Class 7 Social Science Chapter 1 Swadhyay (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 સ્વાધ્યાય)

Class 7 Social Science Chapter 1 Swadhyay
Class 7 Social Science Chapter 1 Swadhyay

Class 7 Social Science Chapter 1 Swadhyay

Class 7 Social Science Chapter 1 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 1 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 1. રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો

સત્ર : પ્રથમ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :

(1) રાણીની વાવ કોણે બંધાવી હતી?

ઉત્તર : રાણીની વાવ (રાણકી વાવ) પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ બંધાવી હતી.

(2) ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?

ઉત્તર : ચૌહાણવંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી (અજમેરની ઉત્તરે આવેલ સાંભ૨) નામના સ્થળે શાસન કરતા હતા .

(3) અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ (સરસ્વતી નદીના કિનારે) અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

(4) વાધેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?

ઉત્તર : કર્ણદેવ વાઘેલા વાધેલાવંશનો છેલ્લો શાસક હતો.

પ્રશ્ન 2. (અ) ટૂંક નોંધ લખો :

(1) રાજપૂતોના ગુણો

ઉત્તર : રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા :

(1) રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. (2) તેઓ રણભૂમિમાં કદાપિ પાછી પાની કરતા નહિ. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયાં કરતા અર્થાત્ મૃત્યુને ભેટતા. (3) તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. (4) તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. (5) તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહિ.

(2) રાજપૂતયુગનો વેપાર-વાણિજ્ય

ઉત્તર : (1) રાજપૂતયુગમાં રાજ્યની વેપાર-વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. (2) એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. (3) એ સમયે જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર ‘ભાગ’ નામથી ઓળખાતો હતો. (4) રાજપૂતયુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાનાં થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો.

(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.

ઉત્તર : ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે

છે : (1) ગઢવાલવંશ (2) ચંદેલવંશ ( 3) પરમારવંશ (4) ચૌહાણ વંશ (5) સોલંકીવંશ (6) ચાવડાવંશ (7) સોલંકીવંશ (7) વાઘેલાવંશ (9) પાલવંશ (10) સેનવંશ વગેરે.

(2) દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.

ઉત્તર : દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે : (1) ચાલુક્યવંશ (2) રાષ્ટ્રકૂટવંશ ( 3) યાદવવંશ (4) હોયસલવંશ ( 5 ) વરંગલવંશ (6) પલ્લવવંશ (7) ચોલવંશ (8) પાંડયવંશ (9) ચેરવંશ વગેરે.

(૩) ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?

ઉત્તર : ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ હતો. તેનું મૂળ નામ ઝફરખાન હતું.

(4) રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં કયાં કયાં કાર્યો કર્યા હતાં?

ઉત્તર : રાજમાતા મીનળદેવી પ્રજાવત્સલ હતાં. તે પ્રજાના કલ્યાણનાં કામો કરવા માટે હંમેશાં તત્પર રહેતાં હતાં. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કામો કર્યા હતાં. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં. ખરેખર, મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.

પ્રશ્ન 3. (અ) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :

(1) ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?

(A) પુલકેશી બીજાના

(B) હર્ષવર્ધનના

(C) મિહિરભોજના

(D) અશોકના

ઉત્તર : (B) હર્ષવર્ધનના

(2) બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?

(A) જેજાકભુક્તિ

(B) ઉજ્જયની

(C) પ્રતિહારો

(D) ચૌલુક્ય

ઉત્તર : (A) જેજાકભુક્તિ

(૩) માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

(A) કુમારપાળ

(B) ભોજ

(C) સીયક

(D) મુંજ

ઉત્તર : (A) કુમારપાળ

(4) આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

(A) ચંદેલવંશનું

(B) પરમારવંશનું

(C) પાલવંશનું

(D) પ્રતિહારોનું

ઉત્તર : (C) પાલવંશનું

(5) રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?

(A) ચાવડાવંશના

(B) સોલંકીવંશના

(C) વાઘેલાવંશના

(D) મૈત્રકવંશના

ઉત્તર : (B) સોલંકીવંશના

(બ) યોગ્ય જોડકાં જોડો :

વિભાગ “અ” (રાજ્ય)

(1) સેનવંશ

(2) સોલંકીવંશ

(3) પાલવંશ

(4) રાષ્ટ્રકૂટવંશ

(5) પલ્લવવંશ

વિભાગ “બ’ (શાસકો)

(A) નરસિંહવર્મન બીજો

(B) ગોવિંદ ત્રીજો

(C) વિજયસેન પ્રથમ

(D) ગોપાલ

(E) કુમારપાળ

(F) ભોજ

ઉત્તર :

(1) સેનવંશ = (C) વિજયસેન પ્રથમ

(2) સોલંકીવંશ = (E) કુમારપાળ

(3) પાલવંશ = (D) ગોપાલ

(4) રાષ્ટ્રકૂટવંશ = (B) ગોવિંદ ત્રીજો

(5) પલ્લવવંશ = (A) નરસિંહવર્મન બીજો

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય