Std 8 Social Science Chapter 3 Mcq Gujarati (ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 MCQ)

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati
Std 8 Social Science Chapter 3 Mcq Gujarati

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ, Class 8 Social Science Chapter 3 Mcq Gujarati, Std 8 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 8 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 3 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :8
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 3ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ
સત્ર :પ્રથમ
MCQ :42
Std 8 Social Science Chapter 3 Mcq Gujarati

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati (1 To 10)

(1) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય નેતાઓમાં કોનો સમાવેશ કરી શકાય નહિ?

(A) બાલાજી વિશ્વનાથનો

(B) રાણી લક્ષ્મીબાઈનો

(C)  નાનાસાહેબ પેશ્વાનો

(D) તાત્યા ટોપેનો

જવાબ : (A) બાલાજી વિશ્વનાથનો

(2) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું મુખ્ય કારણ કયું હતું?

(A) અંગ્રેજોની ખર્ચાળ ન્યાયપદ્ધતિ

(B) અંગ્રેજોની અન્યાયી જકાતનીતિ

(C) ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ

(D) ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના

જવાબ : (D) ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના

(3) ક્યા કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા?

(A) અંગ્રેજી ભાષાને કારણે

(B) બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે

(C) ખ્રિસ્તી પાદરીઓને મળેલું સરકારી રક્ષણ

(D) ભારતમાં આવેલી નવજાગૃતિને કારણે

જવાબ : (B) બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે

(4) કઈ સાલ સુધીમાં અંગ્રેજોએ ભારત પર પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી?

(A) ઈ. સ. 1764 સુધીમાં

(B) ઈ. સ. 1800 સુધીમાં

(C) ઈ. સ. 1818 સુધીમાં

(D) ઈ. સ. 1810 સુધીમાં

જવાબ : (C) ઈ. સ. 1818 સુધીમાં

Play Quiz :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ : 3 MCQ QUIZ

(5) સહાયકારી યોજનાનો જનક કોણ હતો?

(A) લૉર્ડ ડેલહાઉસી

(B) લૉર્ડ વિલિયમ બેન્ટિક

(C) લૉર્ડ વેલેસ્લી

(D) વૉરન હેસ્ટિંગ્સ

જવાબ : (C) લૉર્ડ વેલેસ્લી

Watch More :

15-August-2023-Year-2023-24

(6) લૉર્ડ ડેલહાઉસીએ કયા પેશ્વાનું પેન્શન બંધ કરી દીધું હતું?

(A) નાના ફડણવીસનું

(B) નાનાસાહેબનું

(C) બાલાજી બાજીરાવનું

(D) બાલાજી વિશ્વનાથનું

જવાબ : (B) નાનાસાહેબનું

(7) અંગ્રેજોની કઈ વ્યવસ્થા લોકો માટે ત્રાસદાયક હતી?

(A) લશ્કરી

(B) વહીવટી

(C) ઔદ્યોગિક

(D) શૈક્ષણિક

જવાબ : (B) વહીવટી

(8) અંગ્રેજોની જકાતનીતિથી સમાજનો ક્યો વર્ગ બરબાદ થઈ ગયો?

(A) ખેડૂત વર્ગ

(B) શિક્ષિતોનો વર્ગ

(C) કારીગર વર્ગ

(D) દેશી રાજાઓનો વર્ગ

જવાબ : (A) ખેડૂત વર્ગ

(9) નીચેના પૈકી કયા પાકોનું ઉત્પાદન ભારતના ખેડૂતોએ ફરજિયાત કરવું પડતું હતું?

(A) કપાસ, ચણા, ગળી

(B) કપાસ, ગળી, ડાંગર

(C) કપાસ, ગળી, ચા

(D) કપાસ, ગળી, રેશમ

જવાબ : (D) કપાસ, ગળી, રેશમ

(10) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં કોણે ભાગ લીધો નહોતો?

(A) દેશી રાજાઓએ

(B) જમીનદારોએ

(C)  શિક્ષિતોએ

(D) ખેડૂતોએ

જવાબ : (C)  શિક્ષિતોએ

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati (11 To 20)

(11) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી?

(A) જમીનદારોએ

(B) ખેડૂતોએ

(C) દેશી રાજાઓએ

(D) ભારતીય સૈનિકોએ

જવાબ : (D) ભારતીય સૈનિકોએ

(12) અંગ્રેજ સરકારે સૈનિકો માટે કઈ નવી રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું?

(A) ઍન્ફિલ્ડ

(B) સુપરફિલ્ડ

(C) બ્રાઉન બેઝ

(D) યુરોફિલ્ડ

જવાબ : (A) ઍન્ફિલ્ડ

(13) સૌપ્રથમ કયા પ્રાંતના સિપાઈઓએ ઍન્ફિલ્ડ રાઇલના કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો?

(A) મુંબઈના

(B) બંગાળના

(C) ચેન્નઈના

(D) દિલ્લીના

જવાબ : (B) બંગાળના

(14) 29 માર્ચ, 1857ના રોજ બંગાળની કઈ છાવણીના સિપાઈઓએ ચરબીવાળા કારતૂસો વાપરવાનો ઇન્કાર કર્યો?

