Class 8 Gujarati Chapter 7 Swadhyay (ધોરણ 8 ગુજરાતી પાઠ 7 અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 7 Swadhyay
Class 8 Gujarati Chapter 7 Swadhyay

Class 8 Gujarati Chapter 7 Swadhyay

Class 8 Gujarati Chapter 7 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 7 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી પાઠ 7 અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 7. દેશભક્ત જગાડુશા

સત્ર : પ્રથમ

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના બોક્ષમાં લખો :

(1) જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો?

(ક) લોખંડના પતરા પર

(ખ) તાંબાના પતરા પર

(ગ) સોનાના પતરા પર

(ઘ) ચાંદીના પતરા પર

ઉત્તર : (ખ) તાંબાના પતરા પર

(2) લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું?

(ક) રાજા

(ખ) જગડુશા

(ગ) દેશની પ્રજા

(ઘ) વેપારી

ઉત્તર : (ગ) દેશની પ્રજા

(3) આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે?

(ક) વેપારીનો

(ખ) માનવતાવાદી

(ગ) કરકસરયુક્ત

(ઘ) તકવાદી

ઉત્તર : (ખ) માનવતાવાદી

(4) પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે?

(ક) પ્રજાવત્સલ

(ખ) મુત્સદી

(ગ) કંજૂસ

(ઘ) ડરપોક

ઉત્તર : (ક) પ્રજાવત્સલ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

(1) જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો.

ઉત્તર : જગડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય, કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને, જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલાં તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી જગડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય.

(2) વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા?

ઉત્તર : વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લાં મૂકી દીધાં હતાં, પણ આ વર્ષેય દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યાં. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહિ. આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા.

(3) રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે?

ઉત્તર : રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુશાનો સહારો લે છે.

(4) જગડુશા શો વ્યવસાય કરતા હતા?

ઉત્તર : જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા.

(5) જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય?

ઉત્તર : જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) જગડુશાનો પાત્રપરિચય તમારા શબ્દોમાં લખો.

ઉત્તર : જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લાં મૂકી દે છે. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબાપત્રો વંચાવ્યાં તેમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પ૨ પણ જગડુશાનો હક નથી. જગડુશા અનાજની એ ચાળીસ વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. જગડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે.

(2) દરેક વખારના તાંબાનાં પતરાં પર જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે?

ઉત્તર : દરેક વખારના તાંબાનાં પતરાં પર જગડુશાએ લખાવ્યું હતું કે, “આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પ૨ પણ જગડુશાનો હક નથી.’’ જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાનાં પતરાં પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું.

(3) દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા?

ઉત્તર : દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લાં મૂકી દીધા હતા, પણ વરસાદ પડ્યો નહિ. ખેતરોમાં તીડ ત્રાટક્યાં. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. પાનખરમાં પાંદડાં ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના સાત ખોટના દીકરાનાં મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા. મૂઠી અનાજ માટે માબાપ પોતાના છોકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.

(4) રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ દર્શાવો.

ઉત્તર : રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ : (1) રાજા વિશળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી એને રાજ્યધર્મ ગણે છે. (2) તેઓ પ્રજાનાં દુઃખને પોતાનું દુ:ખ ગણે છે. (૩) દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે તેને એક-એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે.

(5) રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા?

ઉત્તર : દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઊઠ્યું. એમને જગડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા.

પ્રશ્ન 2. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરો.

(1) આંકડા માંડવા – ગણતરી કરવી

વાક્ય : વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે.

(2) જીભ કપાઈ જવી – બોલવાની હિંમત ન થવી

વાક્ય : ખોટું બોલતાં તારી જીભ કપાઈ ન ગઈ?

(3) સાત ખોટનો દીકરો – ખૂબ લાડકો દીકરો, સાત દીકરીઓ પછી થયેલો દીકરો

વાક્ય : કમળામાસીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો.

(4) સૌ સારાં વાનાં થવાં – બધી રીતે સારું થવું

વાક્ય : આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે.

પ્રશ્ન 3. આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી તેના ગમવા પાછળનાં કારણો જણાવો.

ઉત્તર : આ નાટકમાંથી મને ગમતા ત્રણ સંવાદો :

(1) રાજા : રામજી રાખશે તે રહેશે! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યધર્મ છે.

જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં જ આવા શબ્દો શોભે.

આ સંવાદમાં રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળીને જગડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્યભાવની પ્રશંસા કરે છે.

(2) રાજા : હું એ માલિકની પાસે જઈશ. ને કહીશ કે સુકાળ થયે તને એક-એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કરે!

જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે. તેને અનાજ જરૂર મળી રહેશે.

આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિતભાવ અને રાજાને મદદ કરવાની જગડુશાની તત્પરતા હૃદયને સ્પર્શે છે.

(3) રાજા : જગડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં?

જગડુશા : ચાળીસેક હશે મહારાજ !

રાજા : ચાળીસ વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો ! જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે, જગડુશા ! ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી!

આ સંવાદમાં જગડુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બજાવ્યાનો આનંદ દેખાય છે.

પ્રશ્ન 4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો :

(1) ગાડી – ગાંડી

ગાડી – વાહન

ગાંડી – પાગલ સ્ત્રી.

(2) હસ – હંસ

હસ – ‘હસવું’નું આજ્ઞાર્થ

હંસ – એક સુંદર પક્ષી

(3) સાજ – સાંજ

સાજ – સામગ્રી, વાજિંત્ર

સાંજ – સંધ્યાનો સમય

(4) ઢગ – ઢંગ

ઢગ – ઢગલો

ઢંગ – વર્તણૂક, રીતભાત

(5) ભાગ – ભાંગ

ભાગ –હિસ્સો

ભાંગ – એક કેફી છોડનાં પાંદડાં

(6) ગજ – ગંજ

ગજ – ચોવીસ તસુનું લંબાઈનું માપ, હાથી

ગંજ – મોટો ઢગલો, ભંડાર

(7) સત – સંત

સત – સત્ય, સાચું

સંત – સાધુ

(8) રગ – રંગ

રગ – નસ, નાડી

રંગ – વર્ણ, વાન

(9) ઉદર – ઉંદર

ઉદર – પેટ

ઉંદર – મૂષક

(10) જગ – જંગ

જગ – જગત, વિશ્વ

જંગ – યુદ્ધ

(11) રજ – રંજ

રજ – ધૂળનો બારીક કણ

રંજ – ખેદ, અફસોસ

(12) આકડો – આંકડો

આકડો – આકડાનો છોડ

આંકડો – રકમ

Also Read :

Class 8 Gujarati Chapter 8 Swadhyay