Class 8 Science Chapter 8 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 8 Swadhyay
Class 8 Science Chapter 8 Swadhyay

Class 8 Science Chapter 8 Swadhyay

Class 8 Science Chapter 8 Swadhyay. Std 8 Science Chapter 8 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 8 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 8. કોષ રચના અને કાર્યો

સત્ર : પ્રથમ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચે આપેલાં વાક્યો સાચાં (T) છે કે ખોટાં (F) તે જણાવો :

(a) એકકોષીય સજીવો, એક કોષનું શરીર ધરાવે છે.

ઉત્તર : T

(b) સ્નાયુકોષો શાખિત હોય છે.

ઉત્તર : F

(c) સજીવનો પાયાનો જીવંત એકમ અંગ છે.

ઉત્તર : F

(d) અમીબા અનિયમિત આકાર ધરાવે છે.

ઉત્તર : T

પ્રશ્ન 2. માનવ ચેતાકોષની આકૃતિ દોરો. ચેતાકોષ કયું કાર્ય કરે છે?

ઉત્તર :

Class 8 Science Chapter 8 Swadhyay
Class 8 Science Chapter 8 Swadhyay

ચેતાકોષનું કાર્ય : સંદેશો પ્રાપ્ત કરી તેનું ઊર્મિવેગ રૂપે વહન કરે છે. આ રીતે શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે.

પ્રશ્ન 3. નીચેના પર ટૂંક નોંધ લખો :

(a) કોષરસ

ઉત્તર : કોષરસપટલ અને કોષકેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય રૂપે કોષરસ હોય છે.

કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, રસધાની, રંજકકણ વગેરે અંગિકાઓ આવેલી હોય છે.

કોષની વિવિધ ક્રિયાઓ કોષરસમાં થાય છે.

(b) કોષનું કોષકેન્દ્ર

ઉત્તર : સજીવ કોષનો મહત્ત્વનો સંઘટક છે. સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ અને ગોળાકાર હોય છે. કોષકેન્દ્રમાં નીચેની રચનાઓ સમાવિષ્ટ છે :

(1) કોષકેન્દ્રપટલ : તે કોષકેન્દ્રને કોષરસથી અલગ કરે છે. કોષકેન્દ્રપટલ છિદ્રો ધરાવે છે. કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે.

(2) કોષકેન્દ્રિકા : કોષકેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. તેને કોષકેન્દ્રિકા કહે છે.

(3) રંગસૂત્રો : કોષકેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે. તેને રંગસૂત્રો કહે છે. રંગસૂત્રો જનીનો ધરાવે છે. રંગસૂત્રો કોષવિભાજન દરમિયાન જ જોવા મળે છે. રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનો DNAના બનેલા છે, તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃપેઢીમાંથી સંતતિ(બાળપેઢી)માં વહન કરે છે.

કોષકેન્દ્રનું કાર્ય : આનુવંશિક લક્ષણો ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.

પ્રશ્ન 4. કોષના કયા ભાગમાં અંગિકાઓ આવેલી હોય છે?

ઉત્તર : કોષના કોષરસમાં અંગિકાઓ આવેલી હોય છે.

પ્રશ્ન 5. વનસ્પતિકોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરો. તેમાં જોવા મળતા ત્રણ તફાવત જણાવો.

ઉત્તર :

Class 8 Science Chapter 8 Swadhyay
Class 8 Science Chapter 8 Swadhyay

વનસ્પતિકોષ

(1) કોષદીવાલ ધરાવે છે.

(2) રંજકકણ/ હરિતકણ ધરાવે છે.

(3) એક મોટી કેન્દ્રિય રસધાની હોય છે.

પ્રાણીકોષ

(1) કોષદીવાલ ધરાવતો નથી.

(2) હરિતકણ ધરાવતો નથી.

(3) નાની-નાની રસધાનીઓ હોય છે.

પ્રશ્ન 6. સુકોષકેન્દ્રીય કોષ તથા આદિકોષકેન્દ્રીય કોષ વચ્ચેના તફાવતો જણાવો.

