગણિતશાસ્ત્ર

(D) એકપણ નહીં

જવાબ : (B) રસાયણશાસ્ત્ર

(5) આચાર્ય નાગાર્જુને………………..ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.

(A) કાળાં મરી

(B) લવિંગ

(C) પારા

(D) એકપણ નહીં

જવાબ : (C) પારા

(6) 18 ફૂટ ઊંચી ભગવાન……………..ની તામ્રમૂર્તિ નાલંદામાંથી મળી આવી છે.

(A) શિવ

(B) બુદ્ધ

(C) મહાવીર

(D) એકપણ નહીં

જવાબ : (B) બુદ્ધ

(7) 7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની…………..સુલતાનગંજ (બિહાર) માંથી મળી આવી છે.

(A) તામ્રમૂર્તિ

(B) લોહમૂર્તિ

(C) સુવર્ણમૂર્તિ

(D) એકપણ નહીં

જવાબ : (A) તામ્રમૂર્તિ

(8) 7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ…………….દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.

(A) હર્ષવર્ધને

(B) ચંદ્રગુપ્ત બીજાએ

(C) સમુદ્રગુપ્તે

(D) એકપણ નહીં

જવાબ : (B) ચંદ્રગુપ્ત બીજાએ

(9) મહર્ષિ ચરક : ચરકસંહિતા; મહિષ સુશ્રુત :………………….

(A) સુશ્રુતસંહિતા

(B) સુશ્રુતશાસ્ત્ર

(C) સુશ્રુતવિદ્યા

(D) એકપણ નહીં

જવાબ : (A) સુશ્રુતસંહિતા

(10) વૈદકશાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્ર……………નામનો ગ્રંથ લખ્યો છે.

(A) વાગ્ભટ્ટસંહિતા

(B) અષ્ટાંગસંહિતા

(C) અષ્ટાંગહૃદય

(D) એકપણ નહીં

જવાબ : (C) અષ્ટાંગહૃદય

Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 MCQ QUIZ

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (11 To 20)

(11) શૂન્ય(0)ની શોધ……………..કરી હતી.

(A) ભાસ્કરાચાર્યે

(B) આર્યભટ્ટે

(C) વરાહમિહિરે

(D) એકપણ નહીં

જવાબ : (B) આર્યભટ્ટે

(12) ઈ. સ. 1150માં……………..લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.

(A) બ્રહ્મગુપ્તે

(B) ભાસ્કરાચાર્યે

(C) આર્યભટ્ટે

(D) એકપણ નહીં

જવાબ : (B) ભાસ્કરાચાર્યે

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 3 MCQ

(13) ………………..ને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.

(A) ભાસ્કરાચાર્ય

(B) વરાહમિહિર

(C) આર્યભટ્ટ

(D) એકપણ નહીં

જવાબ : (C) આર્યભટ્ટ

(14) ………………..માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.

(A) આર્યસિદ્ધાંત

(B) બ્રહ્મસિદ્ધાંત

(C) આર્યભટ્ટીયમ્

(D) એકપણ નહીં

જવાબ : (A) આર્યસિદ્ધાંત

(15) શાસ્ત્રોમાં……………સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.

(A) જ્યોતિષશાસ્ત્ર

(B) ખગોળશાસ્ત્ર

(C) વાસ્તુશાસ્ત્ર

(D) એકપણ નહીં

જવાબ : (B) ખગોળશાસ્ત્ર

(16) બ્રહ્મગુપ્તે……………..ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.

(A) કાલગણના

(B) અષ્ટાંગહૃદય

(C) બ્રહ્મસિદ્ધાંત

(D) એકપણ નહીં

જવાબ : (C) બ્રહ્મસિદ્ધાંત

(17) …………………મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.

(A) મહર્ષિ પતંજલિ

(B) વાત્સાયન

(C) વરાહમિહિર

(D) એકપણ નહીં

જવાબ : (C) વરાહમિહિર

(18) વરાહમિહિરે…………………..નામનો ગ્રંથ રચ્યો હતો.

