4 Bharat No Itihas Mcq Gujarati (ભારતનો ઈતિહાસ MCQ)

4 Bharat No Itihas Mcq Gujarati
4 Bharat No Itihas Mcq Gujarati

4 Bharat No Itihas Mcq Gujarati, ભારતનો ઈતિહાસ MCQ, bharat no itihas mcq pdf in gujarati, bharat no itihas pdf in gujarati world inbox, Bharat no Itihas PDF in Gujarati liberty, Bharat no Itihas PDF in Gujarati Angel Academy

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતના ઈતિહાસના MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનો ઈતિહાસ
ભાગ : 4
MCQ :151 થી 200
4 Bharat No Itihas Mcq Gujarati

4 Bharat No Itihas Mcq Gujarati (151 To 160)

(151) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?

(A) કુતુબુદીન બખ્તિયારે

(B) કુતુબુદીન ઐબક

(C) શિહાબુદીન ઘોરી

(D) મહમૂદ ગઝનવીએ

જવાબ : (B) કુતુબુદીન ઐબક

(152) હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે?

(A) સિંધુ

(B) રાવિ

(C) ઘાઘર (સરસ્વતી)

(D) બિયાસ

જવાબ : (C) ઘાઘર (સરસ્વતી)

(153) બૌદ્ધ ધર્મમાં “વિહાર” નો અર્થ શું થાય છે?

(A) ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી

(B) એક સ્થળેથી બીજા સ્થળે જવું

(C) ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ

(D) ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

જવાબ : (C) ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ

(154) મહાવીરની તુરત જ પહેલાં ક્યા તિર્થંકર હતાં?

(A) સુમતિનાથ

(B) નેમિનાથ

(C) શાંતિનાથ

(D) પાર્શ્વનાથ

જવાબ : (D) પાર્શ્વનાથ

(155) નીચેના પૈકી ક્યા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી?

(A) કિલ્લો

(B) મિત્ર

(C) તિજોરી

(D) કરવેરા

જવાબ : (D) કરવેરા

(156) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિની નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં?

(A) પાટલીપુત્ર

(B) ઉજ્જૈન

(C) શલાતુર

(D) તક્ષશિલા

જવાબ : (C) શલાતુર

(157) બ્રાહ્મી લિપિનાં પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે?

(A) ગિરનાર

(B) સાહગૌરા

(C) અનુરાધાપુર

(D) પિરવા

જવાબ : (C) અનુરાધાપુર

(158) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

4 Bharat No Itihas Mcq Gujarati
4 Bharat No Itihas Mcq Gujarati

(A) પંડિત માધો સરૂપ વત્સ

(B) રાખલદાસ બેનરજી

(C) દયારામ સહાની

(D) એચ.ડી.સાંકલીયા

જવાબ : (B) રાખલદાસ બેનરજી

(159) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા?

(A) સોનુ

(B) ચાંદી

(C) તાંબુ

(D) સીસુ

જવાબ : (A) સોનુ

(160) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો?

(A) શાતવાહન

(B) મૈત્રક

(C) ચાલુક્ય

(D) રાષ્ટ્રકુટ

જવાબ : (C) ચાલુક્ય

4 Bharat No Itihas Mcq Gujarati (161 To 170)

(161) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ – ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે?

(A) યજુર્વેદ

(B) અથવર્વેદ

(C) સતપથ બ્રાહ્મણ

(D) માંડુક્ય ઉપનિષદ

જવાબ : (C) સતપથ બ્રાહ્મણ

(162) સલ્તનતના સિક્કાઓ – જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા?

(A) તાંબુ, ચાંદી, સોના

(B) તાંબુ, ચાંદી, ચાંદી

(C) ચાંદી, સોનુ, ચાંદી

(D) સોનુ, કોપર, સીસું

જવાબ : (B) તાંબુ, ચાંદી, ચાંદી

(163) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા?

(A) અકબર

(B) શાહજંહા

(C) ઔરંગઝેબ

(D) હુમાયુ

જવાબ : (C) ઔરંગઝેબ

(164) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે?

(A) પ્રથમ

(B) ચોથા

(C) સાતમા

(D) દસમા

જવાબ : (D) દસમા

(165) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો?

4 Bharat No Itihas Mcq Gujarati
4 Bharat No Itihas Mcq Gujarati

(A) જવ

(B) ડાંગર

(C) ઘઉં

(D) તલ

જવાબ : (A) જવ

(166) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો?

(A) બિંબિસાર

(B) અજાતશત્રુ

(C) ચન્દ્રગુપ્ત મૌર્ય

(D) ચન્દ્રગુપ્ત પહેલો

જવાબ : (B) અજાતશત્રુ

(167) કાલક્રમાનુસાર નીચેનાની ગોઠવણી કરો.