ઉત્તર :

સુકોષકેન્દ્રીય કોષ

(1) તેમાં સુયોજિત કોષકેન્દ્ર આવેલું છે.

(2) કોષકેન્દ્રપટલની હાજરી છે.

(3) કોષ કેન્દ્રિકા હાજર છે.

(4) કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ આવેલી છે.

(5) ઉદા., ડુંગળીના કોષ, ગાલના કોષ

આદિકોષકેન્દ્રીય કોષ

(1) તેમાં સુયોજિત કોષકેન્દ્ર હોતું નથી.

(2) કોષકેન્દ્રપટલની ગેરહાજરી છે.

(3) કોષકેન્દ્રિકા ગેરહાજર છે.

(4) કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રંજકકણ જેવી અંગિકાઓ ગેરહાજર છે.

(5) ઉદા., બૅક્ટરિયલ કોષ, નીલહરિત લીલના કોષ

પ્રશ્ન 7. કોષમાં રંગસૂત્રો ક્યાં જોવા મળે છે ? તેનું કાર્ય જણાવો.

ઉત્તર : કોષમાં રંગસૂત્રો કોષકેન્દ્રમાં જોવા મળે છે.

રંગસૂત્રોનું કાર્ય : પિતૃપેઢીમાંથી આનુવંશિક લક્ષણોનું સંતતિ(બાળપેઢી)માં વહન કરવાનું છે.

પ્રશ્ન 8. કોષ સજીવનો મૂળભૂત એકમ છે. સમજાવો.

ઉત્તર : (1) ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ થાય છે. તે રીતે કોષો એકબીજા સાથે જોડાઈને સજીવશરીરનું નિર્માણ કરે છે. (2) એકકોષી સજીવો ફક્ત એક જ કોષથી બનેલા છે. (3) બહુકોષી સજીવનું જીવન પણ એક જ કોષ ફલિતાંડથી શરૂ થાય છે. (4) બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી બધી આવશ્યક ક્રિયાઓ એકકોષી સજીવ તેના એક કોષ વડે કરી શકે છે. (5) જટિલ રચના ધરાવતા સજીવમાં કોષોના સમૂહથી પેશી બને છે. પેશીના સમૂહથી અંગો અને અંગોના સમૂહથી તંત્ર બને છે. આથી કોષ સજીવનો મૂળભૂત એકમ છે.

પ્રશ્ન 9. શા કારણે હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે, તે સમજાવો.

ઉત્તર : વનસ્પતિઓ પોષણ માટે સ્વાવલંબી છે. તેમાં મુખ્ય પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ છે. પ્રકાશસંશ્લેષણ ક્રિયા હરિતદ્રવ્ય(ક્લૉરોફિલ)ની હાજરીમાં થાય છે. હરિતદ્રવ્ય હરિતકણમાં આવેલું છે. આથી હરિતકણ વનસ્પતિમાં જ જોવા મળે છે.

પ્રશ્ન 10. નીચે આપેલી ચાવીઓને આધારે શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડો પૂર્ણ કરો :

(ORGANELLE, VACUOLE, CHLOROPLASTS, GENES, ORGAN, PROTOPLASM, CHLOROPHYLL, MEMBRANE, TISSUE)

આડી ચાવી :

(1) તે પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે

(૩) કોષરસમાં આવેલ રચનાઓ માટે વપરાતો શબ્દ

(6) કોષમાં આવેલ જીવંત દ્રવ્ય

(8) રંગસૂત્રો પર આવેલ આનુવંશિક એકમ

ઊભી ચાવી :

(1) લીલા રંજકકણ

(2) પેશીઓના ભેગા થવાથી બનતી રચના

(4) તે આજુબાજુના ઘટકોથી કોષના સંઘટકોને છૂટા પાડે છે.

(5) કોષરસમાં આવેલ ખાલી રચના

(7) કોષોનો સમૂહ

Class 8 Science Chapter 8 Swadhyay
Class 8 Science Chapter 8 Swadhyay

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય