Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 12 MCQ)

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati
Std 10 Social Science Chapter 12 Mcq Gujarati

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ, Class 10 Social Science Chapter 12 MCQ Gujarati, Std 10 Social Science MCQ Gujarati, MCQ Questions for Class 10 Social Science PDF.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 12 નાં MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. તમારા અભ્યાસમાં આ MCQ પ્રશ્નો ઉપયોગી થશે.

ધોરણ :10
વિષય :સામાજિક વિજ્ઞાન
પ્રકરણ : 12ભારત : ખનીજ અને શક્તિનાં સંસાધનો
MCQ :65
Std 10 Social Science Chapter 12 Mcq Gujarati

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (1 To 10)

(1) ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.

(A) રૂપાંતરિત

(B) પ્રસ્તર

(C) આગ્નેય

(D) એકપણ નહીં

જવાબ : (C) આગ્નેય

(2) કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ જેવાં ખનીજો……………….ખડકોમાંથી મળે છે.

(A) આગ્નેય

(B) રૂપાંતરિત

(C) પ્રસ્તર

(D) એકપણ નહીં

જવાબ : (C) પ્રસ્તર

(3) સ્લેઇટ, આરસપહાણ અને હીરા………………….ખડકોમાંથી મળે છે.

(A) રૂપાંતરિત

(B) પ્રસ્તર

(C) આગ્નેય

(D) એકપણ નહીં

જવાબ : (A) રૂપાંતરિત

(4) મૅગ્નેશિયમ, બૉક્સાઇટ, ટાઇટેનિયમ વગેરે ખનીજો…………………..ખનીજો છે.

(A) કીમતી ધાતુમય

(B) હલકી ધાતુમય

(C) સામાન્ય ઉપયોગમાં લેવાતાં

(D) એકપણ નહીં

જવાબ : (B) હલકી ધાતુમય

(5) ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે ખનીજો………………..ખનીજો છે.

(A) મિશ્રધાતુરૂપે વપરાતાં

(B) હલકી ધાતુમય

(C) સામાન્ય ઉપયોગમાં લેવાતાં

(D) એકપણ નહીં

જવાબ : (A) મિશ્રધાતુરૂપે વપરાતાં

(6) લોખંડ, તાંબું, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે ખનીજો……………………ખનીજો છે.

(A) સામાન્ય ઉપયોગમાં લેવાતાં

(B) મિશ્રધાતુરૂપે વપરાતાં

(C) હલકી ધાતુમય

(D) એકપણ નહીં

જવાબ : (A) સામાન્ય ઉપયોગમાં લેવાતાં

(7) ………………….એ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનીજ છે.

(A) મેંગેનીઝ

(B) સોનું

(C) લોખંડ

(D) એકપણ નહીં

જવાબ : (C) લોખંડ

(8) ભારતમાંથી મળતી લોખંડની ધાતુના……………………પ્રકાર છે.

(A) ચાર

(B) પાંચ

(C) ત્રણ

(D) એકપણ નહીં

જવાબ : (A) ચાર

(9) ભારતમાં સૌથી વધુ લોખંડ…………………રાજ્યમાંથી મળે છે.

(A) બિહાર

(B) કર્ણાટક

(C) ઉત્તર પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (B) કર્ણાટક

(10) ………………….ને લોખંડ-પોલાદ ઉદ્યોગ માટે મહત્ત્વની ધાતુ ગણવામાં આવે છે.

(A) મેંગેનીઝ

(B) બૉક્સાઇટ

(C) અબરખ

(D) એકપણ નહીં

જવાબ : (A) મેંગેનીઝ

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (11 To 20)

(11) માનવીએ સૌપ્રથમ…………………ની ધાતુનો ઉપયોગ કર્યો હતો.

(A) તાંબા

(B) લોખંડ

(C) સીસા

(D) એકપણ નહીં

જવાબ : (A) તાંબા

(12) તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી…………………બને છે.

(A) જસત

(B) પિત્તળ

(C) કાંસું

(D) એકપણ નહીં

જવાબ : (C) કાંસું

(13) તાંબાની ધાતુમાં જસત ઉમેરવાથી…………………બને છે.

(A) પિત્તળ

(B) કાંસું

(C) જસત

(D) એકપણ નહીં

જવાબ : (A) પિત્તળ

(14) …………………વિદ્યુતની સુવાહક ધાતુ છે.

