Class 8 Gujarati Chapter 20 Swadhyay (ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય)

Class 8 Gujarati Chapter 20 Swadhyay
Class 8 Gujarati Chapter 20 Swadhyay

Class 8 Gujarati Chapter 20 Swadhyay

Class 8 Gujarati Chapter 20 Swadhyay. ધોરણ 8 ગુજરાતી વિષયના પાઠ 20 નું અભ્યાસ અને સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 ગુજરાતી અભ્યાસ અને સ્વાધ્યાય.

ધોરણ : 8

વિષય : ગુજરાતી

એકમ : 20 બહેનનો પત્ર

સત્ર : દ્વિતીય  

અભ્યાસ

પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો :

(1) ધરતીની શોભા કોનાથી વધે છે?

(A) તળાવથી

(B) વૃક્ષોથી

(C) ધનધાન્યથી

(D) વત્સલ રાજાથી

જવાબ : (B) વૃક્ષોથી

(2) કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે?

(A) ડાળીઓને

(B) બાગને

(C) ફૂલોને

(D) સૂર્યને

જવાબ : (C) ફૂલોને

(3) ‘બહેનનો પત્ર’ પાઠના લેખકનું નામ જણાવો.

(A) મણિલાલ દેસાઈ

(B) મણિલાલ પટેલ

(C) મણિલાલ દ્વિવેદી

(D) મણિલાલ શાહ

જવાબ : (B) મણિલાલ પટેલ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

(1) વસંતઋતુમાં કયાં કયાં પક્ષીઓ બોલ્યા કરે છે?

ઉત્તર : વસંતઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાસ, શોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે.

(2) બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે?

ઉત્તર : બહેન ભાઈને અભિનંદન આપે છે; કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયારમા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે.

(3) અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યાં છે?

ઉત્તર : અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યાં છે; કારણ કે વૃક્ષો છે તો આપણું જીવન ભર્યુંભર્યું લાગે છે.

(4) રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં શું કહે છે?

ઉત્તર : રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં કહે છે કે, માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે – મજબૂત બનાવે છે.

(5) માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે?

ઉત્તર : માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) હોળી-ધુળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે?

ઉત્તર : હોળી-ધુળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે. વસંતઋતુનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે. સીમખેતરમાં શિયાળુ પાક ઘઉં-ચણાની કાપણી કરતાં લોકો દેખાય છે. લગનગાળો આવવાનો હોઈ એની આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે.

(2) અનન્યાને વસંતઋતુ કેમ ગમે છે?

ઉત્તર : વસંતઋતુમાં કોયલ બોલે છે ને આંબે કેરીઓ ઝૂલે છે. આ ઋતુમાં કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી તરસ્યું-તરસ્યું બોલતાં હોય છે. હવામાં સેલ્લારા લઈને ઊડતાં બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને પણ જોવાની મજા આવે છે. આથી અનન્યાને વસંતઋતુ ગમે છે.

(3) બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે?

ઉત્તર : બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોનચંપાનાં ફૂલો જાણે એને તાકી રહે છે. ટગરી પણ એની સામે ટગરટગર જુએ છે ને હજારીગલ એને બોલાવે છે.

(4) અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે?

ઉત્તર : બહેન અને ભાઈ બંનેને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા-સાંભળવા છે. બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે. વિજ્ઞાનકથાઓ પણ ઉકેલવી છે, રાત્રે તારાઓ ઓળખવા છે ને સીમવગડામાં જઈ ઝાડવાં અને પંખીઓ પણ ઓળખવાં છે. રજાઓમાં અરવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો :

(1) માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતાં સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો.

ઉત્તર :

સુવિચારો : (1) જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. (2) પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે, પણ માતા કદી ત્યાગ કરતી નથી. (3) પુત્ર કપુત્ર થાય છે, પણ માતા કદી કુમાતા થતી નથી. (4) મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી જનનીના પ્રેમભર્યાં હાલરડાં છે.  (5) હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે. (6) હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું. (7) મારી પાસે મારી મા છે.

કહેવતો : ( 1 ) મા તે મા ને બીજા વગડાના વા. (2) મા કહેતાં મોટું ભરાય. (3) માની ગરજ કોઈથી ન સરે.

