Class 7 Science Chapter 6 Swadhyay (ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય)

Class 7 Science Chapter 6 Swadhyay
Class 7 Science Chapter 6 Swadhyay

Class 7 Science Chapter 6 Swadhyay

Class 7 Science Chapter 6 Swadhyay. Std 7 Science Chapter 6 Swadhyay. ધોરણ 7 વિજ્ઞાન વિષયના એકમ 6 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ 6 સ્વાધ્યાય.

Class 7 Science Chapter 6 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે?

ઉત્તર : રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે. ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે. વધારે શક્તિ મેળવવા વધારે ખોરાક(ગ્યુકોઝ)ના અણુઓ તોડવા વધુ ઑક્સિજનની જરૂર પડે છે. કોષોને વધારે ઑક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોચ્છવાસ કરવા પડે છે. આમ, દોડની સ્પર્ધાના અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે.

પ્રશ્ન 2. જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો.

ઉત્તર : જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે :

સમાનતા : (1) જારક શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં ખોરાક (ગ્લૂકોઝ)ના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. આ વખતે બંનેમાં કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે. (2) જારક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોમાં થાય છે.

અસમાનતા : (1) જારક શ્વસન ઑક્સિજનની હાજરીમાં થાય છે, જ્યારે અજારક શ્વસન ઑક્સિજનની ગેરહાજરીમાં થાય છે. (2) જાવક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 3. જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે?

ઉત્તર : શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધુમાડો, પરાગરજ, ધૂળના રજકણો વગેરે હોય છે. આવી હવા નાસિકાકોટરમાં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે. પરંતુ કેટલીક વાર આ કચરો વાળમાંથી નાસિકાકોટરમાં પસાર થઈ જાય છે. પછી આગળ જતાં તે અંત્યગુહામાં અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીંકો આવે છે. છીંકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે અને કચરાવિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે. આમ, આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીંક આવે છે.

પ્રશ્ન 4. ત્રણ કસનળી લો. ત્રણેયને ૩/4 પાણીથી ભરો. તેને A, B અને C થી નોધો. કસનળી Aમાં ગોકળગાય, કસનળી B માં વનસ્પતિ અને કસનળી C માં ગોકળગાય અને વનસ્પતિ બંને મૂકો. કઈ કસનળીમાં CO2 (કાર્બન ડાયોક્સાઈડ) નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે?

ઉત્તર : કસનળી A માં CO2 (કાર્બન ડાયોક્સાઈડ) નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે.

કારણ : કસનળી Aમાં ગોકળગાય છે. તે શ્વસનક્રિયામાં CO2 ઉત્પન્ન કરે છે, જે કસનળી Aમાં ભરેલા પાણીમાં ઓગળી દ્રાવણ સ્વરૂપે રહેશે.

કસનળી Bમાં વનસ્પતિ છે. તે શ્વસનક્રિયા અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા બંને કરે છે. આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ CO2 તેની જ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વપરાશે. આથી કસનળી Bમાં સૌથી ઓછો CO2 દ્રાવણ સ્વરૂપે હશે.

કસનળી Cમાં ગોકળગાય અને વનસ્પતિ બને છે. આથી તેમાં ગોકળગાયે ઉચ્છવાસમાં મુક્ત કરેલ CO2 વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વપરાશે. આથી કસનળી Cમાં ગોકળગાયે ઉત્પન્ન કરેલ CO2 કરતાં ઓછો CO2 રહેશે.

આ ત્રણેય પરિસ્થિતિ જોતાં કસનળી Aમાં CO2 નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે.

પ્રશ્ન 5. સાચો વિકલ્પ પસંદ કરો :

(1) વંદામાં હવા………..દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.

(A) ફેફસાં

(B) ઝાલર

(C) શ્વસનછિદ્રો

(D) ત્વચા

જવાબ : (C) શ્વસનછિદ્રો

(2) ભારે કસરત દરમિયાન, પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ તેમાં……….નો ભરાવો થાય છે.