(A) તાંબું

(B) બૉક્સાઇટ

(C) લોખંડ

(D) એકપણ નહીં

જવાબ : (A) તાંબું

(15) …………………ઍલ્યુમિનિયમની કાચી ધાતુ છે.

(A) ચૂનાનો પથ્થર

(B) અબરખ

(C) બૉક્સાઇટ

(D) એકપણ નહીં

જવાબ : (C) બૉક્સાઇટ

(16) ………………………માંથી ઍલ્યુમિનિયમ બનાવવામાં આવે છે.

(A) બૉક્સાઇટ

(B) કલાઈ

(C) જસત

(D) એકપણ નહીં

જવાબ : (A) બૉક્સાઇટ

(17) વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં……………………સ્થાન ધરાવે છે

(A) પ્રથમ

(B) દ્વિતીય

(C) તૃતીય

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્રથમ

(18) ………………….અગ્નિરોધક વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે.

(A) ફ્લોરસ્પાર

(B) અબરખ

(C) પ્લેટિનમ

(D) એકપણ નહીં

જવાબ : (B) અબરખ

(19) ભારતમાં………………..અબરખનો વિશાળ જથ્થો મળી આવ્યો છે.

(A) હેમેવાઈટ

(B) નેલોવાઈટ

(C) મસ્કોવાઈટ

(D) એકપણ નહીં

જવાબ : (C) મસ્કોવાઈટ

(20) ………………….ની ધાતુને ગેલેના કહે છે.

(A) અબરખ

(B) સીસા

(C) બૉક્સાઇટ

(D) એકપણ નહીં

જવાબ : (B) સીસા

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (21 To 30)

(21) ચૂનાનો ઉપયોગ………………ની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે.

(A) સિમેન્ટ

(B) ઍલ્યુમિનિયમ

(C) જસત

(D) એકપણ નહીં

જવાબ : (A) સિમેન્ટ

(22) ……………….જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97 % ચૂનાનું તત્ત્વ મળે છે.

(A) સુરેન્દ્રનગર

(B) ભાવનગર

(C) જામનગર

(D) એકપણ નહીં

જવાબ : (C) જામનગર

(23) કાર્બન તત્ત્વના આધારે કોલસાના……………….પ્રકાર પડે છે.

(A) ત્રણ

(B) ચાર

(C) બે

(D) એકપણ નહીં

જવાબ : (B) ચાર

(24) ભારતમાં ઈ. સ. 1866માં………………..માં ખનીજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો.

(A) અસમ

(B) અંકલેશ્વર

(C) લુણેજ

(D) એકપણ નહીં

જવાબ : (A) અસમ

(25) ઈ. સ. ………………માં માકુમ (અસમ) ખાતે ખનીજ તેલ મળી આવ્યું.

(A) 1867

(B) 1866

(C) 1890

(D) 1870

જવાબ : (A) 1867

(26) ઈ. સ. 1958માં ગુજરાતના આણંદ જિલ્લાના……………… ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું.

(A) આંકલાવ

(B) લુણેજ

(C) કાસિન્દ્રા

(D) એકપણ નહીં

જવાબ : (B) લુણેજ

(27) વિશ્વનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ગુજરાતમાં………………ખાતે આવેલ છે.

(A) જામનગર

(B) ભાવનગર

(C) સુરેન્દ્રનગર

(D) એકપણ નહીં

જવાબ : (A) જામનગર

(28) …………………..પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે.

(A) પવન

(B) સૂર્ય

(C) બાયોગૅસ

(D) એકપણ નહીં

જવાબ : (B) સૂર્ય

(29) દેશમાં સૌથી વધુ સૌરઊર્જા મેળવતું રાજ્ય………………….છે.

(A) ઉત્તર પ્રદેશ

(B) ગુજરાત

(C) હરિયાણા

(D) એકપણ નહીં

જવાબ : (B) ગુજરાત

(30) ગુજરાતમાં ભુજ પાસેના………………..માં સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

(A) માધોપુર

(B) શાંતિપુર

(C) ગણેશપુરા

(D) એકપણ નહીં

જવાબ : (A) માધોપુર

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (31 To 40)

(31) ગુજરાતમાં જામનગરના…………………ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે.

