Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 Mcq)

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati
Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન Mcq, Class 7 Social Science Chapter 5 Mcq Gujarati, Std 7 Social Science Mcq Gujarati, MCQ Questions for Class 7 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ Mcq પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :7
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 5આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)
સત્ર :દ્વિતીય
MCQ :75
Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (1 To 10)

(1) ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી?

(A) ઋષિ સંસ્કૃતિનું

(B) કૃષિ સંસ્કૃતિનું

(C) નગર સંસ્કૃતિનું

(D) વન સંસ્કૃતિનું

જવાબ : (C) નગર સંસ્કૃતિનું

(2) પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે?

(A) અનુસૂચિમાં

(B) આમુખમાં

(C) અનુચ્છેદમાં

(D) મૂળભૂત હકોમાં

જવાબ : (A) અનુસૂચિમાં

(3) આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે?

(A) વિચરતી જાતિઓના નામે

(B) વિમુક્ત જાતિઓના નામે

(C) બક્ષીપંચ જાતિઓ (SEBC)ના નામે

(D) અનુસૂચિત જનજાતિઓના નામે

જવાબ : (D) અનુસૂચિત જનજાતિઓના નામે

(4) અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે?

(A) Schedule Tribes

(B) Schedule Caste

(C) Schedule Backward

(D) SEBC

જવાબ : (A) Schedule Tribes

(5) આદિવાસીઓની જીવનશૈલીની આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી?

(A) વિવિધ ઉત્સવોમાં

(B) રૂઢિ અને પરંપરાઓમાં

(C) પહેરવેશમાં

(D) આધુનિક શહેરી જીવનમાં

જવાબ : (D) આધુનિક શહેરી જીવનમાં

(6) આદિ એટલે ‘જૂના સમયથી’ અને વાસી એટલે ‘વસવાટ કરનાર‘ – આવો અર્થ કોના માટે કરવામાં આવે છે?

(A) દ્રવિડો માટે

(B) આર્યો માટે

(C) આદિવાસીઓ માટે

(D) સાધુ-સંન્યાસીઓ માટે

જવાબ : (C) આદિવાસીઓ માટે

(7) પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા?

(A) સમન્વયકારી પ્રથાથી

(B) સાંસ્કૃતિક પ્રથાથી

(C) વર્ણાશ્રમ પ્રથાથી

(D) કબીલાઈ પ્રથાથી

જવાબ : (D) કબીલાઈ પ્રથાથી

(8) જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા?

(A) પશુપાલન

(B) શિકાર

(C) ભરતગૂંથણ

(D) ખેતી

જવાબ : (C) ભરતગૂંથણ

(9) જનજાતિના સભ્યોના જીવન પર ક્યાં પરિબળોની સૌથી વધુ અસર હતી?

(A) જંગલ અને પ્રકૃતિની

(B) પ્રકૃતિ અને પશુઓની

(C) જંગલ અને નદીઓની

(D) જંગલ અને ગુફાની

જવાબ : (A) જંગલ અને પ્રકૃતિની

(10) જનજાતિના સભ્યોનાં ઘરો ક્યાં સંસાધનોથી બનેલાં હતાં?

(A) આર્થિક

(B) સાંસ્કૃતિક

(C) સામાજિક

(D) પ્રાકૃતિક

જવાબ : (D) પ્રાકૃતિક

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (11 To 20)

(11) જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા?

(A) કપડાં અને વાસણો પર

(B) ઘેટાં-બકરાં અને બળદો પર

(C) જમીન અને જમીનપેદાશો પર

(D) દારૂગોળા અને તોપો પર

જવાબ : (C) જમીન અને જમીનપેદાશો પર

(12) જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે?

(A) ખાનગીકરણનો

(B) સામૂહિતાનો

(C) ઉદારીકરણનો

(D) ઔદ્યોગિકીકરણનો

જવાબ : (B) સામૂહિતાનો

(13) જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી?

