Class 7 Social Science Chapter 13 Swadhyay (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય)

Class 7 Social Science Chapter 13 Swadhyay
Class 7 Social Science Chapter 13 Swadhyay

Class 7 Social Science Chapter 13 Swadhyay

Class 7 Social Science Chapter 13 Swadhyay. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 13 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 13 સ્વાધ્યાય.

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 13. આપત્તિ-વ્યવસ્થાપન

સત્ર : દ્વિતીય

સ્વાધ્યાય

પ્રશ્ન 1. ખાલી જગ્યાઓ પૂરો.

(1) આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ……………… નામે ઓળખાય છે.

જવાબ : પ્રકોપ

(2) પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ……………….. નામે ઓળખાય છે.

જવાબ : ચક્રવાત

(3) સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતાં વિનાશકારી મોજો ………….. નામે ઓળખાય છે.

જવાબ : ત્સુનામી

પ્રશ્ન 2. યોગ્ય જોડક જોડો.

(1) ભૂકંપ

(2) પૂર

(A) આગાહી કરી શકાય છે.

(B) આગાહી કરવી શક્ય નથી.

જવાબ :

(1) ભૂકંપ = (B) આગાહી કરવી શક્ય નથી.

(2) પૂર = (A) આગાહી કરી શકાય છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

(1) કુદરતી આપત્તિનાં કોઈ પણ ચાર નામ લખો.

ઉત્તર : કુદરતી આપત્તિઓ : ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ,દાવાનળ, પૂર, ત્સુનામી અને વાવાઝોડું.

(2) વાવાઝોડું એટલે શું?

ઉત્તર : વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતાં પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને ‘વાવાઝોડું (ચક્રવાત) કહે છે.

(3) પૂર આવવા માટે કયાં કયાં કારણો જવાબદાર છે?

ઉત્તર : પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જલનિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે.

આ ઉપરાંત, પૂર આવવા માટે વર્ષાત્રતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી પરના બંધનું તૂટવું, હિમક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે.

પ્રશ્ન 4. માગ્યા મુજબ ઉત્તર આપો.

(1) ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ.

ઉત્તર : ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ :

(1) તમે શાળામાં હો તો વર્ગખંડમાં પોટલી નીચે બેસી જવું. (2) વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું. (3) માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા. (4) ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી. (5) બહુમાળી મકાનોમાંથી નીચે ઊતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. (6) ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગૅસ વગેરે ચાલુ ન કરવાં, ગૅસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે. (7) અફવાઓથી દોરવાવું નહિ.

(2) આપત્તિની અસરો જણાવો.

ઉત્તર : આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે :

(1) ભૂકંપ, પૂર, ત્સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. (2) આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે. (3) આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. (4) જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે. (5) નિદોંષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે. (6) રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

Also Read :

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 18 સ્વાધ્યાય