(A) ભીમા

(B) સૂરજા

(C) લાંબા

(D) એકપણ નહીં

જવાબ : (C) લાંબા

(32) ગુજરાતમાં કચ્છના…………………..ના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.

(A) માંડવી

(B) મુંદ્રા

(C) કંડલા

(D) એકપણ નહીં

જવાબ : (A) માંડવી

(33) બાયોગૅસ ઊર્જા મેળવવાનું…………………….શક્તિ-સંસાધન છે.

(A) બિનપરંપરાગત

(B) કુદરતી

(C) પરંપરાગત

(D) એકપણ નહીં

જવાબ : (A) બિનપરંપરાગત

(34) ભારતમાં………………….રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

(A) મહારાષ્ટ્ર

(B) ઉત્તર પ્રદેશ

(C) ગુજરાત

(D) એકપણ નહીં

જવાબ : (B) ઉત્તર પ્રદેશ

(35) ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં………………….સ્થાન ધરાવે છે.

(A) પ્રથમ

(B) તૃતીય

(C) દ્વિતીય

(D) એકપણ નહીં

જવાબ : (C) દ્વિતીય

(36) અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના…………………ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.

(A) રુદાતલ

(B) સીલા

(C) દંતાલી

(D) એકપણ નહીં

જવાબ : (A) રુદાતલ

(37) બનાસકાંઠા જિલ્લાના…………….ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.

(A) ભાભર

(B) ડીસા

(C) દાંતીવાડા

(D) એકપણ નહીં

જવાબ : (C) દાંતીવાડા

(38) ગુજરાતમાં…………………ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.

(A) સાપુતારા

(B) તુલસીશ્યામ

(C) ઉકાઈ

(D) એકપણ નહીં

જવાબ : (B) તુલસીશ્યામ

(39) ઈ. સ. 1966માં વિશ્વમાં…………………ભરતી-ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી.

(A) ફ્રાન્સે

(B) જર્મનીએ

(C) સ્પેને

(D) એકપણ નહીં

જવાબ : (A) ફ્રાન્સે

(40) ધાતુમય ખનીજો મુખ્યત્વે ક્યા પ્રકારના ખડકોમાંથી મળે છે?

(A) પ્રસ્તર

(B) જળકૃત

(C) આગ્નેય

(D) રૂપાંતરિત

જવાબ : (C) આગ્નેય

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (41 To 50)

(41) કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

(A) આગ્નેય

(B) રૂપાંતરિત

(C) લાવાના

(D) પ્રસ્તર

જવાબ : (D) પ્રસ્તર

(42) સ્લેઇટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

(A) આગ્નેય

(B) પ્રસ્તર

(C) રૂપાંતરિત

(D) જળકૃત

જવાબ : (C) રૂપાંતરિત

(43) માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?

(A) કાંસ્યયુગ

(B) પાષાણયુગ

(C) લોહયુગ

(D) તામ્રયુગ

જવાબ : (B) પાષાણયુગ

(44) ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્ત્વ ઓછું કરવામાં આવે છે?

(A) કાર્બન

(B) સિલિકન

(C) સલ્ફર

(D) ફૉસ્ફરસ

જવાબ : (A) કાર્બન

(45) મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે?

(A) બૅટરીના ‘સેલ’

(B) પોલાદ

(C) જંતુનાશક દવાઓ

(D) કાચ

જવાબ : (B) પોલાદ

(46) માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો?

(A) તાંબું

(B) પિત્તળ

(C) કાંસું

(D) લોખંડ

જવાબ : (A) તાંબું

(47) તાંબામાં શું ભેળવવાથી પિત્તળ બને છે?

(A) ઍલ્યુમિનિયમ

(B) કલાઈ

(C) જસત

(D) મેંગેનીઝ

જવાબ : (C) જસત

(48) તાંબામાં શું ભેળવવાથી કાંસું બને છે?

(A) કલાઈ

(B) લોખંડ

(C) કોબાલ્ટ

(D) કૅલ્શિયમ

જવાબ : (A) કલાઈ

(49) બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

(A) બેરિયમ

(B) બેરિલિયમ

(C) ઍલ્યુમિનિયમ

(D) સીસું

જવાબ : (C) ઍલ્યુમિનિયમ

(50) નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ સ્થિતિસ્થાપક છે?

