Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 MCQ)

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati
Std 10 Social Science Chapter 4 Mcq Gujarati

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 4 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 4ભારતનો સાહિત્યિક વારસો
MCQ :76
Std 10 Social Science Chapter 4 Mcq Gujarati

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (1 To 10)

(1) પ્રાચીન ભારતની લિપિ…………………સમયની છે.

(A) પ્રશિષ્ટ

(B) વૈદિક

(C) હડપ્પા

(D) એકપણ નહીં

જવાબ : (C) હડપ્પા

(2) મહાન વ્યાકરણશાસ્ત્રી મહિર્ષ પાણિનિએ……………ગ્રંથની રચના કરી હતી.

(A) અષ્ટાધ્યાયી

(B) અર્થશાસ્ત્ર

(C) ઋગ્વેદ

(D) એકપણ નહીં

જવાબ : (A) અષ્ટાધ્યાયી

(3) …………..ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષાકે વિદ્વાનોની ભાષા’ કહે છે.

(A) પ્રાકૃત

(B) સંસ્કૃત

(C) હિંદી

(D) એકપણ નહીં

જવાબ : (B) સંસ્કૃત

(4) …………………ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.

(A) ઋગ્વેદ

(B) સામવેદ

(C) રામાયણ

(D) મહાભારત

જવાબ : (A) ઋગ્વેદ

(5) …………………ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.

(A) ઋગ્વેદ

(B) અથર્વવેદ

(C) સામવેદ

(D) યજુર્વેદ

જવાબ : (C) સામવેદ

(6) ………………માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

(A) અથર્વવેદ

(B) યજુર્વેદ

(C) ઋગ્વેદ

(D) સામવેદ

જવાબ : (A) અથર્વવેદ

(7) …………….યજ્ઞનો વેદ કહેવાય છે.

(A) સામવેદ

(B) અથર્વવેદ

(C) યજુર્વેદ

(D) ઋગ્વેદ

જવાબ : (C) યજુર્વેદ

(8) ………………વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.

(A) રામાયણ

(B) મહાભારત

(C) શ્રીમદ્ભગવદ્ગીતા

(D) એકપણ નહીં

જવાબ : (B) મહાભારત

(9) ………………માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.

(A) શ્રીમદ્ભગવદ્ગીતા

(B) રામાયણ

(C) મહાભારત

(D) એકપણ નહીં

જવાબ : (A) શ્રીમદ્ભગવદ્ગીતા

(10) પ્રારંભિક………………….સાહિત્યને ત્રિપિટકતરીકે ઓળખવામાં આવે છે.

(A) બૌદ્ધ

(B) જૈન

(C) સંસ્કૃત

(D) એકપણ નહીં

જવાબ : (A) બૌદ્ધ

Play Quiz :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 MCQ QUIZ

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (11 To 20)

(11) ……………….દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.

(A) મલયાલમ

(B) કન્નડ

(C) તમિલ

(D) એકપણ નહીં

જવાબ : (C) તમિલ

(12) ………………કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.

(A) કુરલ

(B) એત્તુથોકઈ

(C) તોલકાપ્પિયમ

(D) એકપણ નહીં

જવાબ : (A) કુરલ

Read Also :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 5 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 3 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 2 MCQ

(13) …………………ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે.

(A) કથાસરિતસાગર

(B) ગીતગોવિંદ

(C) રાજતરંગિણી

(D) એકપણ નહીં

જવાબ : (C) રાજતરંગિણી

(14) કવિ ચંદબરદાઈરચિત…………………હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.

(A) પૃથ્વીરાજરાસો

(B) પ્રતાપરાજરાસો

(C) ચંદ્રાયનરાસો

(D) એકપણ નહીં

જવાબ : (A) પૃથ્વીરાજરાસો

(15) મુલ્લા દાઉદનો ગ્રંથ………………એ અવધિ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

(A) કુમારાયન

(B) ગીતગોવિંદ

(C) ચંદ્રાયન

(D) એકપણ નહીં

જવાબ : (C) ચંદ્રાયન

(16) …………….એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.

(A) અમીર ખુશરો

(B) હઝરત નિઝામુદ્દીન ઓલિયા

(C) બહાદુરશાહ ઝફર

(D) એકપણ નહીં

જવાબ : (A) અમીર ખુશરો

(17) …………………ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.

(A) નાનક

(B) કબીર

(C) નામદેવ

(D) એકપણ નહીં

જવાબ : (B) કબીર

(18) તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’………………..ભાષામાં લખ્યો હતો.

(A) અવધિ

(B) ભોજપુરી

(C) હિન્દી

(D) ગુજરાતી

જવાબ : (A) અવધિ

(19) બંગાળમાં સંત ….………થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.

