Class 7 Social Science Chapter 8 Swadhyay (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય)

Class 7 Social Science Chapter 8 Swadhyay
Class 7 Social Science Chapter 8 Swadhyay

Class 7 Social Science Chapter 8 Swadhyay

Class 7 Social Science Chapter 8 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 8 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 8 સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 8. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. યોગ્ય જોડકાં જોડો.

(અ) મેળાઓ

(1) તરણેતરનો મેળો

(2) ચિત્ર-વિચિત્રનો મેળો

(3) મીરાદાતારનો ઉર્સ મુબારક

(4) પલ્લીનો મેળો

(5) ભવનાથનો મેળો

(6) વૌઠાનો મેળો

(બ) જિલ્લાઓ

(A) સાબરકાંઠા

(B) અમદાવાદ

(C) જૂનાગઢ

(D) મહેસાણા

(E) ગાંધીનગર

(F) સુરેન્દ્રનગર

જવાબ :

(1) તરણેતરનો મેળો =(F) સુરેન્દ્રનગર

(2) ચિત્ર-વિચિત્રનો મેળો = (A) સાબરકાંઠા

(3) મીરાદાતારનો ઉર્સ મુબારક = (D) મહેસાણા

(4) પલ્લીનો મેળો = (E) ગાંધીનગર  

(5) ભવનાથનો મેળો = (C) જૂનાગઢ

(6) વૌઠાનો મેળો = (B) અમદાવાદ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.

(1) કાંગડા શૈલીની વિશેષતા જણાવો.

ઉત્તર : વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી.

(2) કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા કયા નામે ઓળખાય છે?

ઉત્તર : કેરલમાં યોજાતી નૌકાસ્પર્ધા ‘વલ્લમકાલી’ના નામે ઓળખાય છે.

(3) વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ શું હતું?

ઉત્તર : વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિપ્રવાલમ્ શૈલીમાં લખાયેલ ગ્રંથનું નામ ‘લીલાતિલકમ્’ હતું.

(4) ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોનાં નામ આપો.

ઉત્તર : નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ એ ગુજરાતી ભાષાના મધ્યયુગના મહાન સાહિત્યકારો હતા.

(5) કથક કયા બે ઘરાનાઓમાં વહેંચાયું?

ઉત્તર : કથક જયપુર અને લખનઉ આ બે ઘરાનાઓમાં વહેંચાયું.

પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો.

(1) શૂરવીરની ગાથા ………… અને …………. દ્વારા ગાવામાં આવતી હતી.

જવાબ : કાવ્ય, ગીતો

(2) રાજા અનંતવર્મને ……………. નું નિર્માણ કરાવ્યું.

જવાબ : જગન્નાથ મંદિર

(3) કુચીપુડીનો ઉદ્ભવ ………….. ના કુચીપુડી નામના ગામમાં થયો હતો.

ઉત્તર : આંધ્ર પ્રદેશ

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 9 સ્વાધ્યાય