(A) મૅગેનીઝ

(B) તાંબું

(C) અબરખ

(D) લોખંડ

જવાબ : (C) અબરખ

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (51 To 60)

(51) નીચેનાં ખનીજોમાંથી કયાં ખનીજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે?

(A) લોખંડ, તાંબું, સોનું

(B) સ્લેઇટ, આરસપહાણ, હીરા

(C) કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ

(D) ચાંદી, બૉક્સાઇટ, જસત

જવાબ : (B) સ્લેઇટ, આરસપહાણ, હીરા

(52) શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે, આ ધાતુ વજનમાં હલકી, પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે.” તો શ્રી પ્રકાશ સર આ સંવાદમાં કઈ ધાતુના ગુણોનું વર્ણન કરી રહ્યા હશે?

(A) પોલાદ

(B) ખનીજ ગેલેના

(C) લોખંડ

(D) ઍલ્યુમિનિયમ

જવાબ : (D) ઍલ્યુમિનિયમ

(53) માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેની ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવોઃ

1. લોહયુગ 2. તામ્રયુગ 3. કાંસ્યયુગ 4. પાષાણયુગ

(A) 2, 1, 3, 4

(B) 4, 2, 1, 3

(C) 3, 1, 2, 4

(D) 4, 2, 3, 1

જવાબ : (D) 4, 2, 3, 1

(54) નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીનાં સાધનો બનાવવામાં થાય છે?

(A) સીસું

(B) તાંબું

(C) લોખંડ

(D) મેંગેનીઝ

જવાબ : (B) તાંબું

(55) બૉક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવી હતી?

(A) ભારત

(B) રશિયા

(C) ફ્રાન્સ

(D) જાપાન

જવાબ : (C) ફ્રાન્સ

(56) ગુજરાત રાજ્યનું પહેલું ખનીજ તેલક્ષેત્ર કયું છે?

(A) અંકલેશ્વર

(B) લુણેજ

(C) કલોલ

(D) મહેસાણા

જવાબ : (B) લુણેજ

(57) કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ આપે છે?

(A) કુદરતી વાયુ

(B) ખનીજ કોલસો

(C) પેટ્રોલ

(D) કેરોસીન

જવાબ : (A) કુદરતી વાયુ

(58) પરમાણુવિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનીજ વપરાય છે?

(A) રેડિયમ

(B) થોરિયમ

(C) ઍક્ટિનિયમ

(D) યુરેનિયમ

જવાબ : (D) યુરેનિયમ

(59) ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે?

(A) સિદ્ધપુરમાં

(B) દાંતીવાડામાં

(C) પાટણમાં

(D) મેથાણમાં

જવાબ : (D) મેથાણમાં

(60) પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગૅસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

(A) ધુવારણ

(B) દાંતીવાડા

(C) મેથાણ

(D) ઉન્દ્રેલ

જવાબ : (B) દાંતીવાડા

Std 10 Social Science Chapter 12 Mcq Gujarati (61 To 65)

(61) ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે. નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ?

(A) તુલસીશ્યામ

(B) ઉનાઈ

(C) સાપુતારા

(D) લસુન્દ્રા

જવાબ : (C) સાપુતારા

(62) ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઇનરી આવેલી છે?

(A) ધુવારણ

(B) કોયલી

(C) નવાગામ

(D) પોરબંદર

જવાબ : (B) કોયલી

(63) ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધીકરણ સંકુલ ક્યાં આવેલું છે?

(A) જામનગરમાં

(B) કંડલા

(C) જૂનાગઢમાં

(D) વડોદરામાં

જવાબ : (A) જામનગરમાં

(64) બાયોગૅસના ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?

(A) કાર્બન ડાયૉક્સાઇડ

(B) નાઇટ્રોજન

(C) મિથેન

(D) મિક

જવાબ : (C) મિથેન

(65) ………………ખડકોમાંથી લોખંડ, તાંબું, જસત, સોનું અને ચાંદી જેવાં ખનીજો મળે છે.

(A) રૂપાંતરિત

(B) પ્રસ્તર

(C) આગ્નેય

(D) એકપણ નહીં

જવાબ : (C) આગ્નેય

Also Read :

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 11 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 13 MCQ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 9 સામાજિક વિજ્ઞાન MCQ
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન MCQ
Std 10 Social Science Chapter 12 Mcq Gujarati