(A) બૃહદ્સંહિતા

(B) ચરકસંહિતા

(C) સુશ્રુતસંહિતા

(D) એકપણ નહીં

જવાબ : (A) બૃહદ્સંહિતા

(19) વાસ્તુશાસ્ત્ર એ ………………નું અવિભાજ્ય અંગ છે.

(A) ગણિતશાસ્ત્ર

(B) જ્યોતિષશાસ્ત્ર

(C) રસાયણશાસ્ત્ર

(D) એકપણ નહીં

જવાબ : (B) જ્યોતિષશાસ્ત્ર

(20) પંદરમી સદીમાં મેવાડના રાણા…………………એ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.

(A) કુંભાએ

(B) પ્રતાપે

(C) પૃથ્વીરાજે

(D) એકપણ નહીં

જવાબ : (A) કુંભાએ

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (21 To 30)

(21) વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર………………..ને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે.

(A) આર્યભટ્ટ

(B) વિશ્વકર્મા

(C) બ્રહ્મા

(D) એકપણ નહીં

જવાબ : (B) વિશ્વકર્મા

(22) …………………એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.

(A) વિવિધતામાં એકતા

(B) સહિષ્ણુતા

(C) અહિંસા

(D) એકપણ નહીં

જવાબ : (A) વિવિધતામાં એકતા

(23) ……………….માં શલ્યચિકિત્સા(વાઢકાપ વિદ્યા – શસ્ત્રક્રિયા) નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ થયો છે.

(A) ચરકસંહિતા

(B) સુશ્રુતસંહિતા

(C) વાગ્ભટ્ટસંહિતા

(D) એકપણ નહીં

જવાબ : (B) સુશ્રુતસંહિતા

(24) પ્રાચીન ભારતના હિંદુઓનાં……………..માં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.

(A) ઔષધશાસ્ત્ર

(B) વૈદકશાસ્ત્ર

(C) ગણિતશાસ્ત્ર

(D) એકપણ નહીં

જવાબ : (A) ઔષધશાસ્ત્ર

(25) પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોનાં શાસ્ત્રોનો વિકાસ થયો હતો. તેમાં શાલિહોત્રનું………………ખુબ જ પ્રખ્યાત છે.

(A) હસ્તી આયુર્વેદ

(B) અશ્વશાસ્ત્ર

(C) અષ્ટાંગહૃદય

(D) એકપણ નહીં

જવાબ : (B) અશ્વશાસ્ત્ર

(26) ચક્રપાણિદત્તે………….નામનો ગ્રંથ લખ્યો છે.

(A) કાલગણના

(B) પ્રજનનશાસ્ત્ર

(C) ચિકિત્સાસંગ્રહ

(D) એકપણ નહીં

જવાબ : (C) ચિકિત્સાસંગ્રહ

(27) વાત્સાયને…………….નામનો ગ્રંથ રચ્યો છે.

(A) કામસૂત્ર

(B) યોગશાસ્ત્ર

(C) ચિકિત્સાસંગ્રહ

(D) એકપણ નહીં

જવાબ : (A) કામસૂત્ર

(28) મહામુનિ પારાશરે……………નામનો ગ્રંથ રચ્યો છે.

(A) કાલગણના

(B) વૃક્ષ આયુર્વેદ

(C) યંત્ર સર્વસ્વ

(D) એકપણ નહીં

જવાબ : (B) વૃક્ષ આયુર્વેદ

(29) મહામુનિ……………..એ યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે.

(A) ભારદ્વાજે

(B) પતંજલિએ

(C) પારાશરે

(D) એકપણ નહીં

જવાબ : (B) પતંજલિએ

(30) મહર્ષિ……………..એ યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે.

(A) ભારદ્વાજે

(B) શકમુનિએ

(C) વાત્સાયને

(D) એકપણ નહીં

જવાબ : (A) ભારદ્વાજે

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (31 To 40)

(31) શકમુનિએ………………નામનો ગ્રંથ રચ્યો છે.

(A) પ્રજનનશાસ્ત્ર

(B) વૃક્ષ આયુર્વેદ

(C) કાલગણના

(D) એકપણ નહીં

જવાબ : (C) કાલગણના

(32) વિજ્ઞાન એટલે…………..

(A) વ્યવહારુ જ્ઞાન

(B) સમૃદ્ધ જ્ઞાન

(C) વ્યાવહારિક ઉપયોગિતા

(D) વ્યવસ્થિત જ્ઞાન

જવાબ : (D) વ્યવસ્થિત જ્ઞાન

(33) ટેક્નોલૉજી એટલે……………

(A) પ્રાયોગિક જાણકારી

(B) મશીનરીની જાણકારી

(C) વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા

(D) યાંત્રિક જાણકારી

જવાબ : (C) વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા

(34) કલાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?

(A) બુદ્ધનું

(B) મહાદેવ નટરાજનું

(C) બોધિગયાનું

(D) ધનુર્ધારી રામનું

જવાબ : (B) મહાદેવ નટરાજનું

(35) કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?

(A) રસાયણવિજ્ઞાન

(B) ભૌતિક વિજ્ઞાન

(C) ખગોળવિજ્ઞાન

(D) જ્યોતિષવિજ્ઞાન

જવાબ : (A) રસાયણવિજ્ઞાન

(36) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?

(A) ચરકે

(B) નાગાર્જુને

(C) સુશ્રુતે

(D) વાગ્ભટ્ટે

જવાબ : (B) નાગાર્જુને

(37) નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે?

(A) 61 ફૂટ

(B) 18 ફૂટ

(C) 50 ફૂટ

(D) 22 ફૂટ

જવાબ : (B) 18 ફૂટ

(38) દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો?

(A) અશોકે

(B) સમુદ્રગુપ્તે

(C) ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે)

(D) ચંદ્રગુપ્ત પહેલાએ

જવાબ : (C) ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે)

(39) મહર્ષિ ચરક : ચરસંહિતા; મહર્ષિ સુશ્રુતઃ………………..

(A) સુશ્રુતસંહિતા

(B) ચરકશાસ્ત્ર

(C) વાગ્ભટ્ટસંહિતા

(D) સુશ્રુતશાસ્ત્ર

જવાબ : (A) સુશ્રુતસંહિતા

(40) ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

(A) ભાસ્કરાચાર્યને

(B) ચરકને

(C) બ્રહ્મગુપ્તને

(D) આર્યભટ્ટને

જવાબ : (D) આર્યભટ્ટને

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (41 To 50)

(41) જ્યોતિષશાસ્ત્રને તંત્ર‘, ‘હોરાઅને સંહિતાએમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું.

(A) વરાહમિહિરે

(B) ભાસ્કરાચાર્યે

(C) આર્યભટ્ટે

(D) નાગાર્જુને

જવાબ : (A) વરાહમિહિરે

(42) π ની કિંમત કેટલી ગણવામાં આવે છે?

(A) 4.71

(B) 4.31

(C) 3.14

(D) 3.51

જવાબ : (C) 3.14

(43) બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ…………….છે.

(A) ચિકિત્સાસંગ્રહ

(B) પ્રજનનશાસ્ત્ર

(C) કામસૂત્ર

(D) યંત્ર સર્વસ્વ

જવાબ : (B) પ્રજનનશાસ્ત્ર

(44) ગુપ્તયુગના ક્યા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?

(A) વરાહમિહિરે

(B) ભાસ્કરાચાર્યે

(C) નાગાર્જુને

(D) આર્યભટ્ટે

જવાબ : (D) આર્યભટ્ટે

(45) ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું  સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?

(A) બ્રહ્મગુપ્તે

(B) ભાસ્કરાચાર્યે

(C) આર્યભટ્ટે

(D) વરાહમિહિરે

જવાબ : (C) આર્યભટ્ટે

(46) પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?