(1) કુમારગુપ્ત (2) સમુદ્રગુપ્ત (3) સ્કંદગુપ્ત (4) ચંદ્રગુપ્ત બીજો
4 Bharat No Itihas Mcq Gujarati

(A) 2, 1, 4, 3

(B) 4, 2, 1, 3

(C) 2, 4, 1, 3

(D) 4, 2, 3, 1

જવાબ : (C) 2, 4, 1, 3

(168) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.

(1) યીજીંગ (2) સુંગયુન (3) હ્યુ એન સંગ (4) ફાહિયાન
4 Bharat No Itihas Mcq Gujarati

(A) 3, 4, 2, 1

(B) 4, 2, 3, 1

(C) 1, 3, 2, 4

(D) 3, 1, 2, 4

જવાબ : (B) 4, 2, 3, 1

(169) ઈ.સ.1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી?

(A) ગરબડદાસ મુખી

(B) સુરજમલ

(C) મૂળુ માણેક

(D) નારાયણ હેમચંદ્ર

જવાબ : (D) નારાયણ હેમચંદ્ર

(170) ક્યા યુદ્ધમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો?

(A) પ્રથમ, એંગ્લો – મરાઠા યુદ્ધ

(B) પાણીપતનું યુદ્ધ

(C) બીજું, એંગ્લો – મરાઠા યુદ્ધ

(D) ગુજરાત યુદ્ધ

જવાબ : (C) બીજું, એંગ્લો – મરાઠા યુદ્ધ

4 Bharat No Itihas Mcq Gujarati (171 To 180)

(171) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા?

(A) લખનઉ, 1996

(B) લાહોર,1929

(C) કલકત્તા, 1917

(D) બેલગાંવ, 1924

જવાબ : (D) બેલગાંવ, 1924

(172) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્રિત કરે છે…..

(A) સિમલા એક પર્યટન સ્થળ તરીકે

(B) સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે

(C) ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે

(D) ઉપરના પૈકી કોઈ નહી

જવાબ : (C) ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે

(173) ચાણક્યનું સાચું નામ શું હતું?

(A) વિષ્ણુ ગુપ્ત

(B) રામતનું મિશ્રા

(C) કૌટિલ્ય

(D) વિશિષ્ટ

જવાબ : (A) વિષ્ણુ ગુપ્ત

(174) વાસ્કો-દ-ગામાં ભારતમાં કયારે આવ્યો?

(A) 1442

(B) 1494

(C) 1496

(D) 1498

જવાબ : (D) 1498

(175) આઝાદ હિન્દ ફોજની રચના કોની મદદથી થઈ હતી?

(A) યુ.એસ.એ.

(B) રશિયા

(C) જાપાન

(D) ચીન

જવાબ : (C) જાપાન

(176) ટીપુ સુલ્તાન કોનો રાજવી હતો?

(A) બંગાળ

(B) કર્ણાટક

(C) હૈદ્રાબાદ

(D) મૈસૂર

જવાબ : (D) મૈસૂર

(177) રામચિરતમાનસના લેખક કોણ છે?

(A) તુલસીદાસ

(B) કાલીદાસ

(C) કબીર

(D) રવિદાસ

જવાબ : (A) તુલસીદાસ

(178) બૌદ્ધ સાહિત્ય સામાન્ય રીતે કઈ ભાષામાં લખાયેલું છે?

(A) સંસ્કૃત

(B) તામીલ

(C) પ્રાકૃત

(D) પાલી

જવાબ : (D) પાલી

(179) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે?

(A) અશોક

(B) ચંદ્રગુપ્ત મૌર્ય

(C) સમુદ્રગુપ્ત

(D) ચંદ્રગુપ્ત-2

જવાબ : (D) ચંદ્રગુપ્ત-2

(180) વિક્ટોરીયા મેમોરીયલ ક્યાં આવેલું છે?

(A) મુંબઈ

(B) કલકત્તા

(C) દિલ્હી

(D) ચેન્નાઈ

જવાબ : (B) કલકત્તા

4 Bharat No Itihas Mcq Gujarati (181 To 190)

(181) ઈ.સ.1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?

(A) સુભાષચંદ્ર બોઝ

(B) શ્યામજીકૃષ્ણ વર્મા

(C) મેડમ કામા

(D) જતીન દાસ

જવાબ : (C) મેડમ કામા

(182) ભારતની ક્યા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતો નો સ્વીકાર કરવામાં આવ્યો?

(A) ચીન

(B) રશિયા

(C) મોરેશિયસ

(D) શ્રીલંકા

જવાબ : (A) ચીન

(183) મૌર્યયુગમાં ક્યા રાજાએ ‘ભેરીઘોષ’ ને બદલે ‘ઘમ્મઘોષ’ ની નીતિ અપનાવી હતી?

(A) બિંબિસાર

(B) બિંદુસાર

(C) અશોક

(D) અજાતશત્રુ

જવાબ : (C) અશોક

(184) અલાઉદ્દી ખિલજીના શાસનકાળ દરમ્યાન ખાઘ-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે ક્યા અધિકારીઓ કામ કરતા હતા?

(A) ઈક્તાદાર

(B) ખુસરૌ

(C) શાહના

(D) ટંકા

જવાબ : (C) શાહના

(185) હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો?

(A) ફિરોજશાહ તુઘલખ

(B) અલાઉદ્દિન ખિલજી

(C) બલ્બન

(D) ઉપરોક્ત એક પણ નહી

જવાબ : (A) ફિરોજશાહ તુઘલખ

(186) ‘A Gift to Monotheist’ (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે?

(A) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

(B) ભોળાનાથ સારાભાઈ દિવેટીયા

(C) ગાંધીજી

(D) રાજા રામમોહન રાય

જવાબ : (D) રાજા રામમોહન રાય

(187) સામાજિક – ધાર્મિક સુધારણા આંદોલન દરમ્યાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા?

(A) ડેવીડ હેર

(B) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

(C) હેનરી દેરોઝિયા

(D) ઉપરોકત એક પણ નહી

જવાબ : (B) ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

(188) ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ ક્યો સત્યાગ્રહ થયો હતો?

(A) બારડોલી સત્યાગ્રહ

(B) ખેડા સત્યાગ્રહ

(C) નાગપુર સત્યાગ્રહ

(D) ચંપારણ સત્યાગ્રહ

જવાબ : (D) ચંપારણ સત્યાગ્રહ

(189) ઈ.સ.1938માં થયેલા ભારતીય કોગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા?

(A) ગોપાલકૃષ્ણ ગોખલે

(B) ગોપાલ હરી દેશમુખ

(C) સુભાષચંદ્ર બોઝ

(D) ગાંધીજી

જવાબ : (C) સુભાષચંદ્ર બોઝ

(190) કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ.1942 માં ક્યા સ્થળે થયું હતું?

(A) આગાખાન મહેલ

(B) આગાખાન પાર્ક

(C) આલ્ફ્રેડ પાર્ક

(D) ઉપરોકત એક પણ નહી

જવાબ : (A) આગાખાન મહેલ

4 Bharat No Itihas Mcq Gujarati (191 To 200)

(191) ક્યા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લીમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું?

(A) ખેડા સત્યાગ્રહ

(B) કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ)

(C) ખિલાફત આંદોલન

(D) ઉપરોકત એક પણ નહી

જવાબ : (C) ખિલાફત આંદોલન

(192) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?

(A) કલ્પસૂત્ર

(B) ભગવદ્ગીતા

(C) ત્રિપિટક

(D) સારિપુત્ર પ્રકરણ

જવાબ : (C) ત્રિપિટક

(193) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ ક્યો છે?

(A) તારીખ-ઈ-ફિરોઝશાહી

(B) બાબરનામા

(C) આયને-અકબરી

(D) તવારીખ-એ-ગુજરાત

જવાબ : (C) આયને-અકબરી

(194) ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે?

(A) ચરક અને સુશ્રુત

(B) આર્યભટ્ટ

(C) ભાસ્કારાચાર્ય

(D) બ્રહ્મગુપ્ત

જવાબ : (A) ચરક અને સુશ્રુત

(195) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દિકરી…………?

(A) વિમળા

(B) ભારાણી

(C) બ્રાહ્મી

(D) શકુંતલા

જવાબ : (C) બ્રાહ્મી

(196) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજયો તથા બ્રિટીશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી?

(A) 1930

(B) 1931

(C) 1932

(D) 1935

જવાબ : (A) 1930

(197) ક્યા બળવાના બીજે જ દિવસે બ્રિટીશ સરકારે કેબીનેટ મિશનની જાહેરાત કરી હતી?

(A) 1857 નો બળવો

(B) મુંબઈના નૌકા સૈન્યનો બળવો

(C) ચેન્નઈનો બળવો

(D) કલકત્તાનો બળવો

જવાબ : (B) મુંબઈના નૌકા સૈન્યનો બળવો

(198) ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર ક્યું હતું?

(A) હિન્દ ન્યૂઝ

(B) પંજાબ કેસરી

(C) ધી ઈન્ડિયા

(D) બેંગોલ ગેઝેટ

જવાબ : (D) બેંગોલ ગેઝેટ

(199) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં?

(A) મૌલાના આઝાદ

(B) ખાન અબ્દુલ ગફારખાન

(C) સૈયદ અહમદ બરેલવી

(D) લિયાકત અલી

જવાબ : (A) મૌલાના આઝાદ

(200) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક “લીડર’’ તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં ‘‘હિન્દુસ્તાન” અને “ધી ઈન્ડિયન યુનિયન’ જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું?

(A) જવાહરલાલ નહેરૂ

(B) મદનમોહન માલવિયા

(C) ગાંધીજી

(D) શ્રીમતી એની બેસેન્ટ

જવાબ : (B) મદનમોહન માલવિયા

Also Read :

ગુજરાતનો ઈતિહાસ MCQ
ગુજરાતના જિલ્લા MCQ
ગુજરાતી વ્યાકરણ MCQ
4 Bharat No Itihas Mcq Gujarati