(A) જંગલોમાં

(B) દુર્ગમ વિસ્તારોમાં

(C) ડુંગરોની તળેટીઓમાં

(D) ધર્મશાળાઓમાં

જવાબ : (D) ધર્મશાળાઓમાં

(14) સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે?

(A) જનજાતિઓ

(B) વિચરતી અને ગ્રામ્ય

(C) વનવાસી અને ગુફાવાસી

(D) વનવાસી અને શહેરી

જવાબ : (A) જનજાતિઓ

(15) વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે?

(A) લેખિત

(B) મૌખિક

(C) સંગૃહીત                  

(D) સંગઠિત

જવાબ : (B) મૌખિક

(16) ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી?

(A) વ્યવસાયોથી

(B) મેળાઓથી

(C) પોશાક અને ઘરેણાંથી

(D) કલા-કૌશલોથી

જવાબ : (C) પોશાક અને ઘરેણાંથી

(17) ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શો હતો?

(A) લેંઘો અને બંડી

(B) ધોતિયું અને ખમીસ

(C) પોતડી અને પહેરણ

(D) ધોતિયું અને કાળી બંડી

જવાબ : (B) ધોતિયું અને ખમીસ

(18) વર્તમાન સમયમાં આદિવાસીઓ ક્યા પ્રસંગે તેમનો પરંપરાગત ખેતી પોશાક પહેરે છે?

(A) વિશિષ્ટ ઉત્સવો વખતે

(B) લગ્નપ્રસંગે

(C) બહારગામ જતી વખતે

(D) દેવી-દેવતાઓના પૂજન વખતે

જવાબ : (A) વિશિષ્ટ ઉત્સવો વખતે

(19) આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે?

(A) મેળાઓનો

(B) રિવાજોનો

(C) કલા-કૌશલનો

(D) પ્રકૃતિનો

જવાબ : (D) પ્રકૃતિનો

(20) હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે?

(A) ઉત્સવોને કારણે

(B) શિક્ષણના વ્યાપને કારણે

(C) કલા-કૌશલોને કારણે

(D) ખેતીને કારણે

જવાબ : (B) શિક્ષણના વ્યાપને કારણે

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (21 To 30)

(21) જનજાતિઓમાં કયો મુખ્ય સમૂહ છે?

(A) ખેતી કરતો

(B) પશુપાલન કરતો

(C) વિશિષ્ટ કૌશલો ધરાવતો

(D) વિશિષ્ટ રીતરિવાજો ધરાવતો

જવાબ : (C) વિશિષ્ટ કૌશલો ધરાવતો

(22) તેરમી-ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી?

(A) ખોખર અને બલોચ

(B) નાગા અને અહોમ

(C) ખોખર અને ગબ્બર

(D) મુંડા અને સંથાલ

જવાબ : (C) ખોખર અને ગબ્બર

(23) મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા?

(A) કમાલખાં ગખ્ખરને

(B) કમાલખાં ખોખરને

(C) કમાલખાં બલોચને

(D) કમાલખાં મારવારને

જવાબ : (A) કમાલખાં ગખ્ખરને

(24) મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું?

(A) નાગા અને કુકીનું

(B) લંઘા અને અરઘુનનું

(C) મુંડા અને સંથાલનું

(D) કોરાગા અને વેતરનું

જવાબ : (B) લંઘા અને અરઘુનનું

(25) ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી?

(A) બલોચ

(B) લંઘા

(C) સંથાલ

(D) ગડી ગડરિયો

જવાબ : (A) બલોચ

(26) કઈ જનજાતિ વિવિધ નેતાઓ (આગેવાનો) ધરાવતાં નાનાં નાનાં કુળોમાં વિભાજિત હતી?

(A) ખોખર

(B) સંથાલ

(C) મુંડા

(D) બલોચ

જવાબ : (D) બલોચ

(27) પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી?

(A) અરધુન

(B) ચેર

(C) ગડ્ડી ગડરિયો

(D) મુંડા

જવાબ : (C) ગડ્ડી ગડરિયો

(28) ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી?