(A) સિરહાનપુરની

(B) બરહાનપુરની

(C) બરાકપુરની

(D) જગદીશપુરની

જવાબ : (C) બરાકપુરની

(15) મંગલ પાંડેએ સૌપ્રથમ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી?

(A) મેજર હ્યુરોઝની

(B) મેજર હ્યુમજની

(C) મેજર હસ્ટનની

(D) મેજર હ્યુસનની

જવાબ : (D) મેજર હ્યુસનની

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati
Std 8 Social Science Chapter 3 Mcq Gujarati

(16) મંગલ પાંડેને કયા દિવસે ફાંસી આપવામાં આવી હતી?

(A) 31 માર્ચ, 1857ના દિવસે

(B) 8 એપ્રિલ, 1857ના દિવસે

(C) 20 એપ્રિલ, 1857ના દિવસે

(D) 10 મે, 1857ના દિવસે

જવાબ : (B) 8 એપ્રિલ, 1857ના દિવસે

(17) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રથમ શહીદ કોણ બન્યા?

(A) મંગલ પાંડે

(B) તાત્યા ટોપે

(C) નાનાસાહેબ પેશ્વા

(D) બહાદુરશાહ ઝફર

જવાબ : (A) મંગલ પાંડે

(18) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ હતી?

(A) 29 માર્ચ, 1857ના રોજ

(B) 10 એપ્રિલ, 1857ના રોજ

(C) 1 મે, 1857ના રોજ

(D) 10 મે, 1857ના રોજ

જવાબ : (D) 10 મે, 1857ના રોજ

(19) 10 મે, 1857નાં રોજ 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ ક્યાં થયો હતો?

(A) કાનપુરમાં

(B) ઝાંસીમાં

(C) મેરઠમાં

(D) લખનઉમાં

જવાબ : (C) મેરઠમાં

(20) મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ ક્યા સ્થળ ઉપર કૂચ કરી?

(A) દિલ્લી ઉપર

(B) કાનપુર ઉપર

(C) લખનઉ ઉપર

(D) પટના ઉપર

જવાબ : (A) દિલ્લી ઉપર

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati (21 To 30)

(21) ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું?

(A) મેરઠને

(B) દિલ્લીને

(C) ગ્વાલિયરને

(D) ઝાંસીને

જવાબ : (B) દિલ્લીને

(22) ઉત્તર ભારતનાં સંગ્રામનાં મુખ્ય કેન્દ્રોમાં કયા કેન્દ્રનો સમાવેશ થતો નથી?

(A) ગ્વાલિયરનો

(B) કાનપુરનો

(C) પટનાનો

(D) લખનઉનો

જવાબ : (A) ગ્વાલિયરનો

(23) લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું?

(A) ઝીનત મહાલે

(B) મુમતાજ મહાલે

(C) તાત્યા ટોપેએ

(D) બેગમ હજરત મહાલે

જવાબ : (D) બેગમ હજરત મહાલે

(24) કાલપી, ગ્વાલિયર જેવાં સ્થળોનું નેતૃત્વ કોણે કર્યું?

(A) નાનાસાહેબ પેશ્વાએ

(B) તાત્યા ટોપેએ

(C) રાણી લક્ષ્મીબાઈએ

(D) કુંવરસિંહે

જવાબ : (C) રાણી લક્ષ્મીબાઈએ

(25) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના સૌથી વયોવૃદ્ધ નેતા કોણ હતા?

(A) કુંવરસિંહ

(B) ગરબડદાસ મુખી

(C) તાત્યા ટોપે

(D) નાનાસાહેબ પેશ્વા

જવાબ : (A) કુંવરસિંહ

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati
Std 8 Social Science Chapter 3 Mcq Gujarati

(26) બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?

(A) જોધા માણેકે

(B) બહાદુરશાહે

(C) બહાદુરખાને

(D) કુંવરસિંહે

જવાબ : (C) બહાદુરખાને

(27) કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું?

(A) નાનાસાહેબ પેશ્વાએ

(B) રાણી લક્ષ્મીબાઈએ

(C) કુંવરસિંહે

(D) બેગમ હજરત મહાલે

જવાબ : (A) નાનાસાહેબ પેશ્વાએ

(28) ગુજરાતમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું?

(A) માલાજી જોષીએ

(B) જીવાભાઈ ઠાકોરે

(C)  કૃષ્ણદાસ દવેએ

(D) ગરબડદાસ મુખીએ

જવાબ : (D) ગરબડદાસ મુખીએ

(29) મહિસાગર જિલ્લાના ક્યા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી?

(A) પાંડરવાડાના

(B) ધાનુપુરના

(C)  ઉમરવાડાના

(D) ડેડિયાપાડાના

જવાબ : (A) પાંડરવાડાના

(30) ઈ. સ. 1857નો સ્વાતંત્ર્યસંગ્રામ નિષ્ફળ ગયો એ માટે કયું કારણ ખરું નથી?

(A) સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.

