Class 8 Gujarati Chapter 4 Swadhyay (ધોરણ 8 ગુજરાતી પાઠ 4 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 4 Swadhyay
Class 8 Gujarati Chapter 4 Swadhyay

Class 8 Gujarati Chapter 4 Swadhyay

Class 8 Gujarati Chapter 4 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 4 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 4 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 4. તને ઓળખું છું, મા

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?

(ક) ખમ્મા

(ખ) ઓવારણાં

(ગ) અભાગી

(ઘ) સાચવજે

ઉત્તર : (ક) ખમ્મા

(2) બાળકનું દુઃખ પોતે લઈ લેવાના ભાવથી માતા શું કરે છે?

(ક) માથે હાથ ફેરવે છે.

(ખ) ઓવારણાં લે છે.

(ગ) હાથ પકડી બેઠો કરે છે.

(ઘ) સતત તેની સાથે રહે છે.

ઉત્તર : (ખ) ઓવારણાં લે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

(1) કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?

ઉત્તર : કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે.

(2) માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે?

ઉત્તર : માની મમતાને ન પામી શકનાર માટે કવિ ‘અભાગી’ શબ્દ વાપરે છે.

(3) કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે?

ઉત્તર : માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે, એમ માનીને કવિ માતાનાં સ્મરણોરૂપી તીર્થની પરકમ્મા કરે છે.

(4) ‘એકલવાયું વરસે છે ચોમાસું’, એવું કવિ કયા સંદર્ભે કહે છે?

ઉત્તર : સંતાનો દૂર હોય ત્યારે એકલવાયું જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહિ, પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં ‘એકલવાયું વરસે છે ચોમાસું’ એમ કવિ કહે છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) કવિ માની મમતા ક્યા ક્યા પ્રસંગે અનુભવે છે?

ઉત્તર : જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગાંસંબંધીઓ કે મિત્રો એમને હડસેલે, તેમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે.

(2) તમને તમારી માતા ગમે છે, એનાં કારણો કે પ્રસંગો જણાવો.

ઉત્તર : મને મારી માતા બહુ ગમે છે. માતા મને હંમેશાં દરેક કામમાં પ્રેરણા આપે છે. મારું સતત ધ્યાન રાખે છે. કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે. પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે. હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકું એ માટે એ મારી પરીક્ષા લે છે. મને જે વિષય અઘરો લાગે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે.

(3) મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો?

ઉત્તર : મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. એની સેવાચાકરી કરીશ. એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ. એને તીર્થોની યાત્રા કરાવીશ. એને ભજનો સાંભળવા બહુ ગમે છે. તેથી એને માટે સીડી પ્લેયર લઈ આવીશ. એને મનગમતાં ભજનોની, લોકગીતોની કે અન્ય ગીતોની સીડી લાવી આપીશ. એને કોઈ વાતનું દુ:ખ ન પડે અને એનું જીવન સુખશાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ.

(4) પરકમ્મા કોની કોની કરવામાં આવે છે? શા માટે?

ઉત્તર : પરકમ્મા મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે. નદી પવિત્ર ગણાય છે. ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરકમ્મા કરવાથી મન પવિત્ર બને છે. હૃદયમાં શાંતિ થાય છે. આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે.

પ્રશ્ન 2. નીચે આપેલી કાવ્યપંક્તિઓ સમજાવો :

(1) તરણા પેઠે ચાવે…………તારી મમતાના ટેકે.

ઉત્તર : કોઈ મને તરણાની જેમ ચાવે કે મને કોઈ હડસેલે (મારી ઉપેક્ષા કરે કે મને ધિક્કારે) પણ તારી મમતાના ટેકે જ મને પગ પર ઊભા રહેવાનું બળ મળે છે. તારી દસે આંગળીઓનાં ટેરવાંનો મને સ્પર્શ થાય છે ત્યારે મારી વેદના પળવારમાં અદશ્ય થઈ જાય છે.

(2) ઘરથી જાઉં દૂર…………..કરું પરકમ્મા.

ઉત્તર : હું ઘરથી ભલે ગમે તેટલો દૂર હોઉં છતાં તું મારી આંખ સામે જ હોય છે. એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાયે ન પામતો હોય? મારે મન તારું દરેક સ્મરણ તીર્થરૂપ છે એટલે સ્મરણોરૂપી તીર્થની આ રીતે પરિક્રમા કરું છું. મા! તને હું ઓળખું છું.

પ્રશ્ન 3. ‘મા’ વિશેની અન્ય કોઈ કવિતાની પાંચ પંક્તિઓ લખો.

ઉત્તર : ‘બાને –’ની કેટલીક પંક્તિઓ :

ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી

થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે

વિરાજેલી, બા! તું નવ કદીયે હું દૂર ચસવા

દઉં, મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.

હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,

હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,

પર થી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.

– મણિલાલ દેસાઈ

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો :

(1) નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો શબ્દકોશમાંથી શોધીને લખો.

(1) મારગ = પથ, રસ્તો

(2) અભાગી = કમનસીબ, દુર્ભાગી

(3) સદા = હંમેશાં, સર્વદા

(4) સ્મરણ = સ્મૃતિ, યાદ

(5) લ્હેરખી = લહેર, તરંગ

(2) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.

(1) નયન = આંખ

(2) મારગ = રસ્તો

(3) દુઃખ = પીડા

(4) તણખલું = તૃણ

(3) નીચે શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

(1) અભાગી x સુભાગી, સદ્ભાગી

(2) સ્મરણ x વિસ્મરણ

(4) સરખા પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો :

ઉદા. મા – ખમ્મા

(1) આંસુ – ચોમાસું

(2) ફેંકૈ – ટેકે

(3) સામે – પામે

Also Read :

Class 8 Gujarati Chapter 5 Swadhyay