Class 6 Science Chapter 11 Swadhyay (ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય)

Class 6 Science Chapter 11 Swadhyay
Class 6 Science Chapter 11 Swadhyay

Class 6 Science Chapter 11 Swadhyay

Class 6 Science Chapter 11 Swadhyay. ધોરણ 6 વિજ્ઞાન વિષયના એકમ 11 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 11 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 11. આપણી આસપાસની હવા

સ્વાધ્યાય

પ્રશ્ન 1. હવાનું બંધારણ એટલે શું?

ઉત્તર : હવા મિશ્રણ છે. હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78 %, ઑક્સિજન વાયુ 21 % અને બાકીના 1 %માં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળનાં રજકણો, આર્ગોન તથા અન્ય વાયુઓ છે.

પ્રશ્ન 2. વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે?

ઉત્તર : વાતાવરણમાં રહેલો ઑક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે.

પ્રશ્ન 3. દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો?

ઉત્તર :

હેતુ : દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું.

સાધનો : કાચનો પ્યાલો, મીણબત્તી, દીવાસળીની પેટી.

પદ્ધતિ : (1) મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો. (2) મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો. થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો.

અવલોકન : મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતાં તે બુઝાઈ જાય છે.

નિર્ણય : દહન માટે હવા જરૂરી છે.

Class 6 Science Chapter 11 Swadhyay
Class 6 Science Chapter 11 Swadhyay

પ્રશ્ન 4. પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો?

ઉત્તર :

હેતુ : પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું.

સાધનો : કાચનો બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર.

પદાર્થ : પાણી

પદ્ધતિ : (1) કાચના બીકરમાં પાણી લો. (2) તેને ધીમેથી ગરમ કરો. (3) પાણી

ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો.

અવલોકન : બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળશે.

નિર્ણય : પાણીમાં હવા દ્રાવ્ય હોય છે.

Class 6 Science Chapter 11 Swadhyay
Class 6 Science Chapter 11 Swadhyay

પ્રશ્ન 5. શા માટે કોટનવુલનો ટુકડો (રૂ) પાણીમાં સંકોચાય છે?

ઉત્તર : કોટનવુલના ટુકડા(રૂ)ના રેસાઓ વચ્ચે જગ્યા હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે રૂને પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે. આથી રૂમાં રહેલી જગ્યા પૂરાઈ જાય છે. રૂમાં પાણી ભરાવાથી તે પાણીમાં સંકોચાય છે.

પ્રશ્ન 6. પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને………………કહે છે.

ઉત્તર : વાતાવરણ

પ્રશ્ન 7. લીલી વનસ્પતિ હવાના……………..ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે.

ઉત્તર : કાર્બન ડાયૉક્સાઇડ

પ્રશ્ન 8. હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓની યાદી કરો.

ઉત્તર : હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓ નીચે મુજબ છે :

(1) કાગળની ફરકડી બનાવી તેને ફેરવવી.

(2) વેધરકૉક દિશા દર્શાવે છે.

(3) પદાર્થોનું સળગવું.

(4) માટીને પાણીમાં પલાળતાં પરપોટા થવા.

(5) પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા.

પ્રશ્ન 9. વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ-લે માટે એકબીજાને મદદ કરે છે?

ઉત્તર : લીલી વનસ્પતિ દિવસે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયૉક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઑક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિઓએ પ્રકાશસંશ્લેષણમાં મુક્ત કરેલો ઑક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયૉક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયૉક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે. આ રીતે વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઇડનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે.

Spread the love
error: Content is protected !!
Scroll to Top