Class 7 Science Chapter 9 Swadhyay (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય)

Class 7 Science Chapter 9 Swadhyay
Class 7 Science Chapter 9 Swadhyay

Class 7 Science Chapter 9 Swadhyay

Class 7 Science Chapter 9 Swadhyay. Std 7 Science Chapter 9 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 9 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય.

Class 7 Science Chapter 9 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો.

(1) દોડતી વખતે તમારા હાથની ગતિ = દોલન ગતિ

(2) સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ = સુરેખ ગતિ

(૩) ચીંચવા પર રહેલા બાળકની ગતિ = દોલન ગતિ

(4) વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ = દોલન ગતિ

(5) સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ = સુરેખ ગતિ

પ્રશ્ન 2. નીચે આપેલાં વિધાનો (કથનો) માંથી કયાં વિધાનો સાચાં નથી?

(1) સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે.

(2) દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે.

(3) બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે.

(4) આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી.

(5) ટ્રેનની ઝડપ m / h માં મપાય છે.

ઉત્તર : સાચાં નથી તેવાં વિધાનો : (2), (4), (5)

પ્રશ્ન 3. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય?

ઉત્તર : 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = 32 સેકન્ડ

1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = 32 સેકન્ડ / 20

= 16 / 10

= 1.6 સેકન્ડ

1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = આવર્તકાળ

આવર્તકાળ = 1.6 સેકન્ડ

પ્રશ્ન 4. બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમી છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધો.

ઉત્તર : કાપેલું અંતર = 240 કિમી, લાગતો સમય = 4 કલાક

હવે ટ્રેનની ઝડપ = કાપેલું કુલ અંતર / લાગતો સમય

= 240 કિમી / 4 કલાક

= 60 કિમી / કલાક

પ્રશ્ન 5. જ્યારે ઘડિયાળમાં 8:30 am નો સમય હોય છે ત્યારે કારના ઓડોમિટરનું અવલોકન 57321.0 km દર્શાવે છે. જ્યારે 8 : 50 am નો સમય હોય ત્યારે કારના ઓડોમિટરનું અવલોકન 57336.0 km દર્શાવે, તો કારની ઝડપ તે સમયગાળામાં km/min તથા km/h માં શોધો.

ઉત્તર : કારે કાપેલું અંતર = અંતિમ વાચન – પ્રારંભિક વાચન

= 57336 km – 57321 km

= 15 km

કારે લીધેલ સમય = 8 : 30 am થી 8 : 50 amનો સમય

= 20 મિનિટ (min)

કારની ઝડપ = કાપેલું અંતર / લીધેલ સમય

= 15 km / 20 min

= (5 x 3) km / (5 X 4) min

= 3/4 km / min

કારની ઝડપ (km/h) = 15 km / (20/60) h

= (15 x 60) / 20 km/h

= 45 km/h

પ્રશ્ન 6. સલમાં સાઇકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાઇકલની ઝડપ 2 m/s હોય, તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો.

ઉત્તર : લીધેલ સમય = 15 મિનિટ = (15 x 60) સેકન્ડ = 900 s

સાઇકલની ઝડપ = 2 m/s

ધરથી શાળાનું અંતર = સલમાએ કાપેલ અંતર = ઝડપ X સમય

ઘરથી શાળાનું અંતર = (2 m/s X 900 s)

= 1800 m

= 1800 / 1000 km

= 1.800 km

ઘરથી શાળા વચ્ચેનું અંતર = 1.8 કિલોમીટર

પ્રશ્ન 7. નીચે આપેલા કિસ્સાઓમાં, અંતર-સમયના આલેખનો આકાર દર્શાવો.

(1) અચળ ઝડપે ગતિ કરતી કાર.

Class 7 Science Chapter 9 Swadhyay
Class 7 Science Chapter 9 Swadhyay

(2) રોડની બાજુમાં ઊભેલી કાર.

Class 7 Science Chapter 9 Swadhyay
Class 7 Science Chapter 9 Swadhyay

પ્રશ્ન 8. નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે?

(A)  ઝડપ = અંતર x સમય

(B) ઝડપ = અંતર / સમય

(C) ઝડપ = સમય / અંતર

(D) ઝડ૫ = 1 / અંતર X સમય

જવાબ : (B) ઝડપ = અંતર / સમય

પ્રશ્ન 9. ઝડપનો મૂળભૂત એકમ…………….છે.

(A) km/min

(B) m/min

(C) km/h

(D) m/s

જવાબ : (D) m/s

પ્રશ્ન 10. એક કાર 15 મિનિટ સુધી 40 km/h ની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 km/h ની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું કુલ અંતર……………છે.

(A) 100 km

(B) 25 km

(C) 15 km

(D) 10 km

જવાબ : (B) 25 km

પ્રશ્ન 11. જો આકૃતિ 13.1 અને આકૃતિ 13.2માં દર્શાવેલા બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળે લીધેલા છે. જો 100 મીટરના અંતરને 1 સેમી વડે આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવે તો વાદળી રંગની કારની ઝડપ શોધો.

Class 7 Science Chapter 9 Swadhyay
Class 7 Science Chapter 9 Swadhyay

ઉત્તર : પાઠ્યપુસ્તકની આકૃતિ 13.1 અને 13.2 જોતાં, વાદળી કારનું બે ફોટોગ્રાફમાં અંતર માપતાં 1 સેમી છે.

વળી, 1 સેમી = 100 મીટર સ્કેલમાપ છે.

વાદળી કારે કાપેલું અંતર = 100 મીટર

હવે બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળે લીધેલા છે.

વાદળી કારે 10 સેકન્ડમાં કાપેલું અંતર = 100 મીટર

વાદળી કારે 1 સેકન્ડમાં કાપેલું અંતર = 100 મીટર / 10 સેકન્ડ

= 10 m/s

વાદળી રંગની કારની ઝડપ = 10 m/s

પ્રશ્ન 12. આકૃતિ 13.15, બે વાહનો A તથા B માટે અંતર-સમયનો આલેખ દર્શાવે છે, તો તેમાંથી ક્યું વાહન વધુ ઝડપી ગતિ કરે છે?

Class 7 Science Chapter 9 Swadhyay
Class 7 Science Chapter 9 Swadhyay

ઉત્તર : વાહન A વધુ ઝડપી ગતિ કરે છે.

કારણ : X-અક્ષ પર t સમયે વાહન B અને વાહન A એ કાપેલા અંતર જાણવા T આગળથી Y-અક્ષને સમાંતર રેખા ઘેરો. જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી.

પ્રશ્ન 13. ટ્રકની ગતિ માટે આપેલા અંતર-સમયના આલેખોમાંથી ક્યો આલેખ દર્શાવે છે કે, ટ્રકની ઝડપ અચળ નથી?

Class 7 Science Chapter 9 Swadhyay
Class 7 Science Chapter 9 Swadhyay

ઉત્તર : આલેખ (3) વક્ર રેખા છે. આલેખ (3) ઝડપ અચળ નથી એમ દર્શાવે છે.

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 10 સ્વાધ્યાય

Leave a Reply