(A) કૃતિવાસ

(B) નામદેવ

(C) ચૈતન્ય

(D) એકપણ નહીં

જવાબ : (C) ચૈતન્ય

(20) વિજયનગરના મહાન સમ્રાટ…………………તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.

(A) કૃષ્ણદેવરાય

(B) રામરાય

(C) બુક્કારાય

(D) એકપણ નહીં

જવાબ : (A) કૃષ્ણદેવરાય

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (21 To 30)

(21) ………………એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો જ મૂલ્યવાન ગ્રંથ છે.

(A) આયને-અકબરી

(B) હુમાયુનામા

(C) અકબરનામા

(D) એકપણ નહીં

જવાબ : (A) આયને-અકબરી

(22) મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના……………..ભાષાના જન્મની છે.

(A) હિંદી

(B) ઉર્દૂ

(C) અવધિ

(D) એકપણ નહીં

જવાબ : (B) ઉર્દૂ

(23) …………..વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નાલંદા

(24) 7મી સદીમાં ચીની મુસાફર…………………….નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

(A) યુઅન-શ્વાંગે

(B) ફાહિયાને

(C) ઇત્સિંગે

(D) એકપણ નહીં

જવાબ : (A) યુઅન-શ્વાંગે

(25) ……………વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજતરીકે ઓળખાતો હતો.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નાલંદા

(26) ………………..પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.

(A) તક્ષશિલા

(B) નાલંદા

(C) વલભી

(D) એકપણ નહીં

જવાબ : (A) તક્ષશિલા

(27) ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે……………….વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (B) તક્ષશિલા

(28) ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે………….પર પસંદગી ઉતારી હતી.

(A) અલાહાબાદ

(B) વલભી

(C) વારાણસી

(D) એકપણ નહીં

જવાબ : (C) વારાણસી

(29) સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો………………મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો.

(A) સારનાથ

(B) શારદા

(C) રાજેશ્વરી

(D) એકપણ નહીં

જવાબ : (A) સારનાથ

(30) 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર………………..તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.

(A) યુઅન-શ્વાંગે

(B) ફાહિયાને

(C) ઇત્સિંગે

(D) એકપણ નહીં

જવાબ : (B) ફાહિયાને

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (31 To 40)

(31) …………….વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું.

(A) વલભી

(B) વારાણસી

(C) તક્ષશિલા

(D) એકપણ નહીં

જવાબ : (A) વલભી

(32) દૂરદૂરના ગંગા-યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ………………..માં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.

(A) નાલંદા

(B) તક્ષશિલા

(C) વલભી

(D) એકપણ નહીં

જવાબ : (C) વલભી

(33) ચીની પ્રવાસી……………….લખ્યું છે કે, વલભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી.

(A) ઇત્સિંગે

(B) ફાહિયાને

(C) યુઅન-શ્વાંગે

(D) એકપણ નહીં

જવાબ : (A) ઇત્સિંગે

(34) 7મી સદીમાં ગુજરાતનું…………………વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું.

(A) નાલંદા

(B) વલભી

(C) તક્ષશિલા

(D) એકપણ નહીં

જવાબ : (B) વલભી

(35) ……………..ના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું.

(A) વિદ્વાનો

(B) ભાષા

(C) સ્તુતિઓ

(D) એકપણ નહીં

જવાબ : (B) ભાષા

(36) મહર્ષિ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ ગ્રંથની રચના ઈ. સ. પૂર્વે……………..સદીમાં કરી.

(A) ચોથી

(B) ત્રીજી

(C) બીજી

(D) પહેલી

જવાબ : (A) ચોથી

(37) ……………..ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે.

(A) યજુર્વેદ

(B) અથર્વવેદ

(C) સામવેદ

(D) એકપણ નહીં

જવાબ : (C) સામવેદ

(38) આર્યો તેમના જીવનનો અંતિમ સમય………………….માં જઈને ગાળતા.

(A) આશ્રમ

(B) અરણ્ય

(C) મંદિરો

(D) એકપણ નહીં

જવાબ : (B) અરણ્ય

(39) …………………માં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે.

(A) રામાયણ

(B) મહાભારત

(C) શ્રીમદ્ભગવદ્ગીતા

(D) એકપણ નહીં

જવાબ : (A) રામાયણ

(40) …………….વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.

(A) બાણભટ્ટ

(B) ભવભૂતિ

(C) કાલિદાસ

(D) એકપણ નહીં

જવાબ : (C) કાલિદાસ

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (41 To 50)

(41) ‘કાદમ્બરી’ની રચના……………કરી છે.