પ્રચલિત પંક્તિઓ : (1) મા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર?

(2) મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

(3) જગતમાં સહુએ, સહુની ઘણી સગાઈ કીધી,

જડે નહીં ક્યાંયે જનની તારી જોડ મીઠી;

આ સૂના ઘરમાં, ગમતું ના જરાય …

(4) ભૂલો ભલે બીજું બધું, પણ મા-બાપને ભૂલશો નહિ.

(2) ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો.

ઉત્તર : ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે. એથી વિદ્યાર્થી વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે. પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે. અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે. આથી ગુજરાતી ભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી નડે છે. એને વારંવાર ડિક્ષનરીનો ઉપયોગ કરવો પડે છે. દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે. કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી.

પ્રશ્ન 3. નીચેના વિષયો પર આઠ-દસ વાક્યોમાં ઉત્તર લખો :

(1) માતૃભાષાનો મહિમા

ઉત્તર : માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે. એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. એમાં આપણા જીવનની પરંપરાઓ – રૂઢિઓ બધું શબ્દ-શબ્દ સંઘરેલું છે. આપણને જન્મ આપનારી મા, માની ભાષા તે માતૃભાષા અને આ અનાજ પકવીને પોષનારી ને વૃક્ષો-વનરાજીને ખીલવનારી ધરતીમાતા – માટી, આ ત્રણેનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે. આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી એ તરત હોઠે ચડે છે. પ્રેમ કરવો, થોડો કજિયો કરીને રિસાવું-૨ડવું, કિટ્ટા કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે. વળી, માતૃભાષાના તળપદા શબ્દોની મીઠાશ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે.

(2) ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ !

ઉત્તર : આ વિધાનમાં માતૃભાષાનું મહત્ત્વ પ્રગટ થયું છે. વ્યક્તિને માતૃભાષા ગળથુથીમાંથી મળે છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથવગી હોય છે. આપણી માતૃભાષામાં સગાં-વહાલાં માટે કેટલા બધા અલગ-અલગ શબ્દો છે ! આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી, ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે. ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈ જુદી છે. આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકાય છે.

(3) વસંતનો વૈભવ

ઉત્તર : વસંતઋતુ આવતાં જ એનો પાલવ પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે. સીમખેતરમાં શિયાળુ પાક ઘઉં-ચણાની કાપણી કરતાં લોકો દેખાય છે. વસંતઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ટહુકા કરે છે અને આંબે-આંબે કેરીઓ ઝૂલે છે. કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી પણ તરસ્યું તરસ્યું બોલ્યાં કરે છે. હવામાં સેલ્લારા લઈને ઊડતાં બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને જોવાની મજા આવે છે. વૃક્ષોનાં પાંદડાં પવનમાં કેવું ‘મર્મર મર્મર’ બોલે છે. ફૂલો એ વૃક્ષોની કવિતા છે. કેસૂડાંનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે. શીમળો રાતાંગલ ફૂલોથી એવો ઊભરાઈ જાય છે કે એમાં જઈને કાગડો બેસે. તો એ પણ રાતોચોળ થઈ જાય. ઘરના માંડવે મધુમાલતી અને કૂંડામાં મોગરા મહોરે છે. એની સુગંધની લહેર છાતીને અને મગજનેય તરબતર કરી દે છે.

પ્રશ્ન 4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :

(1) અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ, પ્રકૃતિ

ઉત્તર : અનન્યા, અરવ, ઉનાળો, ગુજરાતી, પ્રકૃતિ, ઋતુ

(2) વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વધામણી, વસતિ

ઉત્તર : વધામણી, વસતિ, વસંત, વાતાવરણ, વૃક્ષ, વ્યસ્ત

પ્રશ્ન 5. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો :

સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો,નોટિસ, ટીવી, તાર, નૃત્ય, સાંકેતિક ભાષા

ઉત્તર :

(A) જાણકારી મેળવવા માટે

સંદેશો, ફેંક્સ

ફોન, સેલફોન

ઇન્ટરનેટ, રેડિયો

તાર, નોટિસ

ટીવી, સાંકેતિક ભાષા

જાહેરાત

(B)ભાવનાઓ વ્યક્ત કરવા માટે

ચિત્ર

અભિનય

નૃત્ય

Also Read :

Class 8 Gujarati Chapter 21 Swadhyay