Class 6 Gujarati Chapter 6 Swadhyay (ધોરણ 6 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 6 Gujarati Chapter 6 Swadhyay
Class 6 Gujarati Chapter 6 Swadhyay

Class 6 Gujarati Chapter 6 Swadhyay

Class 6 Gujarati Chapter 6 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 6 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : ગુજરાતી

એકમ : 6. લેખણ ઝાલી નો રહી

સત્ર : પ્રથમ 

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો :

(1) ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ – આ પંક્તિને શું કહેશો?

(ક) રૂઢિપ્રયોગ

(ખ) કહેવત

(ગ) વિચારવિસ્તાર

(ઘ) કવિતા

ઉત્તર : (ખ) કહેવત

(2) કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા?

(ક) હટાણું કરવા

(ખ) ફરવા

(ગ) ગામ જોવા

(ઘ) ગોળ લેવા

ઉત્તર : (ક) હટાણું કરવા

(3) ‘લેખણ ઝાલી નો રહી’ પાઠના લેખકનું નામ જણાવો.

(ક) જોરાવરસિંહ જાદવ

(ખ) સંતબાલ

(ગ) નાથાલાલ દવે

(ઘ) કિશોરસિંહ સોલંકી

ઉત્તર : (ક) જોરાવરસિંહ જાદવ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) પાઘડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે?

ઉત્તર : ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડી પને પથરાયેલા છે.

(2) હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા?

ઉત્તર : હરખચંદે મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા.

(૩) કહળસંગને કોણે ઠપકો આપ્યો?

ઉત્તર : કહળસંગને કુટુંબનાં સૌએ ઠપકો આપ્યો.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ગામના લોકો ખેતી અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી એકસામટી કેમ કરતા?

ઉત્તર : ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા-મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં, ત્રણ-ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી ગામલોકો એક્સામટી કરી લેતા.

(2) કહળસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી?

ઉત્તર : કહળસંગે સુલેમાન ઘાંચીની ઘાણીએથી બે-ત્રણ ડબા તલના તેલના, મોદીની દુકાનેથી ગોળની ભેલિયું, ઘળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી.

(૩) હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ?

ઉત્તર : હરખચંદ કહળસંગના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા. એમને જોઈને કહળસંગે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું. ઉપરથી કહળસંગે કહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી. આમ કહળસંગે ડાંડાઈ કરી. આ વાત હરખચંદના લમણામાં રહી ગઈ.

(4) હરખચંદને શા માટે શરમાવું પડ્યું?

ઉત્તર : કહળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો. હરખચંદને કાગળ લખવા બોલાવ્યા. હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો. મોતનો મલાજો ન જળવાયો. કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળસંગ તો અભણ હતો, પણ હરખચંદ તમે આ શું કર્યું? હરખચંદને ભૂલ સમજાણી ને એમને શરમાવું પડ્યું.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો

(1) ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે? શા માટે?

ઉત્તર : ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી આવી છે : ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ – આ પંથકમાં કુદરતની અમીષ્ટિ નથી; આખો પંથક કાયમથી ઝાડ-પાન વિનાનો વેરાન છે. એટલા માટે આ કહેવત પડી છે.

(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે?

ઉત્તર : કહળસંગ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતો, ત્યારે શેઠ એને હાટડીએથી હેઠો ઉતારી દેતા. આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા ત્યારે શેઠને રઝળાવવાનો વિચાર કરીને ‘બળદ ઝાલ્યા રે’તા નથી’ એમ કહીને, કહળસંગે બાચકું લેવાની ના પાડી.

(૩) હરખચંદ શેઠ ગામલોકોને શું શું લખી આપતા? કેમ?

ઉત્તર : હરખચંદ શેઠ ગામલોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ સારામાઠા પ્રસંગે કંકોત્રી કે કાળોત્રી પણ લખી આપતા; કારણ કે ગામ આખું અંગૂઠાછાપ હતું. ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલું નહોતું.

(4) અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો?

ઉત્તર : કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતાં હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવાં વચનો કહ્યાં. એ માટે અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો.

પ્રશ્ન 2. નીચેનાં વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :

(1) અર્ધવિરામ = (;)

ઉત્તર : ‘ઓલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે; સમજ્યા?’ (નોંધ : પાઠમાં એક પણ વાક્ય અર્ધવિરામ અંગેનું નથી.)

( 2 ) ગુરુવિરામ = :

ઉત્તર : શેઠિયે રાઠ્ય પાડી : ‘એ….ઈ કહળસંગ ભૈ!….

(3) અવતરણચહ્ન (“”)

ઉત્તર : “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.’’

પ્રશ્ન 3. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :

(1) પાઘડીના જેવો વિસ્તાર = પાઘડીપને

(2) મૃત્યુના સમયે લખાતો પત્ર = કાળોત્રી

(૩) મરણ પછી બારમા દિવસે થતો વિધિ = બારમું, કારજ

(4) માટીની ભીંતનું નાનું ઘર = ખોરડું

પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો :

ઉત્તર :

(1) ઉતાવળે આંબા ન પાકે.

(2) ઘરના ભૂવા ને ઘરના જાગરિયા.

(૩) ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે.

(4) ડુંગરા દૂરથી રળિયામણા.

(5) સોના કરતાં ઘડામણ મોંઘું.

(6) મૂડી કરતાં વ્યાજ વહાલું.

(7) હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા.

(8) નમે તે સૌને ગમે.

Also Read :

ધોરણ 6 ગુજરાતી પાઠ 7 અભ્યાસ અને સ્વાધ્યાય

Spread the love
error: Content is protected !!
Scroll to Top