(A) ભવભૂતિએ

(B) ભારવિએ

(C) બાણભટ્ટે

(D) એકપણ નહીં

જવાબ : (C) બાણભટ્ટે

(42) ‘ઉત્તરરામચરિતની રચના……………..કરી છે.

(A) બાણભટ્ટ

(B) ભવભૂતિએ

(C) કાલિદાસે

(D) એકપણ નહીં

જવાબ : (B) ભવભૂતિએ

(43) ‘કિરાતાર્જુનિયમ્ની રચના……………..કરી છે.

(A) ભારવિએ

(B) વિશાખાદત્તે

(C) શૂદ્રકે

(D) એકપણ નહીં

જવાબ : (A) ભારવિએ

(44) ‘મુદ્રારાક્ષસ’ની રચના……………….કરી છે.

(A) વિશાખાદત્તે

(B) દંડીએ

(C) શૂદ્રકે

(D) એકપણ નહીં

જવાબ : (A) વિશાખાદત્તે

(45) ‘મૃચ્છકટિકમ્’ની રચના……………………કરી છે.

(A) દંડીએ

(B) ભારવિએ

(C) શૂદ્રકે

(D) એકપણ નહીં

જવાબ : (C) શૂદ્રકે

(46) ‘દશકુમારચરિત’ની રચના …………… કરી છે.

(A) ભવભૂતિએ

(B) દંડીએ

(C) ભારવિએ

(D) એકપણ નહીં

જવાબ : (B) દંડીએ

(47) ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં…………………ભાષા સાહિત્યની ભાષા બની રહી.

(A) હિંદી

(B) ફારસી

(C) સંસ્કૃત

(D) એકપણ નહીં

જવાબ : (C) સંસ્કૃત

(48) કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક…………………સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.

(A) કન્નડ

(B) તેલુગુ

(C) તમિલ

(D) એકપણ નહીં

જવાબ : (A) કન્નડ

(49) ……………….ભાષા હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવે છે.

(A) મરાઠી

(B) રાજસ્થાની

(C) ફારસી

(D) એકપણ નહીં

જવાબ : (B) રાજસ્થાની

(50) મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ……………ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.

(A) ફારસી

(B) હિન્દી

(C) અવધિ

(D) એકપણ નહીં

જવાબ : (C) અવધિ

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (51 To 60)

(51) ………………ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.

(A) ઉર્દૂ

(B) ફારસી

(C) હિન્દી

(D) એકપણ નહીં

જવાબ : (B) ફારસી

(52) ……………..પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એનાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુષ્કળ વખાણ કર્યાં છે.

(A) અમીર ખુશરોએ

(B) તુલસીદાસે

(C) ઝીયાઉદ્દીન બરનીએ

(D) એકપણ નહીં

જવાબ : (A) અમીર ખુશરોએ

(53) બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન…………..વિદ્યાપીઠ આવેલી છે.

(A) વલભી

(B) તક્ષશિલા

(C) નાલંદા

(D) એકપણ નહીં

જવાબ : (C) નાલંદા

(54) …………….વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.

(A) નાલંદા

(B) વલભી

(C) તક્ષશિલા

(D) એકપણ નહીં

જવાબ : (C) તક્ષશિલા

(55) ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં મોક્ષપ્રાપ્તિના આ ત્રણ માર્ગોમાંથી…………….માર્ગનું વિવેચન નથી.

(A) કર્મ

(B) ભક્તિ

(C) યોગ

(D) એકપણ નહીં

જવાબ : (C) યોગ

(56) મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?

(A) અષ્ટાધ્યાયી

(B) પૃથ્વીરાજરાસો

(C) વિક્રમાંકદેવચરિત

(D) ચંદ્રાયન

જવાબ : (A) અષ્ટાધ્યાયી

(57) સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?

(A) વાલ્મીકિ

(B) સંત તુલસીદાસ

(C) મહાકવિ કાલિદાસ

(D) મહાકવિ ભાસ

જવાબ : (C) મહાકવિ કાલિદાસ

(58) કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?

(A) તક્ષશિલા

(B) વારાણસી (કાશી)

(C) નાલંદા

(D) વલભી

જવાબ : (D) વલભી

(59) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?

(A) તમિલ

(B) તેલુગુ

(C) કન્નડ

(D) મલયાલમ

જવાબ : (A) તમિલ

(60) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ………………..છે.

(A) ઋગ્વેદ

(B) યજુર્વેદ

(C) સામવેદ

(D) અથર્વવેદ

જવાબ : (A) ઋગ્વેદ

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (61 To 70)

(61) વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?