(A) નાગા

(B) કૂકી

(C) મિઝો

(D) સંથાલ

જવાબ : (D) સંથાલ

(29) હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું?

(A) નટ સરદારોનું

(B) ચેર સરદારોનું

(C) મુંડા સરદારોનું

(D) લંઘા સરદારોનું

જવાબ : (B) ચેર સરદારોનું

(30) ભારતના કયા ભાગમાં નાગા, કૂકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું?

(A) ઉત્તર-પશ્ચિમ ભાગમાં

(B) પશ્ચિમ-દક્ષિણ ભાગમાં

(C) પૂર્વ-દક્ષિણ ભાગમાં

(D) ઉત્તર-પૂર્વ ભાગમાં

જવાબ : (D) ઉત્તર-પૂર્વ ભાગમાં

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (31 To 40)

(31) ઈ. સ. 1591માં અકબરના કયા સેનાપતિએ ચેરજાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી?

(A) રાજા માનસિંહે

(B) બહેરામખાને

(C) સલીમે

(D) રાજા ભગવાનદાસે

જવાબ : (A) રાજા માનસિંહે

(32) કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું?

(A) જહાંગીર

(B) ઔરંગઝેબ

(C) અકબર

(D) હુમાયુ

જવાબ : (B) ઔરંગઝેબ

(33) હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કઈ કઈ હતી?

(A) કોરાગા અને મારવાર

(B) નાગા અને કૂકી

(C) ખોખર અને ગખ્ખર

(D) મુંડા અને સંથાલ

જવાબ : (D) મુંડા અને સંથાલ

(34) કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી?

(A) કોળી અને બેરાદ

(B) કોરાગા અને ભીલ

(C) નાગા અને કૂકી               

(D) મુંડા અને સંથાલ

જવાબ : (A) કોળી અને બેરાદ

(35) પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્ત્વની જનજાતિ કઈ હતી?

(A) કોળી

(B) સંથાલ

(C) ભીલ

(D) ગખ્ખર

જવાબ : (C) ભીલ

(36) હાલના છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે?

(A) મુંડા લોકોની

(B) સંથાલ લોકોની

(C) અહોમ લોકોની

(D) ગોંડ લોકોની

જવાબ : (D) ગોંડ લોકોની

(37) દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી?

(A) કોરાગા

(B) ચેર

(C) વેતર

(D) મારવાર

જવાબ : (B) ચેર

(38) જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું?

(A) પશુપાલન

(B) ખેતી

(C) ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ

(D) લોકોનું મનોરંજન

જવાબ : (A) પશુપાલન

(39) પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી?

(A) મુંડા

(B) સંથાલ

(C) વણજારા

(D) ભીલ

જવાબ : (D) ભીલ

(40) ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં ક્યા સરદારોનાં રજવાડાં હતાં?

(A) ચેર સરદારોનાં

(B) સંથાલ સરદારોનાં

(C) ભીલ સરદારોનાં

(D) મુંડા સરદારોનાં

જવાબ : (C) ભીલ સરદારોનાં

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (41 To 50)

(41) ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે?

(A) અહોમ

(B) ગોંડ

(C) બેરાદ

(D) સંથાલ

જવાબ : (B) ગોંડ

(42) ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા?

(A) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી

(B) સૂકી ખેતી

(C) આર્દ્ર ખેતી

(D) સઘન ખેતી

જવાબ : (A) સ્થળાંતરિત (ઝૂમ) ખેતી

(43) અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકટંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલાં ગામડાં હતાં?

(A) 70,000

(B) 80,000

(C) 90,000

(D) 10,000

જવાબ : (A) 70,000

(44) ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેવી હતી?

(A) પ્રાદેશિક

(B) સમવાયી

(C) પ્રાંતીય

(D) કેન્દ્રીકૃત

જવાબ : (D) કેન્દ્રીકૃત

(45) ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલાં ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો?

(A) 12

(B) 84

(C) 24

(D) 42

જવાબ : (B) 84

(46) ગોંડ રાજ્યમાં દરેક ચોર્યાસી કેટલાં ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી?

(A) બાર

(B) દસ

(C) ચોવીસ

(D) બેતાલીસ

જવાબ : (A) બાર

(47) મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી?

(A) સંગ્રામસિંહની

(B) વિક્રમશાહની

(C) સજ્જનશાહની

(D) સંગ્રામશાહની

જવાબ : (D) સંગ્રામશાહની

(48) ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતાં?

(A) ભાનુમતિ

(B) માયાવતી

(C) દુર્ગાવતી

(D) રૂપમતિ

જવાબ : (C) દુર્ગાવતી

(49) ગોંડ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના ક્યા પુત્રના નામથી શાસન સંભાળ્યું?

(A) વીર જગદીશ

(B) વીર નારાયણ

(C) વીર અરવિંદ

(D) વીર કેશવદાસ

જવાબ : (B) વીર નારાયણ

(50) ઈ. સ. 1565માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી?

(A) આસીફખાન

(B) યુસુફખાન

(C) જલાલખાન

(D) દિલેવરખાન

જવાબ : (A) આસીફખાન

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (51 To 60)

(51) ગઢકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું?

(A) દારૂગોળાના

(B) તોપોના

(C) અનાજના

(D) હાથીઓના

જવાબ : (D) હાથીઓના

(52) મુઘલોએ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો?

(A) વિક્રમશાહને

(B) ચંદરશાહને

(C) જીતેન્દ્રશાહને

(D) મનસુખશાહને

જવાબ : (B) ચંદરશાહને

(53) ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય કોનાં આક્રમણો સામે ટકી શક્યું નહિ?

(A) બુંદેલો અને મરાઠાઓનાં

(B) રાજપૂતો અને મરાઠાઓનાં

(C) ચંદેલો અને બુંદેલોનાં                   

(D) મુઘલો અને મરાઠાઓનાં

જવાબ : (A) બુંદેલો અને મરાઠાઓનાં

(54) કયા લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા?

(A) ચેર

(B) અહોમ

(C) મુંડા

(D) ગોંડ

જવાબ : (B) અહોમ

(55) અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી?

(A) ભુઇયાની

(B) સામૈયાની

(C) ગઢકટંગાની

(D) મુલતાનની

જવાબ : (A) ભુઇયાની

(56) સત્તરમી સદીમાં ક્યા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા?

(A) સંથાલ લોકો

(B) ગોંડ લોકો

(C) ખોખર લોકો

(D) અહોમ લોકો

જવાબ : (D) અહોમ લોકો

(57) ઈ. સ. 1662માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા હતા?

(A) મીર કુકા                            

(B) મીર કાસીમ

(C) મીર જુમલા                       

(D) મીર શાહિલ

જવાબ : (C) મીર જુમલા   

(58) કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labour) પર આધારિત હતું?

(A) ગઢિયા

(B) ગોંડ

(C) અહોમ

(D) મહોમ

જવાબ : (C) અહોમ

(59) અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા?

(A) પાઇક

(B) ગિરમીટિયા

(C) વેઠિયા

(D) બંધિત શ્રમિક

જવાબ : (A) પાઇક

(60) અહોમ રાજ્યમાં કઈ સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની?

(A) અઢારમી

(B) સોળમી

(C) પંદરમી

(D) સત્તરમી

જવાબ : (D) સત્તરમી

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (61 To 70)

(61) અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની?

(A) પ્રાંતીય

(B) કેન્દ્રીકૃત

(C) પ્રાદેશિક

(D) સમવાયી

જવાબ : (B) કેન્દ્રીકૃત

(62) અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી?

(A) ચોખાની

(B) ચણાની

(C) ઘઉંની

(D) મકાઈની

જવાબ : (A) ચોખાની

(63) અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું?

(A) કુટુંબ

(B) જૂથ

(C) ખેલ

(D) મંડળ

જવાબ : (C) ખેલ

(64) કયા અહોમ રાજા (ઈ. સ. 1714 – ઈ. સ. 1744) ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો?

(A) રાજસિંહ

(B) માનસિંહ

(C) સિબસિંહ

(D) ગોપસિંહ

જવાબ : (C) સિબસિંહ

(65) અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો?

(A) અહોમ

(B) સંસ્કૃત

(C) હિન્દી               

(D) આસમી

જવાબ : (B) સંસ્કૃત

(66) કઈ ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી?

(A) આસિકા

(B) આલ્હા

(C) અકબરનામાં

(D) બુરંજી

જવાબ : (D) બુરંજી

(67) મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી?

(A) ખોખર – પંજાબનો

(B) બલોચ ઉત્તર – પશ્ચિમ ભાગનો

(C) ડુંગરી – ગરાસિયાનો

(D) લંઘા – મુલતાનનો

જવાબ : (C) ડુંગરી – ગરાસિયાનો

(68) બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું?

(A) ગોવા અને કોંકણમાં

(B) બિહાર અને ઝારખંડમાં

(C) ઉત્તર પ્રદેશમાં

(D) ગુજરાતમાં

જવાબ : (B) બિહાર અને ઝારખંડમાં

(69) ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે?

(A) અહોમ

(B) ગોંડ

(C) ચેર

(D) ખોખર

જવાબ : (B) ગોંડ

(70) હાલના ભારતના નકશામાં અહોમ રાજ્યને કઈ દિશાના વિસ્તારમાં દર્શાવી શકાય?

(A) પશ્ચિમ

(B) દક્ષિણ

(C) ઉત્તર-પૂર્વ

(D) પૂર્વ-દક્ષિણ

જવાબ : (C) ઉત્તર-પૂર્વ

Std 7 Social Science Chapter 5 Mcq In Gujarati (71 To 75)

(71) ચેરજાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી?

(A) 12મી સદીમાં બિહાર અને ઝારખંડમાં તેમનું આધિપત્ય હતું.

(B) મુંડા અને સંથાલ તેમની મુખ્ય જાતિઓ હતી.

(C) તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા.

(D) ચેરજાતિ ઓડિશા અને બંગાળમાં પણ હતી.

જવાબ : (C) તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા.

(72) વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે?

(A) જનજાતિઓની મૌખિક પરંપરાઓનો

(B) જનજાતિઓના લેખિત દસ્તાવેજોનો

(C) જનજાતિઓના વડીલોની મુલાકાતોનો

(D) જનજાતિઓના ઉત્સવો અને મેળાઓનો

જવાબ : (A) જનજાતિઓની મૌખિક પરંપરાઓનો

(73) નીચેના મેળાઓ પૈકી કયો મેળો આદિવાસીઓનો મેળો છે?

(A) મોઢેરાનો મેળો (મહેસાણા)

(B) ભાદરવી પૂનમનો મેળો (બનાસકાંઠા)

(C) બહુચરાજીનો મેળો (મહેસાણા)

(D) શામળાજીનો મેળો (અરવલ્લી)

જવાબ : (D) શામળાજીનો મેળો (અરવલ્લી)

(74) ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી?

(A) ઋષિ સંસ્કૃતિનું

(B) કૃષિ સંસ્કૃતિનું

(C) નગર સંસ્કૃતિનું

(D) વન સંસ્કૃતિનું

જવાબ : (C) નગર સંસ્કૃતિનું

(75) પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે?

(A) અનુસૂચિમાં

(B) આમુખમાં

(C) અનુચ્છેદમાં

(D) મૂળભૂત હકોમાં

જવાબ : (A) અનુસૂચિમાં

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 18 Mcq

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 6 Mcq

Spread the love
error: Content is protected !!
Scroll to Top