(A) કાર્બન ડાયૉક્સાઇડ

(B) લેક્ટિક ઍસિડ

(C) આલ્કોહોલ

(D) પાણી

જવાબ : (B) લેક્ટિક ઍસિડ

(૩) આરામદાયી સ્થિતિમાં પુખ્તવયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસનદર.

(A) 9 – 12

(B) 15 – 18

(C) 21 – 24

(D) 30 – 33

જવાબ : (B) 15 – 18

(4) ઉચ્છવાસ દરમિયાન, પાંસળીઓ……….

(A) ઉપર તરફ જાય છે.

(B) નીચે તરફ જાય છે.

(C) બહાર તરફ આવે છે.

(D) કોઈ જ હલનચલન નહિ.

જવાબ : (B) નીચે તરફ જાય છે.

પ્રશ્ન 6. કૉલમ 1 માં આપેલી વિગતોને કૉલમ 2 સાથે જોડો :

કૉલમ – 1

(a) યીસ્ટ

(b) ઉરોદરપટલ

(c) ત્વચા

(d) પર્ણ

(e) માછલી

(f) દેડકો

કૉલમ 2

(1) અળસિયું

(2) ઝાલરો

(3) આલ્કોહોલ

(4) ઉરસગુહા

(5) પર્ણરંધ્ર

(6) ફેફસાં અને ત્વચા

(7) શ્વાસનળી

જવાબ :

(a) યીસ્ટ – (3) આલ્કોહોલ

(b) ઉરોદરપટલ – (4) ઉરસગુહા

(c) ત્વચા – (1) અળસિયું

(d) પર્ણ – (5) પર્ણરંધ્ર

(e) માછલી – (2) ઝાલરો

(f) દેડકો – (6) ફેફસાં અને ત્વચા

પ્રશ્ન 7. સાચાં વિધાનમાં ‘T’ અને ખોટાં વિધાનમાં ‘F’ સામે નિશાની કરો :

(1) ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસનદર ઘટે છે.

જવાબ : F

(2) વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે.

જવાબ : F

(3) દેડકામાં ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસનક્રિયા થાય છે.

જવાબ : T

(4) માછલીમાં શ્વસન માટે ફેફસાં હોય છે.

જવાબ : F

(5) શ્વાસ દરમિયાન ઉરસગુહાનું કદ વધે છે.

જવાબ : T

પ્રશ્ન 8. નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસનતંત્રને લગતા શબ્દો છુપાયેલા છે. આ શબ્દો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે – ઉપર, નીચે કે સીધા પણ હોઈ શકે. તમારા શ્વસનતંત્રને લગતા શબ્દોનું અંગ્રેજી શોધો. ચોરસની નીચે તમને ચાવી આપવામાં આવેલ છે.

Class 7 Science Chapter 6 Swadhyay
Class 7 Science Chapter 6 Swadhyay

(1) કીટકમાં હવાની નળી = TRACHEA

(2) ઉરસગુહાની આજુબાજુનું કંકાલ = RIBS

(3) ઉરસગુહાના તળિયે આવેલ સ્નાયુઓ = DIAPHRAGM

(4) પર્ણની સપાટી પર આવેલાં નાનાં છિદ્રો = STOMATA

(5) કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલાં છિદ્રો = SPIRACLES

(6) મનુષ્યમાં આવેલ શ્વસનાંગ = LUNGS

(7) જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે = NOSTRILS

(8) એક અજારક સજીવ = YEAST

(9) શ્વાસનળી ધરાવતું એક સજીવ = ANT

પ્રશ્ન 9. પર્વતારોહકો તેમની સાથે ઑક્સિજન લઈ જાય છે, કારણ કે…………

(A) 5 કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈએ હવા નથી.

(B) વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે.

(C) હવાનું તાપમાન એ જમીનના તાપમાન કરતાં વધુ હોય છે.

(D) હવાનું દબાણ એ જમીનના દબાણ કરતાં વધુ હોય છે.

ઉત્તર : (B) વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે.

Also Read :

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 7 સ્વાધ્યાય

Leave a Reply