(A) ઉત્તરરામચરિત

(B) મેઘદૂત

(C) મહાભારત

(D) રામાયણ

જવાબ : (C) મહાભારત

(62) મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?

(A) રામાયણમાં

(B) શ્રીમદ્ભગવદ્ગીતામાં

(C) રામચરિતમાનસમાં

(D) ઉત્તરરામચરિતમાં

જવાબ : (B) શ્રીમદ્ભગવદ્ગીતામાં

(63) પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?

(A) અષ્ટાધ્યાયી

(B) મિલિન્દ પન્હો

(C) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર

(D) મિનેન્ડરનું અર્થશાસ્ત્ર

જવાબ : (C) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર

(64) બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?

(A) પાલિ

(B) હિંદી

(C) બ્રાહ્મી

(D) ગુજરાતી

જવાબ : (A) પાલિ

(65) કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?

(A) પૃથ્વીરાજરાસો

(B) વિક્રમાંકદેવચરિત

(C) કવિરાજ માર્ગ

(D) ચંદ્રાયન

જવાબ : (A) પૃથ્વીરાજરાસો

(66) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?

(A) નરસિંહ મહેતાએ

(B) દલપતરામે

(C) પ્રેમાનંદે

(D) દયારામે

જવાબ : (A) નરસિંહ મહેતાએ

(67) નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

(A) શૂદ્રક – મૃચ્છકટિકમ્

(B) ભારવિ – કિરાતાર્જુનીયમ્

(C) બાણભટ્ટ – કાદમ્બરી

(D) વિશાખદત્ત – દશકુમારચરિત

જવાબ : (D) વિશાખદત્ત – દશકુમારચરિત

(68) નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.

(A) કવિ રત્ના – અજીતનાથ પુરાણ

(B) કવિ પોન્ના – શાંતિપુરાણ

(C) કવિ પંપા – આદિપુરાણ

(D) કવિ કમ્બલ – મહાભારતમ્

જવાબ : (D) કવિ કમ્બલ – મહાભારતમ્

(69) શૂદ્રક : મૃચ્છકટિકમ્ | દંડી : ………………..

(A) દશકુમારચરિત

(B) મુદ્રારાક્ષસ

(C) કાદમ્બરી

(D) કિરાતાર્જુનીયમ્

જવાબ : (A) દશકુમારચરિત

(70) કથાસરિતસાગર : સોમદેવ | રાજતરંગિણી :…………………..

(A) જયદેવ

(B) ભારવિ

(C) કલ્હણ

(D) ભવભૂતિ

જવાબ : (C) કલ્હણ

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati (71 To 76)

(71) ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી વિકલ્પ પસંદ કરો:

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati

(A) (1 – d), (2 – c), (3 – b), (4 – a)

(B) (1 – c), (2 – d), (3 – a), (4 – b)

(C) (1 – b), (2 – a), (3 – c), (4 − d)

(D) (1 – b), (2 – a), (3 – d), (4 − c)

જવાબ : (D) (1 – b), (2 – a), (3 – d), (4 − c)

(72) મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.

(A) અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં

(B) હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં

(C) હુમાયુ, જહાંગીર, શાહજહાં, અકબર

(D) હુમાયુ, શાહજહાં, અકબર, જહાંગીર.

જવાબ : (B) હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં

(73) ભારતમાં ભાષાઓના ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતાં નીચે મુજબનાં જોડકાંમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati

(A) (1 – b), (2 – c), (3 – d), (4 – a)

(B) (1 – b), (2 – d), (3 – c), (4 – a)

(C) (1 – e), (2 – c), (3 – d), (4 – a)

(D) (1 – e), (2 -b), (3 – d), (4 – c)

જવાબ : (A) (1 – b), (2 – c), (3 – d), (4 – a)

(74) ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?

(A) વલભીમાં

(B) વારાણસી(કાશી)માં

(C) નાલંદામાં

(D) તક્ષશિલામાં

જવાબ : (C) નાલંદામાં

(75) 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?

(A) હાન-શુઈએ

(B) યુઅન-શ્વાંગે

(C) ઇત્સિંગે

(D) ફાહિયાને

જવાબ : (D) ફાહિયાને

(76) નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે?

Std 10 Social Science Chapter 4 Mcq Gujarati
Std 10 Social Science Chapter 4 Mcq Gujarati

(A) તક્ષશિલા વિદ્યાપીઠનું

(B) વારાણસી (કાશી) વિદ્યાપીઠનું

(C) નાલંદા વિદ્યાપીઠનું

(D) વલભી વિદ્યાપીઠનું

જવાબ : (C) નાલંદા વિદ્યાપીઠનું

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 4 Mcq Gujarati

Leave a Reply