Class 6 Gujarati Chapter 5 Swadhyay
Class 6 Gujarati Chapter 5 Swadhyay. ધોરણ 6 ગુજરાતી વિષયના એકમ 5 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 ગુજરાતી પાઠ 5 અભ્યાસ અને સ્વાધ્યાય.
ધોરણ : 6
વિષય : ગુજરાતી
એકમ : 5. મહેનતની મોસમ
સત્ર : પ્રથમ
અભ્યાસ
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો :
(1) કવિએ કઈ મોસમને ‘મહેનતની મોસમ’ કહી છે?
(ક) લણવાની
(ખ) વસંતઋતુની
(ગ) ચોમાસાની
(ઘ) શિયાળાની
ઉત્તર : (ક) લણવાની
(2) વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે?
( ક) કંકુવરણી
(ખ) સોનાવરણી
(ગ) ઘઉંવરણી
(ઘ) રક્તવરણી
ઉત્તર : (ખ) સોનાવરણી
(3) કિલ્લોલ કોણ કરે છે?
(ક) ચકલીઓ
(ખ) પંખીઓ
(ગ) મોર
(ઘ) કુંજડિયો
ઉત્તર : (ઘ) કુંજડિયો
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
(1) ‘મહેનતની મોસમ’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર : ‘મહેનતની મોસમ’ કાવ્યના કવિનું નામ નાથાલાલ દવે છે.
(2) લોકોના હૈયામાં શા માટે આનંદ છવાઈ ગયો છે?
ઉત્તર : વરસાદની મ્હેર (મહેર) થયા પછી પાક સોળે કળાએ ખીલ્યો છે, એ લહેરાતો પાક જોઈને લોકોના હૈયામાં આનંદ છવાઈ ગયો છે.
(૩) સીમ કોને સાદ કરે છે?
ઉત્તર : સીમ ખેડૂતોને સાદ કરે છે.
(4) સીમમાં શું શું લઈ જવા કહ્યું છે?
ઉત્તર : સીમમાં દાતરડાં અને અનાજ બાંધવા પછેડી લઈ જવા કહ્યું છે.
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ‘સીમ સાદ કરે’ એટલે શું કરે? શા માટે સાદ કરે?
ઉત્તર : ‘સીમ સાદ કરે’ એટલે સીમ (ખેડૂતોને) બોલાવે છે. વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. પાક તૈયાર થઈ ગયો છે. એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને, પછેડી-દાતરડાં લઈને બોલાવી રહી છે.
(2) લીંપીગૂંપીને ખળાં શા માટે કરવાં પડે?
ઉત્તર : ખેતરમાં લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠો કરે છે. પાકના દાણા છૂટા પાડે છે, તેમજ બજારમાં વેચવા માટે ખળામાં જ દાણા ચોખ્ખા કરે છે. તેથી લીંપીગૂંપીને ખળાં તૈયાર કરવાં પડે.
(૩) મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે?
ઉત્તર : પાક તૈયાર થઈ ગયો છે. લણવાની ઋતુ આવી છે. કવિ દાતરડાં-પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવા કહે છે. સૌ સાથે મળીને, ઉત્સાહ ને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય, એમ કવિ સૂચવે છે.
પ્રશ્ન 2. ઊજળું દૂધ જેવું, લીલું કંચન જેવું – આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે એવા શબ્દપ્રયોગો આપો :
ઉત્તર :
(1) સફેદ દૂધ જેવું
(2) મીઠું મધ જેવું
(૩) કાળું મેંશ જેવું
(4) કડવું ઝેર જેવું
(5) રાતું ચણોઠી જેવું
(6) કૂણું માખણ જેવું
પ્રશ્ન 3. નીચેના શબ્દોનો વાક્ય-પ્રયોગ કરો :
(1) સીમ
ઉત્તર : સિંહની ત્રાડ આખી સીમમાં સંભળાઈ.
(2) નદી
ઉત્તર : મારા ગામના પાદરે નદી વહે છે.
(૩) આભ
ઉત્તર : આભમાં પંખીઓ ઊડે છે.
(4) મોલ
ઉત્તર : લચી પડેલો મોલ જોઈને ખેડૂત હરખાયો.
(5) મલક
ઉત્તર : મારા મલકમાં માયાળુ માનવીઓ વસે છે.
(6) રળનારો
ઉત્તર : રળનારો ભલે માણસ હોય, પણ દેનારો તો ભગવાન છે.
પ્રશ્ન 4. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ લખો :
(1) સોનાવરણી સીમ બની
મેહુલિયે કીધી મ્હેર રે…..
ઉત્તર : આ વર્ષે વરસાદ સારો થયો છે, તેથી સીમ સોના જેવી (સોના જેવી રંગવાળી) થઈ ગઈ છે.
(2) રંગેસંગે કામ કરીએ
થાય મલક આબાદ રે….
ઉત્તર : સૌ સાથે મળીને, આનંદથી મહેનત કરીએ, જેથી આપણો પ્રદેશ આબાદ (સમૃદ્ધ) થાય.
પ્રશ્ન 5. ‘ખેતીનું મહત્ત્વ’ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર : ભારત ખેતીપ્રધાન દેશ છે. સિત્તેર ટકા લોકો ગામડામાં વસે છે. એમનું જીવન ખેતી ઉપર આધારિત છે. માણસો જ નહિ, પશુ-પંખીઓ પણ ખેતી ઉપર નભે છે.
ખેડૂતો બારેમાસ ખેતીના વિવિધ પાક લે છે. ખેતીથી ખેડૂત સમૃદ્ધ બને છે. ખેતી વિના જીવન શક્ય નથી, ખેતી જીવનનો આધાર છે.
Also Read :
ધોરણ 6 ગુજરાતી પાઠ 6 અભ્યાસ અને સ્વાધ્યાય