(A) બ્રહ્મગુપ્તે

(B) વાત્સ્યાયને

(C) ગૃત્સમદે

(D) મહામુનિ પતંજલિએ

જવાબ : (A) બ્રહ્મગુપ્તે

(47) વાસ્તુશાસ્ત્ર એ કયા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?

(A) રસાયણશાસ્ત્રનું

(B) ગણિતશાસ્ત્રનું

(C) ખગોળશાસ્ત્રનું

(D) જ્યોતિષશાસ્ત્રનું

જવાબ : (D) જ્યોતિષશાસ્ત્રનું

(48) વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું?

(A) નવ

(B) આઠ

(C) સાત

(D) દસ

જવાબ : (B) આઠ

(49) નીચેનાંમાંથી કયું વિધાન સાચું નથી?

(A) નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.

(B) પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.

(C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.

(D) ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.

જવાબ : (C) રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.

(50) બૃહદ્સંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?

(A) આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય, વાવણીનાં મુહૂર્તો વગેરે

(B) ગુરુત્વાકર્ષણના નિયમો

(C) સમીકરણના પ્રકાર

(D) આરોગ્ય અને ચિકિત્સા બાબતોની જાણકારી

જવાબ : (A) આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય, વાવણીનાં મુહૂર્તો વગેરે

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati (51 To 60)

(51) મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.

(A) ગણિતશાસ્ત્ર

(B) રસાયણશાસ્ત્ર

(C) વૈદકશાસ્ત્ર

(D) વાસ્તુશાસ્ત્ર

જવાબ : (D) વાસ્તુશાસ્ત્ર

(52) પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેનાં ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.

(A) સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા

(B) તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ

(C) મોર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ

(D) નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું અને ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ

જવાબ : (C) મોર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ

(53) નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) મહર્ષિ ચરકનું

(B) મહર્ષિ સુશ્રુતનું

(C) આચાર્ય નાગાર્જુનનું

(D) આર્યભટ્ટનું

જવાબ : (C) આચાર્ય નાગાર્જુનનું

(54) નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાની યાદ અપાવે છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) રસાયણવિદ્યાની

(B) વૈદકવિદ્યાની

(C) જ્યોતિષવિદ્યાની

(D) ઔષધવિદ્યાની

જવાબ : (A) રસાયણવિદ્યાની

(55) નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) મહર્ષિ સુશ્રુતનું

(B) મહર્ષિ ભારદ્વાજનું

(C) આર્યભટ્ટનું

(D) મહર્ષિ ચરકનું

જવાબ : (D) મહર્ષિ ચરકનું

(56) નીચે આપેલ ચિત્ર ક્યા વિદ્વાનનું છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) આર્યભટ્ટનું

(B) મહર્ષિ સુશ્રુતનું

(C) ભાસ્કરાચાર્યનું

(D) મહર્ષિ ચરકનું

જવાબ : (B) મહર્ષિ સુશ્રુતનું

(57) નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) આર્યભટ્ટનું

(B) વરાહમિહિરનું

(C) ભાસ્કરાચાર્યનું

(D) ચક્રપાણિદત્તનું

જવાબ : (A) આર્યભટ્ટનું

(58) નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) ભાસ્કરાચાર્યનું

(B) આર્યભટ્ટનું

(C) વરાહમિહિરનું

(D) બૃહસ્પતિનું

જવાબ : (C) વરાહમિહિરનું

(59) નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે?

Std 10 Social Science Chapter 5 Mcq Gujarati
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

(A) બ્રહ્માનું(A) બ્રહ્માનું

(B) વિશ્વકર્માનું

(C) બૃહસ્પતિનું

(D) ભૃગુનું

જવાબ : (B) વિશ્વકર્માનું

(60) ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?

(A) ભાસ્કરાચાર્યને

(B) ચરકને

(C) બ્રહ્મગુપ્તને

(D) આર્યભટ્ટને

જવાબ : (D) આર્યભટ્ટને

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 5 Mcq Gujarati

Leave a Reply