(B) સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજયો મેળવ્યા નહોતા.

(C)  સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ.

(D) મોટા ભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા.

જવાબ : (B) સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં બહુ ઝડપથી વિજયો મેળવ્યા નહોતા.

Std 8 Social Science Chapter 3 Mcq Gujarati (31 To 42)

(31) ઈ. સ. 1857ના સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ભારતમાં અંગ્રેજોના શાસનમાં મુખ્ય શું પરિવર્તન આવ્યું?

(A) બ્રિટિશ પાર્લમેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું.

(B) અંગ્રેજોએ લશ્કરની પુનઃરચના કરી.

(C) દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પરિવર્તન કર્યું.

(D) ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ.

જવાબ : (A) બ્રિટિશ પાર્લમેન્ટે ભારતનું શાસન સંભાળી લીધું.

(32) ઈ. સ. 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું?

(A) કેટલાક દેશી રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો હતો.

(B) શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહીને લડ્યા હતા.

(C) સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો નહોતો.

(D) સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.

જવાબ : (D) સંગ્રામમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો.

(33) ઇંગ્લેન્ડના કયા રાજપુરુષે 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહ્યો છે?

(A) જ્યૉર્જ નેલ્સને

(B) સર થોમસ રોએ

(C)  ડિઝરાયલીએ

(D) સર વિલિયન્સે

જવાબ : (C)  ડિઝરાયલીએ

(34) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામની નિષ્ફળતાનાં જવાબદાર કારણોમાં કયા એક કારણનો સમાવેશ કરી શકાય નહિ?

(A) કેન્દ્રીય નેતાગીરીનો અભાવ

(B) અંગ્રેજોની ચઢિયાતી લશ્કરી શક્તિ

(C)  શીખો અને ગુરખાઓનો છૂપો સહકાર

(D) મોટા ભાગના રાજાઓની અલિપ્તતા

જવાબ : (C)  શીખો અને ગુરખાઓનો છૂપો સહકાર

(35) નીચેના પૈકી ક્યું જોડકું યોગ્ય છે?

(A) કાનપુર – નાનાસાહેબ, લખનઉ – બેગમ હજરત, જગદીશપુર – કુંવરસિંહ

(B) કાનપુર – બેગમ હજરત, લખનઉ – કુંવરસિંહ, જગદીશપુર – નાનાસાહેબ

(C)  લખનઉ – નાનાસાહેબ, જગદીશપુર – બેગમ હજરત, કાનપુર- કુંવરસિંહ

(D) જગદીશપુર – નાનાસાહેબ, કાનપુર – બેગમ હજરત, લખનઉ – કુંવરસિંહ

જવાબ : (A) કાનપુર – નાનાસાહેબ, લખનઉ – બેગમ હજરત, જગદીશપુર – કુંવરસિંહ

(36) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામનું તાત્કાલિક કારણ નીચેના પૈકી કોને ગણી શકાય?

(A) વહીવટી કારણ

(B) ધાર્મિક કારણ

(C) ડેલહાઉસીની ખાલસાનીતિ

(D) ચરબીવાળા કારતૂસો

જવાબ : (D) ચરબીવાળા કારતૂસો

(37) ઈ. સ. 1857ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો છે?

(A) જવાહરલાલ નેહરુએ

(B) આર. સી. મજમુદારે

(C) ડિઝરાયેલીએ

(D) વી. ડી. સાવરકરે

જવાબ : (D) વી. ડી. સાવરકરે

(38) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ક્રાંતિકારીઓએ કોને ભારતના શહેનશાહ તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું હતું?

(A) બહાદુરશાહ બીજાને

(B) બરેલીના બહાદુરખાનને

(C) અવધના વાજીદઅલીશાને

(D) સિરાજ ઉદ્ દૌલાને

જવાબ : (A) બહાદુરશાહ બીજાને

(39) ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં અંગ્રેજોનો વિજય થયો, કારણ કે……

(A) શક્તિશાળી અને આધુનિક સેના

(B) તાર-ટપાલ અને રેલવેની આધુનિક સેવા

(C) ભારતમાં કેન્દ્રીય નેતાગીરીનો અભાવ

(D) આપેલ પૈકી તમામ

જવાબ : (D) આપેલ પૈકી તમામ

(40) ઈ. સ. 1857ના સંગ્રામનાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી?

(A) દિલ્લી

(B) ઝાંસી

(C) ચંડીગઢ

(D) સતારા

જવાબ : (C) ચંડીગઢ

(41) ખાલસાનીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર……

(A) વેલેસ્લી

(B) ડેલહાઉસી

(C)  હ્યુરોઝ

(D) મેજર હ્યુસન

જવાબ : (B) ડેલહાઉસી

(42) ઍન્ફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયાં બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી?

(A) ગાય-ડુક્કર

(B) ગાય-કૂતરાં

(C) ઘેટાં-બકરાં

(D) ઊંટ-ભેંસ

જવાબ : (A) ગાય-ડુક્કર

Also Read :

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન MCQ
Std 8 Social Science Chapter 3 Mcq Gujarati